કૃષિ પાક પર દૂધનો છંટકાવ કરતાં ઉત્પાદનમાં 25 ટકાનો વધારો, ખર્ચ 25 ટકા ઘટી ગયુ 

ગાંધીનગર, 28 એપ્રિલ 2021

કચ્છ માધાપરમાં 53 વર્ષથી ખેતી કરતાં ખેડૂત વેલજીભાઈ ભુડીયા 9426991112 ખેતીમાં અનેક પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમણે કૃષિ પાકો પર દૂધ છાંટવાનો પ્રયોગ કર્યો તો 4 વર્ષમાં અકલ્પનીય પરિણામ મળ્યા છે. ફૂલ આવવાની અવસ્થાએ કોઈ પણ પાક પર 15 લિટર પંપના પાણીમાં 250 મીલીગ્રામ ગાયનુ તાજુ દોહેલું દૂધ છાંટતા ઉત્પાદનમાં 25 ટકાનો વધારો અને ખર્ચમાં પણ એટલો જ ઘટાડો થાય છે.

દૂધનો છંટકાવ જંતુનાશક તરીકે તો કામ કરે છે સાથે છોડને પોષણનું કામ કરે છે. આમ એક જ વસ્તુ ઝેર અને અમૃતનું કામ કરે છે. તેઓ 7 વર્ષથી દૂધનો પ્રયોગ કરે છે. ભારતમાં આવો કોઈ પ્રયોગ કરતું નથી. કૃષિ ક્ષેત્રે વેલજીભાઈનો આ પહેલો પ્રયોગ છે. જેમાં ખેતીને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે અને રસાયણો વગરની ખેતી બની ગઈ છે.

દૂધને છાંટવાની એકાએક જ પ્રેરણા તેમને ઈ હતી. કંડોરણાના ખેડૂત ધીરૂભાઈ અમિપરાના તલ ખરાબ થઈ ગયા હતા. તેમણે વેલજીભાઈને ફોન કર્યો અને તેઓ તલનો નાશ કરી દેવા માંગે છે એવું કહ્યું. પણ વેલજીભાઈએ તેને તલ ફેંકી ન દેતાં તેને ગાયનુ દૂધ લઈને તેનો પંપ દ્વારા છંટકાવ કરવા માટે કહ્યું હતું. 3 દિવસમાં જ તલનો સુકાતો પાક લીલો થઈ ગયો હતો. એક એઠવાડિયામાં બીજો છંટકાવ કર્યો તો તલ સારા થઈ ગયા હતા.

તેમને પ્રયોગ તમામ પાક પર કર્યા તો દરેકમાં શ્રેષ્ઠ પરિણામ મળવા લાગ્યું હતું.

વાયરસજન્ય તમામ રોગમાં ગાયનુ દૂધ અકસીર ઉપાય મળી ગયો હતો. મરચીના પાકમાં પાનનું કોકડાવું એ ખેડૂતો માટે એક મુખ્ય સમસ્યા છે.

દરેક પ્રકારના રોગમાં 15 લીટરના દવા છાંટવાના પંપમાં 250 મીલી ગાયનુ઼ દૂધ મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી લાભદાયી પરિણામ મળે છે.

જીરૂના પાકમાં કલ્પના બહારના પરિણામ મળ્યા છે. દૂધનો પ્રયોગ કરીને દુનિયા હવે ઝેર ખાવાનું બંધ શકે એવી સ્થિતી આવીને ઊભી છે.

જંતુનાશકો અને રસાયણો નાંખીને ખેતી બગડી છે. 53 વર્ષથી ખેતી કરતાં વેલજીભાઈ વર્ષે 800 બોરી યુરિયા કે રાસાયણિક ખાતર વાપરતાં હતા. હવે 20 વર્ષથી રસાયણો વાપરતા નથી. માત્ર કુદરતી ખેતી કરે છે.

કુર્મીનો રોગ, ચરમીનો રોગ, માથા બાજી જાય એવા રોગમાં દૂધનો છંટકાવ અદભુત કામ આપે છે. કેરીમાં રોગ હોય કે શક્કર ટેટીમાં રોગ હોય તમામમાં દૂધ કામ આપે છે.

જામ કંડોરણાના ખેડૂત ધીરૂભાઈ અમિપરા 9824478876 ના ખેતરમાં તલમાં કાળીયો રોગ આવી ગયો હતો. જેને કોઈ દવા નથી. પણ તે રોગ પર દૂધનો છંટકાવ કર્યો તો તલ સારા થઈ ગયા. તે તલ ઉખેડીને ફેંકી દેવાના હતા તે તલમાં સારું ઉત્પાદન મળ્યું હતું.

ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાલય આ વાત ન સ્વિકારે એવી છે. પણ હવે હજારો ખેડૂતો તેનો અમલ કરે છે. એક પંપમાં 10 રૂપિયાનું ખર્ચ થાય છે.  26 એપ્રિલ 2021માં આટલી ગરમીમાં તાપ વચ્ચે ડૂંગળી થઈ ન શકે પણ તેમને ખેતરમાં આટલી ગરમી વચ્ચે પણ ડુંગળીનો પાક છે. જે દૂધની ટ્રીટમેન્ટના આધારે છે. જાન્યુઆરીમાં ઘઉં વાવેલા જેના મોતી જેવા દાણા થયા હતા. ચાણાના પાક પર તેનો છંટકાવ કરવામાં આવતાં ચણાનો દાણો મોટો થયો હતો.

રાજકોટના ઉદ્યોગપતિ અને ખેડૂત ભરતભાઈ પરસાણાએ  9726399699 15 લિટર પાણીના પંપમાં 250 મી.લી. દૂધમાં 100 ગ્રામ ગોળ ઉમેરીને વિપુલ ઉત્પાદન માટે ગામડે ગામડે ફરીને આંદોલન શરૂ કર્યું છે.

કપાસ, કઠોળ, તલ, શાક, મૂળ જેના પાકોમાં કુકડ આવી ગઈ હોય તો દૂધ તેને તુરંત સુધારે છે. દૂધ વાયરસને ઠંડો કરી દે છે.

પાકમાં ફૂલ આવવાની તૈયારી થાય એટલે દૂધ અને ગોળનો નો છંટકાવ કરી દેવાથી ફૂલનું ફલીનીકણ વધી જાય છે. સારું ફ્લાવરીંગ આવે છે. પાકની રોનક સારી આવે છે. આરોગ્ય સારું રહે છે.

આ વર્ષે કપાસમાં તેનો છંટકાવ કર્યો તો તેમાં વિપુલ ઉત્પાદન મળ્યું હતું. આસપાસના એક પણ ખેડૂતને એટલું ઉત્પાદન મળ્યું ન હતું.

ફૂલ ઘાટું બેસે છે અને સવાયું ફળ થાય છે. 25 ટકા ઉત્પાદન વધી જાય છે. નબળો મોલ પડી ગયો હોય તો પણ સારો થઈ જાય છે. વંથલી 9824598738, માધાવપુર-પોરબંદર 9898525085, સુરતવાલા 9824297255 નો પણ સંપર્ક કરી શકાય છે.