टोरेंट पावर के 66 करोड़ रुपये माफ, पॉलिटिकल पार्टियों को दिए 125 करोड़, Torrent Power’s Dues of ₹66 Crore Waived; ₹125 Crore Donated to Political Parties,BJP’s Slogan: “Pay Up, Get Work Done” — Uncover All the Details Regarding Torrent, BJP का नारा पैसा दो और काम पाओ, जानें टोरेंट की सारी डिटेल्स
પૈસા આપો અને કામ લોનું ભાજપનું સૂત્ર, ટોરેન્ટની બધી વિગતો જાણો
દિલીપ પટેલ
અમદાવાદ, 8 એપ્રિલ 2016
ટોરેન્ટ પાવર લિમિટેડનો વાર્ષિક મિલકત વેરો રૂ. 26 કરોડથી ઘટાડી રૂ.4 કરોડ કરી દેવાયો હતો.
અગાઉ પણ 2019માં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટોરેન્ટ પાવરને 18 લાખ 50 હજાર પેનલ્ટી કરાઈ છતાં લાંબો સમય વસુલાત ન કરાઈ. કંપની વર્ષે રૂ. 30 હજાર કરોડનો ધંધો કરે છે. 2024-25માં કંપનીના નફામાં 58%થી વધુનો વધારો જોવા મળ્યો હતો.
અમદાવાદ મહાનગરના કમિશનરે 3 વર્ષમાં ટોરેન્ટને રૂ. 66 કરોડનો ફાયદો કરાવી આપ્યો હતો.
ઇલેક્ટોરલ બોન્ડ્સમાં 2019થી 2024 રાજકીય પક્ષોને રૂ. 185 કરોડ આપ્યા હતા. ટોરેન્ટ પાવરે રૂ. 125 કરોડ નાણાં પક્ષને આપ્યા હતા.
1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024ની વચ્ચે દેશમાં ઉદ્યોગપતિઓએ 22,217 બોન્ડ ખરીદ કર્યા હતા. જેમાં 50 ટકા રકમ ભાજપને અને કોંગ્રેસને માંડ 11 ટકા નાણાં આપ્યા હતા.
ટોરેન્ટ જૂથે 184 કરોડ રૂપિયા આપ્યા હતા.
વેરા વસુલાત માટે નાગરિકોને નોટીસ આપવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં 30 લાખ મિલકત છે. પ્રોપર્ટી ટેક્સના 1833 કરોડનો વેરો વસૂલે છે. માર્ચ 2026માં છેલ્લા અઠવાડિયામાં વેરાના કારણે 14500 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. 7 માર્ચ 2026માં એક જ દિવસમાં 5500 મિલકત સીલ કરી રૂપિયા 5 કરોડ 50 લાખ વસૂલ કર્યા હતા.
27 માર્ચ 2026માં 6526 મિલકત સીલ કરાઈ હતી.
ટેલીકોમ, અદાણી ગેસ, ઈલેકટ્રીક વાયર છે. ટીવી કે ઈન્ટરનેટ કેબલનો વેરો લેવામાં આવતો નથી. જો તે લેવામાં આવે તો વર્ષે રૂ. 1 હજાર કરોડનો વેરો મળી શકે. પણ રાજકીય પક્ષ ટીવી અને નેટ કંપનીનું નાક દબાવીને પોતાનો પ્રચાર કરે છે.
સભાઓમાં પ્રચાર કરવા માટે ફંડ પણ ટોરેન્ટ પાસેથી લેવામાં આવે છે.
ઉચ્ચ કક્ષાએથી દબાણ આવ્યા બાદ કમિશનરે ટોરેન્ટ કંપનીનો 65 કરોડ માફ કરી દીધા છે.
ટોરેન્ટે અરજી કરી અને વેરો માફ કરી દેવામાં આવ્યો હતો.
કેબલનું ભાડું
અમદાવાદમાં ટોરેન્ટ દ્વારા 5 હજાર 270 કિ.મી. લંબાઈના કેબલ નાંખવામાં આવ્યા હોવાનો દાવો છે. જે 17 લાખ ચો. મી. થાય છે. 2023-24માં ટોરેન્ટને રૂ. 26 કરોડ 26 લાખનું બિલ મોકલવામાં આવ્યું હતું. 2024-25માં રૂ. 26 કરોડ 80 લાખ બિલ મોકલાયું હતું. બે વર્ષમાં 53 કરોડ વેરો લેવાનો હતો.
દર વર્ષે 26 કરોડના બદલે 4 કરોડ 85 લાખ કરી આપ્યા હતા.
કૌભાંડને કાયદેસર મહોર મારી હતી
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કોઈપણ દરખાસ્ત રજુ કરવામાં આવી નથી. વેરાના ફેરફાર કે માફી અંગે રાજય સરકારની મંજુરી લેવી પડે છે.
4507 વાંધા દર્શાવ્યા છે. જેમાં મુખ્યત્વે એકાઉન્ટ, ટેક્સ, એન્જિ. વિભાગ વધારે છે.
ટાટા, બીએસએનએલ, રિલાયન્સ, ટોરેન્ટ, અદાણી
મોબાઈલ ફોનના ભાડા વસૂલાતા નથી.
2013 સુધીમાં શહેરમાં આવા 1000થી વધુ ટાવર હતા. હવે તે ત્રણ ગણા છે.
કેબલની લંબાઈ
ટોરેન્ટ પાવર તરફથી અરજી કરવામાં આવી કે 5268 કિલો મીટરના કેબલ હતા. તેની સામે ટોરેન્ટે 4730 કિલોમીટરના બતાવ્યા હતા.
