સજીવ ખેતીનું પ્રમાણપત્ર આપવા માટે ગુજરાતમાં બે એજન્સી નક્કી કરાઈ, સરકારની એજન્સી મરવા પડી

ગાંધીનગર, 7 મે 2021

ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતોમાંથી 90 ટકા ખેડૂતો પાસે કોઈ પ્રમાણપત્ર નથી કે તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. એપેડા દ્વારા મોંઘા પ્રમાણપત્રો આપવામાં આવે છે પણ તે ખેતરોમાં જઈને પ્રમાણિત કરેલા હોતા નથી. તેથી સજીવ ખેતી કરતાં ખેડૂતો હવે પોતાના ગ્રહકોને ખાતરી કરાવવા માટે પ્રમાણિત ખેત પેદાશો બતાવી શકે એવી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઈ છે.

એપેડા – કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ નિકાસ વિકાસ સત્તામંડળ પ્રમાણપત્ર આપવાનું કામ કરે છે.

કેન્દ્રના કૃષિ વિભાગના ગાઝીયાબાદના રાષ્ટ્રીય જૈવિક ખેતી કેન્દ્ર દ્વારા સજીવ ખેતીને પ્રમાણિત કરવા કામ કરે છે. પીજીએસ સર્ટીફિકેશન માટે ગુજરાતમાં બે એજન્સી નક્કી કરવામાં આવી છે. જેમાં એક આણંદની સૃષ્ટી અને કચ્છની અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટની પસંદગી થઈ છે. આ બે સંસ્થાઓ પાસેથી ખેડૂતો પોતાના ખેતરની તપાસ કરાવીને ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર મેળવી શકશે. ભારતમાં આવી 51 સંસ્થાઓ પસંદ કરવામાં આવી છે. તે પહેલા 654 રીજોનીયલ એજન્સી હતી. હવે તેની કડક તપાસ કરીને 54 એજન્સી કરી નાંખી છે. કેન્દ્ર સરકારને ટ્રાન્ફરંસ ડેટા જોઈએ છે. તેથી આવું પગલું લીધું છે.

અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ પાસે 2536 ખેડૂતો અને 12 હજાર એકર જમીન પર ઓર્ગેનિક ખેતી કરતાં નોંધાયેલા છે. પીજીએસમાં ખેડૂતોને ફાયદો છે. સ્થાનિક ગ્રાહકો અને વિદેશમાં નિકાસમાં ફાયદો થશે.

ગુજરાત સરકરા સજીવ ખેતી માટે હેક્ટરે 2.45 લાખ સહાય આપે છે. જેમાં હવે આ પ્રમાણપત્ર મહત્વનો ભાગ ભજવશે.

નાના ખેડૂતો પાસે પોતાના ગ્રાહકોને બતાવવા માટે ઓગ્રેનિક સર્ટીફિકેટ હોતા નથી. પ્રુફ નથી હોતા. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે આવા પ્રમાણપત્રો હોવા જરૂરી છે. હાલ એપેડા દ્વારા રૂપિયા 1થી 1.5 લાખ સુધીની ઊંચી ફી લઈને ખેત પેદાશ અને ફેક્ટરીની પ્રક્રિયા વાળી પેદાશો માટે સર્ટીફિકેટ આપવામાં આવે છે. જે નાના ખેડૂતો લઈ શકતા નથી.

ગુજરાત સરકારની એક એજન્સી અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં છે. ગોપકા નામની સરકારી એજન્સી પ્રમાણપત્રો આપે છે. જેમાં માત્ર 195 ખેડૂતો નોંધાયેલા છે. આ એજન્સી  ટર્મીનેટર થઈ હતી. ખેતર પર જઈને સજીવ ખેતી જોવા ન જાય અને તેને સર્ટી આપી દેવામાં આવતા હતા. સ્ટાફ ન હોવાના કારણે આમ થતું હતું. ખરેખર તો ગુજરાત સરકારે આ સંસ્થાને મજબૂત કરીને તેના દ્વારા કામ લેવું જોઈએ. ખાનગી લોકો ઉપરાંત સરકારની આ સંસ્થાને પણ જવાબદારી સોંપવામી જરૂર છે.

ફરજિયાત ઈન્સપેક્શન રિપોર્ટ લેવો પડશે. જીપીએસ લોકેશન દ્વારા જ તેની તપાસ કરી મેચ કરવા પડે છે. ગૃપ ફાર્મિંગ બનાવીને તેને ફાયદો થાય છે.

ગુજરાતમાં સુરેન્દ્રનગર, કચ્છ, ડાંગ જિલ્લો આખો, વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના તમામ ખેડૂતો 100 ટકા ઓર્ગેનિક જાહેર થયેલા છે.

ઓર્ગેનિક સેજ પ્રા. લી. કંપનીના ડાયરેક્ટર રાહુલભાઈ કાછડે છે. જેમણે ખેડૂતોના ગૃપ બનાવીને સજીવ ખેતી અંગે કામ કર્યું છે જે ખેડૂતોના જૂથોમાં

વૈદિક ઓર્ગેનિક ફાર્મર્સ ગૃપ અમરેલી

અમરાવતી ઓર્ગેનિક ફાર્મર ગૃપ અમરેલી, ભાવનગર

કામધેનું ઓર્ગેનિક ફાર્મર ગૃપ જૂનાગઢ/પોરબંદર .

