Tag: gujarat
અંધા કાનૂન : ગુજકોટોક કાયદાને 16 વર્ષ બાદ વિવાદાસ્પદ મંજૂરી
અમદાવાદ,તા:05
વર્ષ 2003થી ખોરંભે ચડેલું ગુજરાત સરકારનું વિવાદિત આતંકવાદ નિરોધક બિલને આખરે વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે.
16 વર્ષ બાદ મંજૂર થયેલા આ કાયદાને કારણે હવે ગુજરાત મહારાષ્ટ્ર બાદ આતંકવાદ માટેના અલગ કાયદાનો અમલ કરનારું દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.
ગુજકોકનો ઈતિહાસ
ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન...
વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો પણ સરવે કરવાનો સરકારનો નિર્ણય
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ માથે મંડરાયેલું છે. ત્યારે આ મહા સંકટનો સામનો કરવા માટે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે આવેલા વિવિધ વાવાઝોડાના કારણે સૌથી વધુ માર ખેડૂતોને પડ્યો છે. અને આ વખતે આવી રહેલા મહા વાવાઝોડામાં પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સંકટ સમયે રાજ્ય સરકારે પ...
ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત ચાર વેપારી એકમોને રૂ. 25 હજારનો દંડ કરાયો
ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 6 માસમાં વેપારી એકમોમાં દરોડા પાડીને 134 બાળ શ્રમિકોને મુક્ત કર્યા હોવાનું અધિકૃત આંકડામાં જણાવવામાં આવ્યું છે. અમદાવાદની 6 રેસ્ટોરન્ટને બાળશ્રમિકો રાખવા બદલ દંડ કરાયો છે. ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો, જલારામ ખમણને રૂ. 25,000નો, અંબિકા ટી સ્ટોલને રૂ. 25,000નો અને નવિન ચવાણા માર્ટને પણ ર...
નોકરિયાતોના કામકાજના કલાક આઠથી વધારી નવ કરી દેવાની દરખાસ્તનો મુસદ્દો સ...
અમદાવાદ,તા. 04
કેન્દ્ર સરકારે નોકરિયાતોના કામકાજના કલાકો આઠથીવધારીને નવ કરી દેવાની દરખાસ્ત મૂકતો મુસદ્દો જાહેર કર્યો છે. આ મુસદ્દામાં વર્કિંગ અવર્સ આઠથી વધારીને નવ કરવાની દરખાસ્ત તો મૂકવામાં આવી છે, પરંતુ મિનિમમ વેજના ધોરણો અંગે પણ છ સૂચનો કર્યા છે. આ સાથે જ કેન્દ્રની ભાજપ સરકારની માલિકો તરફી મૂડીવાદી માનસિકતા અને પાયાના વેતન દરો ન દર્શાવી...
દિવાળીના વેકેશન પછી આજથી સચિવાલયમાં ધમધમાટ શરૂ થશે
ગાંધીનગર,તા.03
દિવાળીના લાંબા વેકેશન પછી આવતીકાલ 4થી નવેમ્બરથી સચિવાલયમાં વહીવટી કામગીરીનો ધમધમાટ શરૂ થશે. રાજ્યના મોટાભાગના કર્મચારીઓ રવિવારે રજા પરથી પાછા આવી ગયા છે. આટલા દિવસ સુધી સચિવાલય સૂમસામ ભાસતું હતું. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની તેમજ સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની પાંખી હાજરી પછી સોમવારે સચિવાલય ભરચક બની રહેશે, જો કે હજી બે દિવ...
પાસપોર્ટમાં બોગસ ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી યુએસના વિઝા મેળવનાર સામે ગુન...
અમદાવાદ, તા.3
બોગસ વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી અમેરિકાના વિઝા મેળવવાના એક રેકેટમાં સીઆઈડી ક્રાઈમે અગાઉ મુંબઈના એજન્ટ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. મુંબઈના એજન્ટ પાસેથી મળી આવેલા 159 પાસપોર્ટ અને છુટા કરાયેલા તેમજ વિસા-ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવેલા પાસપોર્ટના પાનાના આધારે સુરતના એક દંપતિએ ખોટી રીતે અમેરિકાના વિસા મેળવ્યા હોવાની હકિકત સામે આવત...
પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો
અમદાવાદ,તા.03 અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે. લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત 80થી વધુ શંકાસ્પદ પે...
અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી બે કરોડના કૌભાંડની તપાસ અભેરાઈ પર ચ...
પ્રશાંત પંડિત
અમદાવાદ, તા. 0૩
શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજિલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુ...
એમસીઆઈના નિરીક્ષણના પગલે રાજયના 100થી વધુ ડોકટર-અધ્યાપકોની સામૂહિક બદલ...
ગાંધીનગર,તા.03
રાજયની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં આગામી બે માસની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનુ ઇન્સ્પેક્શન આવવાનુ છે. આ ઇન્સ્પેક્શનના પગલે એકસાથે ૧૦૦થી વધારે ડોક્ટર-અધ્યાપકોની સામૂહિક બદલીઓ કરી દેવામાં આવી છે. સરકારી કોલેજમાંથી કેટલાક અધ્યાપકોને સોસાયટી સંચાલિત કોલેજોમાં મુકવામાં આવ્યા છે જયારે કેટલાક સોસાયટીની મેડિકલ કોલેજોમાં ફરજ બજા...
કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ
હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...
વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...
અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...
માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો
મહેસાણા, તા.૦૩
મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...
ખડોલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં 898 અરજીઓનો સ્થળ પર નિકાલ
સુઈગામ, તા.૦૩
સુઇગામ તાલુકાના ખડોલ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ખડોલ ઉપરાંત આજુબાજુના ગામોના 898 અરજદારોએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. જેમાં સુઇગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાવ ધારાસભ્યએ પણ આરોગ્ય ચકાસણી કરાવી હતી. સુઇગામ તાલુકાના ખડોલ ખાતે ચોથા તબક્કાના સેવા સેતુ કા...
તલોદમાં રેલવે નાળાના કેબલ ખુલ્લા રહેતાં રોષ
તલોદ, તા.૦૩
તલોદ - મહિયલ વચ્ચે બનાવવામાં આવેલ નાળામાં રેલ્વેના કેબલ જમીનમાં નાખવામાં આવ્યા હતા. જે હાલમાં ખુલ્લા હોવાથી પ્રજાજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે લાઈન શરૂ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા આ કેબલ જમીનમાં નાખ્યા નથી અને બહાર ખુલ્લા પડ્યા છે. આવવા જવાનો રસ્તો પણ બંધ છે અને પ્રજાજનોને આસપાસ જવામાં પણ ડર લાગી રહ્યો છે. તા...
પાક વીમો નહિ લેનાર ખેડૂતને પણ કેન્દ્રના નિયમ મુજબ સહાય ચૂકવવાનો સરકારન...
ગાંધીનગર, તા. 03
રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટ વચ્ચે ખેડૂતો ઉપર મહા સંકટ ઊભું થયું છે. આ સંજોગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. માવઠાના પગલે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. આ સંદર્ભે પાક વીમા નોંધણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારે જે ખેડૂતોએ પાક વીમો ન લીધ...
ગુજરાતી
English