[:gj]મુસ્લિમ સમાજે લોક ડાઉન અને સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને રમજાન ઈદની ઉજવણી કરી.[:]

[:gj]વડોદરા: કોરોના સંકટ વચ્ચે આવેલા સહુ થી મોટા તહેવાર એટલે કે રમજાન ઈદની આજે વડોદરા શહેર અને જિલ્લામાં શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં અને બહુધા સોશીયલ ડિસ્ટન્સ અને લોક ડાઉન ના નિયમો પાળીને મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઘરમાં જ અને ઘરના સદસ્યો સાથે નમાજ અને બંદગી કરીને ઈદની ઉજવણી કરનારા નગરસેવક ફરીદ ભાઈ લાખાજીવાલા એ જણાવ્યું કે અમે ઘરને જ મસ્જિદ બનાવીને ઈદની બંદગી કરી છે. તાજેતરના વર્ષોમાં પ્રથમવાર આવું બન્યું છે. કોરોના ની મહામારી ફેલાતી અટકાવવા માટે અમે સરકારના નિયમોનું પાલન કર્યું છે અને લોક ડાઉન અને સોશીયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન કર્યું છે. આજે કોઈ મસ્જિદમાં ગયું નથી. સહુ ઘરમાં જ રહ્યાં છે.

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ઇદગાહ મેદાન અને મસ્જિદ આવેલી છે. સામાન્ય રીતે ઈદના દિવસે અહી હજારો મુસ્લિમ ભાવિકો નમાજ પઢવા એકત્ર થાય છે. જોકે આજે અહીં કોઈ નમાજ પઢવા આવ્યું ન હતું. ખતીબ સાહેબે પોલીસ તંત્રની પરવાનગી પ્રમાણે 4 અનુયાયીઓ સાથે નમાજ અદા કરીને આ પવિત્ર સ્થળની પરંપરા જાળવી હતી. તાજેતરના વર્ષોમાં કદાચ પ્રથમવાર આવી ઘટના ઘટી હતી.

[:]