વિદ્યાર્થીઓ ‘ વંદે ગુજરાત ’ ચેનલ DD ફ્રી ડીશ પર ભણે છે

http://gujarat-education.gov.in/TextBook/Textbooks/new-syllabus2020.htm

ધોરણ- ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ મુખ્ય વિષયનો અભ્યાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ  બોર્ડની ‘You Tube’ ચેનલમાં ઘરે બેઠા નિહાળી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધોરણ – ૯ થી ૧૨ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે. જેને BISAG મારફતે ‘ વંદે ગુજરાત ’ ચેનલ નં. ૯ થી ૧૨ પર પ્રસારિત થાય છે. જે DD ફ્રી ડીશ પર નિહાળી શકાય છે.

બોર્ડની You Tube ચેનલ ( GSHSEB )માં આ ધોરણોના પ્રકરણ વાર મુખ્ય વિષયોના તજજ્ઞો દ્વારા તૈયાર કરેલ વિષય વસ્તુની સમજ કેળવાય તેવા શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરાયા છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ નિહાળી શકે છે .

હાલમાં સમગ્ર દેશમાં COVID-19 ના આ સંક્રમણમાં જયારે દેશમાં લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓ કે જેઓ રાજ્ય સરકારના માસ પ્રોમોશનના નિર્ણય અનુસાર ધોરણ – ૮ના વિદ્યાર્થીઓ ધોરણ-૯માં,ધોરણ-૯ના વિદ્યાર્થીઓ ધોરણ-૧૦માં અને ધોરણ -૧૧ના વિદ્યાર્થીઓ ધોરણ -૧૨માં પ્રવેશ મેળવેલ છે.જેથી તેઓ નવા ધોરણનો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે બોર્ડની You Tube ચેનલ ( GSHSEB )માં જઈને મુખ્ય વિષયોમાં પ્રકરણવાર એપિસોડમાં અભિવ્યક્ત કરવામાં આવેલ વિષય વસ્તુનો અભ્યાસ કરી શકશે અને વારંવાર મહાવરો કરી શકશે .

વધુમાં રાજ્ય સરકાર દ્વારા પાઠયપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ પાઠ્યપુસ્તકોની સોફ્ટ કોપી પાઠ્યપુસ્તક મંડળની http://gujarat-education.gov.in/TextBook/Textbooks/new-syllabus2020.htm વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેનો પણ ઉપયોગ કરીને આ સમય ગાળાનો સદઉપયોગ કરી શકાય તેમ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.