ગામના પીવાના પાણીના કૂવામાં દવા અને દારૂં કોણ ભેળવી ગયું ?

પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ નાખી પાણી દૂષિત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી પાણી દૂષિત કરતા પંચાયત દ્વારા ગ્રામજનોને ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પડાયું લોક ડાઉન તેમજ જાહેર નામનો ભંગ કરાયો હતો. કૂવામાં કોઈક અજાણ્યા ઈસમ દ્વારા કૂવામાં (મેડિકલ વેસ્ટ) ઇન્જેક્શન દવાની બોટલનો તેમજ દારૂની બોટલ નાખી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે અને પાણી કેટલા અંશે દૂષિત થયું છે.

તે પીવા લાયક પાણી છે કે કેમ તે પાણીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાણીનો પીવામાં ઉપયોગ ન લેવા પાણીના ટેન્કર વડે પિપલોદ ગામમાં અલગ-અલગ વિસ્તારમાં અને સોસાયટીઓમાં પીવાનું પાણી આપવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનો પાણી નહીં મળે તેમ ધક્કામુક્કી કરી મોઢા પર માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવ્યું ના હતું

અને પંચાયત દ્વારા જે પાણી આપવામાં આવ્યો તે કયા બોરમાંથી અને કયા કૂવામાંથી આપવામાં આવ્યું અને તે પાણી ના સેમ્પલ લઈ તેની તપાસણી કરવામાં આવી હતી કે કેમ તેવા પણ અનેક સવાલ ઉઠવાર પામ્યા છે. પીપલોદ ગામમાં જ્યારે પીવાના પાણીના ટેન્કર ફરતા હતા ત્યારે ગ્રામ પંચાયતના તલાટી પણ હાજર ન હોવાનું ગ્રામજનો દ્વારા કહેવાઈ રહ્યું છે.