વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી

દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022
અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ 15 કિલો ફળો મેળવવામાં આવે છે, ઉપરાંત છોડ વધતાં જથ્થો વધે છે તેના ફળ મોટા અને સ્વાદિષ્ટ હોય છે. કચ્છમાં અંજીર થાય છે.
ત્રણ ભાઈઓ
12 એકરમાં ગ્રીનહાઉસમાં સફળ ખેતી કરે છે. મુંબઇથી વેચાણ કરે છે. રાહુલ પ્રવિણભાઈ ગાલા, અપુર્વ ગાલા અને હર્ષલ ગાલા નામના આ ત્રણેય ભાઈઓ કચ્છ, ઉમરગામ અને મુંબઈમાં મેનેજમેન્ટથી સમગ્ર ખેતીને સંભાળી રહ્યા છે. રાહુલભાઈએ ઓસ્ટ્રેલિયાથી બીએસસી હોર્ટીકલ્ચરનો, બીજા નંબરના અપુર્વભાઈએ એમબીએનો જ્યારે કે ત્રીજા નંબરના હર્ષલભાઈએ ઈઝરાયલથી બીએસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો છે. ઓસ્ટ્રેલિયામાં બીએસસી હોર્ટીકલ્ચરનો, સૌથી નાનાએ ઇઝરાયેલમાં બીએસસી ઇન એગ્રીકલ્ચરનો અને વચોટ ભાઇએ એમબીએનો અભ્યાસ કર્યો છે. ગુજરાતમાં ભાગ્યે જ થતી અંજીરની ખેતી ગ્રીનહાઉસમાં કરી છે. 1015માં ઉમરગામમાં 90 એકર અને કચ્છમાં 175 એકર જમીનમાં ખારેક, શાકભાજી પાક, અંજીર અને અન્ય ખેતી કરી હતી.
ઉમરગામ
ગુજરાતમાં પ્રથમ અંજીરની ખેતી બારડોલીમાં 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી. 3 ખેડૂતે 22 વીંઘામાં 6600 અંજીરના છોડ ઉછેર્યા છે. ઉમરાખ ગામના ખેડૂત કલ્પેશ પટેલ 6 વીંઘામાં 1800 છોડ વાવ્યા હતા. ધામડોદના ખેડૂત જયેશ પટેલ 9 વીંઘામાં 2700 છોડ વાલ્યા હતા. ખરવાસા ગામના ખેડૂત ભુપેન્દ્ર સોલંકીએ 7 વીંઘામાં 2100 છોડ અંજીરના છોડ વાવ્યા હતા. 14 માસ થતાં ફળ આવ્યા હતા. 5 વખત તોડી નાખવામાં આવ્યા છે.

અંજીરનો પાક સુરત અને મુંબઈથી વેપારીઓ ખરીદી કરતાં હોય છે. લીલા અંજીરનો ભાવ 100 રૂપિયા કિલોનો છે. સૂકા કિલોના 1200 રૂ.થી 1800 રૂ.સુધીનો આવે છે. ડી હાઈડ્રેશન પ્લાન્ટ લગાવવાની જરૂર પડે છે.

અંજીર વાવણીનો ખર્ચ અને ઉત્પાદન
અંજીરનો છોડ 130 રૂ.થી 145 રૂ. સુધીમાં મહાષ્ટ્રના પૂનાથી લાવવામાં આવે છે. જેની વાવણી ખર્ચ 1 વીંઘામાં 25 થી 30 હજારની આસપાસ થાય છે. જ્યારે છોડ પરિપક્વ બન્યા બાદ લેવાતા પાકમાં દોઢથી બે વર્ષમાં એક છોડ 100 કિલો અંજીરનું ઉત્પાદન થાય છે, એટલેકે એક છોડથી 10 હજારની આવક થાય છે.
અમરેલીમાં વાવેતર
અમરેલી જિલ્લાના આંકડિયા ગામના વિલાસ બેને અંજીરની ખેતી શરૂ કરી છે. વિલાસ બેનના પતિ દિનેશ ભાઈ ચીનના એક ફાર્મ હાઉસમાં 2019માં રોકાયા હતા અને ત્યાં અંજીરની ખેતી જોઈ આવ્યા હતા.
2020માં લોકડાઉનમાં સુરતથી અમરેલી આવ્યા હતા. સાત વીઘા જમીનમાં અંજીરના 3400 રોપાઓ મલેશિયાથી મંગાવીને ઓર્ગેનિક રીતે અંજીરની ખેતી કરવાનું નક્કી કર્યું. બે વર્ષથી આખો પરિવાર ખેતરમાં કામ કરે છે. 8થી 10 લાખ રૂપિયાની કમાણી થઇ હતી. 1400થી 1600 રૂપિયા કિલોનો ભાવ મળ્યો હતો.
છ મહિના બાદ ફળ આવ્યા હતા. 120 ગ્રામ એક ફળનું વજન હતું. બીજો પાક ફરી ચોમાસામાં આવ્યો એટલે કે એક વર્ષમાં બે વખત અંજીરનો પાક આવે છે. ચોમાસાના પાકમાં પાણીને લીધે મીઠાશ ન આવતા તેનું જામ બનાવી વેચ્યો હતો.
ગાયનું છાણ, ગોમૂત્ર, ગાયનું દૂધ, છાશ, ચણાનો લોટ ગોળનો છંટકાવ કરે છે. ટપક સિંચાઈમાં પાણી સાતે તે ભેળવીને આપે છે. રોપના જડમૂળ સુધી પહોંચી જાય છે. છટકાવ અને પીયત પણ કરે છે. અફઘાનથી આયાત કરવામાં આવતા અંજીર કરતા ઓર્ગેનિક અંજીરમાં વધુ મીઠાશ હોવાથી મોટા આંકડિયા ગામના અંજીર વધુ પસંદ કરે છે.

મેઘરજ
અરવલ્લી જિલ્લાના મેઘરજના શાંતિપુરા કંપા ગામે બેચરભાઈ પટેલે સૌ પ્રથમ વાર અંજીરની ખેતી ખેડૂત અંજીર, એપલ બોળ, જામફળ, દાડમ, મોસંબી, સ્ટોબેરી, કીવી, એલચી, શેરડી, વાઈટ જાંબુ,કાળા જાંબુ,સંતરા, નારંગી,સહીત ખેતરમાં કુલ 18 જાતના ફળ અને આંતર પાક વાવે છે. શાકભાજી જેવા કે રીંગણ,મરચાની અલગ અલગ જાત,વટાણા,છ જાતના અલગ અલગ આંબાના છોડ પણ વાવ્યા છે.
યૂટ્યૂબથી માહિતી મેળવી હતી. અંજીરનો પાક દસથી અગિયાર મહિનામાં તૈયાર થાય છે અને પાક તૈયાર થતા તેના ફળ લીલી અંજીરનો ભાવ 150 થી 200 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. જયારે સૂકી અંજીરના સૂકા ફળને પ્રોસેસિંગ કરીને બજારમાં કિલોના 1100 થી 1200 રૂપિયાના ભાવે વેચાય છે. અંજીરના પાકનું ઉત્પાદન એક વીઘામા અંદાજિત અઢી થી ત્રણ લાખ જેટલું થાય છે.

દેશ વિદેશમાં ખેતી
તુર્કીમાં આયડીન, ઇઝનીર અને મુગલા વિસ્તારના અંજીર શ્રેષ્ઠ હોય છે.
વાવેતર ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં પુણેની આસપાસ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં તેનું વાવેતર થાય છે. બેંગ્લોરની આજુબાજુ તેમજ ઉત્તર ભારત પંજાબ, બિહારમાં પણ અંજીરની ખેતી થાય છે. હાલમાં દુનિયાના અર્ધશુષ્ક પ્રદેશોમાં તેનું વાવેતર થાય છે. અંજીરનો ફાલ 20થી30 વર્ષ સુધી આવે છે જ્યારે તેની સાથે સાથે બીજા શાકભાજી અને બાજરી જેવા પાક પણ લઈ શકાય છે.
વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Ficus carica L.છે. મૂળ વતન દ. અરબસ્તાન. આદિમાનવે સંવર્ધિત કરેલ ફળોમાંનું આ એક છે.
સૂકામેવામાં એક મેવો છે અંજીર. અંજીરની ખેતી ખેડૂતો માટે એક નવી તક લઈને આવી છે.

ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ફળાઉ ઝાડ તરીકે વવાય છે. હવે ગુજરાતમાં ખેતી થવા લાગી છે. જૂનાગઢ, ખેડા, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ખેતી થવા લાગી છે. યોગ્ય સમયે છંટણી કરવી, ખાંચા પાડવા તેમજ ગેરું રોગના નિયંત્રણની જાણકારીના અભાવને કારણે અંજીરની વ્યવસ્થિત ખેતી થતી નથી.

અંજીરની સાથે સાથે બીજા પાક પણ લઈ શકો.