જોક, અન્ય માહિતી પ્રમાણે ટોરન્ટ પાવર પાસે સુજેન (SUGEN) પ્લાન્ટથી અમદાવાદ સુધી વીજળી પહોંચાડવા માટે 249 કિલોમીટર લાંબી 400 kV ની ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન છે.
અમદાવાદ વિતરણ વિસ્તારમાં કંપની આશરે 220/132 kVની ટ્રાન્સમિશન સિસ્ટમ ચલાવે છે, જે શહેરના વિવિધ સબ-સ્ટેશનોને જોડે છે.
કંપની પાસે 132 kV સુધીના XLPE કેબલ બનાવવાની ફેક્ટરી છે.
અમદાવાદમાં આશરે 10,000 કિલોમીટરથી વધુ લાંબા 11 kV અને 33 kV ના અંડરગ્રાઉન્ડ કેબલ્સ બિછાવેલા હોવાનું માનવામાં આવે છે.
લો ટેન્શન કેબલ્સ દ્વારા સોસાયટીઓ અને ઘરો સુધી પહોંચતા 440V ના કેબલ્સની લંબાઈ 15,000 કિલોમીટર થી પણ વધુ હોવાનો અંદાજ છે.
અમદાવાદ સુરતમાં કેબલ
અમદાવાદ અને સુરત બંને શહેરો મળીને ટોરન્ટ પાવરનું કુલ વિતરણ નેટવર્ક 39 હજાર 281 સર્કિટ કિલોમીટર (ckt km) જેટલું લાંબું છે.
અમદાવાદ અને સુરતમાં કુલ 7970 સબ-સ્ટેશનો (33 kV અને 11 kV લેવલના) છે.
અંડરગ્રાઉન્ડ નેટવર્કને લીધે T&D લોસ (વીજળીનો બગાડ/ચોરી) અમદાવાદમાં માત્ર 5.61 ટકા જેટલો જ છે, જે ભારતમાં સૌથી ઓછો છે.
તો પછી સરકારના વીજ કંપની કરતા વધારે ભાવ કેમ છે તે એક સવાલ છે.
દંડ
2019માં ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાખવાનું કામ કોઈપણ પ્રકારના સુપરવિઝન વિના, જાહેર સલામતીને જોખમકારક રીતે અવગણીને નાગરિક સેવા તથા સફાઈને ખોરવી નાંખતા ચાલતું હતું એ ધ્યાને લઈ ટોરેન્ટ પાવર લી.ને રૂ. 10 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.
જીવનું જોખમ
2019માં અમદાવાદ શહેરમાં અમપાના શાસકો પણ ટોરેન્ટ પાવરની દાદાગીરીથી વાજ આવી ગયા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ટોરેન્ટ પાવર દ્વારા જાહેર રોડ પર નાખવામાં આવેલા ખુલ્લા વીજ વાયર અને કેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને એક પત્ર દ્વારા એવી રજૂઆત કરી
વડી અદાલતની લપડાક
અમદાવાદમાં ગ્રાહકોને તોતિંગ વીજ બિલ ફટકારતી અને ગેરકાયદે કનેક્શનના નામે હેરાન કરતી ટોરેન્ટ પાવર સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. કોર્ટે ટોરેન્ટ પાવરની મનમાની સામે નારાજગી વ્યક્ત કરી. નવી પોલિસી હેઠળ ગ્રાહકોની મંજૂરી વગર વીજ મીટર કે નિયમો બદલવા સામે હાઈકોર્ટે ટોરેન્ટને આડેહાથ લીધી હતી. દરોડાના નામે સામાન્ય ગ્રાહકોને હેરાન કરવા અને ખોટા કેસ કરવા અંગે કોર્ટે ઠપકો આપ્યો હતો. ગ્રાહકો પર નાખવામાં આવતા વધારાના ચાર્જ સામે હાઈકોર્ટમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
રિફંડ
રિફંડ અને દંડ: કેટલાક કિસ્સાઓમાં, કોર્ટે અગાઉ જમા કરાવેલી રકમ પરત કરવા અથવા વ્યાજ સાથે ચૂકવણી કરવા અંગે પણ નિર્દેશો આપ્યા છે.
ફ્લાય એશ
અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટ – R/સ્પેશિયલ સિવિલ અરજી નં. 16211 ઓફ 2018માં
અરજદારો (ટોરેન્ટ પાવર લિમિટેડ અને અન્ય) એ 2006-2007 ના વિરોધ હેઠળ અરજદારો દ્વારા જમા કરાયેલા રૂ. 46,43,174ના રિફંડ માટે નિર્દેશ માંગ્યો હતો. કોલસો/થર્મલ પાવર પ્લાન્ટ ચલાવે છે અને ઉપ-ઉત્પાદન તરીકે ફ્લાય એશ ઉત્પન્ન કરે છે. 14.9.1999 ના રોજ પર્યાવરણ અને વન મંત્રાલયના જાહેરનામા અનુસાર, અરજદારોએ સિમેન્ટ/ઈંટ ઉત્પાદકોને ફ્લાય એશ મફતમાં ઉપલબ્ધ કરાવી અને સમજૂતી કરાર (MOU)માં પ્રવેશ કર્યો હતો. વહીવટી ચાર્જ પર કર વસૂલ્યો ન હતો કે ચૂકવ્યો ન હતો. અરજદારોએ બંધારણની કલમ 226 હેઠળ વ્યાજ સાથે રિફંડ મેળવવા માટે આ રિટ અરજી દાખલ કરી હતી.
સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની કેટલીક જોગવાઈઓને બદલીને આદેશ આપ્યો કે ટોરન્ટ પાવરે આશરે ₹૧૯.૨૮ કરોડ ની રકમ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવી પડશે, કારણ કે આ રકમ સીધી રીતે ગ્રાહકોને પરત કરવી વ્યવહારિક રીતે મુશ્કેલ હતી.
નવા કનેક્શન અને જૂના બાકી લેણાં:
હાઈકોર્ટના અન્ય એક ચુકાદા મુજબ, કંપની નવા ગ્રાહક (જેમ કે હરાજીમાં પ્રોપર્ટી ખરીદનાર) પાસેથી અગાઉના માલિકના બાકી વીજ બિલની ફરજિયાત વસૂલાત કરી શકશે નહીં, જો તે પ્રોપર્ટી પર કોઈ બોજો ન હોય.
બે ગણું વીજ બિલ
2019માં અમદાવાદ મ્યુનિસિપલ કોપોર્ર્રેશને પ્રજાને લૂંટવાનું જાણે નક્કી જ કયુર્ર્ હોય તેમ એક નહીં તો બીજી રીતે લોકો પર બોજ નાખવાનું ચાલુ રાખ્યું છે અને આ વખતે તેમની સાથે ટોરેન્ટ પાવર પણ જોડાયું છે. શહેરના પાંચ કોમ્યુનિટી હોલના ચાર્જમાં આચાનક જ મીટરમાં દશાર્વતું વીજ દર કરતાં બમણાં વીજ દર હોલ ભાડે લાવનાર પાસેથી લેવનો નિર્ણય લઈને પ્રજા પાસેથી પૈસા નવા દરો પ્રમાણે લેવાનું ચાલુ પણ કરી દીધું છે. ટોરેન્ટના પત્રના આધારે આ નિણર્ય લેવાયો હતો.
500 કરોડનો નફો
2024માં ટોરેન્ટ પાવરે બુધવારે માર્ચ 2024 ક્વાર્ટરમાં (ત્રણ મહિનાના) તેના એકીકૃત ચોખ્ખા નફામાં 7.6 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો, જે મુખ્યત્વે ઊંચા ખર્ચને કારણે રૂ. 447 કરોડ થયો હતો. કંપનીએ માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 484 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, એમ BSE ફાઇલિંગ દર્શાવે છે.
નફો
ટોરન્ટ પાવરનો છેલ્લા પાંચ વર્ષનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 2025માં નફામાં મોટો ઉછાળો નોંધાવ્યો હતો.
ટોરન્ટ પાવર: વાર્ષિક ચોખ્ખો નફો (Consolidated PAT)
નાણાકીય વર્ષ ચોખ્ખો નફો (રૂ. કરોડમાં) વર્ષ દર વર્ષે ફેરફાર.
2024-25 રૂ. 2,851 +58.6% ઉછાળો
2023-24 રૂ. 1,896 -12% ઘટાડો
2022-23 રૂ. 2,165 +36% ઉછાળો
2021-22 રૂ. 1,588 +24% ઉછાળો
2020-21 રૂ. 1,284 –
2024-25માં કંપનીના નફામાં 58%થી વધુનો વધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ પાવર સેક્ટરમાં મજબૂત માંગ અને કાર્યક્ષમ જનરેશન છે.
સારા નફાને પગલે કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે શેર દીઠ રૂ. 5નું અંતિમ ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું.
કુલ આવક
કંપનીની કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો (આશરે 89%) ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયમાંથી આવે છે.
2023-24 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 6,529 કરોડ, જે નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 6,038 કરોડ હતી. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની આવક ₹ 27,183 કરોડ રહી, જે નાણાકીય વર્ષ 2022-23માં ₹25,694 કરોડ હતી
અમદાવાદમાં આવક
અમદાવાદ અને ગાંધીનગરની વીજળી માટે ટોરેન્ટ પાવરની આવક મુખ્યત્વે વીજળીની આવક.
અમદાવાદ જનરેશન આવક (કરોડમાં)
2024-25 – રૂ. 1,700+
2023-24 – રૂ.1,534.13
2022-23- રૂ. 1,354.56
2021-22 – રૂ. 1,100+
કુલ આવક
કુલ કોન્સોલિડેટેડ આવકમાં અમદાવાદ, સુરત, દહેજ અને અન્ય રાજ્યોના વિતરણ તથા ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે. જેની કુલ કોન્સોલિડેટેડ આવક (કરોડમાં)
2024-25 – રૂ. 29,165
2023-24 – રૂ. 27,183
2022-23- રૂ. 25,694
2021-22 – રૂ. 14,258
બીજી કંપનીના દર સાથે સરખામણી
દેશમાં અન્ય વીજ કંપનીઓની સરખામણીએ ટોરન્ટ પાવરના ચાર્જ (Tariff) .
ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓ (જેમ કે MGVCL, DGVCL) અને ટોરન્ટ પાવરના બેઝ ટેરિફ દરો સામાન્ય રીતે ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા સમાન સ્તરે રાખવામાં આવે છે. જોકે, મુખ્ય તફાવત FPPPA (Fuel and Power Purchase Price Adjustment) ચાર્જમાં જોવા મળે છે:
ટોરન્ટ પાવર અમદાવાદ અને ગાંધીનગરમાં નાણાકીય વર્ષ 2024-25 માટે ટોરન્ટનો FPPPA ચાર્જ યુનિટ દીઠ આશરે રૂ. 3.51 જેટલો રહ્યો છે.
