ડ્રગનનું નામ બદની કમલમ કરતાં કાર્યકરો વધું ખાવા લાગ્યા પણ પેશાબ લાલ ટોપી જેવો થવા લાગ્યો

ડ્રગનનું નામ બદની કમલમ કરતાં કાર્યકરો વધું ખાવા લાગ્યા પણ રેશાબ લાલ ટોપી જેવો થવા લાગ્યો

ड्रैगन का नाम कमल करके भाजपा कार्यकरो ज्यादा खाने लगे, लेकिन मूत्र लाल टोपी की तरह हो गई

The dragon fruits name changed – KAMALAM, eating more Gujarati BJP workers, but the saliva became like a red cap

દિલીપ પટેલ

ગાંધીનગર, 02 જૂલાઈ 2022

ભાજપે ડ્રેગન ફળનું ભારતમાં નામ પિયાતા હોવા છતાં બદલીને કમલમ કર્યું છે. તેથી ભાજપના લોકો એક વર્,થી તેને પેટભરીને ખાવા લાવ્યા છે. પણ વધારે ખાવાથી પેશાબનો રંગ ગુલાબી અને લાલ થઈ જાય છે. વધુ પડતા સેવનથી ઝાડા થઈ શકે છે. પેટમાં દુખાવો થઈ રહ્યો છે.

ધીરજના ફળ મીઠા હોય છે. પણ ભાજપના ફળ કડવા અનુભવાય છે. વિકાસના ફળ ડ્રેગન ફ્રુટનું નામ બદલીને કમલમ ફળના નામ બદલા સુધી પહોંચ્યા છે. પણ સાચા ફળ લોકોને ચાખવા મળ્યા નથી.
ડ્રેગન ફળનું નામ બદલ્યું પણ ભાજપ ડ્રેગન સાબિત થયો છે.

ભાજપે ભલે નામ બદલ્યું પણ ભારતમાં ડ્રેગનને પિતાયા ફળ તરીકે ઓળખાય છે.

ડ્રેગન ફળ  અમેરિકામાં હોનોલુલુ રાણીના નામથી ઓળખવામાં આવે છે.

વિદેશમાં પિથયા, પિતાયા, સ્ટ્રોબેરી પીયર, નાશપતી તરીકે ઓળખાય છે. છતાં નામ કમલમ રખાયું.

પિતાયા – થોર પ્રજાતિનું ફળ છે. હવે તે 2021થી કમલમ કરી દેવાયું છે. થોર નકામી જમીનમાં થાય છે. ગુજરાતમાં થોરના ફળને ડીંડલા કહે છે. જે ડ્રેગન – કમલમ કે પિતાયા તરીકે ઓળખાય છે.

એક ફળનું નામ રાજકીય થઈ ચૂક્યું છે, કમલમ ફળ રાજકિય બની ગયું છે. ફળનું રાજકારણ પણ ભાજપ કરી શકે છે.

હનુમાન લક્ષ્મણજીને સારા કરવા સંજીવની બુટી લાવ્યા એવું કમલમ ફળને ભાજપની સંજીવની બનાવવાનો પ્રયાસ રૂપાણીએ કર્યો છે.
વિદેશી ફ્રુટ ગણાતા અને પિતાયા તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રુટની માંગ માર્કેટમાં વધી રહી છે.

ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડનો વેપાર ધરાવે છે. હવે ગુજરાતમાં તેની ખપત એક વર્ષથી વધી છે. કામલમ નામ જાહેર કર્યા પછી. રાજકિય લોકો આંખો મીંચીને ખાવા લાગ્યા છે.
થોર પ્રજાતિનું ફળ કમલમ એટલે ડ્રેગન ફ્રુટ છે.

કમલમ ફળ-ડ્રેગનફ ફળના વાવેતર માટે ખેડૂતોને કુલ રૂ. 10 કરોડની જોગવાઈ કરી છે. જે પહેલા 7 કરોડ વિધાનસભાએ નક્કી કરી હતી. કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.6.50 કરોડની આર્થિક સહાય કરાશે.

અંદાજપત્ર
274 કરોડ રૂપિયા કુલ બજેટ બાગાયત અને શાકભાજી વિભાગનું છે. જેમાં બાગાયત નિયામકની કચેરીનું 22 કરોડનું બજેટ છે. જેમાં 9 કરોડ તો પગાર છે. નવી બાબત તરીકે કમલમ ડ્રેગન ફળના વાવેતર માટેનો કાર્યક્રમ હેઠળ અંદાજપત્રમાં 7 કરોડ રૂપિયા અંદાજપત્રમાં જોડવાઈ કરાઈ છે. વાવેતરના શરૂઆતના ખેતી ખર્ચને પહોંચીવળવા માટે છે.

