[:gj]ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલો: મહિલાનું ચાકૂ વડે ગળુ કાપી અન્ય 2 લોકોની હત્યા[:]

[:gj]પેંગમ્બર કાર્ટૂન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળુ કાપને હત્યા કર્યા બાદ આવા જ પ્રકારની એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી અને બે અન્ય લોકોને ચાકૂ મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં બની છે. શહેરના મેયરે આ દર્દનાક ઘટનાને આતંકવાદનું ષડયંત્ર ગણાવ્યુ છે.

મેયર ક્રિસ્ચિયન ઈસ્તોર્સીએ કહ્યુ કે, ચાકૂથી આ હુમલો શહેરના નોટ્રે ડેમ ચર્ચમાં થઈ છે. પોલીસે આ હુમલાખોરોને અરેસ્ટ કરી લીધા છે. પોલીસે જણાવ્યુ છે કે, ત્રણ લોકો આ હુમલામાં માર્યા ગયાની પુષ્ટિ થઈ છે. જેમાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. એક પોલીસના સૂત્રએ જણાવ્યુ હતું કે, અહીં એક મહિલાનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે. ફ્રાન્સના એક નેતાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

હથિયારધારી જવાનોએ ચર્ચને ઘેરી લીધું

ફ્રાન્સના આતંકવાદ નિવારણ વિભાગે કહ્યુ છે કે, તેમને આ હુમાલના તપાસની જવાબદારી લીધી છે. ઘટનાસ્થળ પર હાજર રહેલા પત્રકારોનું કહેવુ છે કે, હથિયારબંધ જવાનોએ ચર્ચને ચારેતરફથી ઘેરી લીધું હતું. ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસની ગાડીઓ પણ આવી ગઈ હતી. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે થોડા સમય પહેલા જ ફ્રાન્સમાં ટીચરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.

હજૂ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે, ચર્ચમાં ચાકુ લઈને હત્યા કરવા પાછળનો ઉદ્દેશ્ય શો હતો. અથવા તો તેનો પેગંમ્બરના કાર્ટૂન સાથે કોઈ સંબંધ છે. આ અગાઉ પણ આવી ઘટના ઘટી ગઈ છે. આ ઘટના બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ અભિવ્યક્તિની આઝાદી અન ધર્મનો ઉપહાસ ઉડાવવાના અધિકારનું સમર્થન કર્યુ છે. જો કે, આ બાદ પણ મુસ્લિમ દેશોની આલોચના સહન કરવાનો વારો આવ્યો હતો.[:]