સરકારી કંપનીઓ માટે આ ચાર્જ યુનિટ દીઠ આશરે રૂ. 2.85થી રૂ. 2.88ની આસપાસ હોય છે.
આમ, ટોરન્ટ પાવરના ગ્રાહકોને ફ્યુઅલ સરચાર્જને કારણે બિલ થોડું ઊંચું આવી શકે છે.
અદાણી પાવર: તાજેતરના ટેન્ડરોમાં અદાણી પાવરે યુનિટ દીઠ રર. 4.08ના ભાવે વીજળી પૂરી પાડવા માટે બિડ જીતી હતી, જે ટોરેન્ટ પાવરની બિડ કરતા ઓછી હતી.
અમદાવાદમાં વીજ દર
અમદાવાદમાં ટોરેન્ટ પાવરના વિજ દર રહેણાંક ગ્રાહકો માટેના દરો નીચે મુજબ છે:
રહેણાંકમાં માસિક વપરાશ (યુનિટમાં) એનર્જી ચાર્જ (પ્રતિ યુનિટ)
પ્રથમ 50 યુનિટ રૂ. 3.20
51થી 100 યુનિટ રૂ. 3.90
101થી 250 યુનિટ રૂ. 4.25
250 યુનિટથી વધુ રૂ. 5.05
ફિક્સ્ડ ચાર્જ (માસિક)
સિંગલ ફેઝ જોડાણના રૂ.25થી રૂ.65 (લોડ મુજબ)
થ્રી ફેઝ જોડાણના રૂ.100થી રૂ.140 (લોડ મુજબ)
ખાસ નોંધ: FPPPA અને ટેક્સ
બિલમાં ઉપરના દરો ઉપરાંત નીચેના ચાર્જ પણ ઉમેરાય છે:
FPPPA – ફ્યુઅલ સરચાર્જ દર દર ત્રણ મહિને બદલાતો રહે છે. હાલમાં તે આશરે રૂ. 2.80થી રૂ.3.50ની આસપાસ પ્રતિ યુનિટ વસૂલવામાં આવે છે.
ઇલેક્ટ્રિસિટી ડ્યુટી (ED) સરકાર દ્વારા ટેક્સ લેવામાં આવે છે.
સુરતમાં દર
સુરતમાં ટોરન્ટ પાવરના વિજ દર (Tariff Rates) ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા નક્કી કરવામાં આવે છે. 1 જૂન 2024થી અમલી બનેલા અને એપ્રિલ 2025 સુધીના ટેરિફ મુજબ રહેણાંક (Residential) ગ્રાહકો માટેના મુખ્ય દરો નીચે મુજબ છે:
માસિક વપરાશ (યુનિટમાં) એનર્જી ચાર્જ (પૈસા/યુનિટ)
પ્રથમ 50 યુનિટ રૂ. 3.20
51થી 100 યુનિટ રૂ. 3.90
101થી 250 યુનિટ રૂ. 4.25
250 યુનિટથી વધુ રૂ. 5.05
ફિક્સ્ડ ચાર્જ (માસિક)
સિંગલ ફેઝ જોડાણના રૂ. 25થી રૂ. 65 (લોડ મુજબ).
થ્રી ફેઝ જોડાણના રૂ. 100થી રૂ. 140 (લોડ મુજબ).
બેઝ એનર્જી ચાર્જ ઉપરાંત, દર મહિને વપરાશ મુજબ ફ્યુઅલ સરચાર્જ 2025-26ના પ્રથમ ક્વાર્ટર માટે આ દર આશરે 11.60 ટકા (એડજસ્ટેબલ) ની આસપાસ વસૂલવાની જોગવાઈ છે.
BPL – ગરીબી રેખા નીચેના ગ્રાહકો માટે પ્રથમ 50 યુનિટ સુધી રૂ. 1.50 પ્રતિ યુનિટનો રાહત દર લાગુ પડે છે.
બિન-રહેણાંક અને ઔદ્યોગિક વપરાશ માટે દરો વપરાશના લોડ અને વોલ્ટેજ મુજબ અલગ હોય છે, જે સામાન્ય રીતે રૂ. 4.50થી રૂ. 5.80 વચ્ચે હોય છે.
સરકારને વીજ વેરો ચુકવે છે
ટોરન્ટ પાવર દ્વારા સરકારને ચૂકવવામાં આવતા વેરા (Tax) મુખ્યત્વે બે પ્રકારના હોય છે: કંપનીનો પોતાનો આવકવેરો (Income Tax) અને ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી (Electricity Duty).
2023-24માં કંપનીનો પ્રોફિટ બિફોર ટેક્સ (PBT) આશરે રૂ. 2583 કરોડ રહ્યો હતો.
કંપની સામાન્ય રીતે 25% થી 30%ની આસપાસ કોર્પોરેટ ટેક્સના દરોને આધીન હોય છે
2024-25 માં કંપનીએ તેની ટેક્સ લાયબિલિટીને ઓપ્ટિમાઇઝ કરવા માટે નવા ટેક્સ રિજીમનો લાભ લીધો છે.