16.50 કરોડ
બહુવર્ષાયુ ફળઝાડ વાવેતર, પિયત, યાંત્રીકરણ, માળખાકીય સુવિધા, વર્મી કંમ્પોસ્ટ, પ્લાસ્ટિક આવરણ જેવી બીજી યોજનાઓમાં 50 લાખની પણ સહાય આપવામાં આવશે. જેમાં બધો મળીને 6.50 કરોડનો ખર્ચ થવાનો છે. કુલ 16.50 કરોડની ફાળવણી કરી છે. ગુજરાત સરકારે રાજ્યમાં કમલમ ફળના વાવેતર માટે રૂ.10 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. એવું કૃષિ પ્રધાન રાઘવજી પટેલે 1 જૂલાઈ 2022માં કરી છે.

સહાય
સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ રૂ.3 લાખથી 4.50 લાખ આપવામાં આવશે. કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવે છે.

2021-22 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમ કે ફળપાક વાવેતર, મીની ટ્રેકટર , ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, રક્ષીત ખેતીમાં નાની નર્સરી, બાગાયતી મશીનરી, શાકભાજી વાવેતર, શાકભાજીમાં કાચા મંડપ, પાકા મંડપ, વેલાવાળા શાકભાજીના પેડલ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, વોટર સોલ્યુબલ, ખાતર સહિતના ઓનલાઈન અરજી થઈ શકે છે.

ખેતી
કચ્છમાં 150 ખેડૂતો ડ્રેગનની ખેતી 275 એકરમાં કરે છે. ગુજરાતમાં 1000 એકરમાં ડ્રેગન થતું હોવાનું અનુમાન છે. કચ્છમાં અબડાસા, ગાંધીધામ, માંડવી, અંજાર અને ભચાઉ તાલુકામાં ખેતી છે. વિયેતનામથી ભારતમાં સૌથી વધુ આયાત થાય છે. કચ્છ જિલ્લામાં સફેદ અને લાલ, ગુલાબી પલ્પવાળા ડ્રેગનફ્રુટ ઉગાડવામાં આવે છે જે સીઝનમાં રૂ.300 થી 150 રૂપિયા પ્રતિકિલો વેચાણ થાય છે. થાંભલા વાયર પધ્ધતિથી ઉછેર થાય છે. 30 વર્ષ ફળ મળે છે. જુનથી નવેમ્બર સુધી ફળ 150 થી 800 ગ્રામ સુધીના વજન ધરાવે છે. 2000 ટીડીએસમાં મીક્ષ ખાતરથી ખેતી થઈ શકે છે.

ફળ કેવું
લાલ ચટક કે ગુલાબી પાકું ફળ લો, સહેજ દબાવતા તે પોચું હોવું જોઇએ. બહુ કડક કે બહુ પોચું ન હોવું જોઈએ. કાપતાં અંદરથી કિવીના ગર જેવો જ દેખાવ ધરાવે છે, તેમાં અંદર નાના કાળા બી હશે. ગરને ખાવામાં આવે છે. બાહ્યરચના જ ભયંકર છે. ઘણા એને જોઈ નાકનું ટીચકુ ચડાવી લે છે. અમેરિકામાં હોલોવિન તહેવારમાં ડરાવવા માટે વિચિત્ર પ્રકારનું ભૂત બનાવે છે.
પહેલી વખત ખરીદનારા તો વિક્રેતાને પૂછી બેસે કે આને ક્યાંથી કાપવું.
ઝાડ નથી પણ એક કેક્ટસ નામની લતા પર ઉગે છે. ઉષ્ણ જળવાયુ પ્રકારનું આ ફળ રાતના તેની સુગંધ માટે ક્વીન ઓફ ધ નાઈટ તરીકે ઓળખવામાં આવે છે. રાતમાં સુગંધ આવતી હોવાથી ે કોઈવાર સાપ આવે છે.

નિકાસ
આયાત ઘટી શકે, નિકાસ થઈ શકે છે. વિકાસશીલ અને ગલ્ફ દેશોમાં નિકાસ થઇ રહયો છે. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ એબી.એન.એન.ફ્રેશ એક્સપો એન્ડ કોલ્ડ સ્ટોરેજ દ્રારા 2021માં પહેલી વખત અમદાવાદ હવાઈ મથકેથી યુ કે માલ મોકલાયો હતો.

પેટન્ટનું શું થયું
ગુજરાતમાં ચાઈનીઝ ફ્રૂટનું નામ બદલાયું, ડ્રેગન ફ્રૂટ બન્યું ‘કમલમ્’, કમળ જેવું લાગતું હોવાથી પેટર્ન માટે રાજ્ય સરકાર અરજી કરવાના હતા. જે અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ મૌન છે. ફળ મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું ફળ છે. એશિયામાં લોકપ્રિય છે. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે.

