लंदन में पढ़ाई की और खेत को मोरबीक में एक प्रयोगशाला में बदल दिया
Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના સંજય ચંદુ રાઠોડે લંડનમાં માર્કેટિંગમાં એમબીએ કરીને ખેતીનું મેનેજમેન્ટ અને માર્કેટિંગ કરી રહ્યાં છે. 15 વીઘામાં શેરડી દાડમ, ચારો, આંતરપાક, હળદર, તુવેર, ઘઉં, જીરું, ધાણાની ઓર્ગેનિક ખેતી કરે છે.
વર્ષે 30 લાખ કમાય છે.
ખેતર પ્રયોગશાળા
રેસિડ્યુ ફ્રી ઉત્પાદન માટે 70 વીઘા જમીનને પ્રયોગશાળા બનાવી છે. બળદથી ખેડ કરે છે. વનસ્પતિજન્ય દવાઓ જાતે જ તૈયાર કરે છે. 15 દિવસે આકડાનું દ્રાવણ 200 લિટર, ખાટી છાસ, હિંગ, અજમાનું દ્રાવણ કરીને જમીનમાં ટપક સિંચાઈ સાથે આપે છે. તેથી જમીનજન્ય રોગ, ઉંદર નુકસાન કરતાં નથી.
રાસાયણિક ખાતરો ઘટાડીને ગૌમૂત્ર, દેશી છાણિયું ખાતર, ઘનજીવામૃતનો વપરાશ વધાર્યો. 40 વીઘામાં ગાયના છાણ-મૂત્રથી જૈવિક-પ્રાકૃતિક ખેતી કરે છે. ગૌશાળામાં 30-35 ગાયો છે, 100 લિટર દૂધ મળે છે. દૂધના વેચાણથી ખેતીનો તમામ ખર્ચ નિકળી જાય છે.
બિયારણની શોધ
4 વર્ષના સંશોધન બાદ તેમણે શેરડીનું પોતાનું જ બિયારણ તૈયાર કર્યું છે. દોઢ મહિનાની શેરડી થાય એટલે પાળા પર ટપક સિંચાઈ કરે છે. જેથી ઉંચાઈ વધે અને આડી પડતી નથી.
10 મહિનામાં એક સાંઠામાંથી 10 સાંઠા તૈયાર થયા છે. 1 વીઘે 14-15 ટન શેરડી પાકે છે. 20 કિલોના 110 રૂપિયા ભાવ આવે છે. 1 વીઘે 32 મણ બિયારણ વપરાય છે. વીઘે 8 હજારનો ખર્ચ થાય છે. તેની સામે 80-85 હજારની વીઘે આવક કરે છે.