મીટર ભાડું, ટેસ્ટિંગ ફી, અને એપ્લિકેશન ફી પર 18 ટકા જીએસટી વસૂલે છે, જે સરકારમાં જમા કરવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2014-25માં ગુજરાત સરકારે તમામ કંપનીઓ પાસેથી કુલ રૂ. 11 હજાર 741 કરોડ ની આવક વીજ વેરા (Electricity Duty) માંથી મેળવી હતી, જેમાં ટોરન્ટ પાવરના ગ્રાહકોનો મોટો હિસ્સો છે.
સરકારની વીજ વેરા આવક –
ગુજરાત સરકારની વીજ વેરાની આવક રૂ. કરોડમાં
2024-25 રૂ. 11,741 (અંદાજિત)
2023-24 રૂ. 10,630 (સુધારેલો અંદાજ)
2022-23 રૂ. 9,005
2021-22 રૂ. 8,432
2020-21 રૂ. 7,514
ફેબ્રુઆરી 2026 ના એક જ મહિનામાં સરકારે વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. 905 કરોડની આવક મેળવી હતી.
ઇલેક્ટ્રિસિટી ડ્યુટી-
આ વેરો કંપની ગ્રાહકોના બીલ દ્વારા વસૂલીને સીધો રાજ્ય સરકારમાં જમા કરાવે છે.
અમદાવાદ ડિસ્ટ્રિબ્યુશન એરિયામાં માત્ર એક મહિના – એપ્રિલ 2021માં આશરે રૂ. 23.21 કરોડ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી તરીકે સરકારને ચૂકવવામાં આવ્યા હતા. વાર્ષિક ધોરણે આ રકમ સેંકડો કરોડમાં થાય છે.
દંડ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટોરન્ટ પાવરને ઓશન ફ્રેટ પરના GST સંબંધિત કેસમાં આશરે રૂ. 19.28 કરોડ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નાના ટેકનિકલ કારણોસર કંપની પર આશરે રૂ. 2.32 કરોડનો દંડ પણ લાદવામાં આવ્યો હતો.
સરકારની ખરીદી
ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન (GERC) ના તાજેતરના અહેવાલો મુજબ, ટોરન્ટ પાવર માટે સરેરાશ વીજ ખરીદી દર આશરે રૂ. 7.77 પ્રતિ યુનિટ 2023-24 માટે નક્કી કરવામાં આવ્યો હતો.
2022-23માં આ દર રૂ. 4.88 પ્રતિ યુનિટ આસપાસ હતો.
સરકાર જ્યારે ટોરન્ટ અથવા અન્ય ખાનગી ઉત્પાદકો પાસેથી રિન્યુએબલ એનર્જી ખરીદે છે, જે સામાન્ય રીતે રૂ. 2.50થી રૂ. 4ની વચ્ચે હોઈ શકે છે.
ઉનાળામાં વધારાની માંગને પહોંચી વળવા માટે વીજળી ખરીદવામાં આવે, ત્યારે ભાવ યુનિટ દીઠ રૂ. 8થી રૂ.10થી પણ વધુ હોઈ શકે છે.
આંદોલન
અમદાવાદમાં રાજકીય પક્ષો દ્વારા વિરોધ
આમ આદમી પાર્ટીએ જુલાઈ 2020માં અમદાવાદમાં ટોરન્ટ પાવરના ‘ભારે વીજ બિલ’ ના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
એપ્રિલ 2016માં પણ AAP એ ઊંચા વીજ દરો અને ‘રેગ્યુલેટરી ચાર્જ’ સામે સુરત અને અમદાવાદમાં આંદોલન કરવાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ દ્વારા માર્ચ 2026માં અમિત ચાવડા દ્વારા નાગરિકોના હિત માટે ‘જન આંદોલન’ ની વાત કરવામાં આવી છે, જેમાં કંપની દ્વારા મચાવવામાં આવતી ‘લૂંટ’ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
2020માં યુથ કોંગ્રેસ દ્વારા એક પિટિશન ચલાવવામાં આવી હતી જેમાં કોરોના સમયના ૩ મહિનાના બિલ માફ કરવા અને સિક્યોરિટી ડિપોઝિટ એડજસ્ટ કરવા માંગ કરવામાં આવી હતી.
2020માં લોકડાઉનમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ટોરન્ટ પાવરની ઓફિસ પાસે લોકોએ એકઠા થઈને ભારે વીજ બિલનો વિરોધ કર્યો હતો.
2020માં અમરાઈવાડીના રહીશોએ કંપની સામે મોટા પાયે બિલના મુદ્દે પ્રદર્શન કર્યું હતું.
2020માં અમદાવાદના રતનપોળ માર્કેટના વેપારીઓએ દુકાનો બંધ હોવા છતાં આવેલા મોટા બિલ સામે વિરોધ નોંધાવ્યો હતો.
2013માં કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંસ્થાએ કોલસાના ખર્ચનો બોજો ગ્રાહકો પર નાખવા સામે GERC માં ફરિયાદ કરી હતી.
2026માં ‘રેગ્યુલેટરી ચાર્જ’ ની વસૂલાત સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી (PIL) કરવામાં આવી હતી, જેના કારણે કોર્ટે વસૂલાત પર મનાઈ હુકમ આપ્યો હતો.
મીટર રીડિંગ લીધા વિના અંદાજિત બિલ આપવા સામે ગ્રાહકોમાં રોષ રહ્યો છે.
બાકી લેણાં માટે અચાનક વીજળી કાપી નાખવા સામે અનેક કાનૂની ફરિયાદો થઈ છે.
