Thursday, April 2, 2026

Tag: gujarat

ગુજરાતમાં એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર અપાઈ

ગાંધીનગર, તા.૨૩ ગુજરાત સરકારે રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં જિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. જે પૈકી ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપવામાં આવી છે. તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીન...

કોલગર્લ સર્વિસ પૂરી પાડવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ, તા.23 કોલગર્લ સર્વિસ આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનારી ઠગ ટોળકીનો ગાંધીનગર  પોલીસે પર્દાફાશ કર્યો છે. એલસીબીએ અગોરા મોલ પાસે આવેલા એટલાન્ટીક પાર્કમાં ભાડે રખાયેલા ફલેટમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 1.28 લાખ રોકડ, સાત મોબાઈલ ફોન અને હિસાબ...

દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે

અમદાવાદ, તા. 22 ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...

અમદાવાદ રિજિયોનલ કમિશનર હેઠળની 27 નગરપાલિકાઓને 31 કરોડ ફાળવાયા

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરો અને મહાનગરોમાં દિવાળી પહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવા માટે રૂપિયા બે હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જેના ભાગરૂપે અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળની ચાર જિલ્લાની 27 નગરપાલિકાઓની માટે રૂપિયા 31 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળમાં અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લાની  કુલ ...

6 હજાર શિક્ષકોને રૂ.200નો દંડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપીને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ કરનારા 6 હજાર શિક્ષકો સામે ગાંધીનગર બોર્ડની કચેરીએ બોલાવીને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.100થી 200ન...

શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતાર...

અમદાવાદ, તા. ૨૦ શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપા હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે. હવે પછી જોધપુર અને ઓગ...

ગુજરાતના હેમંત ચૌહાણ, બિહારી હેમુ ગઢવી અને સંગીતા લાબડિયા સહિતના કલાકા...

ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન હાલમાં પૂરજોશમાં સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે ગુજરાત ભાજપમાં વધુ નામી કલાકારો જોડાયા છે. જે કલાકારો જોડાયા છે તેમાં હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, સ્વ. હેમુભાઈ ગઢવીના પુત્ર બિહારી ગઢવી, સૌમિલબાઈ, પ્રભુભાઈ ઠાકોર, જિતેન્દ્રભાઈ ઠક્કર વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ ગાયિકા કિંજલ દવે, ...

સોલાર પાર્ક માટે માત્ર બે કંપનીઓએ જ બોલીમાં ભાગ લેતાં રાજ્ય સરકારનાં પ...

ગાંધીનગર, તા. 18 કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે સોલાર વીજળી ઉત્પન કરવા માગતી કંપનીઓ રાજ્ય સરકારની બોલીમાં ઓછો રસ દાખવી રહી છે. રાજ્ય ઉર્જા વિકાસ નિગમે જાહેર કરેલી બોલીમાં માત્ર બે કંપનીઓ જેમાં એક સરકારી કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ તે પણ ઓછા મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે. ઉર્જા વિકાસ નિગમે રાજ્યમાં ધોલેરામાં 950 અને રાધાનેસડામાં 1...

ધોલેરાના સિંગાપુરિયા હેડક્વાર્ટરમાં ગટરો ઊભરાય છે, બિલ્ડિંગમાં ઠેર-ઠેર...

અમદાવાદ, તા. 18 એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગથી બે કિલોમીટર દૂર આવેલા ધોલેરા સ્માર્ટ સિટીમાં પાણી ફરી વળ્યા છે. પણ જ્યાંથી સમગ્ર ધોલેરાનું સંચાલન થાય છે તે એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગ પોતે જ સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. સ્માર્ટ સિટીનું નિર્માણ કરતી આ બિલ્ડીંગનું બાંધકામ એટલું નબળું છે કે, તેના પોર્ચમાંથી પાણી ટપકે છે. આગળના ભાગમાં પાણી ટપકે છે. પોર્ચમાં પાણ...

ગુજરાતમાં BSFમાં બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું, 15 સામે ચિલોડા ...

  ગાંધીનગર, તા:૧૭ હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્...

પડતર કેસોમાં ગુજરાત નંબર 1

આંધળો કાયદો ક્યારે  દેખતો થશે ?  ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનનું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યામૂર્તિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોકડેએ લોકાર્પણ કર્યુ હતું. છેલ્લા એક વર્ષમાં ૧૫ હજાર દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. નવું મકાન બનતાં હવે દાવાઓનો નિકાલ...

વિશ્વના 100 શહેરોમાં ગિફ્ટ સિટીનું સ્થાન 69મું અને મુંબઇનું સ્થાન 92મા...

ભારતના ફાયનાન્સિયલ હબ બનાવવા નિકળેલા આપણા રાજનેતાઓ માટે ચોંકાવનારી બાબત એવી છે કે વિશ્વના ટોપ ટ્વેન્ટિ શહેરોમાં ભારત કે ગુજરાતનું એકપણ શહેર ફાયનાન્સિયલ હબ બની શક્યું નથી. આપણે મુંબઇને ફાયનાન્સિયલ કેપિટલ કહીએ છીએ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગુજરાતનું ફાયનાન્સિયલ હબ માનીએ છીએ પરંતુ આ બન્ને સિટીનું લિસ્ટમાં નામ ખૂબ પાછળ છે. ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટ...

ગુજરાતમાં 200થી વધું ટાંકીઓ જોખમી, ફોન કરો તમારા અધિકારીને

250નો સ્ટાફ અપાયો પણ લોકોની સલામતી માટે કંઈ ન થયું રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલા સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકારે નવી કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. તે બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી તે ઘટના બાદ પ...

છૂટાછેડા અને વ્યભિચારના કેસ ગુજરાતમાં વધી રહ્યાં છે

જેમાં છૂટાછેડા અને વ્યભિચારના કેસ મોટા પ્રમાણમાં છે. વ્યભિચારના કારણે છૂટાછેડા વધી રહ્યાં છે. હવે વ્યભિચાર એ ગુનો બનતો ન હોવાથી ગુજરાતમાં વ્યભિચાર વધી જશે. આમેય સોશિયલ મિડિયાનો સૌથી વધું ઉપયોગ ગુજરાતની મહિલાઓ કરી રહી છે. જેના કારણે છુટાઠછેડા અને વ્યભિચારના કેસ એકાએક વધી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં વસતી પ્રમાણે સૌથી વધું કેસ પટતર છે. ગુજરાતમાં હા...

રાજયમાં કેરોસીનની જરૂરિયાત સામે ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવાયો

રાજયમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ વિધાનસભામાં લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું. રાજ્યમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત અંગે કોંગ્રેસનાં ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન સવાલ કર્યો હતો કે તા. ૩૦-૦૯...