White Roads or White Lies – BJP closed white roads of Bengaluru, CM Bhupendra Patel and Amit Shah started in their areas, सफेद सड़कें या सफेद झूठ – बीजेपी ने बंद की बेंगलुरु की सफेद सड़कें, मुख्यमंत्री भूपेंद्र पटेल और अमित शाह ने अपने क्षेत्रों में की शुरुआत
દિલીપ પટેલ
અમદાવાદ, 21 જુન 2021
20 જુન 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મત વિસ્તાર બોડકદેવના મેમનગર ગુરુકુળ પાસે AMC દ્વારા ‘વ્હાઈટ ટોપીંગ’ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા સફેદ રોડનું લોકાર્પણ કર્યું હતું. બોડકદેવ વોર્ડ અને થલતેજ વોર્ડમાં ગુરૂકુલથી તીર્થનગર સોસાયટી સુધી વ્હાઈટ ટોપીંગ પદ્ધતિથી કોન્ક્રીટ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. ઇકો ફ્રેન્ડલી પ્રકલ્પો તેમના વિસ્તારમાં આવી રહ્યાં છે.
તેની સામે ભાજપની જ સરકારે બેંગલોરમાં જ્યાં સફેદ માર્ગો સૌથી પહેલા બનેલાં છે ત્યાં સફેદ માર્ગોનું કામ બંધ કરાવી દીધું છે.
ડામર રોડ રિસરફેશ રૂપિયા 1450 પ્રતિ ચોમી ખર્ચ છે. વાઇટ ટોપિંગ પાછળ રૂપિયા 1600 પ્રતિ ચોમી ખર્ચ આવે છે. ડામર રોડ બેજથી જ નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2450 ખર્ચ આવે છે. વાઇટ ટોપિંગ બેજથી નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2600 ખર્ચ આવે છે.
CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં 1500 મીટર લાંબો, 7.5 મીટર પહોળો રોડ 9 કરોડનો થયો છે. થલતેજ તથા બોડકદેવ વોડમાં આવેલા ગુરુકુળ રોડનો નવેસરથી વાઈટ ટોપિંગ પદ્ધતિથી ગુજરાતમાં સૌપ્રથમ છે. અહીં સફેદ માર્ગ બની ગયા પછી ગટરના પાણી ઉભરાતાં આ સફેદ રોડ તોડવો પડ્યો હતો.
4 મહિના રોડ બનાવતા થયા હતા. 4 મહિના એક તરફનો માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. રોડ બનીને તૈયાર થઈ ગયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરના કારણે ફરી તેને ખોદીવામાં આવ્યો હતો. કોર્પોરેશન તેમજ ભાજપ કાર્યાલયમાં લોકોએ અનેક વખત ફરિયાદ કરી તો કંઈ ન થયું. ચૂંટણી સમયે મત માંગવા દોડી આવતાં કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં દેખાયા ન હતા.
2020માં અમદાવાદ શહેરમાં 25 હજાર ખાડા પડવાની ઘટના બની હતી. એટલા નબળા માર્ગો બન્યા હતા. 10થી 20 વર્ષ ન તૂટે એવા દાવા સાથે સિમેન્ટ અને બીજી સામગ્રીથી સફેદ માર્ગ બનાવવાનું શરૂ કરાયું હતું. આવા 3 સફેદ માર્ગો બન્યા હતા. તે ત્રણયે માર્ગો તોડવા પડ્યા હતા. મ્યુનિ.એ અત્યાર સુધી બનાવેલા ત્રણેય વ્હાઈટ ટોપિંગ રોડ વિવાદમાં આવી ગયા હતા. કરોડોનું આંધણ થયું હતું. મુખ્ય પ્રધાન ભપેન્દ્ર પટેલના મત વિસ્તારનો માર્ગ પણ તોડવો પડ્યો હતો.
હવે ઈસનપુરમાં 2.50 કરોડના ખર્ચે ભાજપના માર્ગ સમિતિના ઉપાઅધ્યક્ષે પોતાના ઘરની સામે જ વ્હાઈટ ટોપીંગ માર્ગ જુન 2023માં બનાવી દીધો હતો. ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાના ચાર રસ્તા સુધી તેમજ ઇસનપુર આલોક સોસાયટીથી સિદ્ધિ બંગલા સુધીના માર્ગ છે.
