સરકારી વીજ મથકો કરતાં ખાનગી કંપનીઓની વીજળી સસ્તી

ગાંધીનગર, 20 માર્ચ 2020
રાજય સરકારના કાર્યરત વીજ મથકો જૂના છે. એટલે વીજ ઉત્પાદન રૂ.5.43 પૈસે એક યુનિટ પડે છે. જેની સામે ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3.08 પૈસે વીજળી ખરીદીને ગ્રાહકોને આપે છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા વર્ષ-2019માં જે યુનિટદીઠ વીજળી ખરીદવામાં આવી તેનો દર પ્રતિયુનિટ રૂ.5.04 નો હતો. આ ભાવે 18,332 મિલિયન યુનિટ ખરીદ કરવામાં આવ્યા હતા. જયારે વર્ષ -2020માં રૂ.5.43ના દરે 17,194 મિલિયન યુનિટ ખરીદાયા હતા.

જેની સામે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી વર્ષ-2019માં માત્ર રૂ.3.35 પ્રતિ યુનિટ લેખે 29,243 મિલિયન યુનિટ તથા વર્ષ-20220માં રૂ.3.08 લેખે 24,624 મિલિયન યુનિટ્સ ખરીદી કરવામાં આવ્યા હતા.

32980 મીલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવે છે.

મોટી ચાર કંપનીઓ અને રાજ્યની 596 ખાનગી કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી થાય છે.

વીજળીની ખરીદી રાજ્ય સરકાર મુખ્યત્વે ચાર પ્રકારે કરે છે : કેન્દ્ર સરકાર પાસેથી, રાજ્યસરકારના વિવિધ વીજમથકો પાસેથી, ખાનગી કંપની પાસેથી તથા ઓપન એક્સચેન્જ પ્રણાલિકા દ્વારા જે કોઈ સસ્તી વીજળી આપે ત્યાંથી વીજળી ખરીદ કરવામાં આવે છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા સ્પર્ધાત્મક ભાવો મંગાવીને રાજ્યની ઉર્જાની જરૂરિયાતને સમજ્યા બાદ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર ”સ્ટાન્ડર્ડ બિડિંગ ડોકયુમેન્ટ” અનુસાર જ વીજળીની ખરીદી થાય છે.

સરકારી કંપનીઓના વીજ મથકો 20થી 25 વર્ષ જૂના હોવાથી તેમની કાર્યક્ષમતા ઓછી છે. પરિણામે સરકારી વીજ કંપનીઓની સરખામણીમાં ખાનગી વીજ કંપનીઓ સસ્તા દરે વધુ વીજળી ઉત્પાદન કરી શકતા હોવાનું વજ પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું.