कौन विफल रहा? मोदी ने 14 हजार लोगों को जमीन के हक नहीं दिया बल्कि भूपेंद्र पटेल ने दिया, Who failed? Modi did not give land rights to 14 thousand people but Bhupendra Patel did
ગાંધીનગર, 7 મે 2023
કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ધરતીકંપ બાદ અસરગ્રસ્તો માટે બનેલા આવાસના માલિકી હક્કનો જે પ્રશ્ન હતો તે 2022માં રેવન્યુ વિભાગે કરેલી ખાસ જોગવાઇ મુજબ ઉકેલ લાવીને કુલ 14 હજાર જેટલા લાભાર્થીઓને સનદ તથા પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. 22 વર્ષ બાદ સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા.
કચ્છમાં રિક્ટર સ્કેલ પર 7.7ની તિવ્રતાના ધરતીકંપથી 22 હજાર લોકોના મોત થયા હતા. 4 લાખ મકાનો પડી ગયા હતા. 6 લાખ લોકો બેઘર બન્યા હતા.
https://twitter.com/i/broadcasts/1OyJAVykEeMxb
પૂર્વ મુખ્ય પ્રધાનો નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તથા ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારના સમયમાં કચ્છના 2001ના ભૂકંપમાં 22 વર્ષ સુધી કોઈને સનદ મળી ન હતી, ત્યારે 72 ગામના ભૂકંપગ્રસ્ત 10 હજાર લાભાર્થીને સનદ સુપ્રત કરાઈ છે. તેમજ ભુજની રિલોકેશન સાઇટના 3300 લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડ પણ વિતરણ કરાતા ખુશીનો માહોલ સર્જાયો છે. મોદીની આ મોટી નિષ્ફળતા હતી.
કચ્છમાં 72 ગામના ભૂકંપગ્રસ્ત 10 હજાર લાભાર્થીને સનદ સુપ્રત કરાઈ હતી. 2001ના ગોજારા ભૂકંપમાં પુનર્વસનની કામગીરી કરાઇ હતી. જે તે વખતે નવી રિલોકેશન સાઈડો વિકસિત કરાઈ હતી અને લોકોને આવાસો મળ્યા, પરંતુ 22 વર્ષ સુધી સનદ મળી ન હતી, ત્યારે આજે 14 હજાર સનદ તૈયાર થઈ ગઈ છે.
જેમાંથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટોકન રૂપે 20 લાભાર્થીઓને સુપ્રત કરાઈ હતી. કચ્છના 72 ગામના ભૂકંપગ્રસ્ત 10 હજાર લાભાર્થીને સનદ અને ભુજની રિલોકેશન સાઇટના 3300 લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા. વર્ષ 2001માં કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ ઘણા મોટા પાયા પર રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ જતા લોકોને આવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કામગીરી કરવામાં આવી હતી.
સંસ્થાઓ દ્વારા વસાવાયેલા ગામોના ગામતળ નીમ થયા છે, પણ સનદ નથી અપાઇ. મકાનના માલિકો કબજા કિંમત વસૂલ્યા સિવાય તાલુકા વિકાસ અધિકારીએ સનદ આપવાની રહેશે. ખાનગી માલિકીની જમીન બિનખેતીમાં ફેરવાઇ ન હોય તેવા કિસ્સામાં જમીન માલિકો પાસેથી તેમનો હક્ક જતો કરતું સ્વૈચ્છિક રાજીનામું મેળવાયા બાદ મકાનની માલિકી હક્ક આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
જે ગામોમાં સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા છે પણ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી ત્યાં પણ જમીન માલિકો પાસેથી સરકારની તરફે હક્ક જતો કરીને સ્વૈચ્છિક રાજીનામું મેળવાશે ત્યાર બાદ જે તે મકાનની સનદ તેના માલિક કે કબજેદારને આપવામાં આવશે. કેટલાક કિસ્સામાં સરકારી પડતર જમીન પર સંસ્થાઓએ પીડિતોને મકાન બનાવી આપ્યાં છે તેમાં ગામતળ નીમ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે જે સંપન્ન થતાં મકાનનો માલિકી હક્ક આપવામાં આવે છે.
આવાસોને મહેસૂલી દરજ્જો આપવાનો સૈધ્ધાંતિક નિર્ણય સરકારે લીધો હતો. તેવી ટ્વિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. 5/5ના પોતાના વ્યક્તિગત એકાઉન્ટ પર કરીને થોડા સમયમાં ડિલિટ કરી નાખી હતી. જેના પગલે તર્ક-વિતર્ક ફેલાયા હતા. આ ઘટનાના 20 દિવસે મહેસૂલ વિભાગે ધોરણસર પરિપત્ર બહાર પાડ્યો હતો. જ
અભિયાન સંસ્થા દ્વારા ભુજના જીઆઇડીસી હંગામી આવાસમાં 700 જેટલા મકાનો જે તે સમયે બનાવાયા હતા.
સવાલ
કચ્છના ભુકંપપિડીતોને 22વર્ષે પણ પ્લોટધારકોને નવી શરતે સનદ આપવા મુદે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. જિલ્લા પંચાયતના તત્તકાલિન વિરોધપક્ષના નેતા વી.કે.હુબલ ધ્વારા કચ્છમાં ભુકંપ બાદ સંસ્થાઓએ પુનવર્સન કરેલા ગામોને ગામતળ તરીકે તથા મકાન પ્લોટનો કબ્જો આપવા મુદે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે મહેસુલીમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ધ્વારા મકાનોના કબ્જા સોંપવા માટે કાર્યવાહી કરાઈ હતી. તાજેતરમાં મુખ્યમંત્રીનાહસ્તે ભુકંપ પીડીતોને સનદ અપાઈ હતી. અલબત તેમાં પણ અનેક પ્રકારની ખામી રહી છે. નવી શરતે પ્લોટ ફાળવણી કરાશે તો તેમાં કોઈ ફેરફાર કરવો હશે તો તેમાં સરકારની મંજુરીની જરૂરીયાત ઉભી થશે. ભુકંપપીડીતોની હાલાકીમાં વધારો થશે. જે જમીનોમાં ભુકંપ પીડીતોએ મકાનો બનાવેલ છે. તે જમીન સરકારની નહીં પરંતુ સંસ્થાએ અથવા લાભાર્થીઓએ ખરીદી છે. જે બિનખેતી થઈ શકી નથી. આ જમીન સરકારની ન હોવા છતાં જુની શરતથી પ્લોટનો કબ્જો અપતો નથી. જેથી તાત્કાલિક ધોરણે નવી શરત શબ્દ હટાવી જુની શરતે ટાઈટલ કલીયર આપવુંજોઈએ. સરકારે ફાળવેલા પ્લોટે પણ 20 વર્ષે વગર પ્રિમીયમે જુની શરતે ફેરવી દેવામાં આવે છે. તો ભુંકપપીડીતોને 22 વર્ષ પછી પણ જુની શરતે શા માટે પ્લોટ આપવામાં આવતા નથી.