10 વર્ષમાં સૌથી ઓછો 8 ટકા પગાર વધારો આ વર્ષે થશે, શોષણ વધશે

The lowest 8 percent pay increase in 10 years will be this year, absorption will increase

20 ઉદ્યોગોની 1,000 કંપનીઓ પર કરાયેલા સર્વેના આધારે પગાર વધારાનો અંદાજ બહાર પાડ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક મંદીની અસર ખાનગી કંપનીનઓના પગાર વૃદ્ધિ પર પણ જોવા મળી શકે છે. કંપનીઓ સરેરાશ 15 હજાર પગાર આપીને યુવાનોનું શોષણ કરી રહી છે. ઓછામાં ઓછો પગાર આવી કંપનીઓ આપે છે અને તેમાં પગાર વધારો આ વખતે સૌછી ઓછો રહેશે.

કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ વર્ષ એક દાયકામાં સૌથી ખરાબ છે. આ વર્ષે પગારની વૃદ્ધિ માત્ર સિંગિલ ડિજિટમાં હોવાનો અંદાજ છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી નીચો હશે. પ્રોફેશનલ સર્વિસિસ કંપનીઓનના જણાવ્યા મુજબ, ભારતમાં વર્ષ 2011 પછીથી વૃદ્ધિમાં ઘટાડો જોવા મળ્યો છે. તે સમયે, કંપનીઓએ સરેરાશ 12.6 ટકા વૃદ્ધિ આપી હતી.

આ વર્ષે પણ ભારતમાં લગભગ 39 ટકા કંપનીઓ ડબલ અંકનો પગાર વૃદ્ધિ આપે તેવી સંભાવના છે. આ સિવાય 42% કંપનીઓ 8 થી 10% વૃદ્ધિ આપી શકે છે.

2020 માટે જીડીપીના અંદાજમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં, પગાર વૃદ્ધિમાં ઘટાડો થવાની સંભાવના છે, ફક્ત 20 બેસિસ પોઇન્ટ. ગયા વર્ષે કંપનીઓએ કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.3 ટકાનો વધારો કર્યો હતો, જે આ વખતે ઘટાડીને 9.1 ટકા છે.

2011 થી, પગારમાં વધારો સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં, પગાર વૃદ્ધિ 2012 થી 2016 દરમિયાન બે આંકડામાં હતી, તે 2017 પછીથી લગભગ 9% રહી છે.