એક મહિનામાં કોરોનાના દર્દીઓની સંથ્યા ગુજરાતમાં 25 લાખ સુધી હોઈ શકે છે. તેથી તેમને તમામને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા મુશ્કેલ બનશે. અમદાવાદમાં 25 મે 2020 સુધીમાં એક લાખ દર્દીઓ હશે. આ માટે સરકારી કે સંસ્થાગત સાધનો ટાંચા પડવાના છે.
તેથી આવા દર્દીઓ માટે ઘર એ જ તેમની હોસ્પિટલ બનાવી દેવી જોઈએ એવું ઘણાં લોકો માનતા થયા છે.
એમ પી શાહ કેન્સર હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેક્ટર અને સિનિયર પ્રેક્ટિશનર ડો. પંકજ શાહ રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને સંભાળવા વિશે એક મેડિકલ પ્રેક્ટિશ્નર તરીકે મારુ સ્પષ્ટ પણે માનવું છે કે,
- asymptomatic corona પોઝિટીવ પેશન્ટ ને એમના ઘરમાં જ એક રૂમમાં strictly qurantine કરો.
2.બધા જ asymptomatic corona positive પેશન્ટસ ને આપણે admit કરીને નાહકનું હેલ્થકેર infrastructure ઉપર આપણે ભારણ વધારી રહયા છીએ.આ facilities serious patients માટે spare રાખીએ એ patients ના હિતમાં છે.
3.વળી, એના લીધે medical અને paramedical સ્ટાફ corona positive થઈ રહ્યો છે,જેને આપણે quarantine કરવા પડે છે.અત્યારે અત્યંત જરૂરી એવો આપણો elite force આ રીતે વેડફી રહ્યા છીએ.
4.આપણે આ કોઈ પણ તકલીફ વગરના patients ને હોસ્પિટલમાં દાખલ કરીને આપીએ છે શું?
5.કોરોનાની કોઈ definative treatment તો છે નહીં…!! આપણે એમને બીજું કોઈ infection ન થાય તે માટે azithromycin ની ટેબ્લેટ, તાવ માટે crocin જેવી paracetamol ની ટેબ્લેટ અને hydroxy chloroquine અને વિટામિન સી આપીએ છીએ. જે ટ્રીટમેન્ટ ઘેર પણ provide કરી શકાય.
5.સવાર સાંજ એમનું monitoring video calling થી પણ કરી શકાય.
6.વળી, private મોટી હોસ્પિટલોના ચાર્જીસ સાંભળીને પ્રજામાં એક negative perception બંધાઈ રહ્યું છે એને આપણે ઝડપથી નિર્મૂળ કરવું પડશે.
7.આવનારા દિવસોમાં-મહિનાઓમાં લગભગ બધાને વહેલા મોડા કોરોના infection લગભગ આવવાનું જ છે. આપણે જેટલા ઝડપથી આ રોગ સામે પોતાની વ્યક્તિગત રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરી શકીએ એટલી ઇશ્વરની આપણી ઉપર કૃપા…..
8. કોરોના નું ઇન્ફેકશન જેને પણ લાગે છે તેમાંથી 80% લોકોને તો તે રોગના કોઈ લક્ષણો દેખાવાના જ નથી. જ્યારે બીજા પંદર ટકા કેસમાં માત્ર ત્રણ, ચાર કે પાંચ દિવસ શરદી-ખાંસી થઈ આ ઇન્ફેકશન મટી જવાનુ છે. માત્ર બેથી ત્રણ ટકા કેસમાં જેની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે ,કે જેને ડાયાબિટીસ બ્લડપ્રેશર કે અન્ય કોઈ immuno compromised state વાળી બીમારી છે તેમને(તેમાંય બધાને નહીં જ) વેન્ટિલેટર ની જરૂર પડવાની છે. આથી,આ રોગ સામે સાચી માહિતી પૂરી પાડીને સૌનેજેટલી ઝડપથી નિશ્ચિંત બનાવીએ એ એટલું સૌ માટે લાભપ્રદ છે.
9. આવનારા દિવસોમાં જ્યારે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ઘણી બધી(in thousands) થશે ત્યારે આપણે કોરોના positive દરેક પેશન્ટને સ્વભાવિક રીતે એડમિટ નહીં કરી શકીએ, અને તે સમયે તેમને તેમના ઘેર જ ‘Home qurantine’ કરવા પડશે.
10.તો શા માટે આ માટેનો નિર્ણય અત્યારે જ લઈને પ્રજામાં એક પ્રકારનું જે ભય અને ચિંતાનું વાતાવરણ(હોસ્પિટલમાં 15 દિવસ દાખલ થવું પડશે ) સૌને માનસપટ ઉપર જોવા મળે છે તેને આપણે ઘણા બધા અંશે હળવું કરી શકીશું.
આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને આપણે આપણા ક્ષેત્રની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર અમારી નીતિ ઘડવી જોઈએ.
કોણ છે પંકજ શાહ
કેન્દ્ર સરકારે પદ્મ એવોર્ડ કેન્સરના નિષ્ણાત ડો. પંકજ શાહને આપ્યો છે. તેઓ તબીબ સાથે સેવાયજ્ઞી છે.
ડો. પંકજ શાહે ગુજરાત કેન્સર સોસાયટી અને સદવિચાર પરિવારમાં તબીબી ક્ષેત્રે સામાજિક સેવા કરવાની જે તક મળી હતી. ઓન્કોલોજી ક્ષેત્રના ડો. ટી. બી. પટેલે ફિઝિશિયન પંકજ શાહની ટેલેન્ટની કદર કરી જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા મોકલ્યા હતા. ત્યારે આ ક્ષેત્રમાં માત્ર ફક્ત બે જ અન્ય તબીબો હતા. આજે સમગ્ર દેશમાં ૩૦૦થી વધુ તજજ્ઞો કેન્સર ક્ષેત્રમાં છે. જે પૈકી ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું શ્રેય કેન્સર સોસાયચી સંસ્થાને સાંપડ્યું છે.
તેમના પત્ની ડો. પ્રવીણાબહેન, જયકૃષ્ણભાઈ, અરવિંદભાઈ, પ્રશાંત કિનારીવાલા અને પંકજભાઈ પટેલે ભરપુર મદદ કરી હતી. તેમણે ગુજરાત કેન્સર સોસાયટી એક શ્રેષ્ઠ સંસ્થા બનાવી છે.