What were the predictions before the massive devastation in Gujarat after the monsoon? गुजरात में मानसून के बाद भारी तबाही से पहले क्या अनुमान लगाए गए थे?
અમદાવાદ, 30 ઓક્ટોબર 2025
ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. ચોમાસાની વિદાય પછી પડેલા કમોસમી વરસાદથી ભારે તબાહી ખેડૂતોની થઈ છે. અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ખેતરમાં રહેલા પાક મોટા ભાગે ખરાબ થઈ ગયો છે. વરસાદની હવામાન વિભાગની આગાહી છતાં કૃષિ કે મહેસુલી વિભાગે ખેડૂતોને ચેતવ્યા ન હતા. બીબીસી દ્વારા સતત કહેવામાં આવી રહ્યું હતું કે, વરસાદ પડશે છતાં ખેડૂતો પણ સાવધ રહ્યા ન હતા. કલેકટરની પહેલી જવાબદારી હતી કે તેમના વિસ્તારના ખેડૂતોને વરસાદ પડવાની અખબારી જાહેરાત કરે. પણ તેઓ પ્રધાનો અને સરકારના એક્સને ફોરવર્ડ કે રી ટ્વીટ કરવામાંથી બહાર આવ્યા નહીં જેના કારણે ઓછામાં ઓછું રૂ. 18 હજાર કરોડનું નુકસાન થયું હોવાની શક્યતા છે.
ગુજરાતમાં આ વર્ષે બહુ સારો વરસાદ પડ્યો છે અને રાજ્યના એક પણ ભાગમાં વરસાદની ઘટ નથી. દક્ષિણ ગુજરાતમાં સરેરાશની તુલનામાં 123થી 135 ટકા વરસાદ પડ્યો છે. આ વર્ષે સરેરાશ 118 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 150 ટકા વરસાદ પડ્યો છે.
ચોમાસામાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 121 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 117 ટકા અને સૌરાષ્ટ્રમાં 108 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. સાઉથ ગુજરાતમાં 123 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે અને હજુ પણ નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં નિયમિત વરસાદ પડ્યો છે.
પૂર્વ ગુજરાતમાં 117 ટકા વરસાદ પડી ગયો છે.
ડેમ
સરકારના ડેટા પ્રમાણે ગુજરાતનાં જળાશયોમાં સરેરાશ 98 ટકા પાણી ભરાયેલું છે. રાજ્યનો સૌથી મોટો ડૅમ સરદાર સરોવર 100 ટકા છલકાઈ ગયો છે. ઉત્તર ગુજરાતના 15માંથી આઠ ડેમ છલકાયેલા છે જ્યારે મધ્ય ગુજરાતના 17માંથી 14 ડૅમ અને દક્ષિણ ગુજરાતના 13માંથી 12 ડેમ છલકાઈ ગયા છે. કચ્છના 20માંથી 10 ડૅમ છલકાયા છે. સૌરાષ્ટ્રના 141માંથી 85 ડેમ છલકાઈ ગયા છે.
ગુજરાતમાં ચોમાસાએ સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વિદાય લઈ લીધી. છતાં ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડતો રહ્યો.
આગાહી
29 ઑક્ટોબર 2025
ગુજરાતની વધુ નજીક આવી સિસ્ટમ. હજી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.
29 ઑક્ટોબર 2025
વાવાઝોડું ડિપ્રેશન ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે.
28 ઑક્ટોબર 2025
સૌરાષ્ટ્ર કચ્છ વાવાઝોડું ડિપ્રેશન. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાત પર ખતરો, આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા.
27 ઑક્ટોબર 2025
વરસાદ ચોમાસું વેધર વાવાઝોડું ડિપ્રેશન સૌરાષ્ટ્ર કચ્છ, ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, સિસ્ટમે વળાંક લીધો, સીધી રાજ્ય તરફ આવશે.
26 ઑક્ટોબર 2025
આંધ્ર પ્રદેશમાં મોંથા વાવાઝોડું, ગુજરાતમાં દરિયાકિનારે વરસાદ, બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ. દરિયામાં બનશે ચોમાસા પછીનું બીજું વાવાઝોડું, ફૂંકાશે ઝડપી પવન.
25 ઑક્ટોબર 2025
સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં આજથી ફરી શરૂ થશે વરસાદ, કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ.
24 ઑક્ટોબર 2025
અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત તરફ આવશે, ચાર દિવસ સુધી પડશે વરસાદ, ભારે વરસાદની આગાહી.
23 ઑક્ટોબર 2025
ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી
21મી ઑક્ટોબરે પણ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પણ પડી શકે છે.
22 ઑક્ટોબર 2025
ગુજરાતમાં ચોમાસાએ સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વિદાય લઈ લીધી છે. આમ છતાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
22 ઑક્ટોબર 2025
ગુજરાતમાં હવામાન, બંગાળની સિસ્ટમ, અરબ સાગરમાં ડિપ્રેશન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન,
આગામી દિવસોમાં ફરી વરસાદ થશે?
20 ઑક્ટોબર 2025
ગુજરાત સહિત દેશભરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી ચાલી રહી છે ત્યારે તહેવારોના દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદ નથી.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન મુજબ ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે.
અમદાવાદમાં સોમવારે દિવાળીના દિવસે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસથી આસપાસ રહેશે.
16 ઑક્ટોબર 2025
અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ આગળ વધી રહી છે .
20 ઑક્ટોબર 2025
દિવાળીના તહેવારોમાં ગુજરાતના આ ચાર જિલ્લામાં વરસાદની આગાહી.
15 ઑક્ટોબર 2025
અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી વરસાદ પડશે.
14 ઑક્ટોબર 2025
ગુજરાતમાં હજુ આગામી દિવસોમાં પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છ ડિપ્રેશન સાઉથ ગુજરાત
ગુજરાતમાં દિવાળી અગાઉ વરસાદની આગાહી.
11 ઑક્ટોબર 2025
હિંદ મહાસાગરમાં સર્જાશે નવી સિસ્ટમ, દિવાળીમાં ગુજરાત તરફ આગળ વધશે.
9 ઑક્ટોબર 2025
અરબી સમુદ્ર પર વાવાઝોડું શક્તિ સર્જાયું હતું જે નબળું પડી ગયું છે, પરંતુ તેની અસર તરીકે એક લો પ્રેશર એરિયા રચાયો છે. સમુદ્રની સપાટીથી આ એરિયા 5.8 કિમીની ઊંચાઈએ આવેલો છે. હવે તે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધે અને આગામી 12 કલાકમાં લો પ્રેશરમાં નબળું પડી જાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં હવે કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી કારણ કે ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. છતાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
9 ઑક્ટોબર
વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ગુજરાતમાં 118 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો, હજુ વરસાદની આગાહી.
8 ઑક્ટોબર 2025
વાવાઝોડું શક્તિ’ અરબી સમુદ્રમાં મજબૂત બન્યું, ગુજરાત પર થશે અસર.
5 ઑક્ટોબર 2025
વાવાઝોડું શક્તિ, અરબી સમુદ્રમાં આગળ જઈ ગુજરાત તરફ વળાંક લેશે.
5 ઑક્ટોબર 2025
ગુજરાત પાસે અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સર્જાયું.
5 ઑક્ટોબર 2025
અરબ સાગરમાં સર્જાશે વાવાઝોડું.
5 ઑક્ટોબર 2025
ગુજરાત પાસે અરબી સમુદ્રમાં સર્જાયું વાવાઝોડું, આગામી બે દિવસમાં બનશે ગંભીર ચક્રવાત.
4 ઑક્ટોબર 2025
ગુજરાતમાં હજી સાત દિવસ સુધી પડશે વરસાદ, અરબી સમુદ્રમાં મજબુત બનેલી સિસ્ટમ.
3 ઑક્ટોબર 2025
ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ, સૌરાષ્ટ્ર પર રહેલી સિસ્ટમ સ્થિર થઈ.
2 ઑક્ટોબર 2025
ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે, ક્યા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
1 ઓક્ટોબર 2025
સૌરાષ્ટ્ર પર સિસ્ટમ. ગુજરાત પર પહોંચી સિસ્ટમ. ગુજરાતમાં પડશે ભારે વરસાદ,
30 સપ્ટેમ્બર 2025
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પહોંચી. ગુજરાતમાં આજથી કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, નવરાત્રિના અંતિમ દિવસોમાં જળબંબાકારની આગાહી.
29 સપ્ટેમ્બર 2025
બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી, ગુજરાતમાં હજુ કેટલા દિવસ ભારે વરસાદ પડશે.
28 સપ્ટેમ્બર 2025
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે? બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર થશે.
25 સપ્ટેમ્બર 2025
ગુજરાતના કયા કયા જિલ્લામાં ચાર દિવસ વરસાદ પડશે. નવરાત્રિમાં ભારે વરસાદ પડશે.
ગુજરાતી
English




