ગાંધીનગર, 7 ડિસેમ્બર 2020
હૈદરાબાદમાં હાર ભાજપની નહીં પણ અમિત શાહ અને યોગીની છે, જીત બેલેટ પેપરની અને હાર EVMની છે, ગુજરાતમાં EVM હઠાવો, બેટેલ લાવો
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (તેરાસ – TRS)ની જીત થઈ છે. ભાજપની ભૂંડી હાર થઈ છે. તેલંગણા રાજ્યમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ પક્ષની સરકાર છે. તેની સામે ભાજપના ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદીત્યનાથ અને કેન્દ્રની આખી સરકાર સામે હતી.
જો EVM હોત તો સત્તા ભાજપ પાસે જ આવી હોત. પણ હૈદરાબાદ સરકારે EVMના સ્થાને કાગલના બેલેટથી મતદાન કરાવ્યું હતું. તેથી કોઈ ગોલમાલ કરી ન શકે. આમ થતાં ભાજપને સત્તા ગુમાવવી પડી છે. જો ઈવીએમથી મતદાન થયું હોત તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની જેમ હૈદરાબાદ પર પણ ભાજપની સત્તા હોત.
એક શહેરની સત્તા મેળવવા માટે ભાજપના નેતા અમિત શાહ દિવસો સુધી હૈદરાબાદ રહ્યાં હતા. તેઓ ભાજપના જીતાડવા માટે સભા, પ્રભાવ, પૈસા અને સત્તાનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં અમિત શાહની હાર થઈ છે. ભાજપ હૈદરાબાદ પર સત્તા મેળવીને તેલંગણા રાજ્ય સરકાર બનાવવા માંગતો હતો. તેના પર પાણી ફરી વળ્યું છે.
જે રીતે ભાજપે ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ શહેર સત્તા પર કબજો મેળવીને સરકાર બનાવી હતી એવું હૈદરાબાદથી કરવા માંગતા હતા પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની મોટી હાર થઈ છે. ભાજપના મતોમાં વધારો થયો છે. તે એટલા માટે કે ત્યાં ભાજપના તોડફોડીયા નેતાઓ સત્તા અને સંપત્તિનો ઉપયોગ કરી રહ્યાં હતા.
TRS સૌથી મોટો પક્ષ
ટીઆરએસ એકમાત્ર સૌથી મોટી પાર્ટી બની છે. ટીઆરએસએ 150 સીટોવાળી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 55 બેઠકો જીતી લીધી છે. સીઆરએસ સૌથી વધું બેઠકો મેળવનારો પક્ષ બન્યો છે. જ્યારે ભાજપની 48 બેઠકો આવી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ બેઠકથી 44 બેઠકો સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે.
ભાજપ તોડજોડ નહીં કરે
મેયર બનાવવા માટે 74 સભ્યો જરૂરી છે. તેથી ભાજપે સત્તા મેળવવા અસદુદ્દીન ઓવૈસીની પાસે 44 અને ભાજપની 48 બેઠકો મળીને સત્તા હાંસલ કરવી પડી. પણ તેમ અમિત શાહ કરવા માંગતા નથી કારણ કે હવે પછી વિધાનસબાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી સામે હિંદુત્વનો મુદ્દો ઊભો કરીને સત્તા મેળવવા માંગે છે. નહીંતર કાશ્મિરની જેમ હૈદરાબાદમાં ભાજપ સત્તા મેળવી શકે છે. નીતિ નેવે મૂકીને તેઓ કાશ્મિરની જેમ વિરોધી વિચારાધારા સાથે હૈદરાબાદ પર રાજ કરી શકે છે.
સત્તામાં ભાગીદારી
ટીસીએસ અને એઆઈએમઆઈએમ સાથે મળીને સત્તા મેળવશે. અઢી વર્ષ માટે સત્તાની ભાગીદારી કરીને મેયર અને ડેપ્યુટી મેયર અદલ બદલ કરશે. મેહદીપટ્ટનમ બેઠક પરથી હૈદરાબાદના પૂર્વ મેયર અને એઆઈએમઆઈએમ ઉમેદવાર મોહમ્મદ મજીદ હુસેન જીત્યા છે.