જમીન
અંજીરનું વાવેતર વિવિધ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઇ શકે છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. જે જમીનમાં કૃમિનો ઉપદ્રવ હોય ત્યાં અંજીરની ખેતી કરવી હિતાવહ નથી.
અંજીરનું વાવેતર નિતારવાળી જમીનમાં કરવાથી સારો ફાલ મળે છે. તેને મધ્યમ કાળી અને ગોરાડુ જમીન માફક આવે છે. અંજીરના છોડ ક્ષાર સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે આથી થોડી ક્ષારીય જમીનમાં પણ તે સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. જમીનમાં અળસિયા અથવા બીજા જીવ હોય ત્યાં અંજીરની ખેતી યોગ્ય રીતે નથી થઈ શકતી.

આબોહવા

અંજીરનો વિકાસ 15.5 સે.થી 21 સે. જેટલું ઉષ્ણાતાપમાન હોય તેવા વાતાવરણમાં સારો થાય છે. આ સમશીતોષ્ણ કટિબંધનું ફળ છે. દ્રાક્ષની જેમ માર્ચ-એપ્રિલમાં આવતા ફળને મીઠા બહાર કહે છે જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં આવતા ફળને ખટ્ટા બહાર તરીકે ઓળખવામાં આવે છે. મીઠા બહાર ફળની ક્વોલિટિ વધુ સારી હોય છે. જ્યારે ખટ્ટા બહારના ફળનો ઉપયોગ જેલી અને જામ બનાવવામાં થાય છે.

જાતો
800 જાતો છે.
થડ સફેદ રંગની છાલ ધરાવે છે. તેના પાન સુગંધિત તથા 15-25 સેમી લાંબા અને 10-20 સેમી પહોળા હોય છે.
વ્યાપારિક જાત બીજ વગરની હોય છે, જે માટે પ્રસર્જન કટકાકલમથી થાય છે. તે ઉપરાંત ગુટીકલમ, પ્રકાંડ-ઉપરોપણ તથા કલિકા-ઉપરોપણથી પણ પ્રસર્જન શક્ય છે. પ્રસર્જન માટે જુલાઈથી સપ્ટેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ અનુકૂળ હોય છે.

વધુ ફળના ઉત્પાદન માટે છાંટણી ઉપરાંત ડાળખીઓ ઉપર ઘીસી પાડવી જરૂરી હોય છે. ફળ પાકવાની શરૂઆત થાય ત્યારે છાલનો રંગ બદલાય છે. એપ્રિલ અને માર્ચ માસમાં આ પ્રક્રિયા ચાલે છે. સારા નિતારવાળી એક મીટર ઊંડાઈવાળી હલકી જમીનમાં વાવેતર સારી રીતે થાય છે. વધુ ભેજ સંઘરી શકે તેવી જમીન તેને માફક આવતી નથી. ખાતર જરૂરી છે. રસ્તાની બંને બાજુએ છાયાવૃક્ષ તરીકે ઉપયોગી.

કેપ્રી (capri), સ્મિર્ના (smyrna), સફેદ સાન પૅડ્રો (San Padro) અને સામાન્ય એશિયાઈ. સ્મિર્ના અંજીર ઉનાળામાં ફળ આપે છે. સામાન્ય અને સાન પૅડ્રો પ્રકાર વસંતમાં પણ ફળ આપે છે, પણ તે માટે કૅપ્રીકરણ (caprification)ની જરૂર રહે છે. પાક વખતે વરસાદથી અંજીર બગડે છે. ભેજ વધુ હોય ત્યાં અંજીરનાં ફળ સુકાતાં નથી.

ભારતમાં ખેતી થતી હોય તેવી વ્યાપારિક જાતોમાં મુખ્યત્વે પુણે અંજીર છે. અન્ય જાતોમાં બ્લૅક ઇલાયચી, બ્રાઉન તુર્કી, તુર્કિશ વ્હાઇટ, કાબુલ અને મિશન વગેરે છે.

વાવેતર

4.5 મીટરના અંચરે 60 સેમી બાય 60 સેમી બાય 60 સેમી માપના ખાડા મે માસમાં કરી 15 દિવસ તપવા દેવા. ત્યારબાદ ખાડાની માટી સાથે 20 કિગ્રા છાણિયું ખાતર અને 250 ગ્રામ દિવેલાનો ખોળ ખાડા દીઠ ભેળવીને ખાડા પૂરવા. ખાડાના તળિયે 50 ગ્રામ 10 ટકા B.H.C પાવડર મૂકવો. સંવર્ધન
અંજીરનું પ્રસર્જન મુખ્યત્વે કટકા કલમ, હવાની દાબકલમ અથવા ગુટી કલમથી થાય છે. તદ્ઉપરાંત કલિકારોપણ અને ઉપરોપણ દ્વારા સફળતા પૂર્વક કલમ થઈ શકે છે.