ગુજરાતમાં પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરમાં રૂ. 20.39 કરોડના ખર્ચે બેંગલોરની જેમ ત્રણ વ્હાઈટ ટોપીંગ રસ્તા તૈયાર કરવાનું 2022માં નક્કી કરાયું હતું. ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાના જંકશનનો 2.7 કિ.મીનો રોડ, ગુરુકુળ રોડ અને તેને જોડતા રોડ એમ કુલ મળીને 2.15 કિ.મી.નો રોડ તથા આલોક બંગલોઝથી સિધ્ધિ બંગ્લોઝ સુધીનો 0.55 કિ.મી.નો રોડ મળીને કુલ 5.40 કિ.મી.નો રોડ આ પધ્ધતિથી બનાવવામાં આવ્યા હતા. સરવાળે ડામર અને કોંક્રિટ બંને રસ્તાઓ કરતા આનો ખર્ચ પણ સસ્તો પડે છે.
ફાયદા
પ્રકાશ પ્રતિબિંબ વધારીને રાત્રે દ્રશ્યતા વધારે છે. વાહન સલામતી સુધારે છે. વિજળીની 20-30 % બચત કરે છે. પેવમેન્ટ ડિફ્લેક્શન ઘટાડી વાહનોના ઇંધણનો 10-15 % ઓછો વપરાશ કરે છે. ઉત્સર્જનમાં ઘટાડો કરે છે. એક્સેલન્ટ સરફેસ ડ્રેનેજ હોય છે. બેટર લાઈટ રિફ્લેક્શન આવે છે. ડામર રોડ કરતા આયુષ્ય લાંબું હોય છે.10થી 20 વર્ષ સુધી ટકશે. ઉનાળામાં ઠંડા રહેશે. ખાડા ન પડવાની ગેરન્ટી છે. વ્હાઇટ ટોપેડ પેવમેન્ટ 100 % રિસાયકલ કરી શકાય તેવું છે. બ્રેકિંગનું અંતર ઓછું કરે છે. રસ્તાઓ વરસાદી પાણી પડે તો ખૂબ ઝડપથી સુકાઈ જાય છે. ડામર કરતાં વધુ સારા અને આરસીસી જેવા સફેદ હોય છે. RCC કરતા અલગ રીતે બનાવવામાં આવે છે. અલ્ટ્રાટેક કંપની દ્વારા સિમેન્ટ અને અન્ય સામગ્રીથી કોંક્રીટ રોડ બનાવવામાં આવે છે. રુસ્ટિંગ, માળખાકીય તિરાડો અને ખાડાઓને અટકાવે છે. સુરક્ષિત અને ઝડપી મુસાફરી પૂરી પાડે છે. ડામર અને કોંક્રિટ બંને રસ્તાઓ કરતા આનો ખર્ચ પણ સસ્તો પડે છે. માત્ર 14 દિવસના ટર્નઅરાઉન્ડ સમય સાથે કોંક્રિટ રસ્તાઓ માટેના ટર્ન અરાઉન્ડ સમય કરતાં વધુ ઝડપી સાબિત થઈ શકે છે.
ભ્રષ્ટાચારને કારમે ચોમાસામાં પુલ અને રસ્તાની હાલત ખરાબ થઈ જતી હોવાથી સફેદ માર્ગ બનાવવાનું નક્કી કરાયું હતું.
રૂ.8.5 કરોડના ખર્ચે બનાવેલો ત્રીજો વ્હાઈટ ટોપિંગ રોડ પણ તોડવો પડ્યો
ગટર લાઈન લીક થતાં બાપુનગરમાં 2.7 કિમીનો રોડ ખોદવો પડ્યો હતો.