કોંગ્રેસને ફરી નીરાશા
વલણોમાં કોંગ્રેસનું પ્રદર્શન ફરી નિરાશાજનક દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ બે બેઠકો જીતી છે. બે બેઠકો પર આગળ છે. બહુમનું કોઈ પરિણામ હજી સુધી મળ્યું નથી. ટીઆરએસ ચોક્કસપણે પ્રથમ નંબર પર છે પરંતુ તે ખૂબ પહોંચી નથી. 75 લાખ મતદારોમાંથી માત્ર 35 લાખ મતદારો એટલે કે 46.55 ટકા જ મતદાન કરવા ગયા હતા. જે તેલંગણા પક્ષ અને કોંગ્રેસ માટે મોટું નુકસાન માનવામા આવે છે.
ભાજપે નેતાઓની ફોજ ઉતારી
હૈદરાબાદ એ કોસ્મોપોલીટીન સિટી છે. જેમાં ભારતના તમામ રાજ્યોના લોકો છે. તેમના મતો અંકે કરવા માટે ભાજપે ગુજરાત સિવાય બીજા રાજ્યોના નેતાઓને મુખ્ય પ્રધાનોને પ્રચાર માટે બોલાવ્યા હતા. છતાં ભાજપની હાર થઈ છે.
એક શહેરની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતારી દેવામાં આવી હતી, ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. ઉપરાંત સ્મૃતિ ઈરાની, કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકર, તેજસ્વી સૂર્ય, મરાઠી માટે મતદારો માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પ્રચાર કર્યો હતો. તેમ છતાં ભાજપ સત્તા મેળવી શક્યો નથી. રાજસ્થાન માટે પીયુષ ગોહીલને લાવ્યા હતા. ગુજરાતમાંથી વિજય રૂપાણીને ન બોલાવાયા કારણ કે તે જાય તો પણ મત તોડે તેમ હતા.
હૈદરાબાદની ચૂંટણીમાં ભાજપે તેના સ્ટાર નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારબાદ એઆઈએમઆઈએમ ચીફ ઓવૈસીએ કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં જ બાકી છે.
ઈવીએમ
વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ હોવાનો દાવો કરનાર ભાજપને નાના કોર્પોરેશનની ચૂંટણીની ચિંતા કેમ છે? ભાજપ એવું સાબિત કરવા માંગતો હતો કે ઈવીએમ ન હોય તો પણ અમે જીતી શકીએ તેમ છીએ. પણ તે એવું કરી શક્યો નથી. તેથી આખા દેશના નેતાઓને ઉતારવામાં આવ્યા હતા. જો દેશભરમાં બેલેટથી મતદાન થાય તો આખા દેશમાં આવી હાલત થઈ શકે છે. બેલેટથી ગુજરાતમાં સરકાર બનાવી શકે નહીં.
ભાજપા પાસે 4, ઓવૈસી પાસે 44 અને તેલંગણા પાસે 99 બેઠકો હતી. જેમાં તેલંગણાએ બેઠકો ગુમાવી છે.
અસદુદ્દીન ઓવૈસી
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમને ભાજપે આડકતરી મદદ કરીને 5 બેઠકો અપાવી હતી. અસદુદ્દીન ઓવૈસીના પક્ષ સાથે ગંઠબંધન કરે અથવા મતદાન વખતે ગેરહાજર રહીને તેલંગણાનો ખેલ પાડે એવી ગણતરી મૂકાઈ રહી છે.
રાજ્યની સત્તા મેળવવા શહેર પર કબજો
ભાજપ નગરપાલિકાઓની ચૂંટણીઓને રાજ્યની સત્તા કબજે કરવાના સાધન તરીકે માને છે. પંચાયતોની ચૂંટણીને ભાજપ ગણકારતો નથી. તેલંગણા કરતાં પણ વધું સંગઠનાત્મક તાકાત ભાજપ પાસે હતી છતાં અમિત શાહ તળિયાના સ્તરે તેની તાકાતથી જીત અપાવી શક્યા નથી.
એ બતાવે છે કે, નેતાઓ અને કાર્યકરો વચ્ચે મોટું અંતર ઊભું છે.
ગુજરાતમાં જ્યાં સુધી ભાજપ સિવાયના પક્ષની સરકારો હતી તેના મુખ્ય નેતાઓ શહેરોની સત્તા મેળવવા જાતે નિકળતા ન હતા. મુખ્ય પ્રધાન તો નહીં જ. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે કહે છે કે તેમણે ક્યારેય કોઈ કેન્દ્રીય પ્રધાનને તેમના જીવનમાં પાલિકાની બેઠકોમાં ભાગ લેતા જોયા ન હતા.