રોપણી
અંજીરની ખેતીમાં અંજીરના છોડની રોપણી ખાસ કરીને જુલાઈ- ઓગષ્ટ માસમાં કરવામાં આવે છે. 4.5થી 5 મીટરના અંતરે 60 સે.મી. × 60 સે.મી. × 60 સે.મી. માપના ખાડા મેં માસમાં કરી 15 દિવસ તપવા દેવા. ત્યારબાદ ખાડાની માટી સાથે 20 કિ.ગ્રા. છાણિયું ખાતર અને 250 ગ્રામ દિવેલી ખોળ ખાડા દીઠ ભેળવીને ખાડા પૂરવા. ખાડાના તળિયે પ ગ્રામ 10 તકા બી.એચ.સી. પાઉડર મૂકવો. અંજીરનું વાવેતર કટકા કમલ, હવાની દાબ કલમ અથવા ગુટી કલમની પધ્ધતિથી કરવમાં આવે છે એ ઉપરાંત કલિકારોપણ અને ઉપરોપણ દ્વારા સફળતાપૂર્વક કલમ કરવામાં આવે છે.
ફળમાંથી બીજ કાઢી, સાફ કરીને સુકવી, કોથળી અથવા કુંડામાં ખાતર અને માટીમા મિક્ષ રોપણી કરવામાં આવે છે.

કટકાથી સંવર્ધન
આ માટે કોકોપીટ, સેંદ્રીય ખાતર અને માટીને મિક્ષ કરીને થેલીમા ભરવામા આવે છે. અંજીરના 15-20 સેમી ના કટકા કરવા અને તેની નીચેના ભાગે ત્રાંસો કાપ મુકી તથા આઇ.બી.એ. 1000 પી.પી.એમ. અને ફુગનાશક ની માવજત આપી તૈયાર કરેલ મીડિયામાં રોપવા. એકંદરે કટકાથી સંવર્ધન કરવુ વધુ હિતાવહ છે.

માવજત – ખાતર
પુખ્ત ક્ષુપને 500:400:400 ગ્રામ નાઇટ્રોજન:ફોસ્ફરસ:પોટાશ આપવાની ભલામણ કરવામાં આવેલી છે.

રોપણી પછી પાકની માવજત નીચે પ્રમાણે કોઠા મુજબ ખાતર ઉમેરીને કરવી.

વર્ષ છાણિયું ખાતર (કિ.ગ્રા નાઈટ્રોજન (ગ્રામ) ફોસ્ફરસ (ગ્રામ) પોટશ (ગ્રામ)
પ્રથમ 10 180 60 50
બીજું 20 360 120 120
ત્રીજું 30 540 180 180
ચોથું 40 720 240 240
પાંચમું (મોટા છોડ) 50 900 300 300
દર વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસ દરમિયાન છાંટણી અને ખાંચા પાડ્યા પછી છાણિયું ખાતર અડધો જથ્થો આપવો. નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો છાંટણી અને ખાંચા પાડ્યા પથી 2થી 2.5 માસ પછી આપવો.

સિંચાઈ

અંજીર ઓછા પણીએ થતો પાક ગણાય છે. પરંતુ જો નિયમિત પિયત કરવામાં આવે તો ફળની અને ઝાડની ગુણવત્તામાં ઘણો સુધારો જોવા મળે છે. જેને લીધે ફળ કદમાં મોટા સારી ક્વોલિટિના અને વધુ સંખ્યામાં બેસે છે. સામાન્ય રીત અંજીર ઓછા પાણીએ થતો પાક ગણાય છે પરંતુ તાજેતરના વર્ષોમાં અંજીરના પાકને પિયતની જરૂરિયાત અંગે લેવામાં આવેલ અખતરા પરથી જણાયું છે કે નિયમિત પિયત આપવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે. ફળો કદમાં મોટા, સારી ગુણવતાવાળા તેમજ વધારે સંખ્યામાં બેસે છે. જે તે સ્થળના હવામાન અને જમીનના પ્રકારના આધારે વર્ષ દરમ્યાન 14થી 17 પિયત આપવાં જોઈએ. શિયાળામાં 16થી 18 દિવસના અંતરે જ્યારે ઉનાળામાં 6થી 8 દિવસના અંતરે અને ચોમાસામાં જરૂર મુજબ પિયત આપવું.

