Tag: અમદાવાદ
અમદાવાદમાં રાતના 10 વાગ્યા બાદ 27 વિસ્તારોમાં દુકાનો-બજારો બંધ
અમદાવાદ
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે અને લોકો બેપરવાહ બની રહ્યા હોવાથી વહીવટીતંત્ર દ્વારા શહેરમાં ફરી કડક નિયમો લાગુ કર્યા છે. જેમાં હવે શહેરના આ 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ બજારો અને દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેમ છતાં લોકો સંક્રમણના જોખમને નજર અંદાજ કરીને માસ...
નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.9...
અમદાવાદ,
વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જય...
ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...
અમદાવાદ,
AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...
અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગ...
અમદાવાદ,
અમદાવાદ મહાનગર પાલિકા - અમપા - દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા.
સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા...
કોરોના ફેલાવતી ચા, અમદાવાદમાં 32 કિટલી પર ચા વેચવા પર પ્રતિબંધ
અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક વખત ગરીબ-શ્રમજીવી વર્ગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. તંત્રની સદર કાર્યવાહીના કારણે કેસ વધી રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર ચાની કીટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે....
સુરત – રાજકોટમાં રાસ – ગરબાના આયોજનો રદ્દ થવા લાગ્યા, અમદા...
17 ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે, પરંતુ ગુજરાત સરકારે જાહેર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ર્નિણય નથી લીધો. એક તરફ રાજ્યભરના ગરબાના આયોજકો ગરબાની મંજૂરી મેળવવા ગાંધીનગર આંટા મારી રહ્યા છે, ત્યારે સુરતના ગરબા આયોજકોએ આ વખતે ગરબાનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, સુરતના ઈનડોર સ્ટેડિયમ સહિતન...
અમદાવાદીઓનો અધધધધ… 40 કરોડનો ટ્રાફિક દંડ ભરવાનો બાકી
અમદાવાદ શહેરમાં 2018થી ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય 17 લાખ ઈ-મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના 111 જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ 26.3 લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી 8.9 લાખ મેમોનો 18.5 કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, 17.4 લાખ જેટલા ના ભરાયેલા ...
મોદીની મોટી નિષ્ફળતા, બુલેટ ટ્રેનમાં 5 વર્ષનો વિલંબ, ત્યાં દિલ્હી-અમદા...
અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2020
ભારતીય રેલ્વે હવે ડિસેમ્બર 2023 ના અંદાજિત સમયમર્યાદામાં પાંચ વર્ષના વિલંબ સાથે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્ટોબર 2028 સુધી પૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા રાખે છે. સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી સુધારેલી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જાપાની કંપનીઓ ઓછી ભાગીદારી જોઇ રહી છે, જ્યારે બોલી લગાવનારાઓ દ્વારા નક્કી કરેલા દર...
મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે.
ચૂંટણી...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...
અમદાવાદ,
ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...
કોરોના નિયમોનો ભંગ કરી ધમધમતુ ખાણીપીણી બજાર બંધ, માણેકચોકનું ખાણીપીણી ...
દેશમાં કોરના વાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે શહેરનાં પ્રખ્યાત માણેકચોક ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા ચાલુ કરવામાં આવી હતી જે પણ વિવાદને કારણે બંધ કરી દેવામાં આવી છે. AMCએ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. આ સાથે ઇસ્કોન બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડીને...
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવામાં રૂ.10 હજાર કરોડનો ગોટાળો...
અમદાવાદ, 9 ઓગસ્ટ 2020
અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી ના નામે રૂ.10000 કરોડનું કૌભાંડ થયું છે. 2001માં આજના પી.એમ. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના નવા સી. એમ. બનેલા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આવો કાળો કાયદો આવ્યો કે દબાણ કરો, જમીન પચાવી પાડો, ગેરકાયદેસર બાંધકામ કરો, પછી તેને કાયદાથી કાયદેસર કરી આપો. ભાજપમાં ગેરકાયદેસર બાંધકામની કિંમતના 10% પાર્ટી ફંડ આપો...
રોજ રાત્રે 20 વર્ષની શીતલ શર્મા અમદાવાદમાં ટ્રાફિક સીંગ્નલ પર ભૂખ્યા 4...
ગુજરાતમાં લાખો લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. તેમની ચિંતા ના ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને છે, ના આપણને. પરંતુ અમદાવાદની એક વીસ વર્ષની છોકરી શીતલ શર્મા ભૂખ્યા પેટે સૂઈ જતા એ લોકોને ખાવાનું આપી રહી છે. રાત્રે રસ્તા પર સૂઈ જતા 400 બાળકોનું પેટ ભરે છે. અમદાવાદના રસ્તાઓ પર ખુલ્લા આકાશની નીચે સૂઈ જતા ભૂખ્યા બાળકો શીતલની રાહ જોતા હોય છે.
ગુવાહ...
શહેરમાં સ્કુટરમાં 20 કિલો ગાંઝો લઇ જતો વ્યક્તિને ઝડપાયો
શહેરમાં નશીલા પદાર્થનો ઉપયોગ અને હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ક્રાઇમબ્રાંચે રામોલ ચ...
અમદાવાદ મોલ સીલ કરાયો હવે અન્ય મોલમાં સઘન તપાસ
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં સામાજીક અંતરનો અભાવ, ભીડ અને મોલમાં આવેલા લોકોએ માસ્ક નહીં પહેરીને ગાઇડલાઇનનો ભંગ કરતા એએમસી દ્વારા મોલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં અનલોક 3ની ગાઇડલાઇન સાથે દેશમાં વેપાર ધંધા ખુલે અને આર્થિક પ્રવૃતિને વેગ મળે તે માટે મોલ કેટલીક ગાઇડલાઇન સાથે શરુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંત...