ગાંધીનગર, 14 મે 2020
1 લાખ કરોડ ગુજરાતના ભાગે આવી શકે છે. દરેક વ્યક્તિને રૂ.15500 મળી શકે છે. આ અંગે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. કારણ કે કોરોનાના કારણે ઉદ્યોગો ભાંગી પડ્યા છે, કચેરીઓ ચાલતી નથી અને રોજગાર રહ્યાં નથી તથા 20 લાખ મજૂરો ગુજરાત છોડીને જતાં રહ્યાં હોવાથી ઉદ્યોગો ચાલી શકે તેમ નથી. તેથી ગુજરાત સરકારની આવકમાં રૂ.20થી 40 હજાર કરોડનો ફટકો પડી શકે છે. તેથી વેપાર અને લોકોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
ગુજરાત સરકારની વર્ષે આવક રૂ.1.40 લાખ કરોડ છે. કેન્દ્ર સરકાર જે સહાય આપવાની છે તે ગુજરાત સરકારની હાલ કુલ આવક છે તેના 70 ટકા રકમ છે. આટલી જંગી સહાય કેન્દ્ર સરકાર કઈ રીતે કરી શકશે તે એક મોટો પ્રશ્ન છે. એમ ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાતના પ્રધાન મંડળે કેન્દ્ર સરકારે જાહેર કરેલાં 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે આભાર વ્યકત કર્યો હતો. રાજ્યમાં કોરોના સંક્રમણ અને આરોગ્યલક્ષી પગલાંઓ – લોકડાઉન અમલીકરણ અને અનાજ વિતરણની સ્થિતીની જિલ્લાવાર સમીક્ષા હાથ ધરાઇ હતી.
રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે પ્રધાનમંત્રીશ્રીએ કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાંથી વેપાર-ઊદ્યોગ ધંધા-રોજગાર પૂન: વેગવંતા બનાવવા જાહેર કરેલા 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે આભાર વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં આ પેકેજનો લાભ વેપાર-ઊદ્યોગ રોજગાર સહિત નાના-મધ્યમ ઊદ્યોગો, છેવાડાના માનવીઓ અને જરૂરતમંદ વ્યકિતઓ સુધી ઝડપભેર પહોંચે તે અંગે પણ કેબિનેટ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.
આ પેકેજના રાજ્યમાં અમલીકરણ માટેની રણનીતિ નક્કી કરવાની દિશામાં પણ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી.
ગુજરાતમાંથી જે અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો એકવાર પોતાના વતન રાજ્ય જવા ઇચ્છે છે તેમના માટે હાલ મોટા પાયે ટ્રેન ચલાવીને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે.
આવી ટ્રેનનું હજુ પણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા નગરોમાંથી વધુ સઘન રીતે આયોજન કરવા અને યુ.પી., બિહાર, ઓડિશા, ઝારખંડ જેવા રાજ્યોના શ્રમિકોને વતન રાજ્ય જવા ચોક્કસ ટાઇમ બાઉન્ડ પ્રોગ્રામ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવે.