[:gj]અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન [:]

[:gj]Organ donation of 3 people who died of brain death in Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)માં એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન કરીને 9 લોકોના જીવન બચાવી શકાયા છે.

ત્રણ પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું કાર્ય કરીને સમાજને સાચો રાહ ચીંધ્યો છે.

મધ્ય પ્રદેશના રતલામના કલેક્ટરને ત્યાં રસોઇયા તરીકે કામ કરતા ભગીરથભાઈ પરમારના 20 વર્ષીય પુત્ર આકાશ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાતા ભગીરથભાઈએ આકાશની બે કિડની, એક લિવર અને એક સ્વાદુપિંડનું મહાદાન કર્યું. આકાશની એક કિડનીનું રાજકોટની ૧૧ વર્ષની દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું બનાસકાંઠાની ૧૮ વર્ષની યુવતીના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે ભૂજના એક ૫૦ વર્ષીય વ્યક્તિના શરીરમાં લિવરનું પ્રત્યારોપણ કરાયું છે. આમ આકાશના અંગોથી ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું.

આવી જ રીતે જામનગરના વતની લખન દિનેશભાઈ પરમારનું બ્રેઇનડેડ જાહેર કરાતા તેમના સગાવ્હાલાઓએ પણ અંગદાનનો પથ અપનાવી પોતાના સ્વજનની યાદોને જીવંત બનાવવાનો નિર્ણય કર્યો. લખનભાઈની બે કિડની અને એક લિવરનું દાન કરાયું હતું. લખનભાઈની એક કિડનીનું ખેડાની ૧૨ વર્ષીય દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું ભાવનગરના ૨૪ વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર સ્થિત ૪૦ વર્ષીય એક પુરુષ દર્દીના શરીરમાં લખનભાઈના લિવરનું પ્રત્યારોપણ કરાયું છે.

ત્રીજા કિસ્સામાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી જીવરામ રોતના આકસ્મિક નિધનના પગલે તેમના લિવરનું ભરૂચના એક ૫૧ વર્ષીય ભાઈના શરીરમાં, એક કિડનીનું અમરેલીના એક ૩૧ વર્ષીય બહેનના શરીરમાં અને બીજી કિડનીનું જૂનાગઢના એક 35 વર્ષીય બહેનના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલની SOTTO ટીમ દ્વારા ૮૫ દિવસના ટૂંકા ગાળામાં બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક જ અઠવાડિયામાં થયેલ ૩ અંગદાન અને તેના થકી ૯ વ્યક્તિઓને મળેલું નવજીવન છે.[:]