ત્રાસવાદી ભાજપના નેતાઓ

ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો 

નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ દીપેન્દ્ર હુડ્ડાએ અમદાવાદમાં 9 જૂલાઈ 2022માં રજૂ કરેલા મુદ્દા

એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે જોડાયેલાની વિગતો સામે આવી રહી છે. રાષ્ટ્રવાદની આડમાં ભાજપ દેશ સાથે ઘૃણાસ્પદ રમત રમી રહી છે. ભાગલાવાદી અને નફરતની વિચારધારા ફેલાવનારા લોકો ભાજપના સંગઠનમાં કેવી રીતે પદાધિકારીઓ છે. ચિંતાનો વિષય છે. જેની તપાસ કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની એક સમિતિની રચના કરી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવીને ભાજપે આત્મમંથન કરવું જોઈએ. રાષ્ટ્રને તલવારથી નહિ વિચારથી તોડી શકાય છે. તલવારથી તો રાષ્ટ્રને ગુલામ બનાવી શકાય છે. તેનું વિભાજન નથી કરી શકાતું. નફરતની વિચારધારાનો અંત નફરતથી નહીં પણ રાષ્ટ્રવાદની વિચારધારાથી થઈ શકે છે.

ઉદયપુરમાં કન્હૈયા લાલજીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ “મોહમ્મદ રિયાઝ અત્તારી” એ બીજેપીનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. જેણે ભાજપના નેતાઓની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું હતું. રિયાઝે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગુલાબચંદ કટારિયાના જમાઈ અને રાજસ્થાન વિધાનસભાના પૂર્વ કાઉન્સિલર અતુલ ચંડાલિયાની ફેક્ટરીમાં કામ કર્યું છે. તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ભાજપના ઘણા કાર્યક્રમોમાં જોવા મળી છે.

આટી સેલનો વડો આતંકી
જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિકો દ્વારા પકડાયેલા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓમાંથી એક તાલિબ હુસૈન શાહ ભાજપના કાર્યકર્તા હોવાનું બહાર આવ્યું છે. જેની દેશના ગૃહમંત્રીની સાથે, બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથેની તસ્વીર પણ છે. જ્યારે તે પકડાયો ત્યારે તે પવિત્ર અમરનાથ યાત્રા માટે જઈ રહેલા યાત્રીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો. જમ્મુના રિયાસી એરિયામાં ગ્રામજનોએ તાલિબ હુસેન શાહ અને તેના સાગરિતને ઝડપી લીધા હતા. જમ્મુમાં પક્ષના લઘુમતી મોરચા સોશિયલ મીડિયાનો ઇન-ચાર્જ હતો. આ આતંકીઓ પાસેથી બે એકે રાઇફલ, કેટલાંક ગ્રેનેડ અને બીજા શસ્ત્રો અને દારુગોળો મળી આવ્યો હતો. લોકોએ આ આતંકીને આખરે પોલીસને સોંપી દીધા હતા.

મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના કથિત માસ્ટર માઇન્ડ ઈરફાન ખાનના ભાજપ સાથે સંબંધ છે.

વર્ષ 2020માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને હથિયાર આપવા બદલ ભાજપના પૂર્વ નેતા અને સરપંચ “તારિક અહેમદ મીર”ની ધરપકડ કરવામાં આવી હતી. તારિક અહેમદ પર હિઝબુલ કમાન્ડર નાવેદ બાબુને હથિયારો આપવાનો આરોપ હતો. જેણે આતંકવાદીઓને મદદ કરી હતી. તપાસ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. શા માટે રાષ્ટ્રની સુરક્ષા સાથે રમત રમાઈ રહી છે ?

વર્ષ 2017માં એટીએસની ટીમે મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કર્યો અને 11 ISI શકમંદોની ધરપકડ કરી હતી. તેમાં ભાજપના આઈટી સેલના સભ્ય ધ્રુવ સક્સેના પણ હતા. જેની રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથેના ફોટા પણ હતા.

વર્ષ 2017માં આસામના બીજેપી નેતા “નિરંજન હોજાઈ” ને વિશેષ NIA કોર્ટે આતંકવાદીઓને આર્થિક મદદ કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. તે એક હજાર કરોડના નાણાકીય કૌભાંડ અને ટેરર ફંડિંગ કેસમાં દોષી સાબિત થયો હતો.

બે વર્ષ પછી, 2019 માં, મધ્યપ્રદેશમાં જ બજરંગ દળના નેતા “બલરામ સિંહ”ની આતંકવાદી ભંડોળના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

આતંકવાદીને ભાજપે ટિકિટ આપી
ભાજપે સત્તા માટે દોષિત આતંકવાદીને ટિકિટ આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ શ્રીનગરના સ્થાનિક ચૂંટણીમાં વોર્ડ નંબર 33માંથી મસૂદ અઝહરના સાથી “મોહમ્મદ ફારૂક ખાન”ને ટિકિટ આપી હતી. જે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હરકત-ઉલ-મુજાહિદ્દીનનો સભ્ય રહી ચુક્યો છે.

ડ્રગ્સ અને ત્રાસવાદ એક
દેશના ભવિષ્ય એવા યુવાનોને નશા, વ્યસનના અધંકારમાં ધકેલવાનું સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે અબજો રૂપિયાની ડ્રગ્સ અને નશાકારક પદાર્થ ઠલવાઈ રહ્યાં છે. દેશમાં ડ્રગ્સ-નશીલા પદાર્થોના વેપારનું મુખ્યદ્વાર ભાજપ સરકારનાં શાસનમાં ગુજરાત રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં નશીલા પદાર્થ – ડ્રગ્સ પહોંચાડવા માટેનું ગુજરાત રાજ્ય એપી સેન્ટર બન્યું છે. 3 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતથી પસાર થયું છે. 50 હજાર કરોડનું પકડાયું છે. ગુજરાતમાં નાની માછલીઓ પકડી મોટા મગરમચ્છો જવાદેવાય છે. ગુજરાત ડ્રગ્સના વેપારનું એપી સેન્ટર ન બન્યું હોત. પ્રધાન પણ સંડોવાયેલા છે.

ભાજપના આ ખોખલા – રાષ્ટ્રવાદને ઓળખો, રાષ્ટ્રવાદની આડમાં તેઓ દેશને ખોખલો કરી રહ્યાં છે. ભાજપ ખૂબ જ ધૃણાસ્પદ રમત રમી રહ્યાં છે.

બીજી વાત

રાહુલ ગાંધી કહે છે કે, તેમના અભિપ્રાય સાથે જે લોકો સહમત નથી તે લોકોને ત્રાસવાદ તરીકે ગણવામાં આવે છે. ભાજપે વર્ષો સુધી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિભાજનની નીતિ અપનાવી છે.

ભાજપ અને ત્રાસવાદ
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું કે, મોદી સરકાર કે ભાજપ જ્યારે પણ કેન્દ્રમાં સત્તામાં આવે છે ત્યારે દેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધી જાય છે. 1999માં ઈન્ડિયન એરલાઈન્સ વિમાનનું અપહરણ થયું ત્યારે આપણી જેલમાંથી ત્રાસવાદીઓને છોડી મુકાયા. મસૂદ અઝહર તે પૈકી એક હતો. તેને છોડી દેવાથી જૈશ-એ-મોહમ્મદ જેવા ત્રાસવાદી જૂથ મજબૂત બન્યા. ભાજપ સત્તા પર હતો ત્યારે જ સંસદ પર હુમલો થયો. લાલ કિલ્લા પર હુમલો થયો. જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો થયો. પઠાણકોટ હુમલો થયો. અક્ષરધામ પર હુમલો થયો. ગુજરાતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ મોદી મુખ્ય પ્રધાન હત્યારે વધી હતી. પીએમ મોદી પાકિસ્તાન જઈ આવ્યા અને નવાઝ શરીફ સાથે મુલાકાત કરી આવ્યા, પણ તેમણે શું વાત કરી તે દેશ સમક્ષ જાહેર કર્યું નથી.

