વયોવૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનો દ્વારા તરછોડી દેવાતા ઘરડા માં-બાપ વિકટ પરિસ્થિતિમાં મુકાતા હોય છે. ઘણીવાર અસહાય માતા-પિતાની સંપતિ તેમના સંતાનો દ્વારા પચાવી પાડવાની ઘટના બને છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા ‘ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-૨૦૦૭’ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા છેલ્લા બે માસમાં 29 વૃધ્ધ માતા-પિતાની મેન્ટેનન્સ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિક તેમના સંતાન વિરુદ્ધ નિભાવ/ ભરણપોષણ માટે ટ્રિબ્યુનલ સમક્ષ કેસ દાખલ કરી શકે છે. સંતાનની વ્યાખ્યામાં જૈવિક સંતાન, ઓરમાન સંતાન, દત્તક સંતાન, પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રીનો સમાવેશ થાય છે.
પૌત્ર,પુત્રી, પ્રપૌત્ર કે પ્રપૌત્રી અરજી કરનાર વયોવૃદ્ધ માતા-પિતાનો નિભાવ કે ભરણપોષણ કરવા કાયદાથી બંધાયા છે. ઉક્ત કાયદામાં ખોટી રીતે પચાવી પાડેલ મિલકત, સંપત્તિના હસ્તાંતરણને નિષ્પ્રભાવી જાહેર કરી શકાય છે.
અમદાવાદના ૨૯ વૃધ્ધોને કલેક્ટરે ન્યાય આપ્યો
The collector gave justice to the six elderly persons from Ahmedabad