રાજ્યકક્ષાની ઉજવણીમાં ગોલમાલ, રૂ.10 લાખનો ખર્ચ 1 કરોડનો રજૂ કર્યો
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ તેમાં તંત્ર તરફથી વિકાસના પ્રોજેક્ટને લઈને આડેધડ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા હતા. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં બે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં તંત્ર તરફથી રૂ.10 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ ચોંપડે એનું એસ્ટિમેટ રૂ.100 લાખ દેખાડ્યો હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકો હાજર હતા.
દેશ ભક્તિનો ઢોંગ કરતાં ભગવા અંગ્રેજોએ રાજકોટના પત્રકારોને ભ્રષ્ટ બનાવવાના કિસ્સા બાદ હવે દેશ ભક્તિમાં પણ ભગવા અંગ્રેજોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતાં ભક્તોમાં ખૂશી જોવા મળે છે.
આ મુદ્દે જ્યારે જે તે વિભાગના ઉચ્ચ અધિકારી ટપરાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નવો જ આંકડો જાહેર કર્યો. તેમણે કહ્યું કે, સ્માર્ટ ક્લાસ માટે રૂ.9.90 લાખનો ખર્ચો થયો છે. ક્લેક્ટર કચેરીના અંદાજમાં એક મીંડું વધારે લખાયું છે. તેથી રૂ.10 લાખનું એસ્ટિમેટ રૂ.100 લાખનું થઈ ગયું છે. આ સ્માર્ટ ક્લાસમાં ધો.
9થી 12ના તમામ વિદ્યાર્થીઓને શિક્ષકની મદદ વગર ઓનલાઈન અભ્યાસ કરાવી શકાશે. સ્માર્ટ ક્લાસ તૈયાર કરાયા છે. આ સિસ્ટમમાંથી ધો.9,10,11 અને 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરાવી શકાશે. જેની સામે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો તેનો ઓનલાઈન ઉકેલ મળી રહેશે.