કાશ્મીર ખીણમાં પાકિસ્તાનમાં ત્રાસવાદી તરીકેની તાલીમ લઈને આવનાર મોહમ્મદ ફારુખ ખાન નામના પૂર્વ ત્રાસવાદી એવા મુસ્લિમ ભાજપી ઉમેદવારના વિજયને ભાજપે રાષ્ટ્રીયસ્તરે મનાવ્યો હતો.

અડવાણી
1991માં જૈન હવાલા કૌભાંડમાં ત્રાસવાદી સંબંધો હતા. કોન્ટ્રેક્ટરો મેળવવા કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. તેની વિગતો 1991માં સીબીઆઇના હાથમાં કાશ્મીરના બે આતંકવાદીઓ આવ્યા હતા ત્યારે મળી હતી. આતંકિઓને દિલ્હીના ત્રણ જૈન બંધુઓ દ્વારા કરોડો રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જૈન હવાલા કાંડ બહાર આવ્યો ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ સંસદસભ્ય તરીકે રાજીનામું આપીને રાજકીય અરણ્યવાસ સ્વીકારી લીધો હતો. 1997માં હાઇકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા ત્યારે જ તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફર્યા હતા.

ગુજરાતમાં 2002માં ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા ઉગ્રવાદી હુમલાના આરોપી યાસીન હતો. 8 જાન્યુઆરી 2020ના રોજ વડોદરાના ગોરવામાંથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા કથિત ત્રાસવાદી જાફર અલીને પકડવામાં આવ્યો હતો.

ત્રાસવાદી હુમલા
2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા.

આ અધિકારીઓનું એવું કહેવું થતું હતું કે માર્યા ગયેલા લોકો ત્રાસવાદીઓ હતા અને તેઓ નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પક્ષના અન્ય કોઈ નેતાની હત્યા કરવા માટે આવ્યા હતા અથવા તો રાજ્યના જુદાજુદા ભાગોમાં બૉમ્બધડાકા કરવાનો ઇરાદો ધરાવતા હતા.

6 આઈપીએસ અધિકારીઓ અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને ઍન્કાઉન્ટરના આ કેસોમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા.

ધરપકડ કરાયેલા મોટા ભાગના પોલીસોએ તેમના કાર્યકાળ દરમિયાન કોઈક તબક્કે ડી. જી. વણઝારા સાથે કે તેમના હાથ નીચે કામ કર્યું હતું.
6 એન્કાઉન્ટર નકલી હતા. 1. સોહરાબુદ્દીન, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ, 2. ઇશરત જહાં, જાવેદ ગુલામ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લઈ, અમજદ અલી અને જીશન જોહર. 3. સાદિક જમાલ. 4. કાસમ જાફર, 5 હાજી હાજી ઇસ્માઇલ તથા સમીર ખાન.
ગુજરાતમાં થયેલાં 22 ઍન્કાઉન્ટર પૈકી 6 ઍન્કાઉન્ટરમાં મુસ્લિમ ટાર્ગેટ હતા.
2013માં સાબરમતી જેલમાંથી લખેલા પોતાના રાજીનામાપત્રમાં વણઝારાએ કહ્યું હતું કે,

“સરકાર અને પોલીસ અધિકારીઓ એક જ નાવમાં સવાર છે. તેમણે સાથે જ તરવાનું કે ડૂબવાનું છે. હું બહુ સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે અમિતભાઈ શાહની મેલી યુક્તિઓના સહારે આ સરકાર માત્ર પોતાનું ભલું કરી રહી છે… અને પોલીસ અધિકારીઓને ત્યજી રહી છે.