આંતર પાકો
અંજીરના છોડ બે થી ત્રણ વર્ષના થાય ત્યાં સુધી કઠોળ અને રીંગણ, મરચાં, ટામેટા, ભીંડા, ગુવાર જેવા પાકો લઈ શકાય છે.

નિંદામણ

પાકનું નિંદામણ ભૌગોલિક સ્થળ ઉપર આધારિત હોય છે જેમ કે, પુનામાં અને ઉત્તર ભારતમાં ડિસેમ્બર માસમાં નિંદામણ કરવામાં આવે છે. જ્યારે કર્ણાટકમાં જાન્યુ-ફેબ્રુઆરી માસમાં નિંદામણ કરવામાં આવે છે. જ્યારે તમિલનાડુમાં તો નિંદામણ કરવામાં જ નથી આવતુ. પણ તેને પદલે ડાળીઓ ઉપર ખાંચા પાડવામાં આવે છે જેને કારણે નવી નવી ડાળીઓ ફૂટે છે અને ફળ વધુ આવે છે. ગુજરાતમાં ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં નિંદાણણ કરવામા આવે છે.

જીવાત
અંજીરમાં થડને કોરી ખાનારી ઇયળ અને ફળમાખી સૌથી વધારે નુકશાન પહોચાડે છે. આ ઉપરાંત પક્ષીઓ પણ કેટલીક વાર ફળને નુકશાન પહોચાડે છે. અંજીરમાં સામાન્ય રીતે થડનો સડો, પાન ઉપર ભુખરા ડાઘ જેવા રોગો સમાન્ય રીતે જોવા મળે છે. જેને ફુગનાશક દવાના છંટકાવથી નિયંત્રિત કરી શકાય છે.

ફાલની મૌસમ
સામાન્ય અંજીરના ફળનો વિકાસ પરાગનયન વિના થાય છે અને તેનું વાવેતર ભારતમાં કરવામાં આવે છે. વિકાસ 15.5° થી 21° સેલ્શીયસ જેટલું તાપમાન હોય તેવા વાતાવરણમાં અંજીરના છોડનો વિકાસ સારો થાય છે. આ સમશીતોષણ કટિબંધનું ફળ છે. દ્રાક્ષની જેમ તેના ફળ શિયાળામાં આવી માર્ચ એપ્રિલમાં પરીપક્વ થાય છે.
અંજીર રોપ્યા બાદ પહેલા વર્ષે પ્રમાણમાં થોડાક જ ફળ-ફૂલ બેસે છે પરંતુ ધીરે ધીરે પાંચમા વર્ષ સુધી ભરચક ફળ ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે. અંજીરના ઝાડ ઉપર 30થી 40 વર્ષ સુધી સારુ ઉત્પાદન મળી રહે છે. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં માર્ચથી જૂન સુદી મીઠા બહારના ફળ પાકે છે જ્યારે દક્ષિણ ભારતમાં બે ફાલ લેવાય છે જેમાં જુલાઈ-સપ્ટેમ્બર ખટ્ટા બહાર અને ફેબ્રુઆરી-મે મહિનામાં મીઠા બહારના ફળ આવે છે.

છટણી
નવા રોપેલા છોડની 1 મીટરની ઊંચાઈ થાય એટલે તેમાંથી ફળને ઉતારી તેને વ્યવસ્થિત ટ્રીમ કરતું રહેવું તેને કારણે થડ મજબૂત થશે. પહેલા જુની ડાળીઓ ઉપર ફળ બેસસે અને પછી નવી ઉગેલી ડાળીઓ ઉપર ફળ આવશે.
દર વર્ષે ઓગષ્ટ સપ્ટેમ્બર માસ દરમ્યાન છંટણી અને ખાંચા પાડયા પછી છાણિયું ખાતર અડધો જથ્થો નાઇટ્રોજન તેમજ પોટાશ અને ફોસ્ફરસ યુક્ત ખાતરનો પૂર્ણ જથ્થો આપવો. નાઇટ્રોજનનો બાકીનો અડધો જથ્થો છંટણી અને ખાંચા પાડ્યા પછી 2થી 2.5 માસ પછી આપવો.
અંજીરના નવા રોપેલા છોડને આશરે એક મીટરની ઊંચાઈ સુધી અવારનવાર ફુટ કાઢતા રહેવું જેથી એક સુંદર અને મજબૂત થડ તૈયાર થાય છે. મૂળ અને થડની નજીક એક પળ ફણગો ફૂટવા દેવો નહીં. અંજીરનો પહેલો ફાલ આગળના વર્ષની જૂની ડાળીઓ પર આવે છે અને બીજો ફાલ ચાલુ ઋતુની ડાળી પર આવે છે.

