ભાજપના નેતાઓ દેશના નેતાઓ ભ્રષ્ટાચાર ઘટ્યો હોવાના બણગાં ફુકતાં રહે છે. પણ ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સ -2019માં કંઈક જુદી જ બાબત સામે આવી છે. આ યાદીમાં ભારતમાં મોદી સરકારના શાસનમાં 2018 કરતાં 2019માં ભ્રષ્ટાચાર વધ્યો હોવાની બાબત સામે આવી છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે તમામ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિને લઈને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં 180 દેશોની યાદી જાહેર કરી છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો
ગ્લોબલ ભ્રષ્ટાચાર કરપ્શન ઇન્ડેક્સ-2019 (વૈશ્વિક ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક-2019) હેઠળ 180 દેશોની યાદી જાહેર કરાઈ છે, જેમાં ભ્રષ્ટાચાર મામલે ભારતનો 80મો ક્રમાંક છે.
ભારત 2018માં 79 ક્રમાંકે, 2017માં 81માં ક્રમાંકે જ્યારે 2016માં 79માં ક્રમાંકે હતું. 180 દેશોની આ યાદીમાં ડેનમાર્ક પહેલા નંબરે છે. આ દેશમાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો છે.
ભારતનો 100માંથી 41 સ્કોર રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે 80માં રેન્ક પર ભારત-ચીન સિવાય ઘાના, બેનિન અને મોરક્કો જેવા દેશ છે.
સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળા દેશોમાં ડેનમાર્ક ટોચ પર છે. ન્યૂઝીલેન્ડ તેની સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે.
આ સિવાય ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિટઝરલેન્ડ અને નૉર્વેનો નંબર આવે છે. પાડોસી દેશ પાકિસ્તાનની રેન્કિંગ 120 રહી છે. જેનો સ્કોર 32 છે.
પાડોસી દેશોની વાત કરીએ તો ભૂટાન એકમાત્ર દેશ છે, જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. ભૂટાન 68 પોઈન્ટ સાથે 25મીં રેન્કિંગ પર છે.
બાકી અન્ય દેશોની સ્થિતિ ભારત કરતા પણ ખરાબ છે. શ્રીલંકા 93માં, નેપાળ 113, માલદીવ-મ્યાનમાનર 130 અને બાંગ્લાદેશ 146માં નંબર પર છે.
વૈશ્વિક રેકિંગમાં સોમાલિયા સૌથી નીચલા 180માં નબર પર છે. આ પહેલા દક્ષિણ સૂડાન, સીરિયા,યમન વેનેઝૂએલા અને સૂડાન જેવા દેશ છે.