જે રાજ્યોમાં પ્રદેશ
પશ્ચિમ બંગાળમાં નાગરિક ચૂંટણીઓ યોજાવાની છે જે કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. મમતા બહુ સારી રીતે સમજે છે કે ભાજપ માટે પ્રાદેશિક પક્ષોને સ્થાયી કરવા માટે બોડી ચૂંટણીઓ એક શસ્ત્ર છે. આ વ્યૂહરચના અંતર્ગત ભાજપ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ઓડિશામાં નવીન પટનાયક સરકારની વિરુદ્ધ પોતાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઓડિશાની નાગરિક ચૂંટણીઓમાં મજબૂતાઈને કારણે, ભાજપને શહેરી વિસ્તારોમાં જબરદસ્ત ટેકો મળ્યો. ભુવનેશ્વર સહિતના ઘણા શહેરી વિસ્તારોમાં બીજેડીના ઉમેદવાર હાર્યા. 2017 ની પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો દેખાવ સારો રહ્યો હતો.
અસદુદ્દીન ઓવૈસી
ગ્રેટર હૈદરાબાદની 10 માંથી 7 વિધાનસભા બેઠકો પર 50 ટકા મુસ્લિમોની વસ્તી છે. આ ઓવેસીની પાર્ટી દ્વારા કબજે કરવામાં આવ્યા છે. નિગમની ચૂંટણીમાં ઓવૈસીની અખિલ ભારતીય મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીને કુલ 51 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં 46 ઉમેદવારો મુસ્લિમ ઉમેદવારો છે. એઆઈઆઈએમએમનો સામનો ભાજપનો છે.
હિંદુના નામે મત
અમદાવાદની સત્તા મેળવવા માટે ભાજપે જે રીતે અમદાવાદનું કર્ણાવતી નામ આપવાની જાહેરાત 1987માં કરીને પહેલી ચૂંટણી જીતી હતી એવું જ મોડેલ હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવ્યું હતું. હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની જાહેરાત કરીને ઉત્તર પ્રદેશના યોદી આદિત્યનાથને હિન્દુત્વના પ્રચાર માટે મોકલી આપ્યા હતા. ચાર મીનારની નીચે ભાગ્યલક્ષ્મી મંદિરે જઈને અમિત શાહે દર્શન કર્યા હતા. જે ઔવૈસીનો ગઢ છે. તેમ હિન્દુત્વ ઊભું કર્યું હતું. હિંદુ મત થોડા ભાજપ તરફે ગયા પણ તેનાથી ઓવૈસીને કોઈ નુકસાન ન થયું. મુસ્લિમ મતો ઓવૈસી તરફ ગયા હતા. તેથી તે અગાઉની 44 બેઠકો જાળવી શક્યા છે.
તેથી અમિત શાહના ચૂંટણી પ્રચાર પૂર્વે જ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે હૈદરાબાદના લોકોને ચેતવણી આપી હતી. વિભાજનકારી શક્તિઓ હૈદરાબાદમાં પ્રવેશ કરીને વિનાશ સર્જવાનો પ્રયાસ કરી રહી છે. આ ચૂંટણી હૈદરાબાદની શાંતિ બચાવવા માટે છે.
તેમ છતાં સત્તા ન મેળવી શક્યા. અમદાવાદનું નામ હજું કર્ણાવતી નરેન્દ્ર મોદીએ કર્યું નથી. નરેન્દ્ર મોદી આખા અમદાવાદમાં રથ લઈને ફર્યા હતા અને બેગમ વિરૂદ્ધ પ્રચાર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવી હતી. કોઈ મુખ્ય પ્રધાન શહેરની ચૂંટણીમાં મત માંગવા ગયા હોય એવું આ પહેલા અમદાવાદમાં થયું ન હતું.
ભાજપને ચકમો
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે ભાજપને તક આપ્યા વગર ચૂંટણીઓ થોડી વહેલી જાહેર કરી દીધી હતી. તેથી ભાજપને પક્ષાંતર અને પૈસા વેરવાનો મોકો ન મળે. આ ચાલ ભાજપને ફટકારૂપ હતી. સમય આપ્યો નહીં તેથી ભાજપ તોડફોડ ન કરી શકે.
ભાજપે જાહેર કર્યું મેયર અમારા હશે
ભાજપે જાહેર કર્યું કે, 4ની 40 બેઠકો આવશે. મેયર અમારા બનશે. હૈદરાબાદનું નામ બદની અમે નિઝામથી મુક્ત કરાવીશું એવા નિવેદનો બતાવે છે તે તેઓ હૈદરાબાદ પર સત્તા મેળવવા માટે તલપાપડ હતા.
