કપાસ પર સતત ત્રીજું માવઠું, તુવેર અને કેસર કેરીને ભારે નુકસાન, કયા પાકને કેટલા ટકા નુકસાન થયું, વાંચો

COTTON
COTTON

Third consecutive Mawthu on cotton, Tuvar and Saffron mango severely damaged, crop suffered what percentage, read

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020

રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં કમોસમનો વરસાદ પડ્યો છે, ચોમાસું પૂરું થયા પછી સતત આ ત્રીજું માવઠું છે. 3 માવઠામાં સૌથી વધું નુકસાન મગફળી અને કપાસને થયું છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આખા ગુજરાતમાં થયેલા વિસ્તારમાં ખેડૂતોને સૌથી વધું નુકસાન ચણા, કપાસ, જીરું, ધાણા, તુવેર, ઈસબગુલ, ફૂલ, ફળને થયું છે. જે ખેડૂતોને ભારે દેવાદાર બનાવી શકે છે. કારણ કે તેના પર ખેડૂતને સરકારે વીમો ચાલુ વર્ષથી બંધ કરી દીધો છે. હવે મુખ્ય પ્રધાન સહાય યોજના છે. જેમાં સરકારે આ ખેડૂતોને તુરંત સહાય આપવી જોઈએ એવી માંગણી પણ ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં છે.

જે પાક પર ફૂલો આવ્યા હતા અને વરસાદ થયો તે પાકના ફુલો ખરી જતાં ઉત્પાદનમાં ભારે ઘટાડો થશે.

નુકસાનીનો અંદાજ અહીં આપવામાં આવ્યો છે. જે રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતોને મેસેજ મોકલીને તથા ફોન કરીને મેળવેલી વિગતો છે. જેતે પાક ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલો હોય તેમાં કેટલું નુકસાન થશે તેની વિગતો મેળવીને આખા રાજ્ય સાથે તેની સરખામણી કરી છે. આ માત્ર અંદાજ છે. જે ખેડૂતોની કેવી તકલીફ ઊભી થઈ છે તે બતાવવા માટે છે. સરકાર પોતે આ માવઠાથી થયેલું નુકાસન અંગે સરવે કરશે નહીં. કરશે તો વળતર આપશે નહીં. તેથી ખેડૂતોની વેદના વધવાની છે.

કપાસની ત્રીજી વીણી હતી. જે તૈયાર થઈ ગઈ હતી. તેના તૈયાર રૂ પર પાણી પડવાથી તે પલળી ગયો છે. તેથી ખેડૂતોને કરોડો રૂપિયા ગુમાવવા પડ્યા છે. વળી ચણાનું આ વખતે વ્યાપક વાવેતર થયું છે. ચણા એક એવો પાક છે કે તેના છોડ પર ખાર હોવો જરૂરી છે. તેના પાન, ડાળથીઓ પરથી ખાર જો ધોવાઈ જાય તો તેનું ઉત્પાદન ઘણું ઓછું આવે છે.

દક્ષિણ ગુજરાતમાં વ્યાપક રીતે થતી તુવેરનો પાક સારો હતો. તેનું ફ્લાવરીંગ થયું હતું. તેના ફૂલ ખરી પડ્યા છે.

કેરીનો મોર એટલે કે ફૂલ આવી ગયા હતા. તેનું ફ્લાવરીંગ ખરી પડ્યું છે. તેથી ઉત્પાદનમાં મોટો ફટકો પડશે. કેળને બાદ કરતાં મોટા ભાગના બગીચાઓમાં ભારે નુકસાન છે.

જીરૂ, ઈસબગુલ, વરીયાળી અતિ સંવેદનશીલ પાકો છે. તેના છોડ પર ઝાંકળ કે વરસાદ પડે છે ત્યારે તેને મોટું નુકસાન થાય છે.

રૂ કપાસના છોડ પર પાકી ગયો છે. મજૂર મળતા નથી. વીણીનો કિલોનો 5-6 રૂપિયા ચાલે છે. પણ મધ્ય પ્રદેશ, દાહોદ, ગોધરાના મજૂરો કપાસ વીણના આવે છે તે કોરોનાના કારણે આવ્યા નથી.

મરી મસાચાનો પાક 7 લાખ હેક્ટરમાં છે. જેમાં 11 લાખ ટન ઉત્પાદન ધવાની સરકારની ધારણા હતી.

રાજ્ય ભરમાં વરસાદ થતાં ડિસેમ્બર 2020માં
ખેડૂતો સાથે વાત કર્યા પછી તેમણે પોતાના ખેતરમાં કેટલું નુકસાન થયું તેનો અંદાજ
વાવેતર ઉત્પાદન ઉત્પાદનમાં
પાક હેક્ટર ટન નુકસાન %
हेक्टर मे.टन नुकसान
ઘઉં 10 લાખ 40 લાખ 5
જીરૂ 4 લાખ 4 લાખ 25
ચણા 7 લાખ 8 લાખ 45
ધાણા 1.25 લાખ 1.30 લાખ 30
વરીયાળી 52 હજાર 1 લાખ 20
ઈસબગુલ 10 હજાર 10 હજાર 25
અજમો 10 હજાર 7 હજાર 30
સુવા 15 હજાર 20 હજાર 30
કપાસ 22 લાખ 82 લાખ 20
ફૂલ 10 હજાર 1 લાખ 30
ફળ (કૂલ) 4.5 લાખ 95 લાખ 20
લસણ 15 હજાર 1 લાખ 15
મરચા 11 હજાર 22 હજાર 40
ડુંગળી 45 હજાર 12 લાખ 30
બટાટા 1.25 લાખ 12 લાખ 5
કેરી 1.65 લાખ 12 લાખ 25
ચીકુ 28 લાખ 3 લાખ 30
સંતરા 50 હજાર 6.50 લાખ 22
બોર 11 હજાર 1.20 લાખ 4
કેળા 70 હજાર 50 લાખ 0
જામફળ 14 હજાર 2 લાખ 10
દાડમ 44 હજાર 7 લાખ 15
કાજુ 7 હજાર 7 હજાર 10
પપૈયા 18 હજાર 11 લાખ 12
તુવેર 2.13 લાખ 2.50 લાખ 50
શાકભાજી 1.50 લાખ
ઘાસચારો 5 લાખ
કઠોળ 50 હજાર
ધાન્ય 11 લાખ
જુવાર 10500
મકાઈ 72600
અન્યધાન્ય 10000
રાઈ 2 લાખ
શેરડી 2લાખ
તમાકુ 1 લાખ