The government has cut off the genitals of 79 thousand animals, while farmers have cut off countless parts of their own animals.
ગાંધીનગર, 22 ઓક્ટોબર 2020
માણસો પોતાના સગવડ માટે ગુજરાતમાં મોટા પશુઓ પર કેવા અત્યાચાર કરે છે તેની ચોંકાવનારી વિગતો આવી છે. ઓદાલ બગાડતાં સાંઢ કે પાડાઓનું ખસીકરણ કરી નાંખીને તેમની નશબંધી કરી નાંખવામાં આવી રહી છે. ગયા વર્ષે 79 હજાર પશુઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં 5507, રાજકોટ 7059, જૂનાગઢ 5641, વડોદરા 5652, સુરત 5545, મહેસાણા 5913, પશુઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. આણંદમાં 1277 અને ખેડામાં માત્ર 1800 પશુનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.
ઓદાક ખરાબ ન થાય
આવા સાંઢનું જનીનઅંગ એટલા માટે કાપી કાઢવામાં આવે છે કે જેથી તે ગાય ભેંસની ઓલાદો ખરાબ ન કરે. ઓછું દૂધ આવતા પશુઓને જન્મ ન આપે. આવા પશુને બાંગરા સાંઢ કહેવામાં આવે છે. જો 10 વર્ષમાં આ સંખ્યા ગણવામાં આવે તો 6 લાખ પશુની જનેન્દ્રીય કાપી હોઈ શકે છે.
રાજ્ય સરકાર આવા એક સાંઢનું ખસીકરણ કરવા માટે રૂ.100 આપે છે. તેમાં પણ લાયંસ કે રોટરી કલબ ખસીકરણ કેમ્પ યોજીને હાથ અજમાવી રહી છે. શુધ્ધ ગીર કે કાંકરેજ ઓલાદના ન હોય તેવા સાંઢથી ગાયોનું સંવર્ધન અટકી દેવામાં આવે છે.
10 લાખ બળદ-પાડાઓનું ખસીકરણ
જોકે, 55 લાખ ખેડૂતોને ત્યાં ખેતી કરવા વપરાતા બળદ કે પાડાના આ અંગ કાપી કાઢવામાં આવ્યા તેની સંખ્યા ગણવામાં આવે તો તે 10 લાખ થઈ જાય તેમ છે.
81 લાખ પશુઓને કૃત્રિમ ગર્ભધાન
81 લાખ માદા પશુઓને કૃત્રિમ રીતે ગર્ભધાન કરવામાં આવ્યું હતું. 81 લાખ ગાય અને ભેંસને કૃત્રિમ રીતે ગર્ભધાન કરી દેવાય છે. સાંઢ કે પાડો તેના માટે સંવનન કરે એ જરૂરી નથી.
ખસીકરણ કે જંગલમાં દીપડાઓની વસતીમાં છોડી દેવા
અમદાવાદ શહેરમાં પ્રાણીઓ કરડી જતાં હોવાથી તેમના ખસીકરણ કરી દેવામાં આવે છે. વર્ષે 60 હજાર લોકોને કુતરા કરડી જાય છે. 500 બિલાડીઓ બટકા ભરે છે. 200 વાંદરા લાફા મારીને બટકા ભરી જાય છે. આવા બિજા ઊંટ, ભૂંડ, ઘોડા, ઉંદર, માણસ કરડી જતાં હોવાના 200 બનાવો બીજા પ્રાણીઓ કરડવાના બને છે. આખા રાજ્યમાં 6થી 6.50 લાખ લોકોને પશુ કરડી જાય છે. શાપ ડંખ મારી જાય તે વન્ય પ્રાણી કરડી જાય તે પાછા અલગ છે. તેથી પ્રશ્ન એ છે કે શું આ તમામ પ્રાણીઓનું ખસી કરણ કરવું જોઈએ કે પછી તેમને પકડીને જંગલમાં છોડી લઈને શિકારી પ્રાણી દીપડા માટે ખોરાડ પૂરો પાડવો જોઈએ, એવો પ્રશ્ન પણ છે.
8 મોટા શહેરોમાં 3 લાખ કુતરાઓનું ખસીકરણ
અમદાવાદમાં વર્ષે 30 હજાર કુતરાઓનું ખસી કરણ કરવા રૂ.2 કરોડનું ખર્ચ થાય છે. અમદાવાદમાં 2.50 લાખ કુતરા છે. એક કુતરાને નપુશંક બનાવવા માટે સરેરાશ રૂ.900નું ખર્ચ થાય છે. સુરતમાં 46 હજાર કુતરા પકડવા માટે રૂ.4 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું હતું. 8 મહાનગરોમાં મળીને 3 લાખ કુતરાઓનું ખસીકરણ કરી કાઢવામાં આવતું હોવાનું માનવામાં આવે છે. આટલા ખર્ચમાં કુતરાઓને દીપડાઓના વિસ્તારોમાં છોડી દેવા માટે પણ આવતું નથી.
પશુપાલન ખાતું કહે છે આખા રાજ્યમાં 2.50 લાખ જ કુતરા છે
ગુજરાતનું પશુપાલન ખાતું કહે છે કે, આખા રાજ્યમાં પશુઓની ગણતરી કરી તો તેમાં કુતરાઓની સંખ્યા 2.56 લાખ હતી. હવે આમ સાચું કોણ ? વિભાગના અધિકારી કહે છે કે, અમદાવાદમાં 16 હજાર, સુરતમાં 13 હજાર, દાહોદમાં 55 હજાર કુતરા છે.
13 પ્રકારની વેક્શિન
આખા રાજ્યમાં ઘેટાં, બકરા, ઉંટ, ભૂંડ, ગાય, ભેંસ સહિત તમામ પાલતુ પશુઓની સંખ્યા 2.71 કરોડ છે. 13 પ્રકારની વેક્શીનના 5 કરોડ ડોઝ આ પશુના શરીરમાં ઠાલવી દેવામાં આવે છે. છતાં 32 લાખ પશુઓ બિમાર તો પડે જ છે. એ વેક્શિન અને દવાના અંશો તો દૂધ દ્વારા માણસના શરીરમાં આવે છે.
21 લાખ ટન ખોરાક ફેક્ટરીનો
6 લીટરથી લઈને 41 લીટર દૂધ એક પ્રાણી રોજ આપે છે. 21 લાખ ટન ફેક્ટરીમાં બનેલો કૃત્રિમ ખોરાક ગાય અને ભેંસને ખવડાવી દેવામાં આવે છે. 1 હજાર કરોડ કિલો દૂધ મેળવવામાં આવે છે. જેમાંથી દૂધ, ચોકલેટ, દહી, ચીજ, ઘી, માખણ જેની 211 જાતની ડેરી પ્રડક્ટ બનાવવામાં આવે છે. જે માણસ મોજથી ખાય છે. દૂધ સહિત આવી વસ્તુઓ માણસને આરોગ્યને નુકસાન કરતી હોવાથી ઘણાં લોકો દૂધ કે પશુઓની કોઈ પણ વસ્તુ ખાવાનું બંધ કરી રહ્યાં છે. એક વર્ગ એવો છે કે તેમણે દૂધ પીવાનું બંધ કરી દીધું હોય અને તેના રોગ સારા થઈ ગયા હોય.