ગુજરાતમાં બોર્ડની પરીક્ષાના દિવસોમાં ઓછામાં ઓછા લગ્નો ગોઠવાયા છે. પરીક્ષા સમયે લગ્નમાં લોકો આવી શકતા ન હોવાથી આવું થયું છે. પરીક્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં લગ્નની મોસમ બંધ રહી છે. આવું પરંપરાગત રીતે થઈ રહ્યું છે. પણ હવે આદિવાસી પ્રજામાં પણ પહેલી વખત સામૂહિક રીતે નક્કી કરાયું છે.
નર્મદા જિલ્લાનાં ૭૧ આદિવાસી ગામોએ ઠરાવ કર્યો છે કે, બોર્ડની પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી એકપણ લગ્ન પ્રસંગ નહીં થાય. ગત વર્ષે જિલ્લા શિક્ષણનું સ્તર ખૂબ નીચું રહ્યું હતું. જેમાં એક કારણ સમાજમાં લગ્ન પ્રસંગો બોર્ડની પરીક્ષા દરમિયાન આવતા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.
સારૂં પરિણામ ન મળતા એક બે ટ્રાયલ આપે અને પછી ભણવાનું છોડી દઈને મજૂરી કામમાં લાગી જાય છે. ગરુ઼ડેશ્વર તાલુકાનાં રહીશોએ ગયા વર્ષે એક જનરલ બેઠક કરી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, અત્યાર સુધી આપણે વિદ્યાર્થીઓની પરીક્ષા સમયે જ લગ્નનાં મુહર્ત કાઢતા હતાં. હવે વેકેશનમાં જ લગ્ન પ્રસંગો રાખવામાં આવશે.