નામ બદલવાની જાહેરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 19 જાન્યુઆરી 2021માં જાહેરાત કરીને કહ્યું હતું કે, ડ્રેગન ફ્રૂટ એવું નામ શોભતું નથી. આ ફળ મૂળ ચીનનું નથી પરંતુ આપણે ત્યાં ઘણાં વર્ષોથી ઉગે છે. કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા આ ફળનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. જેથી અમે તેને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે. આ નામ માટેની પેટન્ટ મેળવવાની પ્રક્રિયા ચાલું છે. અમે કમલમ તરીકે ઉલ્લેખવાનું શરૂ કરી દીધું છે. નામ બદલવા પાછળ કોઈ રાજકીય કારણ નથી, એમ તેમણે કહ્યું હતું.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નામ બદલવાની મંજૂરી આપી હતી.

ઉત્પાદન વાવેતર
ડ કાંટાવાળા થોર ઉપર કાંટા રહિત આવતા ફળની સારી એવી આવક મળી શકે છે. ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી.

ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાન એની વાવણી કરેલી છે.

કચ્છમાં ખેતી
મીઠી રોહર ખાતે 25 જૂન 2015માં ખેતી શરૂ કર્યા બાદ હવે તે 40 એકર પર પહોંચી છે. એક એકરમાં સાડા ચારસો થાંભલા છે. પ્રથમ વર્ષ પૂરું થતાં એક થાંભલે 5થી 7 કિલો ગ્રામ ડ્રેગન ફ્રૂટ મળે છે. જે એકર દીઠ લગભગ 2200થી 3000 કિ.ગ્રામ જેટલા થાય. ત્રીજા વર્ષથી ચોથા વર્ષમાં એક થાંભલે વીસથી ત્રીસ કિલોગ્રામ અને એકરમાં લગભગ નવ હજારથી સાડા તેર હજાર કિલોગ્રામ મળે છે. જેની વર્તમાન બજાર કિંમત મુજબ ઓછામાં ઓછા નવ લાખથી તેર લાખ રૂપિયાથી વધુ હોય છે. 40 એકરના ખેતરમાં હાલ 5 માણસો કામ કરે છે. વાર્ષિક વીજળીનું બિલ વીસ હજાર રૂપિયા જેટલું તો આવે છે. આમ પાણી લાઈટ અને માણસોના પગાર ઉમેરતાં દસ લાખ રૂપિયા જેટલું ખર્ચ આવે.  પાંચ લાખ રૂપિયાના રોકાણમાં ત્રીજા વર્ષથી જ 13.50 લાખ રૂપિયા વળતર મળે છે.

ધરમપુરમાં ખેતી

સુરતના ધરમપુરના ઓઝરપાડામાં ખેતી છે. ચાર મહિનાની સિઝનમાં મહિનામાં એક ટનથી વધુ ઉત્પાદન મળે છે. 15 લાખના રોકાણ બાદ 17 વર્ષના અંતે ખર્ચ બાદ કરતા સારું માર્કેટ રહેતા કુલ 80 થી 90 લાખનો ફાયદો થશે. ખેતરમાં એકવાર રોપ્યા બાદ 18 મહિના બાદ 300 કિલો ડ્રેગન ફ્રુટનું પ્રથમ ઉત્પાદન મેળવ્યું હતું. રૂ. 200 પ્રતિ કિલો પ્રમાણે મોટા ભાગનો માલ સુરતમાં વેચાયો હતો. ડ્રેગન ફ્રૂટની વરસાદમાં આવે છે.

આવક અને માંગ

ભારતમાં માંગ 25 હજાર મેટ્રિક ટનની સામે દેશમાં ઉત્પાદન 1500-3 હજાર ટન છે.  વિયેતનામ, શ્રીલંકા અને થાઈલેન્ડથી મંગાવવામાં આવે છે.

40 ટકા સબસાડી

નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા 40 ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે, અને લોકો ડ્રેગન ફ્રૂટ તરફ આગળ વધે તેવા પ્રસારની શરૂઆત થઈ છે.