અંજીરના છોડની છંટણીનો સમય અને કેટલી છાંટણી કરવી તે અંજીરની જે તે જાતની વૃદ્ધિની ટેવ અને ઉત્પાદક્તાના આધારે કરી શકાય. પુનામાં હલકી છંટણી જ્યારે ઉત્તર ભારતમાં આગળના વર્ષ ની જૂની ડાળી પર ૩ થી ૪ કલિકા રાખીને ડિસેમ્બર માસમાં છાંટણી કરવામાં આવે છે. કર્ણાટકમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માસ દરમ્યાન જૂની ડાળીને ૨ કલિકા રાખીને છંટણી કરવામાં આવે છે જેથી જુલાઈ- ઓકટોબર માં ફળ મળે. કેટલાક ખેડૂતો ઓકટોમ્બરમાં છંટણી કરવાનું પસંદ કરે છે જેથી ઉનાળામાં ફળ મળે. આની બિલકુલ વિરૂદ્ધ તમિલનાડુમાં છંટણી થોડી અથવા બિલકુલ કરવામાં આવતી નથી. તદઉપરાંત છંટણીની સાથે સાથે જૂની ડાળીઓ પર ખાંચા પાડવાની પદ્ધતિઓ પણ અપનાવાય છે આથી બાજુની ડાળીઓ ઉત્પન્ન થાય છે. આ માટે એકાદ વર્ષ જૂની ડાળીના મધ્યભાગમાં કલિકાની ઉપરના ભાગમાં ફકત છાલ તેમજ થોડું લાકડું કપાય તે રીતે ત્રાસો કાંપ ‛ખાંચ’ પાડવામાં આવે છે. કાપની લંબાઈ પહોળાઈમાં ફેરફાર જે તે ડાળના કદ ઉપર આધારિત છે. અખતરાના પરિણામથી ફલિત થયેલ છે કે છંટણી અને ખાંચા પાડવાની માવજત સંયુકત રીતે કરવામાં આવે તો વધારે પ્રમાણમાં બાજુની ડાળીઓ ઉત્પન્ન કરી ઉત્પાદન વધારી શકાય છે. ગુજરાતમાં ઓગષ્ટ સપ્ટેમ્બર માસમાં હલકી છંટણી અને ખાંચા પાડવાનું કાર્ય થઇ શકે છે.

અંજીર રોપ્યા બાદ પહેલા વર્ષથી જ થોડાક ફૂલ- ફળ બેસે છે પરંતુ તેને કાઢી નાંખવા જોઇએ. કારણકે તેમ ન કરવામાં આવે તો વાનસ્પતિક વૃદ્ધ ઘટે છે. સામાન્ય રીતે પાંચમાં વર્ષથી સ્થિર ઉત્પાદન મળે છે. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં માર્ચથી જૂન સુધી મીઠી બહારના ફળ પાકે છે. દક્ષિણ ભારતમાં અંજીરના બે ફાલ લેવામાં આવે છે. ખટ્ટ બહારના ફળ જુલાઇ-સપ્ટેમ્બર અને મીઠી બહારના ફળ ફેબ્રુ-મે માસમાં થાય છે.

ફળ સંયુક્ત પ્રકારનુ તથા 5-5 સેમી લાંબુ અને લીલા રંગનુ હોય છે. ફળ પાકતી વખતે જાંબલી અથવા ભુરા રંગનુ બને છે.

ફળ
ફળ ધારણ કરતું અંજીરનું વૃક્ષ 5 મીટરથી 8 મીટર સુધી ઊંચું હોય છે. પર્ણ ઘેરા લીલા રંગનાં ઊંડાં પંચખંડીય બરછટ હોય છે. તેનાં ફૂલ સામાન્ય રીતે નજરે ન ચડે તેવાં હોય છે, પુષ્પાસન ઉપર એકલાં માદા ફૂલ જ હોય છે, ત્યારે તેના છિદ્ર પાસે નર પુષ્પો મળે છે, જે પરાગનયન વિના ફળમાં પરિણમે છે. સ્મિર્ના પ્રકારના અંજીરમાં પણ એકલાં માદા ફૂલ હોય છે, પણ તેનું ફલિનીકરણ માદા પતંગિયા પર લાગેલાં બીજાં જંગલી અંજીરના પરાગ દ્વારા થાય છે. ફલિનીકરણ પછી માદા પતંગિયાનું શરીર ફળ સાથે એકરસ થઈ જાય છે. આ જાતની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલાં અંજીર મોટાં અને ઉત્તમ હોય છે. બધા જ ફળો એક સાથે પાકતા નથી તેથી ફળ ઉતારવાની પ્રક્રિયા મે થી જુન સુધી ચાલે છે. ફળ પાકતી વખતે જાંબલી અથવા ભુરા રંગનુ બને છે.

