ખડૂતોનો માલ ખેતરોમાં પડી રહ્યો છે, કોઈ લેવા તૈયાર નથી

ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા એ રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી, વિરોધપક્ષના નેતા સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરઓને ઇમેઇલ દ્વારા પત્ર લખી કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો પ્રત્યે થોડી મહેર કરવાની વિનંતી કરી છે.
રાજ્યમાં ચાલુ વર્ષે 146% કરતા વધારે વરસાદ નોંધાયો છે  200% થી વધારે વરસાદ નોંધાયો હોય એવા 20 તાલુકાઓ છે જ્યારે 150% થી 200% વરસાદ નોંધાયો હોય તેવા 45 થી વધારે તાલુકાઓ છે આ ઉપરાંત કમોસમી વરસાદ અલગ. આવા સમયે ખેડૂતોનો ખરીફ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પાકવીમાં કંપનીઓ રાજ્ય સરકારને પણ ગાંઠતી નથી એવું આપ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાહેબ જાહેર માધ્યમોના માધ્યમથી સ્વીકારી ચુક્યા છો ત્યારે ખેડૂતોનો હક્ક સમાન પાકવીમો અપાવવામાં આપણી સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને જ્યારે ખેડૂતોને શિયાળુ – રવિપાક પર જ મદાર હતો ત્યારે કોરોનાનો કહેર ચાલુ થયો છે રવીપાકમાં જ્યારે લણણીનો સમય હતો ત્યારે જ લોકડાઉન થયું ખેડૂતોને પારાવાર તકલીફ અને નુકશાન ભોગવવાનો વારો આવ્યો જેમ તેમ કરીને ખેડૂતોએ ઘઉં, ધાણા, ચણા, જીરું, બાજરો, ડુંગળી લણણી કરી કે ઉપાડી લીધી પણ અત્યારે એ બધો જ પાક ખેડૂતના ખેતરમાં પડ્યો છે સાચવવા માટે ખેડૂતો પાસે ગોડાઉન નથી અને બજારમાં લઈને જાય તો કોઈ લેવા વાળું નથી એવી જ રીતે બાગાયતી પાક કેરી, ચીકુ, દાડમ, કેળા,   નાળિયેર અને શાકભાજી ની સાથે સાથે તરબૂચ અને શકરટેટીનું વાવેતર કરનાર ખેડૂત હેરાન પરેશાન છે .
ખેત પેદાશની કામગીરીમાં લોકડાઉનથી ઉપર ઉઠી  થોડી છૂટછાટ આપી  તા.27-3-2020 ના રોજ સુધારો કર્યો છે અને ખેતી કામ અને ખેત-ઓજારોની હેરફેરને લોકડાઉનમાંથી મુક્તિ આપી છે એનાથી ખેડૂતોને થોડી રાહત થઈ છે પણ ખેડૂતોના પ્રશ્નો ઠેર ના ઠેર જ છે કેમ કે નાના ખેડૂતોના પાક વેચી જે રોકડ આવે તેમાંથી આવનારા વર્ષ માટે  દવા, ખાતર, બિયારણ ખરીદવાનું હતું ખરીફ પાકમાં થયેલી નુકશાની ભરપાઈ કરવાની હતી પણ અત્યારે ખેડૂત કપાળે હાથ દઈને બેઠો છે.
1) તમામ પાકવીમા કંપનીઓ પર ગાળિયો કસવામાં આવે અને ગુજરાતના ખરીફ ઋતુમાં તમામ પાકોના વીમાં ધારક ખેડૂતોને ઓછામાં ઓછા 75% થી 100% પાકવીમો તાત્કાલિક જાહેર કરવામાં આવે.
2) ખેડૂતોએ ગત વર્ષે ધિરાણ લીધું છે તેવા તમામ ધીરાણધરક ખેડૂતના ખાતામાં ઓછામાં ઓછા 35% ધિરાણ રાજ્ય સરકાર દ્વારા જમા કરાવી ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે.
3) ગુજરાતના 18047 ગામોમાં તલાટી મંત્રી અથવા ગ્રામ સેવક બન્નેમાંથી કોઈ એક તો છે જ જો બન્ને ન હોય તો સહકારી મંડળીના મંત્રી હશે જ  આ તમામને આજથી કામે લગાવવામાં આવે દરેક ગામમાં તેમની જવાબદારી ફિક્સ કરવામાં આવે દરેક ગામમાં સૌથી વધારે જરૂરિયાતમંદ ખેડૂતો હોય, જેણે પોતાનો પાક તાત્કાલિક વેચવો પડે તેમ હોય તેવા દરેક ગામમાં 50 – 100 ખેડૂતો વધારે જરૂરિયાતમંદ હશે તેમને પોતાનો પાક વેચવાનો હોય તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે જ્યારે લોકડાઉન ખુલે ત્યારે રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતોને ગામેગામથી ટોકન આપી ખુલા બજારમાં કે માર્કેટિંગ યાર્ડમાં પોતાની ખેત જણસી વેચવા બોલાવવામાં આવે જેથી કરીને એકસાથે બધો જ માલ માર્કેટમાં નહિ આવે માંગ અને પુરવઠાનો નિયમ જળવાઈ રહેશે ખોટી ભીડ પણ એકઠી નહિ થાય અને જરૂરિયાતમંદ ખેડૂતોને યોગ્ય સમયે પૂરતા ભાવ પણ મળી રહેશે.
4) સહકારી મંડળીઓ, સંઘ દ્વારા રાસાયણિક ખાતરનો કાળાબજાર થઈ રહ્યો છે તેના પર પગલાં લેવામાં આવે.
5) ખેતપેદાશો આધારિત ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવે.
6) વેપારીઓને ખેડૂતોના ખેતર પરથી સીધી ખરીદી કરવાની છૂટછાટ આપવામાં આવે.
7) માફત રાશન આપવાની સરકારીની જાહેરાતનો ખરેખર જેને જરૂર હતી તેવા લોકો પૈકી માત્ર 10% લોકોને જ લાભ મળ્યો છે ત્યારે આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ છે જે આપના ધ્યાન પર મુકવાનો પ્રયાસ છે.
8) ખેડૂતોના ખેત ઓજાર કે વાહનોના હપ્તા કોરોના કહેર સુધી ન ભરવાની છૂટ આપવામાં આવી તે આવકાર્ય છે પણ તેમાં બેન્કો તેનું વ્યાજ વસુલે જ છે તેના પર પણ મુક્તિ આપવામાં આવ.
9) દૂધ અને દૂધ ઉત્પાદકો માટે માત્ર સંઘ જ નહીં પણ ખાનગી એકમોને પણ રાહત આપવામાં આવે જેથી હજારો દૂધ પ્રોડક્ટના એકમો ખુલશે તો દૂધના ભાવો જળવાઈ રહેશે અને દૂધ ઉત્પાદક માલધારીઓને પણ રાહત મળશે.
ગુજરાત કિસાન કોંગ્રેસ કોરોના સામે સૈનિકની જેમ લડી રહ્યા છે ત્યારે ખેડૂત પણ પોતાની ફરજ સમજી એક સાચા સિપાહીની જેમ “ફાર્મ કોરોન્ટાઇન” બની કોરોના સામે લડવાની સાથે સાથે આખા દેશને અનાજ, શાકભાજી, દૂધ, ફળફળાદી પૂરું પાડી રહયા છે ત્યારે સરકારની પ્રથમ ફરજ સમજી ધરાઈને ઢેફુ થયેલી પાકવીમાં કંપનીઓ પાસેથી પાકવીમો ઓકાવવાનો અત્યારે યોગ્ય સમય છે ખેડૂતોને સહકાર આપવાનો યોગ્ય સમય છે ત્યારે જગતતાતની વહારે આવવા આપ સાહેબને ગુજરાત કિસાન કોંગ્રેસની નમ્ર અરજ છે.
ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા. 9924252499 જણાવ્યું હતું.