ટકાઉ રોડના નામે મ્યુનિ.એ શરૂ કરેલા વ્હાઈટ ટોપિંગ રોડ હવે વિવાદનું કેન્દ્ર બની રહ્યા છે. ગુરુકુળ રોડ પછી અનિલ સ્ટાર્ચ મિલ પાસે બનાવવામાં આવેલો વ્હાઈટ ટોપિંગ રોડ ગટરલાઈન અને પાણીની લાઈનના લીકેજના કારણે તોડી નાખવો પડ્યો હતો. બાપુનગરમાં ત્રિકમલાલ ક્રોસ રોડથી સુહાના હોટેલ સુધી 8.5 કરોડના ખર્ચે 2.7 કિલોમીટરનો વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાયો હતો. મ્યુનિ.ને ધ્યાને આવ્યું હતું કે, અહીં ગટર અને પાણીની લાઈન એક થઈ ગઈ છે. અંતે રિપેરિંગ માટે રોડ ખોલવો પડ્યો હતો. ઈસનપુરમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને ઘર પાસે વરસાદી પાણી ભરાતા હોવાથી રૂ.1.73 કરોડના ખર્ચે આવો રોડ બનાવી દેતાં વિવાદ થયો હતો.
વ્હાઇટ ટોપિંગ રોડમાં એક મીટર બાય એક મીટરના ચોસલા તૈયાર કરાયા હતા. જેને ઉઠાવીને નીચેની યૂટીલિટી લાઇન (પાણી, ગટર સહિતની) યોગ્ય રિપેર કર્યા પછી ફરીથી ત્યાં લગાવી દેવામાં આવ્યા હતા. જેથી રસ્તાને કોઇ નુકસાન થતું નથી. રસ્તો પહેલા જેવો થઇ ગયો હતો.
શહેરના 48 વોર્ડમાં બે મોટા રોડને આ પદ્ધતિથી તૈયાર કરાશે.
અમદાવાદના રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે, તે હવે સમાચાર નથી – તે લાંબા સમયથી ચાલતી મજાક બની ગઈ છે. ચૂંટણી પછી ચૂંટણી, રાજ્યમાં સરકાર બનાવનાર દરેક પક્ષે શહેરના મુસાફરો માટે સારા રસ્તાઓ અને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વચન આપ્યું છે.
બેંગલોરમાં સફેદ માર્ગોના કામ બંધ કરાયા
આવી જ એક ભવ્ય યોજના બેંગલુરુમાં રસ્તાઓ લાંબા સમય સુધી ટકી રહે અને નુકસાન થવાની સંભાવના ઓછી હોય તેની ખાતરી કરવા માટે રસ્તાઓને સફેદ કરવાની હતી. જો કે, કર્ણાટક સરકારે તમામ ભાવિ વ્હાઇટ-ટોપિંગ દરખાસ્તોને અટકાવી દીધી હતી. બેંગલુરુમાં ભૂતકાળના પ્રોજેક્ટ્સની તપાસનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ વ્હાઇટ-ટોપિંગ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને અટકાવ્યો હતો. પ્રથમ બે તબક્કામાં કથિત અનિયમિતતાઓની તપાસનો આદેશ આપ્યો હતો.
એમ કહીને કે તે ખાડાઓના જોખમનો અંતિમ ઈલાજ છે, કારણ કે કોંક્રીટના રસ્તાઓનું આયુષ્ય લગભગ 30 થી 50 વર્ષ હોય છે, ડામરના રસ્તાઓથી વિપરીત, જેને દર ત્રણથી ચાર વર્ષે ડામર કરવાની જરૂર પડે છે.
વ્હાઈટ-ટોપિંગનો મૂળ અર્થ એ છે કે રસ્તાઓ પર સિમેન્ટ અને કોંક્રિટ રેડવું, કોલ ટાર નહીં.
12 રસ્તાઓ ફાળવવામાં આવ્યા હતા અને કુલ 103.60 કિમીના લગભગ 50 અન્ય રસ્તાઓને ટેન્ડરશ્યોર ધોરણોમાં અપગ્રેડ કરવાના હતા.
