[:gj]અમદાવાદ રિજિયોનલ કમિશનર હેઠળની 27 નગરપાલિકાઓને 31 કરોડ ફાળવાયા[:]

[:gj]

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરો અને મહાનગરોમાં દિવાળી પહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવા માટે રૂપિયા બે હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જેના ભાગરૂપે અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળની ચાર જિલ્લાની 27 નગરપાલિકાઓની માટે રૂપિયા 31 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળમાં અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લાની  કુલ 27 નગરપાલિકાઓ આવે છે. આ 27 નગરપાલિકાઓમાં દિવાળી પહેલા વિવિધ વિકાસના કાર્યો જેવા કે, નગરના મુખ્ય માર્ગો, પેટા માર્ગો, શેરી, સોસાયટીઓમાં સહભાગીદારીથી રસ્તાઓ બનાવવા, ગટર લાઈન, પાણીની લાઈન, વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, તળાવો ઊંડા કરવા, તળાવની સુંદરતા વધારવા માટેના કાર્યો, પુલ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ સહિતના કાર્યો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે.

આ આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આઠ મહાનગર પાલિકાઓ તેમજ 165 નગરપાલિકાઓ અને બે સત્તામંડળોને રૂપિયા બે હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જેના સંદર્ભે અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરીને આવા વિકાસ કાર્યો માટે કુલ ફાળવવાના થતાં 62 કરોડ રૂપિયામાંથી પ્રથમ બે હપ્તા એટલે કે, તેની 50 ટકા રકમ 31 કરોડ રૂપિયાની મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ફાળવણી કરવામાં આવી હતી.

અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળ કઈ કેટેગરીની કેટલી નગરપાલિકા

અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળની 27 નગરપાલિકાઓમાં એ વર્ગની ત્રણ, બી વર્ગની પાંચ, સી વર્ગની 11 અને ડી વર્ગની આઠ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

કઈ કેટેગરીની નગરપાલિકાને કેટલી રકમ ફાળવાશે

રાજ્ય સરકાર દ્વારા આ યોજના સંદર્ભે એ વર્ગની નગરપાલિકાને પાંચ કરોડ રૂપિયા, બી વર્ગની નગરપાલિકાને ત્રણ કરોડ રૂપિયા, સી વર્ગની નગરપાલિકાને સવા બે કરોડ રૂપિયા અને ડી વર્ગની નગરપાલિકાને એક કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

[:]