ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી રહ્યા છે

गिर इको सेंसिटिव जोन घोषित कर शेर के नाम पर जमीन का शिकार कौन कर रहा है. Who is hunting land in the name of lions by declaring Gir Eco-Sensitive Zone?
દિલીપ પટેલ 

ગાંધીનગર, 1 ઓક્ટોબર 2024
10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. 650 સિંહ છે જેમાં મોટા ભાગના રક્ષિત જંગલોની બહાર રહે છે.

2016માં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2024માં 40% ઈકો સેન્સેટિવ ઝોનમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ માટે આ ખતરો બની જશે.

ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1 લાખ 84 હજાર 466 હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. અત્યાર સુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિ.મી. વિસ્તારનો ‘ઇકો-સેન્સિટિવ ઝોન’માં સમાવેશ થતો હતો

ઝોનમાં 24 હજાર હેક્ટર વન વિસ્તાર અને 1 લાખ 59 હજાર હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ કરાયો હતો.

પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ હવે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઇકો-સેન્સિટિવ ઝોનમાં ગીર રક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના 196 ગામ તેમજ 17 નદીઓના રીવર કોરિડોર અને સિંહોના અવરજવર વાળા 4 મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી 59 ગામો છે.
અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી 72 ગામો છે.
ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી 65 ગામો છે.

196 ગામોના 24 હજાર 680 હેક્ટર વન વિસ્તાર તથા 1 લાખ 59 હજાર 786 હેક્ટર બિન-જંગલ વિસ્તાર છે.

ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો 1468.16 ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા 10 વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારિત વિગતો ધ્યાને લેવામાં આવી હતી. સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરિડોર તથા રીવર કોરીડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

માઈનીંગ લીઝો અને સ્ટોન ક્રશરો ચાલી રહ્યા છે.

1 વર્ષ પહેલાં જ ઇકો સેન્સીટીવ ઝોન વિસ્તારોમાં ગેરકાયદેસરની 76 ખાણોને લઇ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરાયો હતો. જેમાં આદેશથી નિષ્ણાંતોની કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. જે તપા કરવાની હતી. તે અંગે કોઈ જ વિગતો સરકારે જાહેર કરી નથી.

2015માં ગુજરાત વડી અદાલતમાં જાહેર હિતની અરજી રાજકુમાર સુતરિયા દ્વારા કરાઈ હતી જે 2020માં નિકાલ કરાઈ હતી. સરકારે સોગંદનામું કર્યું હતું. જસ્ટિસ આર.એમ. છાયા અને જસ્ટિસ વી.બી. માયાણીની ખંડપીઠ હતી. ખાણ અને ખનીજ વિભાગે એકમની ખનન માટેની લીઝની કાયદેસરની માન્યતા ચાલુ હોય તે સિવાય કોઇને પણ ગીરના પાણિયા મટિયાલા વન્યજીવ અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં ખનન કામ માટેની મંજૂરી અપાશે નહીં. 67 માઇનિંગ ક્વોરીને અપાયેલી ઓલ ટાઇમ રોયલ્ટી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં માઇનિંગની મંજૂરી આપવાની રહેશે નહીં.

વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટનો અમલ કરવાનો થાય છે. માઈનિંગ લીઝ પૂર્ણ થઈ હોય તેમને બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જુલાઈ 2023માં ગીર ઇકો-સેન્સિટિવ ઝોન 3.32 લાખ હેક્ટર વિસ્તાર રાખવાની જાહેર હિતની અરજી બિરેન પઢ્યા દ્વારા કરાઈ હતી જેમાં માટે નવેસરથી પ્રસ્તાવ રજૂ કરવા સરકારને HCનો આદેશ કરાયો હતો.

હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે ઇકો-સેન્સિટિવ ઝોન મામલે સુપ્રીમ કોર્ટના ટી.એન. ગોદાવર્મનના કેસમાં આપેલા ચુકાદાના આધારે સરકાર નવેસરથી પ્રસ્તાવ કરે એવો આદેશ કરાયો હતો. અહેવાલ ચોથી સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવા કહેવાયું હતું.

રાજ્ય સરકારે અગાઉ એક ડ્રાફ્ટ નોટિફિકેશન કર્યું હતું અને 3 લાખ 32 હજાર હેક્ટર વિસ્તાર ગીર નેશનલ પાર્કમાં ઇકો સેન્સિટિવ ઝોન માટે રખાશે એવું જાહેર કરાયું હતું. ડ્રાફ્ટને પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. દરમિયાન નવો પ્રસ્તાવ કરી જમીનનો વિસ્તાર ઘટાડીને 1 લાખ 17 હજાર હેક્ટર કર્યો હતો.