ફાયદા
કમલમ ફળ-ડ્રેગનફ્રૂટમાં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ છે. હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવે છે. પેટ અને આંતરડાને લગતા વિકારોને દૂર રાખે છે. પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિ, આયર્ન વધારે છે. હૃદયને સ્વસ્થ રાખે છે. ટોટલ કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને નીચા ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. સારા કોલેસ્ટરોલને વધારવામાં મદદ કરી શકે છે. લોહીમાં સુગર ઘટાડી શકે છે. કેરોટીનોઇડ રિચ ખોરાક લેવાથી કેન્સર અને હ્રદયરોગનું જોખમ ઓછું થાય છે. એન્ટીઓકિસડન્ટ, સંધિવા, હાડકા, દાંત, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ્સ, એસ્કોર્બિક એસિડ છે. ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ્સ, બીટા કેરોટિન, લાયકોપીનના સારા સ્રોત છે. લોહીમાં રકતકણ, શ્વેતકણ, પ્લેટલેટ અને પ્લાઝમાં મહત્વપૂર્ણ છે. પ્લેટલેટ વધારવામાં ડ્રેગનફુટ અકસીર છે. ડેન્ગ્યુ તાવમાં સારું છે. ડોકટરો ખાવાનું કહે છે.
વૃદ્ધ થતા અટકાવશે. શરીરમાં પડતી કરચલીઓ નો છેદ ઉડાવી દેશે.
રોગ પ્રતિકરાત્મક શક્તિ, વા, હૃદય સંબંધિત રોગમાં ફાયદો કરી શકે છે.
બોડી મેટા બોલિઝમ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસ, કેન્સરને અટકાવે છે. ડાયાબિટીસ, અસ્થામાં ફાદો. વિટામિન-સી અને લાયકોપિન નામક રંજક દ્રવ્ય પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે. ડ્રેગન ફ્રુટમાં પ્રોટીન , વિટામીન-સી , રીબોક્લીન , ઓમેગા-થ્રી જેવા તત્વો રહેલા છે. સાથે આરોગ્યની દૃષ્ટી એ કેન્સર, સ્વાઈન ફ્લુ, એઈડ્સ, વેઈટલૉસમાં ઉપયોગી છે.
ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અટકાવે અને ફેટ્ટી લિવરની સ્થિતિ ઘટાડે છે. પ્રિબાયોટિક ફાઇબર ફાયદાકારક બેક્ટેરિયા વધારે અને ચયાપચયમાં મદદ કરે છે.
હિમોગ્લોબિન વધે છે. વિટામિન્સ ઑફ બી કોમ્પલેક્સ ગ્રૂપ જેવા કે ફોલિક એસિડ અને રિબોફ્લેવિન વગેરેને કારણે જન્મજાત ખોડ ટાળી શકાય છે.
મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાએ આ ફળને સુપર ફૂડ નામથી સંબોધિત કર્યું છે.
100 ગ્રામ ડ્રેગન ફ્રૂટમાં
કેલરી – 60
પ્રોટીન- : 1.2 grams
ફેટ: 0 grams
કાર્બ્ઝ: 13 grams
ફાઇબર: 3 grams

રેસિપી
ફળ, દહીં, મેયોનિઝ, લિંબુ, મધ, આદુ, પિંક અથવા હિમાલયન સોલ્ટ, સફરજન, દ્રાક્ષ, સિલાન્ત્રોના પાન, કાજુ, અખરોટ, આઇસબર્ગ લેટ્સ, આ બધું ભેળવીને બાઉલને 15 મિનીટ ફ્રિજમાં મુકી ઠંડુ ખાઈ શકાય છે.

ગેરફાયદા – નુકસાન
ચમત્કારિક ફળ ડ્રેગનના ઘણાં ગેરફાયદા બહાર આવ્યા છે. ડ્રેગન ફ્રુટ વધુ પ્રમાણમાં લેવાથી ભારે નુકસાન કરી શકે છે. વધારે સેવન કરશો તો ઝાડા થઈ જાશે. ફળ ભૂખમાં વધારો કરે છે. શરીર વધી જશે. ડ્રેગન ફળની છાલ ઝેરી હોઈ શકે છે. જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેને વધુ નુકસાનકારક બનાવે છે. આ ફળના બહારના પડ ખાવું નહીં, ઉપર કિટક હોય છે. નુકસાન પહોંચાડી શકે છે. કિનારીઓ કાપીને ફેંકી દેવી જોઈએ. ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વધુ ખાવું નુકસાન કરે છે. વધુ માત્રામાં તેનું સેવન કરવું ફાયદાકારક નથી, કારણ કે તેમાં ફ્રુક્ટોઝના કારણે હાનિકારક હોઈ શકે છે. પેશાબનો રંગ ગુલાબી અને લાલ થઈ જાય છે. વધુ પડતા સેવનથી ઝાડા થઈ શકે છે. પેટમાં દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જોખમ નથી. ડાયાબિટીસ અને અસ્થમામાં ઓછી માત્રામાં ખાવા. ફ્રુક્ટોઝ વધારે હોવાથી વજન ઓછું થતું નથી, વજન વધારી શકે છે. ખાલી પેટે ડ્રેગન ફ્રુટ ખાવાના ફાયદાઓ અંગે કોઈ સંશોધન નથી થયું.

ભારતમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનો ખર્ચ અન્ય ફળો કરતાં વધુ છે. જેના કારણે ડ્રેગન ફ્રુટના ભાવ પણ વધુ છે.