અંગુઠા છાપ ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીનું ઈ મેઈલ આઈડી નથી !

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું કોઈ સત્તાવાર ઇમેઇલ માટે સરનામું નથી અથવા તેમને મળનારા લોકોના રેકોર્ડ રાખવામાં આવ્યા નથી. ઉપરોક્ત માહિતી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થઈ છે.

રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને ગુજરાતના મુખ્ય પ્રધાનનું સત્તાવાર ઇમેઇલ સરનામું બનાવવા અને ગુજરાત સરકારની વેબસાઇટ પર પ્રકાશિત કરવા અને મુખ્ય પ્રધાનને મળનારા લોકોનો રેકોર્ડ રાખવા પત્ર લખ્યો છે.
તા- ૧૫-૨-૨૦
બિડાણ-
૧-મુખ્ય સચિવ શ્રીને મોકલવામાં આવેલ પત્ર
૨-માહિતીનો પત્ર

આદરણીય મુખ્ય સચિવ શ્રી
ગુજરાત સરકાર
ગાંધીનગર, ગુજરાત

વિષય- માનનીય મુખ્યમંત્રીના સત્તાવાર ઇમેઇલ આઈડી બનાવવા અને મુલાકાત રજિસ્ટર નિભાવવા બાબતે,
સાહેબ શ્રી
આપણે જાણીએ છીએ કે દેશ માહિતી અને સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યો છે, તેમાં પણ ગુજરાત સંદેશાવ્યવહાર ક્રાંતિનું મહત્વપૂર્ણ વાહક છે. માહિતી અને સંદેશાવ્યવહારની આધુનિક પદ્ધતિઓએ પણ રાજ્યની વહીવટી કામગીરીને વેગ આપ્યો છે. મને સામાન્ય વહીવટ વિભાગના પત્ર નંબર- આરટીઆઈ 102018-CMO-33(317/2018)/ટ-1 તા. 2-6-2018 અને આરટીઆઈ-102019-જન-522(418659)/ટ-1 તારીખ-11-9-2019 દ્વારા માહિતિ મળેલ છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી પાસે સત્તાવાર ઇમેઇલ આઈ ડી પણ નથી, આવી પરિસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીના વહીવટી કાર્યમાં સરળતા અને તત્પરતાને બદલે વિલંબ થવાની સંભાવના રહે છે. માનનીય મુખ્યમંત્રીના ઇમેઇલ ના હોવાના કારણે જનતાને પણ તેમના પત્રો મોકલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાહેબ, સરકારનો મૂળ મંત્ર પારદર્શિતા અને સરળતા માટે ઇમેઇલ આઈડી હોવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉપર જણાવેલ પત્રોથી મળેલી માહિતી પ્રમાણે, માનનીય મુખ્યમંત્રીની મુલાકાત કરવા આવનારા લોકોનું પણ કોઈ રેકોર્ડ રાખવામાં આવતું નથી. મુખ્યમંત્રી ને મળનારાઓના રેકોર્ડ રજીસ્ટર ના હોવું એ માનનીય મુખ્યમંત્રીની સુરક્ષા પ્રત્યે ગંભીર બેદરકારી છે. મુખ્યમંત્રી ગુજરાતની અંદાજે સાત કરોડની પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી તેમની સલામતી અને પારદર્શિતા માટે રેકોર્ડ રાખવો ખુબ જ જરૂરી છે.
સાહેબ, હું તમને વિનંતી કરું છું કે ગુજરાતના મુખ્યમંત્રીનું સત્તાવાર(official) ઇમેઇલ આઈડી બનાવવામાં આવે અને તેને ગુજરાત સરકારની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે તેમજ માનનીય મુખ્યમંત્રીને મળવા આવનારા મુલાકાતીઓ નું રેકોર્ડ રાખવામાં આવે. તેમજ આ બાબતે કરવામાં આવેલ કામગીરીની મને પણ જાણ કરવામાં આવે.
તા- 15-2-2020
બિડાણ- માહિતીનો પત્ર

આપનો,

મુજાહિદ નફીસ
કોંવેનર
માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી
મોબ- 9328416230
Email- nafeesmujahid43@gmail.com