2020 ત્રાસવાદી હુમલા માટે સીમીનો ઉપયોગ થઇ શકે સીમી નેટવર્ક હજુપણ સક્રિય છે.

ફોર્સ
જયાં સુધી રાજયમાં કોઈ સ્થળે ત્રાસવાદી હુમલો થાય નહીં ત્યાં સુધી આ કમાન્ડોને એટીએસની ઓફિસ બહાર જવાની પણ મંજુરી નથી.જયારે ત્રીજુ યુનિટ પોલીસ એકેડમી ખાતે સ્ટેડબાય છે, જેમને વર્ષમાં ત્રણ મહિના એકેડમીના ટ્રેનીંગમાં જ રહેવાનું છે, પ્રત્યેક ત્રણ મહિને આ યુનિટનો ફેરબદલ થાય છે. જેના કારણે વર્ષમાં એક વખત દરેક યુનિટ એકેડમીમાં ટ્રેનીગમાં આવે છે પણ અનિર્વાય સંજોગો ઉભા થાય તો ટ્રેનીંગમાં રહેલા યુનિટને પણ ઘટના સ્થળે જવુ પડે છે. 2001થી જૂન 2022 સુધીમાં 3840 કરોડ રૂપિયાના ખર્ચે 31,146 પોલીસ જવાનોને રહેવાના મકાન આપવામાં આવ્યા છે.

વડાપ્રધાન

વડાપ્રધાન ગુજરાતમાં આવે છે ત્યારે તેમના બંદોબસ્તમાં 4500થી 5 હજાર પોલીસ કર્મીઓ-કમાન્ડો તૈનાત રહે છે. તેમનો 3 દિવસનો પગાર ખર્ચ થાય છે. 20 – IPS, 35 – Dysp, 100-PI, 200-PSI, 2000-મહિલા પોલીસ, બહારના 2000 પોલીસ, SRPની 5 કંપની, NSG તથા ચેતક કમાન્ડો, સ્થાનિક DCB,PCB, Sog, 12 ઘોડેસવાર, 10 BDDS(બોમ્બ સ્કોર્ડ)ની ટીમ તેમજ રૂટ અને સભા પરના CCTV કેમેરા, ટ્રાફિક પોલીસ. u

જાહેર સભા માટે પણ પાણીની મિનરલ વોટરની રૂપિયા 23 લાખ ખર્ચ હોય છે.

500 લોકો 17 લાખ ચોરસ ફૂટનો ડોમ બનાવવા માટે દિવસ-રાત કામ કરે છે. 1 સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર, 5 કાર્યપાલક ઇજનેર, 15 નાયબ કાર્યપાલક ઇજનેર, 30 મદદનીશ ઇજનેર ડોમ અને અન્ય આંતરમાળખાકીય સુવિધા માટે કામ કરે છે. 80 LED અને 4500 પંખા, 500 કુલર.

ચેતક કમાંડો
11 વર્ષ પહેલાં 4 યુનિટમાં ચેતક કમાન્ડો કુલ 300 કમાન્ડો હતા.

અક્ષરધામ હુમલા બાદ ગુજરાતમાં ત્રાસવાદી હુમલાને પહોંચીવળવા માટે ચેતક કમાન્ડો ફોર્સની રચના કરવામાં આવી હતી.હાલમાં ગુજરાત પાસે ચેતક કમાન્ડોના ત્રણ યુનિટ છે.

ગુજરાત પોલીસ પાસે રહેલા ચેતક કમાન્ડોના ત્રણ યુનિટ છે, જેમાં પ્રત્યેક યુનિટમાં 56 જવાનો છે.જેમાં એક યુનિટ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો જયા રહે છે, ત્યાં 24 કલાક કાર્યરત રહે છે. આ યુનિટની જવાબદારી માત્ર મંત્રીઓના નિવાસ સ્થાનની સુરક્ષા કરવાની છે.બીજુ યુનીટ ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર આવેલી એટીએસની ઓફિસમાં સ્ટેડબાય છે. આ યુનિટને રોજબરોજની કોઈ કામગીરી કરવાની રહેતી નથી.

