નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે કોરોવાઇલ ટેબલેટ બનાવી

સુરત, 13 મે 2020

નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં “કોરોવાઇલ ટેબલેટ” બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે.

કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિસ કર્મચારીને વિનામૂલ્યે આપવાની શરૂઆત આવી છે. સતત સાત દિવસ સુધી દવા વિતરણ કરવામાં આવશે.
કુલ 6000 જેટલા પોલીસ સ્ટાફ અને પેરામિલેટ્રી ફોર્સને કોરોવાઇલ ટેબલેટ વિતરણ કરવા માટે પોલીસ દ્વારા નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલને પ્રશંસાપત્ર પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.