જીએસટી (GST) અથવા અન્ય જૂના ચાર્જ ખોટી રીતે વસૂલવા સામે વારંવાર વાંધો ઉઠાવવામાં આવે છે
કોંગ્રેસ
2018માં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલની આગેવાની હેઠળ ટોરેન્ટ પાવર કંપની દ્વારા ગ્રાહકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે તે અંગે ધરણાં યોજવામાં આવ્યા હતા. ટોરેન્ટ કંપની દ્વારા છુપા ચાર્જીસ અને વીજ વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. જે રેલી કાઢી દેખાવો કરાયા હતા. જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઘવાયા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
અગાઉ આમ આદમી પક્ષ દ્વારા આંદોલન કરાયું હતું. પણ પછી રહસ્યમય રીતે આગળ વધારવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
10 માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવર સામે હલ્લાબોલ, સાઇન બોર્ડ તૂટ્યા
શહેરીજનો પાસે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે જે લાભ અમદાવાદ ઇલેકટ્રીસીટી કંપની (એઇસી)માં ગ્રાહકોને મળતા હતા તે લાભા આજે ટોરેન્ટ પાવરમાં મળતા નથી.
અમદવાદ શહેર કોંગ્રેસ દ્વારા ચાલુ બીલ સાઇકલથી આ માંગણીઓ અમલમાં મુકવાની અપીલ કરવામાં આવી છે.
શું છે લૂંટ
– ફિક્સ ચાર્જ રૂ.130 લેવામાં આવે છે. જે મુંબઈ અને પુના જેવા શહેરો કરતાં રૂ.50થી 80 વધું છે. અમદાવાદમાં પણ રૂ.50 ફીક્સ ચાર્જ લેવામાં આવે.
– સામાન્ય માણસને સમજાય તેવી ભાષામાં બિલ બનાવવું જોઈએ.
– જુના મીટરના સ્થાને નવા મીટર લગાવવામાં આવે છે તેનાથી ગ્રાહકને શું ફાયદો થવાનો છે. તે જાહેર કરવું.
– પ્રતિ યુનિટ ચાર્જમાં ઘટાડો કરો.
– બિલ બે માસના બદલે એક જ માસનું આપવું.
– અમદાવાદમાં 0થી 50ના ગુણાંકમાં યુનિટની ગણતરી થાય છે તેના બદલે અન્ય રાજ્યોની જેમ 0થી 100ના ગુણાંકમાં યુનિટ દાખલ કરવા.
– ટોરેન્ટનો વાર્ષિક અહેવાલ અખબારોમાં જાહેર કરવો. નફામાંથી જાહેર કામ માટે વાપરવો.
– બીપીએલ માટે વધારાની ગ્રાહક યોજના જાહેર કરવી.
– એક વખત જોડાણ કપાય તો બીજી વખત લેવાનું થાય ત્યારે નવી ડિપોઝીટ લેવી નહીં. ગ્રાહકની સર્વિસ બંધ કરવાની પ્રથા બંધ કરવી.
– મુદતની અંદર બિલ ભરે તો તેને અગાઉની જેમ 5 ટકા રીબેટ ફરીથી શરૂ કરો.
– ડીપોજીટ પર વ્યાજ જાહેર કરવું.
કોંગ્રેસના રાજેશ સોનીએ પણ નારોલમાં આવું જ આંદોલન કર્યું હતું.
વળતર
2026માં હાઇકોર્ટે 30 વર્ષ જૂના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. 1991માં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ટીવી કેબલ નાખતી વખતે 132 કેવી હાઇ ટેન્શન લાઇનમાં સ્પાર્ક થતા એક યુવાનનું મોત થયુ હતું. યુવકની માતાએ વીજ કંપનીઓની ગંભીર બેદરકારી ગણાવી વળતરનો દાવો કર્યો હતો. ટ્રાયલ દરમિયાન માતાનું નિધન થયું હતું. માતાની જગ્યાએ ભાઇ-બહેનને વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. સિટી સિવિલ કોર્ટે વીજ કંપનીઓની બેદરકારી ગણાવીને 1.90 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સામે ટોરેન્ટ પાવર અને GEB દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. બંને કંપનીઓએ જવાબદારી એક બીજા પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
સુરતમાં વિરોધ
સુરતમાં ટોરન્ટ પાવર સામેના વિરોધ અને ફરિયાદો મુખ્યત્વે ઊંચા બિલ, ચાર્જિસમાં વધારો, અને વહીવટી પદ્ધતિઓ સાથે જોડાયેલા છે.
ટોરન્ટ પાવર દ્વારા વારંવાર કરવામાં આવતા ફ્યુઅલ સરચાર્જ અને રેગ્યુલેટરી ચાર્જિસના વધારા સામે સુરતના નાગરિકો અને સંસ્થાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવે છે. ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ પણ ટેરિફ પિટિશન સામે વાંધો ઉઠાવતી હોય છે.
કંપની દ્વારા બાકી લેણાં વસૂલવા માટે પાવર સપ્લાય કાપી નાખવાની પદ્ધતિ સામે ગ્રાહક અદાલતમાં અનેક ફરિયાદો થાય છે. એક કિસ્સામાં, ગેરકાયદેસર રીતે પાવર કાપી નાખવા બદલ કન્ઝ્યુમર કોર્ટે ટોરન્ટ પાવરને રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
સુરતના વરાછા, કતારગામ અને સિંગણપુર જેવા વિસ્તારોમાં વારંવાર મેન્ટેનન્સ માટે લાંબા સમય સુધી વીજળી બંધ રાખવા સામે લોકોમાં ભારે રોષ જોવા મળે છે.