વર્ષ 2016માં BBMP એ બેંગલુરુમાં કુલ 94.5 કિમીની લંબાઈના રોડનું વ્હાઇટ-ટોપિંગ કરવાનું નક્કી કર્યું. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 986.64 કરોડ હતો. તત્કાલિન JD(S)-કોંગ્રેસ સરકારે બેંગલુરુમાં 89 રસ્તાઓ પર લગભગ 123 કિમીના સફેદ મર્ગોની મંજૂરી આપી હતી – તે પણ રૂ. 1,172 કરોડના ખર્ચે.
આ પ્રોજેક્ટને કારણે મુસાફરો અને નાગરિકોને પણ ભારે અસુવિધા થઈ છે. જે રસ્તાઓની જાળવણી કરવામાં આવી રહી છે તે ખોદવામાં આવે છે. તે ચોમાસામાં ગંદકી બની જાય છે. ત્યાં મોટી માત્રામાં ધૂળ હોય છે. સૌથી ખરાબ – વારંવાર ટ્રાફિક જામ અને અંધાધૂંધી થાય છે. અનેક જગ્યાએ ખાડાવાળા રસ્તાઓ પર મનસ્વી રીતે સિમેન્ટ ઠાલવવામાં આવ્યો છે. રસ્તાઓની ઉંચાઈ ફૂટપાથ કરતા પણ વધી ગઈ છે. અયોગ્ય આયોજનને કારણે આ રસ્તાઓની ડ્રેનેજ સિસ્ટમ પર પણ અસર પડી છે. સફેદ-ટોપવાળા રસ્તાઓમાં વરસાદી પાણી માટે ડ્રેનેજ ચેનલો ન હતી. સારા માર્ગો તોડીને સફેદ માર્ગો બનાવી નાણાંનો વ્યય હતો.
ઘણી જગ્યાએ રસ્તાઓની ઊંચાઈ ફૂટપાથ કરતા વધારે હોય છે. પછી રસ્તાઓમાં અચાનક ખાડા પડી જાય છે કારણ કે કેટલાક રસ્તા ઊંચા છે. કેટલાક રસ્તા નીચા છે. તે એકરૂપ નથી. આ ખતરનાક અને અસુવિધાજનક છે. તે રસ્તાને ઠીક કરવા કરતાં નાણાં ખર્ચવા તરફ વધુ વલણ ધરાવતા પ્રોજેક્ટ તરીકે આવે છે.
બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે (BBMP) તેના ઝડપી રોડ પ્રોજેક્ટના વિસ્તરણને અટકાવશે કારણ કે ટેક્નોલોજી ભાગીદારે ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) ને કન્સલ્ટન્સી ફી ચૂકવી નથી, જે પાઇલટ પછી સંભવિતતા અભ્યાસ કરવા માટે રોકાયેલી હતી. પ્રોજેક્ટના ઈન્દિરાનગર ખાતે તિરાડો ઉભી થઈ છે.
BBMP અનુસાર, IISc એ 23.41 લાખ રૂપિયાની કન્સલ્ટન્સી ફી માંગી, જે અલ્ટ્રા ટેકને ચૂકવવાની હતી. ટેકનિકનો ઉપયોગ કરીને 375-મીટર રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા 250 સ્લેબમાંથી આઠમાં તિરાડો પડી ગઈ છે. આ એવી મોટી તિરાડો નથી કે જેના માટે પ્રોજેક્ટને જ બદલવાની જરૂર પડે. જ્યાં સુધી ટેક્નોલોજીનો સંબંધ છે ત્યાં સુધી વધુ સંશોધનની જરૂર હોવાથી, તેને રોકી રાખ્યું છે. આ વિભાગ ફરી ક્યારેય સફેદ ટોપિંગ સાથે બાંધવામાં આવશે નહીં. તે જેમ છે તેમ જ રહેશે.
બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે (BBMP) એ શહેરમાં 114.46 કિમીમાં ફેલાયેલા 39 વધુ રસ્તાઓને ત્રીજા તબક્કામાં સફેદ કરવા માટે સરકારની મંજૂરી માંગી હતી. જેની અંદાજિત કિંમત રૂ. 1,449 કરોડ હતી. ભંડોળની માંગ કરવામાં આવી હતી.
