તમામ રોગના ત્રણ ઈલાજ, ખેતરમાં કોઈ રોગ આવશે તો ભાગી જશે, 16 વર્ષનો આખા ગામના અનુભવ જોવા 20 હજાર ગામોમાંથી લોકો આવ્યા

ગાય આધારિત કૃષિમાં જૂનાગઢમાં 16 વર્ષમાં વિવિષ 40 પાકોમાં દેશી ગોવંશનું છાણ – ગૌમૂત્ર – છાસ અને ઉકળાઓના સારા પરિણામો આવ્યા છે. તેને જોવા માટે દેશના 20 હજારથી વધુ ગામના અને વિશ્વના 30 દેશના લોકો આ ત્રણેય યોજનો જોવા ગુજરાતમાં જામકા આવ્યા છે .

હિંગ- અજભા અને હળદરનો ઉમળો : – ઈ.સ.2014થી હીંગ – અજમા અને હળદરનો ઉકાળાનો ઉપયોગ માખી અને ચૂસીયા જિવાતો મારી નાંખે છે. 10 ગ્રામ સારી જાતની હીંગ , 10 ગ્રામ હળદર અને 30 ગ્રામ અજમાનો પાવડર કરીને તેને 1 લીટર પાણીમાં ધીમા તાપે ઉકાળવો . ત્રીજો ભાગ ઉકાળો બચે એટલે નીચે ઉતારી ગાળી લેવું . એક માસનો ઉકાળો એક સાથે બનાવીને ચુસ્ત કેરબામાં ભરીને સૂર્ય પ્રકાશ ન લાગે એ રીતે છાંયે ઉકાળો રાખવો .

વિવિધ કૃષિ પાકોમાં 15 લીટરના પંપમાં 300 ગ્રામ ઉકાળો અને 500 ગ્રામ ગૌમૂત્ર ભેગા કરીને છોડના તમામ પાનને છંટકાવ લાગે એ રીતે છંટકાવ કરવો . રોગની ભારે અને વરસાદમાં ચાર થી પાંચ દિવસે છંટકાવ કરવો . અન્ય સમયમાં જરૂરિયાત મુજબ 7થી 10 દિવસે છટકાવ કરવાથી તમામ પ્રકારની ઈયળો , શ્રીખ , સફેદ માખી અને તમામ પ્રકારની ચુસિયા જીવાતનું શ્રેષ્ઠ નિયંત્રણ થાય છે . હળદર બેપ્ટેરિયા અને વાઈરસ જન્ય રોગમાં અને અજમા તમામ પ્રકારની વાતમાં ઉત્તમ કામ કરે છે . આ બંને પદાર્થનો વિશેષ ખર્ચ પણ નથી . આથી એકલી હીંગનો ઉપયોગ કરવાને બદલે આ ત્રણેય પદાર્થનો ઉકાળો બનાવીને ઉપયોગ કરવા ખેડૂતોને ભલામણ છે . આયુર્વેદ વિજ્ઞાનના વર્ણન પ્રમાણે ઉકાળો બનાવવાથી સુકા – લીલા પદાર્થોના તમામ ગુણ ઉકાળામાં આવે છે . તેમજ હવા ચુરત ઉકાળો ૬૦ થી ૯૦ દિવરા સુધી કામ કરે છે .

હીંગ- છાસ : – મૂળ જન્ય રોગોમાં સારૂં પરિણામ આવે છે . 1 લીટર છાસમાં 10 ગ્રામ હીંગનો , બારિક પાવડર બરાબર મિક્ષ કરીને બે દિવસ પલાળવો . પ્રતિ એકરે 20 લીટર પાણી સાથે આપવાથી મૂળનો સુકારો , છોડનો સુકારો , છોડ પીળા અને નબળા પડવા, ખરી જવાની સમયાનું શ્રેષ્ઠ નિયંત્રણ થાય છે . રૉગની માત્રા મુજબ પાંચ થી આઠ દિવરો બે થી ત્રણ વખત હીંગ- છાસ પાવી . હજારો લીટરની દવાના ઉપોગથી જે પરિણામ નથી મળ્યું તેવું પરિણામ છેલ્લા આઠ વર્ષથી આ પ્રયોગનું પરિણામ મળ્યું છે . છાસને ઉકાળી શકાય નહીં . ઉકાળવાથી તેના ઉપયોની બેકરિયા નાશ પામે છે . છાસ જેટલી જૂની એટલું વધુ પરિણામ આવે છે .

ઝેરી – કડવી વનસ્પતિનો ઉકાળો : – વનસ્પતિના ઉકાળામાં ત્રણ પ્રકારની વનપતિ પર્યાપ્ત છે . તેમાં એક ઝેરી વનસ્પતિ લેવી . જેવી કે નાકડો , કરેણ , નેપાળો ( રતનજ્યોન ) સીતાફળી , ઓળો ( કરંજને મળતું ડા પાનનું ગોડ ) ની કડવી વનસ્પતિ લેવી જેવી કે લીમડો , કીડામારી , કુંવારપાઠા માંથી એક લેવી તમાકુ , નીખા મરચા અથવા લસણ જેવી ગંધ વાળી ધનપનિ લઈ શકાય . નગોડ , તુલસી , તકમરિયા , બરિયું માંથી કોઈ પણ ને , ત્રણ કે ચારથી વધુ વનસ્પતિની જરૂરિયાત નથી . 20 લીટર પાણીમાં કુલ 4 થી 5 કિલો પાન થોડા પીરસીને મધ્યમ તાપે ઉકાળવા . ત્રીજો ભાગ ઉકાળો બને એટલે નીચે ઉતારી ગાળીને ઉપયોગ કરવો.