શાકાહારી ગુજરાત હવે અનાજ છોડીને લીલા રસદાર ફળ, શાક, ભાજી ખાવા તરફ જઈ રહ્યું છે, કાચું ખાવ અને તંદુરસ્ત રહો

ગાંધીનગર, 13 ઓગસ્ટ 2020

ગુજરાતના ખેડૂતો માંગ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરતાં હોય છે. જે વસ્તુની માંગ ઓછી થઈને ભાવ નીચે જતાં રહે તે વસ્તુ ઓછી ઉગાડે છે. આવું અનાજમાં થઈ રહ્યું છે. અનાજની સામે લીલા શાકભાજી અને ફળની ભારે માંગ ઊભી થતાં હવે તેનું વાવેતર અને ઉત્પાદન વધારી રહ્યાં છે. ખેતીનો ટ્રેન્ડ બતાવે છે કે લોકો અનાજ જેવા સુકા પદાર્થો ખાવાના બદલે લીલા, લચીલા, રસદાર, ફળ અને શાકભાજી ખાવા તરફ વળી ગયા છે.

શાકાહારી એટલે કે માત્ર વનસ્પતિઓમાંથી મળતાં પાન, ફળ, ફુલ કે મૂળ માંથી પોતાનો રાંધ્યા વગરનો કાચો ખોરાક તરીકે ઉપયોગ કરે. શાકાહાર ભોજન ભોજનને જલ્દી પચવામાં મદદ કરે છે. સાથે તે મગજને સચેત રાખી તેને બુદ્ધિમાન બનાવે છે. શાકભાજીઓમાં ઘણાં આવશ્યક તત્વો જેવા કે વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટ, એમીનો એસિડ વગેરે રહેલા હોય છે જેનાથી અનેક ઘાતક બીમારીઓથી બચી શકાય છે. રોગ દૂર કરવા માટે હવે રાંધ્યા વગરના શાકભાજીનો વપરાશ વધી રહ્યો છે.

અનાજનો વપરાશ ઘટ્યો, લીલોતરી વધી   

ગુજરાતમાં હવે અનાજ 400 ગ્રામ માથાદીઠ ખવાય છે. તેની સામે લીલા શાકભાજી 530 ગ્રામ અને ફળ 390 ગ્રામ ખેતરોમાં પેદા થવા લાગ્યા છે. આમ 400 ગ્રામ અનાજની સામે 1000 – એક કિલો – ગ્રામ શાકભાજી, મસાલા, શેરડી, ફળ  ખાવામાં આવી રહ્યાં છે. ગુજરાતના લોકો હવે શાકાહારીમાંથી વેજાહારી બની રહ્યાં. અનાજના બદલે હવે લાલીશાક અને ફળ વધું ખાઈ રહ્યા છે. ગુજરાતમાંથી ફળ બહાર ઓછા જાય છે પણ આયાતનું પ્રમાણ બે ગણું છે. જેમાં ખજુર, નાળિયેર, સફરજન વગેરે મોટા પ્રમાણમાં આયાત થાય છે પણ નિકાસ ઓછી થાય છે. તેની સાથે ગણવતરી કરવામાં આવે તો ગુજરાતના લોકો પહેલા અનાજ વધું ખાતા હતા હવે અનાજ ઓછું કરીને તાજી વસ્તુઓ વધું ખાઈ રહ્યાં છે કે પેદા કરી રહ્યાં છે.

20 વર્ષની સરખામણી

2001માં માથાદીઠ ફળનું ઉત્પાદન 46.98 કિલો વર્ષે હતું અને માથાદીઠ રોજનો વપરાશ 129 ગ્રામ હતો. આજે તે વધીને 390 ગ્રામ થયો છે. અઢી ગણા વધું ફળ ખવાય છે. આવું જ શાકભાજીનું છે. શાકભાજી 65.98 કિલો વર્ષે એક માણસ વાપરતો હતો. જે રોજનું 181  ગ્રામ 2001માં વપરાતા હતા, જે આજે 2020માં 530 ગ્રામ શાકભાજી રોજ વાપરે છે. આમ શાકભાજી અને ફળ ખાવા તરફ ગુજરાત જતું રહ્યું છે. જે કુદરતી આહાર માટેની દોડ જોવા મળે છે.

આમ ગુજરાત માથાદીઠ વર્ષે 787.25 કિલો ખેતરમાં વસ્તુ પેદા કરે છે, જે રોજનું લોકો દ્વારા વપરાતું અથવા ઉત્પાદીત થતું હોય એવી 2.15 કિલો પેદા થાય છે અથવા વાપરે છે.

કઈ વસ્તુનો કેવો વપરાશ થઈ રહ્યો છે –

192.92 કિલો શાકભાજી વર્ષમાં ખાય છે. રોજનું 530 ગ્રામ શાકભાજી પકવે છે.

141.93 કિલો વર્ષ ભરના ફળ પકવે છે. રોજના 390 ગ્રામ શાકભાજી પકવે છે.

12.68 કિલો મસાલા પાક પકવે છે, જે રોજના 35 ગ્રામ મસાલા થાય છે.

143.51 કિલો અનાજ અને કઠોળ વર્ષે પકવે છે, જે રોજના 393 ગ્રામ અનાજ-કઠોળ વપરાય છે. જેમાં અનાજ તો વર્ષે 127.20 કિલો જ ખવાય છે. 348 ગ્રામ અનાજ અને 16.31 કિલો કઠોળ ખવાય છે.

102.52 કિલો તેલિબિયાં વર્ષે પકવે છે, જે રોજના 281 ગ્રામ વાપરે છે.

23.01 કિલો કપાસ વર્ષે પકવે છે, જે રોજના માથાદીઠ 63 ગ્રામ કાપડ માટે વપરાય છે.

165.28 કિલો શેરડી પેદા કરીને માથા દીઠ રોજની 453 ગ્રામ શેરડી ખાંડ અને ગોળ બનાવવા વાપરે છે.

5.40 કિલો તમાકુ માથાદીઠ પેદા થાય છે તે રોજના માથાદીઠ 15 ગ્રામ તમાકુનો વપરાશ છે.