વરાછા જેવા ગીચ વિસ્તારોમાં ટોરન્ટની મીટર પેટીઓમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓને કારણે સલામતી અંગે ગંભીર ફરિયાદો ઉઠી છે.
આમ આદમી પાર્ટી અને અન્ય સ્થાનિક સંગઠનો દ્વારા વીજ દરોના વધારા સામે વારંવાર ધરણા અને રેલીઓનું આયોજન કરવામાં આવે છે.
વિજ વધારો
સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસાનો વધારો ઝીંક્યો હતો. જ્યારે ટોરેન્ટે 2.36 ટકા સાથે 15 પૈસાનો વધારો કર્યો હતો.
ભાવ વધારો
2019માં ભાવ વધારો માંગ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21 માટે વીજળીના દરમાં પ્રતિ યુનિટ 21 પૈસાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. TPL એ પ્રતિ યુનિટ ઉર્જા ચાર્જમાં 15 પૈસા અને ફિક્સ્ડ/ડિમાન્ડ ચાર્જમાં 6 પૈસાનો વધારો કરવાની માંગ કરી હતી.
કંપનીએ અમદાવાદ અને ગાંધીનગરના ગ્રાહકો પાસેથી બે વર્ષ માટે પ્રતિ યુનિટ રૂ. 35 પૈસા નિયમનકારી ચાર્જ વસૂલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
સરકારી વીજ કંપનીઓએ ટેરિફમાં કોઈ વધારો નહીં કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વીજ કાપ
ટોરન્ટ પાવર સામાન્ય રીતે અમદાવાદમાં શિડ્યુલ પાવર કટ ત્યારે જ રાખે છે જ્યારે કોઈ મોટા મેન્ટેનન્સ અથવા લાઇન શિફ્ટિંગનું કામ કરવાનું હોય. કંપની કોઈ એક સાથે આખા શહેરમાં લાંબો પાવર કટ મૂકતી નથી, પરંતુ વિસ્તાર પ્રમાણે કામગીરી કરે છે.
દર વર્ષે મે અને જૂન મહિનામાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વારાફરતી 4 થી 6 કલાકનો પાવર કટ રાખવામાં આવે છે.
2022 અને 2023માં કેટલાક કિસ્સાઓમાં પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં કેબલ ફોલ્ટને કારણે અચાનક 2થી 8 કલાક સુધી વીજળી ગુલ થઈ હતી.
અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ મોટું શહેર વ્યાપી ગ્રીડ ફેઇલ્યોર થયું નથી, જેના કારણે 24 કલાક વીજળી મળે છે. પાવર મિનિસ્ટ્રીના રેટિંગ મુજબ, ટોરન્ટ પાવરનો ASAI (Average Service Availability Index) ખૂબ જ ઊંચો છે. અમદાવાદમાં 99.9 ટકા સમય વીજળી ઉપલબ્ધ રહે છે.
ચોરીના મીટર
2026માં ટોરેન્ટ પાવરના અમરાઈવાડી, દાણીલીમડા, બહેરામપુરા અને જમાલપુર સહિતના વિસ્તારોમાં માથાભારે લોકોએ મીટરની ચોરી કરીને તેને ગેરકાયદે અન્ય સ્થળે જોડાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવાનું મોટુ કૌભાંડ ચાલે છે.
રોકાણ
અમદાવાદના ટોરેન્ટ પાવરે પીપાવાવમાં આ જ વર્ષમાં 2000 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ કરવા કરાર કર્યો હતો અને તેમાં 8000 કરોડ રૂપિયાનું માતબર મૂડીરોકાણ હતું.
પાવરગ્રીડ
ટોરેન્ટ પાવર ગ્રીડ લિમિટેડની સ્થાપના 25 ઓગસ્ટ, 2005 ના રોજ થઈ હતી. તેમાં વસંતલાલ અંબાલાલ શાહ, ઈન્દુ શેખર ઝા, જિનલ સુધીરભાઈ મહેતા, પ્રદીપ કાંતિલાલ પરીખ, દીપક કુમાર સિંહ, પરવિંદર સોહી બેહુરિયા, રોબિન સુભારમણ્ય, રોબિન કુંવરમ, અને દિગ્દર્શકો છે.
પ્રદૂષણ
અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપના 362 મેગાવોટના થર્મલ પાવર – કોલસા આધારિત પ્લાન્ટને અવગણ્યો હતો. જેણે સુરત – અમદાવાદ શહેરના કુલ વાયુ-પ્રદૂષણમાં 66% જેટલો ફાળો આપ્યો હતો.
ટોરન્ટ પાવરના સત્તાવાર ડેટા મુજબ, સાબરમતી પ્લાન્ટની 362 MW ક્ષમતામાં આશરે 12 મેટ્રિક ટન ફ્લાય એશ અને 21 મેટ્રિક ટન પોન્ડ એશનો સ્ટોક જાળવવામાં આવે છે.
રાખનો ઉપયોગ સિમેન્ટ, ઈંટો, હાઈવે અને ફ્લાયઓવરના પુરાણ માટે કરવામાં આવે છે.
CAG – કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલ મુજબ, અમદાવાદ શહેરના કુલ હવામાં રહેલા પ્રદૂષિત તત્વો (PM, NOx અને SO2)માં ટોરેન્ટ પાવર પ્લાન્ટનો હિસ્સો આશરે 66% જેટલો નોંધાયો છે.