અક્ષરધામ હુમલા બાદ ગુજરાતમાં ત્રાસવાદી હુમલાને પહોંચીવળવા માટે ચેતક કમાન્ડો ફોર્સની રચના કરવામાં આવી હતી.હાલમાં ગુજરાત પાસે ચેતક કમાન્ડોના ત્રણ યુનિટ છે.

ગુજરાત પોલીસ પાસે રહેલા ચેતક કમાન્ડોના ત્રણ યુનિટ છે, જેમાં પ્રત્યેક યુનિટમાં 56 જવાનો છે.જેમાં એક યુનિટ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો જયા રહે છે, ત્યાં 24 કલાક કાર્યરત રહે છે. આ યુનિટની જવાબદારી માત્ર મંત્રીઓના નિવાસ સ્થાનની સુરક્ષા કરવાની છે.બીજુ યુનીટ ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર આવેલી એટીએસની ઓફિસમાં સ્ટેડબાય છે. આ યુનિટને રોજબરોજની કોઈ કામગીરી કરવાની રહેતી નથી.

જયાં સુધી રાજયમાં કોઈ સ્થળે ત્રાસવાદી હુમલો થાય નહીં ત્યાં સુધી આ કમાન્ડોને એટીએસની ઓફિસ બહાર જવાની પણ મંજુરી નથી.જયારે ત્રીજુ યુનિટ પોલીસ એકેડમી ખાતે સ્ટેડબાય છે, જેમને વર્ષમાં ત્રણ મહિના એકેડમીના ટ્રેનીંગમાં જ રહેવાનું છે, પ્રત્યેક ત્રણ મહિને આ યુનિટનો ફેરબદલ થાય છે. જેના કારણે વર્ષમાં એક વખત દરેક યુનિટ એકેડમીમાં ટ્રેનીગમાં આવે છે પણ અનિર્વાય સંજોગો ઉભા થાય તો ટ્રેનીંગમાં રહેલા યુનિટને પણ ઘટના સ્થળે જવુ પડે છે. ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

2022માં વડાપ્રધાનની એક દિવસની મુલાકાત માટે કે સભા માટે પ્રજાના રૂ.12 કરોડ વપરાય છે.

એક નવા કમાંડો પાછળ વર્ષે 7 લાખનો પગાર થાય છે.
ખાસ કમાન્ડો માટે 22 કરોડનું ખર્ચ સરકાર કરે છે.

ખાનગી વ્યક્તિઓને પોલીસ રક્ષણ આપવામાં 35 કરોડનું ખર્ચ થાય છે.
અમદાવાદ શહેર પોલીસ માટે 700 કરોડ વપરાય છે.

આ પણ વાંચો

હિન્દુ રક્ષા દળે કહ્યું અમે દિલ્હીમાં હુમલો કરાવ્યો હતો

https://allgujaratnews.in/gj/%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81-%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%a6%e0%aa%b3%e0%ab%87-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%85/ 

ગાંધીવાદી લખનભાઈ ગુજરાતના ત્રાસવાદી છે ?

ગાંધીવાદી લખનભાઈ ગુજરાતના ત્રાસવાદી છે ?

ગુજરાતમાં મોદીની સરકારના નકલી એન્કાઉન્ટર

https://allgujaratnews.in/gj/modi-governments-fake-encounter-in-gujarat-bbc/ 

 

સહિદ થયેલા ખલાસીઓને હજું વળતર આપાયું નથી

https://allgujaratnews.in/gj/kasab-hanged-in-mumbai-attack-but-no-compensation-was-given-to-sailors-of-gujarat-by-the-hypocritical-nationalist-bjps-modi-and-rupani-government/