પ્રોજેક્ટના પ્રથમ બે તબક્કા હેઠળ શહેરમાં લગભગ 143 કિલોમીટરના રસ્તાઓનું કામ પૂરું થયું હતું. પ્રથમ તબક્કામાં રૂ. 972 કરોડના ખર્ચે 94 કિમી, જ્યારે બીજા તબક્કામાં રૂ. 704 કરોડના ખર્ચે 49 કિમી વ્હાઇટવોશ કરવામાં આવ્યા હતા.
ઉંચું ખર્ચ
આ પ્રોજેક્ટની ઊંચી કિંમતને કારણે સમીક્ષા કરવાનો રાજ્ય સરકારનો ઇરાદો હોવા છતાં શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ વ્હાઇટ-ટોપિંગનો આ સૌથી મોટો તબક્કો હશે. આ વર્ષે માર્ચમાં મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ડામર બનાવવાનો ખર્ચ રૂ. 75 લાખથી રૂ. 1 કરોડ પ્રતિ કિમી છે, જ્યારે સફેદ ટોપિંગનો ખર્ચ રૂ. 9-10 કરોડની વચ્ચે છે.
વ્હાઇટ ટોપિંગ એ કાયમી ઉકેલ છે?
2018 થી 2020 ની વચ્ચે, દેશમાં ખાડાના કારણે અકસ્માતોમાં 5626 લોકોના મોત થયા હતા.
પોર્ટલેન્ડ સિમેન્ટ કોંક્રિટ (પીસીસી) વધુ ટકાઉ માનવામાં આવે છે અને તે ખાડા અટકાવે છે.
સફેદ ટીપવાળો રસ્તો વાહનોનું બ્રેકિંગ અંતર ઘટાડે છે, જે તેને સૂકી અને ભીની સપાટીની સ્થિતિમાં સુરક્ષિત બનાવે છે.
શહેરી ઇમારતોમાં એર કન્ડીશનીંગ માટે ઉર્જાનો વપરાશ ઘટાડે છે.
બેંગલુરુ શહેરમાં ડામરના રસ્તાઓનું આયુષ્ય 5 વર્ષ હોય છે.
દેશની ચોથી સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રથમ બે તબક્કામાં શહેરમાં લગભગ 143 કિલોમીટરના રસ્તાઓનું વ્હાઇટવોશિંગ પૂર્ણ કર્યું છે.
પ્રથમ તબક્કામાં રૂ. 972 કરોડના ખર્ચે 94 કિમી, જ્યારે બીજા તબક્કામાં રૂ. 704 કરોડના ખર્ચે 49 કિમી વ્હાઇટવોશ કરવામાં આવ્યા હતા.
ડામરનું કામ 5 દિવસમાં પુરું થાય છે, સફેદ કરવામાં લગભગ 26 થી 28 દિવસનો સમય લે છે. આમાં મિલિંગ, લેવલિંગ, બિટ્યુમિનસ કોંક્રીટ અને ફરજિયાત 21-દિવસની ક્યોરિંગ પિરિયડનો સમાવેશ થાય છે. નવી ટેક્નોલોજી હેઠળ, કોંક્રિટ સ્લેબને સાઇટ પર લાવવામાં આવે છે અને ક્રેન્સનો ઉપયોગ કરીને રસ્તા પર મૂકવામાં આવે છે.
વ્હાઇટ ટોપિંગ ખરાબ અર્થશાસ્ત્ર છે
BBMP એક કિલોમીટરના રસ્તાને સફેદ કરવા માટે રૂ. 9-10 કરોડનો ખર્ચ કરે છે. ડામરના કાળા માર્ગોમાં રૂ. 75 લાખથી રૂ. 1 કરોડ પ્રતિ કિલોમીટરનો ખર્ચ કરે છે.
રોડની વહન ક્ષમતામાં વધારો ન કરતા વ્હાઇટ ટોપિંગની ઉપયોગીતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. મોટી માત્રામાં ધૂળ પેદા કરે છે અને સૌથી ખરાબ રીતે વારંવાર ટ્રાફિક જામ અને અવ્યવસ્થા સર્જાય છે.