2018-19 ના ડેટા મુજબ, અમદાવાદના કુલ 69,123 કિલો પ્રતિ દિવસના ઉત્સર્જન લોડમાંથી ટોરન્ટ પાવર એકલો આશરે 45,794 કિલો ઉત્સર્જન કરતો હતો.
2014 થી 2019 દરમિયાન કંપનીએ આશરે 1.92 લાખ મેટ્રિક ટન ફ્લાય એશનો સાબરમતી નદીના કિનારા અને અન્ય વિસ્તારોમાં અયોગ્ય રીતે નિકાલ કર્યો હતો. જેનાથી પર્યાવરણને નુકસાન થયું હતું.
2024 માં કંપનીનું કુલ કાર્બન ઉત્સર્જન આશરે 6.77 અબજ કિલો CO2e નોંધાયું હતું.
કંપની નિયમિતપણે પર્યાવરણીય પાલન અહેવાલો GPCB અને MoEF ને સુપરત કરે છે.
પ્રદૂષણ ઘટાડવા રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધારી રહી છે, જે હાલમાં તેની કુલ ક્ષમતાના આશરે 61 ટકા સુધી પહોંચ્યો છે.
સુરતમાં સુરતમાં ટોરન્ટ પાવર સુરતમાં કંપનીનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ શહેરની અંદર કાર્યરત નથી. સુરતમાં ટોરન્ટ પાવરના કારણે થતું સીધું પ્રદૂષણ અમદાવાદની સરખામણીએ ઘણું ઓછું છે.
સુરતની પાસે સુજેન અને ઉતરાણ પાસે મુખ્યત્વે ગેસ આધારિત પાવર પ્લાન્ટ ચલાવે છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2024માં તેમનું કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન આશરે 6.67 મિલિયન ટન CO2e હતું, જે મુખ્યત્વે ગેસ પ્લાન્ટ્સમાંથી થાય છે. જોકે, આ ઉત્સર્જન કોલસા કરતા 50-60% ઓછું પ્રદૂષણ ફેલાવે છે.
ટોરન્ટ પાવર હવે સુરત અને આસપાસના વિસ્તારોમાં ગ્રીન એનર્જી (સોલર અને વિન્ડ) પર વધુ ધ્યાન આપી રહી છે.
પક્ષોને પૈસા
2024-25માં કુલ રૂ.3826 કરોડ પક્ષોને અપાયા હતા. જેમાં 82 ટકા પૈસા ભાજપને અપાયા હતા.
પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને કુલ 2,180 કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે. ટ્રસ્ટને મુખ્યત્વે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ, ભારતી એરટેલ, અરવિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પાસેથી ભંડોળ મળ્યું હતું. પ્રુડેન્ટે કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી અને ટીડીપીને પણ દાન આપ્યું હતું, પરંતુ તેના કુલ 2,668 કરોડ રૂપિયાના ભંડોળમાંથી લગભગ 82 ટકા એકલા ભાજપને મળ્યા હતા.
2023-24માં રાજકીય પક્ષોને ગુજરાતમાંથી રૂ.404 કરોડમાંથી ભાજપને કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 લોકોએ રૂ. 365 કરોડનું દાન આપ્યું હતું.
ભાજપને 1400 ઉદ્યોગોએ 90 ટકા પૈસા કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ દ્વારા આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું હતું.
નાણાકીય વર્ષ 2004-05 અને 2018-19ની વચ્ચે, રાષ્ટ્રીય પક્ષોને રૂ. 11 હજાર 234 કરોડ કોણ આપી ગયું તે જાહેર કર્યું ન હતું. પણ પછી દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ બાદ રહસ્ય બહાર આવ્યું હતું.
1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024ની વચ્ચે ઉદ્યોગપતિઓએ 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. જેમાં 50 ટકા રકમ ભાજપને અને કોંગ્રેસને માંડ 11 ટકા નાણાં આપ્યા હતા. ટોરેન્ટ જૂથ: 184 કરોડ રૂપિયા આપ્યા હતા.
કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઇઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ, વેલસ્પન અને સન ફાર્માનો સમાવેશ થાય છે. જોકે અહીં ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.
કઈ કંપનીએ કેટલા બોન્ડની ખરીદી કરી
ટોરેન્ટ જૂથ: 184 કરોડ રૂપિયા
વેલસ્પન જૂથ: 55 કરોડ રૂપિયા
લક્ષ્મી મિત્તલ: 35 કરોડ રૂપિયા
ઈન્ટાસ: 20 કરોડ રૂપિયા
ઝાયડસ: 29 કરોડ રૂપિયા
અરવિંદ: 16 કરોડ રૂપિયા
નિરમા: 16 કરોડ રૂપિયા
એલેમ્બિક: 10 કરોડ રૂપિયા
ભાજપને કુલ બોન્ડ ફંડના 47% એટલે કે 6061 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એ બી જનરલ ઈલેક્ટોલ ટ્રસ્ટ દ્વારા રૂ.12.50 કરોડ જેવી જંગી રકમ આપવામાં આવી હતી, પણ કોંગ્રેસને તો માત્ર રૂ.1 કરોડ જ આપવામાં આવ્યા હતા. આમ હવે એક જ પક્ષને પૈસા આપવાનું ચૂંટણી માટે ઉદ્યોગોએ બનાવેલાં ટ્રસ્ટ દ્વારા વલણ વધી રહ્યું છે તે લોકશાહી માટે ગંભીર ખતરા રૂપ માનવામાં આવે છે.

ગુજરાતી
English





