એક મુઠ્ઠી માટીનો સત્યાગ્રહ 30 માર્ચથી શરૂ થશે

દાંડી, 29 માર્ચ 2021
દેશના જાણીતા ખેડૂત અને સામાજિક આગેવાનો મહાત્મ ગાંધી અને સરદારની જન્મભૂમિ ગુજરાતની માટી લઈ ‘મિટ્ટી સત્યાગ્રહ’ રૂપે દેશની એકતાનો સંદેશ આપશે. 30 માર્ચના રોજ મીઠા સત્યાગ્રહ સ્થળ એવા દાંડીથી એક મુઠ્ઠી માટી લઈ સ્વતંત્રતા આંદોલનના અમૃત તુલ્ય મૂલ્યો જીવિત રાખવા બીજારોપણ કરશે. આ માટી લઇ છેલ્લે દિલ્હી જશે. અને ત્યાં શહીદ ખેડૂતોના સ્મારક બનાવવામાં માટીનો ઉપયોગ કરાશે.

યાત્રા ગુજરાતના દાંડી પથ પર વિવિધ સ્થળોની માટી લેશે.

ખેડૂતોની આગેવાની કરી સ્વતંત્રતા આંદોલન સમયે ‘સરદાર’નું બિરુદ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહ અને જન્મ સ્થળની મુલાકાત લઈ સત્યાગ્રહની પ્રેરણા અને માટી રૂપી આશીર્વાદ મેળવશે.

ગુજરાતના નાગરિકો, ખેડૂતો, માછીમારો અને આગેવાનો પોતાના ગામની માટી ‘મિટ્ટી સત્યાગ્રહ’ યાત્રાને દેશની અને ખેડૂત, નાગરિકોની એકતા સ્વરૂપે આપશે.

ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ‘મિટ્ટી સત્યાગ્રહ’ દ્વારા સ્વતંત્રતા સંગ્રામની યાદો તાજી કરાશે. નવા ભારત માટે બંધારણ દ્વારા પ્રસ્થાપિત મૂલ્યોના જતન અને રક્ષણ માટે સંદેશ લઈ યાત્રા છે. 30 માર્ચથી 5 એપ્રિલ સુધી દાંડીથી – દિલ્લી જશે. આ યાત્રા ગુજરાત સહિત, રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં વિવિધ સત્યાગ્રહ સ્થળોની મુલાકાત લેશે. ત્યાની માટી લઈ આ યાત્રા તા. 5 એપ્રિલના રોજ દિલ્લી પહોંચશે. ગુજરાતમાં યાત્રા તા. 30 અને 31 માર્ચના રોજ પસાર થશે.

એક હૈ માટી એક હૈ લોગ – ભારતની એકતાનો સંદેશ અને અન્યાય સામે સંઘર્ષ કરી મેળવેલી આઝાદીના જતન અને રક્ષણનો સંદેશ આ યાત્રા આપશે.

ભારતની સંસ્કૃતિ અને અર્થતંત્રના પાયા સમાન કૃષિ ક્ષેત્ર, પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન અને માછીમારી કરતાં સમૂહો સામે પડકારો છે. 120થી વધુ દિવસોથી દિલ્લી બોર્ડર પર ચાલતા આંદોલનના ટેકમાં ભારતના દરેક રાજયોમાં સ્વતંત્રતા આંદોલન સમયના ઐતિહાસીક સ્થળોની માટી એકત્ર કરવામાં આવી રહી છે.

ગાંધી, સરદાર, ડૉ. આંબેડકર, ભગત સિંહ, અશ્ફાકુલ્લાહ જેવા અનેક નામી-અનામી સ્વતંત્રતા આંદોલનના લડવૈયાઓની કર્મભૂમિ અને જન્મભૂમિથી માટી સ્વતંત્ર સંગ્રામને યાદ અપાવશે. દેશના અનેક નાગરિકો અને આગેવાનો દ્વારા માટી એકઠી કરવામાં આવી રહી છે. ભારતીય સ્વતંત્રતાના આ શિલ્પીઓથી પ્રેરણા લીધી છે. શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે પોતાની વાત રજૂ કરવા દેશભરમાં ‘એક મુઠ્ઠી મિટ્ટી’ દ્વારા મિટ્ટી સત્યાગ્રહ થઈ રહ્યો છે. એક હૈ માટી, એક હૈ લોકનો સંદેશ પહોંચાડવામાં આવશે.

ગુજરાતમાં આ યાત્રા દાંડી, બારડોલી, ઉમરાછી, ભરૂચ, કરમસદ, ગાંધી આશ્રમ વગેરે સ્થળોએ માટી અને આશીર્વાદ માટે મુલાકાત લેશે. ગુજરાતનાં અનેક ગામોમાંથી આ માટી સત્યાગ્રહને એક મુઠ્ઠી માટી મોકલી દેશ અને નાગરિકોની એકતાનો સંદેશ દિલ્લી મોકલવામાં આવશે.

ગુજરાતનાં અનેક સંગઠનોએ આ યાત્રાને પોતાનું સમર્થન જાહેર કરેલ છે. ગુજરાતનાં મહિલા સંગઠનો, સામાજિક સંગઠનો, આદિવાસી સમૂહો, માછીમાર સંગઠનો, પશુપાલક સમૂહો અને ખેડૂત સંગઠનોએ આ યાત્રાને પોતાનું સમર્થન જાહેર કરેલ છે.

મિટ્ટી સત્યાગ્રહ યાત્રાનો રૃટ

૩૦ મી માર્ચઃ  દાંડી થી શરૃઆતઉમરાછી અને બરોડા

૩૧ મી માર્ચઃ કરમસદસાબરમતી આશ્રમઅમદાવાદહિંમતનગર

૧ એપ્રિલ  ડુંગરપુર ( રાજસ્થાન) ઉદયપુર

૨ એપ્રિલઃ જયપુર

૩ એપ્રિલઃ સિરસા ( હરિયાણામાનસા ( પંજાબ )

૪ એપ્રિલઃસુનમ ( શહીદ ઉધમ સિગની જન્મભૂમિભવાનીગઢજિદરોહતક

૫ એપ્રિલઃ શાહજહાપુર બોર્ડરટિકરી બોર્ડર ( પકૌડા ચોક અને બહાદુરગઢ )

૬ એપ્રિલઃ ગાજીપુર બોર્ડરસિંધુ બોર્ડર

સમર્થક સંગઠનો
નીતા મહાદેવ, ગુજરાત લોક સમિતિ 9724082788
રમેશ પટેલ (ઓરમા), દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ 9427829481
ડાહ્યાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભા
દેવ દેસાઈ, ગુજરાત સામાજિક મંચ 9970704474
મુજાહિદ નફીસ, માઈનોરિટિ કોઓર્ડિનેશન કમિટી
કૃષ્ણકાંત ચૌહાણ, NAPM