મહારાણા પ્રતાપ ઓર્ગેનિક ફાર્મર ગૃપ જૂનાગઢ

ચરોતર પ્રાકૃતિક ખેતી આણંદ

સાવલી પ્રાકૃતિક ખેતી વડોદરા

અમીધારા ઓર્ગેનિક ફાર્મર ગૃપ સુરત

ધરમપુર આમ ઉત્પાદક સંઘ વલસાડ

વલસાડ આમ ઉત્પાદક સંઘ વલસાડ

ગીરનાર જૈવિક આમ ઉત્પાદક સંઘ ગીર સોમનાથ

સાસણ આમ ઉત્પાદક સંઘ ગીર સોમનાથ

તાલાલા આમ ઉત્પાદક સંઘ ગીર સોમનાથ

વસુંધરા ઓર્ગેનિક ફાર્મર ગ્રુપ ભાવનગર/બોટાદ

 

આ કંપની દ્વારા નોંધાયેલા કુલ 52 ખેત પેદાશોના  121૩9.62 એકર જમીન પર 2.47 લાખ ક્વીન્ટલ ઉત્પાદન થાય છે.

ક્રમ પાકનું નામ વિસ્તાર (એકર) – ઉત્પાદન (ક્વિન્ટલ)

1 કેસર કેરી 565૩.૩5 – 61292.45

2 ઘઉં 1282.81 – 165૦1.8૩

૩ હાફૂસ કેરી 742.4૦ – 121૩6.7૦

4 મગફળી 677.45 – 5419.6૦

5 કપાસ 546.૦૩ – 8474.7૦

6 રાજાપુરી કેરી 52૦.4૦ – 5૦76.1૦

7 કેરી 472.58 – 7491.5૦

8 ડુંગળી 4૩1.55 – ૩6881.૩8

9 ચણા 288.૩5 – 28૩8.૩૩

1૦ જામફળ 2૩4.58 – 1૩85૦.૦૦

11 લીંબુ 2૦૦.૩૦ – 8749.4૦

12 રીંગણ 155.75 – 1274૩.24

1૩ દાડમ 12૦.8૦ – 568૦.૦૦

14 જુવાર 116.5૩ – 5૩7.96

15 શેરડી 78.92 – 188૩2.72

16 ધાણા 74.85 – ૩16.46

17 જીરું 7૦.78 – 246.66

18 ડાંગર 52.૦8 – 8૩૩.2૦

19 કેળા 41.૩5 – 7845.64

2૦ બોર ૩4.8૩ – ૩૩75.૦૦

21 ભીંડો ૩4.78 – 1૩91.૦૦

22 મકાઈ ૩૩.૦6 – ૩64.4૩

2૩ તુવેર ૩2.85 – 199.55

24 નારિયેળ ૩2.52 – 2694.૦5

25 હળદર (ફ્રેશ) ૩૦.૩5 – 2416.97

26 દુધી 19.45 – 272૩.૦૦

27 સીતાફળ 17.12 – 1281.64

28 ટામેટા 14.9૩ – 1155.૦૦

29 અજમા 14.75 – 5૩.45

૩૦ સોયાબીન 1૩.2૦ – 79.2૦

૩1 લસણ 11.56 – 42૦.6૦

૩2 મૂળા 11.45 – 7૦5.૦૦

૩૩ મેથી 11.2૦ – 28.6૦

૩4 કારેલા 1૦.1૩ – ૩24.૦૦

૩5 ગાજર 8.65 – 654.૦૦

૩6 મરચા સુકા 6.49 – ૩69.૩4

૩7 ચીકુ 5.75 – 8૦5.૦૦

૩8 આમળા 4.88 – 5૦.8૦

૩9 ઇસબગોલ 4.4૩ – 16.82

4૦ જુવાર (ઘાસચારા) ૩.58 – 562.6૦

41 ડ્રેગન ફ્રુટ ૩.5૦ – 12.૦૦

42 ગુલાબ 2.58 – 67.૦8

4૩ સુર્યમુખી 2.46 – 8.9૦

44 શક્કરટેટી 2.4૩ – 14૦.૦1

45 કલોંજી 2.૩5 – 1૦.2૦

46 પપૈયા 2.૩5 – 1૦78.7૦

47 સરગવો 2.25 – 25૦.૦૦

48 બ્રાહ્મી 2.૦૦ – 57.6૦

49 વરીયાળી 1.25 – 5.6૦

5૦ રાઈ ૦.9૦ – 48.8૦

51 તરબૂચ ૦.76 – 75.89

52 મકાઈ ઘાસચારો ૦.૦5 – 4.૦8

કુલ 121૩9.62 – 247176.77

સૃષ્ટિ સંસ્થા

ગુજરાતની બીજી ખાનગી કંપની આણંદની સૃષ્ટિ ઓર્ગેનિક્સ છે. જે દક્ષિણ ગુજરાતના 15 હજાર ખેડૂતોને તાલીમ આપીને તેમની સાથે સજીવ ખેતી અંગે જોડાયેલી છે. સુગંધિત પાકો ઉપર તેમની સારી પકડ છે. તેઓ પણ ખેડૂતોને સજીવ ખેતી અંગે પ્રમાણપત્રો આપવાનું કામ કરશે. કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા આ બન્ને કંપનીઓને કામ આપવામાં આવ્યું છે.

ગુજરાત સરકારે પોતાની ગોપકો એજન્સીને મજબૂત બનાવીને ખાનગી કંપનીઓ સાથે હરીફાઈ કરવી જોઈએ. ગુજરાત સરકારે સજીવ ખેતી નીતિ બનાવી છે. ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવી છે. પણ ખેડૂતો સજીવ પાક લે છે કે કેમ તે અંગે નક્કી કરવા માટેની વર્ષોથી ચાલતી સંસ્થાને મજબૂત કરવા તૈયાર નથી.