ટીડીપીનું પક્ષાંતર
ભાજપ ગમેતે ભોગે હૈદરાબાદમાં સત્તા મેળવવા માંગતો હતો. મોદીની નીતિ રહી છે કે રાજ્યોમાં જે સ્થાનિક પક્ષ હોય તેની સાથે સમજૂરી કરીને સત્તા મેળવી. પણ હૈદરાબાદમાં એવો કોઈ પક્ષ ન હતો કે મોદી તેની સાથે સમજૂતી કરાવી શકે. તેથી તેમણે સામેના પક્ષમાં અનૈતિક રીતે પક્ષાંતર કરાવવાનું નક્કી કર્યું હતું.
તેલુગુ દેશમ પક્ષ (TDP) એક સમયે હૈદરાબાદમાં મહત્વો હતો. પણ આંધ્રપ્રદેશથી તેલંગણા અલગ થયા પછી હવે તેલંગણા અને હૈદરાબાદમાં કોઈ અસ્તીત્વ રહ્યું નથી. તેથી તેની કેડર અને તેના નેતાઓ પાસે કામ લેવા અને મત તોડવા માટે ભાજપે મોટા પાયે પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવ્યા હતા. મોટાભાગમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપને એક કેડર મળી છે. પણ સત્તા મેળવી ન શક્યો. સામદામ દંડ ભેદ પક્ષાંતર કર્યું હતું.
આવું જ ભાજપે મોટું પક્ષાંતર ટીઆરએસ પક્ષમાંથી કરાવ્યું હતું. ટીઆરએસના નેતા અને મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવનો પક્ષ એક કુટુંબ દ્વારા ચાલતો પક્ષ છે. તેથી તેની સામે પક્ષમાં નારાજ નેતાઓ હતા તે તમામ ભાજપમાં લાવવામાં આવ્યા હતા. મોટું પક્ષાંતર કરાવવામાં આવ્યું હતું. ટીડીપીની કેડર પકડી લીધી, ટીઆરએસના નેતાઓ ભાજપમાં પક્ષાંતર કરાવી ગયા હતા.
વરસાદનું રાજકારણ
અમદાવાદમાં એક જ દિવસમાં 21 ઈંચ વરસાદ પડ્યો અને ત્યાર પછીની ચૂંટણીમાં ભાજપ હારી ગયો અને કોંગ્રેસની જીત થઈ હતી એવું જ હૈદરાબાદમાં થવું જોઈતું હતું. ભાજપને જે કંઈ બેઠકો મળી છે તે વરસાદ અને હિંદુ ધર્મના નામે મળી છે. ચૂંટણીના 20 દિવસ પહેલાં 20 ઈંચથી વધારે વરસાદ બે વખત પડ્યો હતો. જેમાં તેલંગણા સરકાર બહું કંઈ કરી શકી ન હતી. તેથી ભાજપે તેનો ફાયદો ઉઠાવીને મતો અંકે કર્યા. પણ તેલંગણામાં સત્તા ન મળી.
રૂ.10 હજાર સહાય આપવાના હતા તે અદાલતના મનાઈ હુકમના કારણે ન આપી શક્યા તેથી ગરીબ લોકોએ ભાજપમાં મત આપ્યા હતા.
દક્ષિણનું દ્વાર હૈદરાબાદ
દક્ષિણ ભારતમાં રાજકીય પ્રવેશ મેળવવો હોય તો હૈદરાબાદ કબજે કરવું પડે. તેથી ભાજપે તેના પર જોર આપ્યું હતું. કારણ કે હૈદરાબાદ એ દક્ષિણનું દ્વાર છે. તેથી ભાજપે સ્થાનિક ઈસ્યુ બહું ઓછા હાથ પર લીધા પણ હિન્દુત્વ અને નામ બજદલીનું રાજકાણ ખેલ્યું હતું. ભાજપે જાહેર કર્યું કે ટીઆરએસ પક્ષે ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરીને ઈમ્પેક્ટ ફી લીધી છે. અમે હૈદરાબાદના આ તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડીને વર્ડક્લાસ સિટી બનાવીશું. એવી જાહેરાત કરી પણ તેની ધારી અસર ન થઈ.
12 બેઠકો 500 મતથી જીતી
ભાજપની 44 બેઠકો માંથી 12 બેઠકો એવી છે કે જે 500 મત સુધીના માર્જીનથી જીતી છે.
32 મતથી ભાજપના બીએન રેડ્ડી નગરની બેઠક પરથી એમ લચ્છી રેડી જીત્યા છે. આમ જીતનું માર્જીન ઓછું થાય છે.