એવું કારણ હતું કે, ઈકો સેન્સેટીવ ઝોન સામે ધારી સહિત 125 ગામોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

2017નો કાંડ
એમઓઇએફ 2011ની જોગવાઇઓનો પણ ભંગ થતો રહ્યો હતો. 10 કિ.મી. ચો.મી.નો વિસ્તારને ઇકોસેન્સેટિવ ઝોન હતો, ત્યારે 3 લાખ 32 હજાર 881 હેક્ટર જમીન હતી.
અચાનક 10 કિ.મી. ચો.મી.ના વિસ્તારને ઘટાડીને 0.500 કિ.મી. એટલે કે 500 મીટર કરી દેવાયો હતો. જેને કારણે માત્ર 1 લાખ 14 હજાર હેક્ટર વિસ્તાર રહ્યો હતો. 250 તળાવો અને 750 પાણીના સ્ત્રોત વન્ય પ્રાણીઓ માટે હતા. તે ઘટીને 50થી 100 થઈ ગયા હતા. વિસ્તારને નાનો કરી દઇ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલંધન કર્યું હતું. તેથી વડી અદાલતે રાજ્ય સરકાર ઇકો સેન્સેટીવ ઝોનના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

ખાણો
ગીર ઇકો સેન્સિટિવ ઝોનમાં નવો પ્રસ્તાવ અમલમાં મુકાય તો ત્યાં ખાણો ખોદવામાં આવે એવી શંકા હતી. ગીર સોમનાથ વિસ્તારમાં ગેરકાયદે 150 માઇનિંગ ખાણ છે. 2022માં ઇકોસેન્‍સેટીવ ઝોનમાં ચાલતી છ ગેરકાયદેસર ખાણો બંધ કરાવી હતી.

મોત
ફેબ્રુઆરી 2024 સુધીના બે વર્ષમાં 239 સિંહના મોત થયા હતા જેમાં 126 સિંહબાળ હતા. જેમાં 29 સિંહનાં અકુદરતી મોત થયાં છે. જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 સુધી 7 સિંહ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા હતા. લીલીયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહની નોંધપાત્ર સંખ્યા છે. સરકારી આંકડા પ્રમાણે આ વિસ્તારમાં 100 જેટલા સિંહો વસવાટ કરે છે, અને સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી રેલવે લાઇન પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે.

બરડા વાઇલ્ડલાઇફ સેન્કચ્યુઅરીમાં 40 જેટલા સિંહોનું સ્થળાંતર કરવાની યોજના છે.

અમિત જેઠવાની હત્યા
ગીર જંગલને અડીને આવેલા કોડીનાર તાલુકામાં સિમેન્ટ કંપનીએ લાઈમ સ્ટોનની ગેરકાયદે ખનન પ્રવૃતિ ચાલુ કરતા ઘાંટવડ ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. ઘાંટવડ, કંસારીયા, ચીડીવાવ ગામોએ વાંધો લીધો હતો.

ગીર જંગલને અડીને આવેલા ઘાંટવડ, કંસારીયા, નગડલા, જામવાળા, હરમડીયા, એનીલવડ, પીછવા, પીછવી જેવા ગીરના 120 ગામોના વિસ્તારોમાં જમીનમાં ભરપુર લાઈમસ્ટોનનો ખજાનો દટાયેલો પડયો છે. અહીં ખાણ માફીયાઓ દ્વારા ગેરકાયદે લાઈમ સ્ટોન કઢાતો હતો તેથી જાહેર માહિતી અધિકાર કાયદાના ચળવળકાર અમિત જેઠવાએ વાંધો લીધો હતો. આરટીઆઈ કાર્યકરે ગીરની પ્રાકૃતિક સંપ્રદા લુંટાતી બચાવવા અભીયાન ઉપાડયું હતું. 2008માં સરકારે પગલાં લેવા પડ્યા હતા અને 2010માં અમિત જેઠવાની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યામાં ભાજપના સાંસદ દીનુ બોઘા સોલંકી સંડોવાયેલા હતા. આજે આ ગામોમાં ચુનાના પથ્થરોની ખાણો ગેરકાયદે ભાજપના ચોક્કસ નેતાઓ દ્વારા ખોદી કાઢવામાં આવી રહી છે.

રૂપાણીનું કાંડ
20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મી.ની અંદર 3.2375 હેક્ટર (32,375 મીટર) જમીન ખાણ માટે વિજય રૂપાણીએ આપી દીધી હતી. જે ખરેખર તો 10 કિ.મી. સુધીના વિસ્તારમાં આપી શકાય નહીં. તેમ છતાં જ્યાં સિંહ અને જંગલના પ્રાણીઓની વસતી છે ત્યાં શીવ મીનરલ્સને લાઈમ સ્ટોન કાઢવા માટે જમીન આપીને રૂપાણી સરકારે મોટું કૌભાંડ કર્યું હતું. ઘંટવડમાં જમીન આપીને સિંહ સાથે રમત રમી હતી.
રૂપાણી સરકારે જમીન આપીને તેની મંજૂરી આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને ભલામણ પણ કરી હતી.

રિસોર્ટ
ગીર આસપાસ 80 જેવા રિસોર્ટ આવેલા છે. જે મોટા ભાગે ભાજપના નેતાઓના કે તેમના સગાઓના છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પણ રિસોર્ટ બનાવી રહ્યાં છે.

અનાર પટેલ કાંડ
અનાર પટેલનો પણ રિસોર્ટ પ્રોજેક્ટ અહીં હતો. ગીરમાં અનાર પટેલ સાથે સંકળાયેલી તત્કાલિક કંપનીનીને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ રિસોર્ટ માટે મંજરી આપવામાં મદદ કરી હતી. અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ. 900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી, ત્યારે તે રૂ.27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.4000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું પણ તપાસ થઈ નથી.

https://allgujaratnews.in/gj/%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%ab%81/ 

અનાર પટેલ બાદ રૂપાણીનું ગીર જંગલ જમીન કૌભાંડ

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97/ 

ગીરમાં રિસોર્ટને સીલ મારવાનું શરુ થતાં માલિકો ગાંધીનગર પહોંચ્યા

https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%80%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0/ 

આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપાણીએ તપાસનું ફિડલું વાળી દીધું

https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%ab%80%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-900-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c/