[:gj]ગંદા દાહોદમાં 23 દિવસમાં એક હજાર ટન કચરો કાઢ્યો [:]

Thousands of tonnes of waste was collected in 23 days in dirty dahod

[:gj]લોકડાઉનના ૨૩ દિ’માં 1.40 લાખની વસતી ધરાવતાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો, માથા દીઠ 7 કિલો કચરો કાઢવામાં આવ્યો હતો. કોઈ અધિકારીઓએ શહેરને સાફ રાખવા કાળજી રાખી ન હોવાનું આ કચરો બોલતો હતો.
લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું ને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ નગર ચોખ્ખુ ચણાક થઇ ગયું

કોરોનાના સંક્રમણને રોકવા માટે દાહોદ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સફાઇ ઝૂંબેશને પરિણામે દાહોદ નગરના દિદાર તો એકદમ બદલાઇ ગયા છે. લોકડાઉનના પ્રથમ તબક્કાના પ્રારંભથી લઇને અત્યાર સુધીમાં દાહોદ નગરમાંથી પાલિકાના સ્વચ્છતા સેનાનીઓએ અંદાજે એક હજાર મેટ્રિક ટન કચરો કાઢ્યો છે. દિનરાત આદરવામાં આવેલી સફાઇ કામગીરીને પગલે દાહોદ નગર એકદમ ચોખ્ખુ ચણાક બની ગયું છે.
દાહોદ નગરપાલિકા દ્વારા કરાયેલી સફાઇ કામગીરી માટે જવાબદાર અને નિષ્ફળ મુખ્ય અધિકારી અતુલ સિંહાએ જણાવ્યું કે, કોરોનાને સંક્રમણને રોકવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને પગલે ગત્ત તારીખ ૨૩ માર્ચથી નગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ૪૧૫ જેટલા સફાઇ કર્મચારીઓ દ્વારા દિનરાત સફાઇકર્મ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજિત એક હજાર મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ કચરાનું જો સેગ્રેશન કરવામાં આવે તો તેમાં ૩૦ મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક અને ૬૫૦ મેટ્રિક ટન જેટલો ભીના કચરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૦૦ ટન સૂકા કચરો નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે. આ ઝૂંબેશમાં ૨૭૫ સ્વચ્છતા કર્મીઓ, ૫૦ મેઇન રોડના સ્વચ્છતા કર્મીઓ અને રાત્રી સફાઇના ૬૦ સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે.
નગરપાલિકા દ્વારા થઇ રહેલી ઘનિષ્ઠ સફાઇ અને લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાના ઘટેલા પ્રમાણને પરિણામે દાહોદ નગર રૂડું રળિયામણું લાગી રહ્યું છે. બીજી એક વિશેષ બાબત તો એ છે કે, સામાન્ય દિવસોમાં મુખ્ય બજારોમાં થતાં પાર્કિંગ સહિતના કામચલાઉ દબાણવાળી જગાઓ સુધી પણ હવે સાવરણા ફરી વળ્યા છે.
વળી, દાહોદ નગરપાલિકાએ સમગ્ર શહેરમાં ડિસઇન્ફેક્શનની કામગીરી પણ પૂરી કરી લીધી છે. સમગ્ર શહેરમાં હાઇપો ક્લોરાઇટયુક્ત પાણીનો છંટકાવ કરીને વિષાણુમુક્ત કરી દેવામાં આવ્યું છે. વળી, જ્યાં જરૂરત જણાઇ હોય એવા વિસ્તારોમાં ફરી ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે.

[:]