અંજીરની સુકવણી
અંજીરમાંથી જામ, જેલી, કેન્ડી જેવી ચીજો બને છે. સુકા અંજીર બારેમાસ બજારમાં ઉપલબ્ધ હોય છે. અંજીરમાં 84 ટકા માવો અને 16 ટકા છાલ હોય છે.
અંજીરની સુકવણી વ્યાપારિક ધોરણે ભારતમાં થતી નથી. પરંતુ સુકા અંજીર પરદેશમાંથી આયાત કરવામાં આવે છે. જો અંજીરની સુકવણી કરવી હોય તો ફળનો ટી.એસ.એસ.20 કરતા વધારે હોય તેવા ફળ પસંદ કરી અને તેને એક ટકા પોટેશિયમ મેટાબાયસ્લફાઈટના દ્વાવણમાં ડુબાડી અને સોલાર ડ્રાયરમાં સૂકવી શકાય છે. અંજીરની સુકવણી વ્યાપારિક ધોરણે ભારતમાં થતી નથી. પરંતુ સૂકા અંજીરની પરદેશમાંથી આયાત કરવામાં આવે છે. જો અંજીરની સુકવણી કરવી હોય તો ફળનો ટી.એસ.એસ. 20 કરતા વધારે હોય તેવા ફળ પસંદ કરી અને તેને એક ટકા પોટેશિયમ મેટાબાયસલ્ફાઈટના દ્રાવણમાં ડુબાડી અને સોલર ડ્રાયરમાં સૂકવી શકાય છે.
ખટ્ટ બહારના ફળનો ઉપયોગ જેલી અને જામ બનાવવામાં થાય છે.

સુકા અંજીર બનાવવાની પ્રક્રિયા
ફેબ્રુઆરી-માર્ચ મહિના દરમિયાન, અંજીર ફળની આવક ખૂબ મોટી હોય છે. ઓછા ભાવના કારણે ખેડુતોને નુકસાન વેઠવું પડે છે. ત્યારે સુકા અંજીર બનાવવામાં ખેડુતોને લાભ થાય છે. પાકેલા અંજીરના ફળની ટી.એસ.એસ. સામગ્રી 17 ટકાથી વધુ હોવી જોઈએ. લાકડાના બોક્સમાં તળિયે એક જાળી મૂકવા. ફળને નેટ પર ફેલાવ્યા પછી છીણીમાં સળગતી આગની જવાળાઓ રાખવામાં આવે છે. તેના પર સલ્ફર પાવડર 1 કિલો દીઠ 4 ગ્રામ અને પછી બોક્સને બંધ કરી દેવું. સલ્ફરના ધુમાડાથી ફળનો રંગ સફેદ થવા લાગે છે. જો વધારે ધુમાડો આપવામાં આવે તો ફળ સૂકાઈ શકે છે. જો ધુમાડો ન આપવામાં આવે તો ફળો કાળા થઈ જશે. સલ્ફરની ગંધ ફળમાં ફૂગના વિકાસને અટકાવે છે. લગભગ 7 દિવસમાં સુકાઈ જાય છે.

ઉત્પાદન

અંજીરની મૌસમ માર્ચથી શરૂ થઈને મે માસની આખર સુધી ચાલે છે. પક્ષીઓથી ફળને બચાવવા માટે માર્ચ માસથી ફળ ઉતારવાનું શરૂ કરવામાં આવે છે. હેક્ટરે સરેરાશ અંજીરનું 8000થી 10000 કિ.ગ્રા પાક તૈયાર થાય છે. આ ફળની નિકાસ કરવામાં આવે છે.
પુણે વિસ્તારમાં તંદુરસ્ત ઝાડ ઉપરથી સરેરાશ 20થી 25 કિગ્રા. ફળ ઊતરે છે. એક કિલો પાકાં અંજીરનો ભાવ રૂ. 15થી 25 રહે છે. હેક્ટરે સરેરાશ ઉત્પાદન 8થી 10 હજાર કિલો ગ્રામ જેટલું મળે છે. વિશ્વમાં અંજીરનું વાવેતર 65,000 હેક્ટરમાં (ઉત્પાદન 8,12,000 ટન) અને ભારતમાં અંજીરનું વાવેતર લગભગ 400 હેક્ટરમાં થાય છે જેમાંથી ૩00 હેક્ટરનો વિસ્તાર મહારાષ્ટ્રમાં (ઉત્પાદન 32,000 ટન જેટલું થાય છે) છે.

ભાવ
અંજીરના એક ક્ષુપ પરથી 150-250 જેટલા ફળ એક સિઝનમાં ઉતરે છે. જે બજારમા 100 થી 200 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. એક કિલો પાકા લીલા અંજીરનો ભાવ રૂા. 25થી 50 રહે છે.

રોગમાં ફાયદો
અંજીર બ્લડ પ્રેશરને કબજીયાતમાં ફાયદો કરે છે.
અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે ખાલી પેટે અંજીરનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. સવારે ખાલી પેટે અંજીરનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ક્રન્ચી બીજ હોય છે. અંજીર એક એવું ફળ છે જેમાંથી ડ્રાયફ્રુટ પણ બનાવવામાં આવે છે. સવારે ખાલી પેટે પાણીમાં પલાળેલા અંજીર ખાવું. તેના બીજા ઘણા ફાયદા છે.

આખી રાત પાણીમાં પલાળીને ખાલી પેટે અંજીર ખાવાના ફાયદાઓ છે. અંજીરના સેવનથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. પેટ સંબંધિત તમામ સમસ્યાઓમાં ફાયદો કરે છે. પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ક્લોરોજેનિક એસિડ લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસમાં પલાળેલા અંજીર ખાવાથી બ્લડ ગ્લુકોઝનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે. સલાડ, સ્મૂધી, કોર્નફ્લેક્સ બાઉલ અથવા ઓટ્સમાં અંજીર ઉમેરીને આ સૂકા ફળને તમારા આહારમાં ઉમેરી શકો છો.

લીલા અંજીરમાં પાણી 81 %; પ્રોટીન 12 %; તેલ ૦.4 %; કાર્બોહાઇડ્રેટ 16 %; વિટામિન એ, સી, થોડા પ્રમાણમાં બી1, બી2, બી6, નિકોટિનિક ઍસિડ, પૅન્ટોથેનિક ઍસિડ તથા પોટૅશિયમ, કૅલ્શિયમ, લોહ તથા ફૉસ્ફરસ હોય છે. સૂકા અંજીરમાં પાણી ઓછું હોય છે, તેથી બીજા ઘટકોનું પ્રમાણ વધુ હોય છે, પણ વિટામિન-સી નાશ પામે છે. અંજીર રક્તવર્ધક, પાંડુતા મટાડનાર અને કબજિયાત અને હરસ દૂર કરનાર છે. અનિદ્રા માટે સવારે પલાળેલાં અંજીર રાત્રે ખાવાથી ઊંઘ આવે છે. 60થી 80 ટકા સુગર હોવાથી મગજ ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.

ચામડી ને લગતા રોગોના ઉપચાર માટે તેનો ઉપયોગ થાય છે. તેના પાનનો ઉપયોગ જઠર અને આંતરડાને લગતા રોગોની સારવાર માટે પણ થાય છે. ગુણે ઉષ્ણ છે પણ તેનામાં સ્નિગ્ધતા છે.
વધારે ખાવાથી નુકસાન
જે લોકો ખૂબ અંજીર ખાય છે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે. ઓક્સિલેટ શરીરમાં રહેલા તમામ કેલ્શિયમને શોષી લે છે. પેટ ભારે થઈ જાય છે. કિડની અને પિત્તાશયની બીમારી છે, તેઓએ અંજીર ખૂબ ઓછી માત્રામાં ખાવું જોઈએ કારણ કે તેમાં જોવા મળતું ઓક્સાલેટ આ અંગોને નુકસાન પહોંચાડે છે. પેટમાં દુખાવો અને પેટ ફૂલવાની ફરિયાદ રહે છે. તેનાથી બચવા માટે તમારે અંજીર ખાધા પછી એક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ. બ્લિડિંગની સમસ્યા ઊભી થઈ શકે છે. સ્પ્લીનને ખતમ કરે છે જેના દ્વારા શ્વેત રક્તકણો બને છે. અંજીરની તાસીર ગરમ હોવાથી ઉનાળાની ઋતુમાં તેને વધુ ન ખાવું જોઈએ નહીં. લીવરમાં સમસ્યા થઈ શકે છે. આ સાથે આંતરડામાં બ્લોકેજ થવાનું પણ જોખમ બને છે. બીજ સરળતાથી પચી શકતા નથી.
————-