- દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીએ જનગમોહનના દરબારમાં હાજર થવું પડ્યું એટલી તાકાત ધરાવે છે
ગાંધીનગર, 12 માર્ચ 2020
વાય. આર. એસ. કોંગ્રેસ પક્ષ – મતલબ – યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરીને અને જગનમોહનનો પાલવ પકડીને સાંસદ બની રહેલાં રિલાયન્સના કિંગ પરિમલ નથવાણી રાજ્યસભામાં જવા તૈયાર થયા છે. તેમણે વાય એસ આર આર પક્ષનો સહારો લેવો પડ્યો તે રહસ્ય તો છે પણ તેમનો ખેસ પહેર્યો છે તે સૌથી મોટો આંચકો રિલાયંસના મુકેશ ધીરૂભાઈ અંબાણીને લાગ્યો નહીં હોય, પણ ધરૂભાઈ જીવીત હોય તો કદાચ કોઈ રાજકીય પક્ષનો ખેસ પહેરવાનો તેમના માણસને સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હોત. જગન રેડ્ડીએ મુકેશ અંબાણીને આંધ્ર પ્રદેશ આવાની ફરજ પાડી હતી. પરીમલ નથવાણી પણ ડરતાં ડરતાં ત્યાં ગયા હતા અને જગનમોહન સાથે બેઠક કરવી પડી હતી. રાજકીય તેનાઓના ક્યારેય પગ નહીં પકડનારા અંબાણી પરીવારે નખવાણીના કારણે શરણાગતિ સ્વિકારીને જનગમોહનના નિવાસ સ્થાને હાજરી પુરાવવા જવું પડ્યું હતું. આટલા શક્તિશાળી જગનમોહન બની ગયા છે. તે દેશના સૌથી મોટા ધનીક વ્યક્તિને પોતાના શરણમાં આવવા ફરજ પાડી શકે એવી તાકાત ધરાવતાં થઈ ગયા છે.
જગન ઈસાઈ ધર્મ પાળે છે અને તેના પર હિન્દુઓનું ધર્માંતર કરાવાનો આક્ષેપ પણ થયેલો છે. એમનો પરિવાર પણ આ પ્રવૃત્તિમાં શામેલ હોવાનું કહેવાય છે. ધર્માંતરણ ન કરાવતા હોય તો પણ ખિસ્ત્રી ધર્મનો ફેલાવો થાય એટલા માટે તો સક્રિય છે જ. એ રીતે તેણે પોતાની મતબેન્ક ઉભી કરી છે, એમ કહી શકાય. નરેન્દ્ર મોદીએ તેને ભરપુર મદદ કરી છે.
કોણ છે રિલાયન્સના કિંગને ટેકો આપનારા જગનમોહન યુવજન શ્રમિક રાયતુ કોંગ્રેસ પાર્ટીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ટેકો આપી રહ્યા છે. ધર્મપરિવર્તન છતાં આરએસએસ તેને ટેકો આપી રહ્યો છે, આથવા તેની સામે બોલવા તૈયાર નથી કારણ કે મોદી રેડ્ડીને મદદ કરી રહ્યાં છે. મુકેશ અંબાણી તેમને મદદ કરી રહ્યાં છે.
ચંદ્રાબાબુને હરાવ્યા
રાજકાણરણમાં જે સીડી ચડતા દાયકાઓ નીકળી જાય એ સફળતાની સીડી જગને એક દાયકામાં જ ચડી લીધી છે. ચંદ્રબાબુ નાયડુના તેલુુગુ દેશમ્ પક્ષની સામે નવા નિશાળિયા ગણાતા વાય.એસ.જગનમોહન રેડ્ડીએ ૧૫૧ બેઠકો જીતીને વિધાનસભામાં સપાટો બોલાવ્યો હતો. આંધ્રમાં રાતોરાત સત્તા પરિવર્તન થઈ ગયું. ભારતના રાજકારણમાં જગનમોહન નામે સાઉથના નવાં સુપરસ્ટારનો ઉદય પણ થયો. તેની વાતો પણ સાઉથની કોઈ ફિલ્મની વાર્તાથી કમ નથી.
જગનમોહન ભોળો ચહેરો અને ઝીણી ઝીણી દાઢી ધરાવતા 48 વર્ષના યેદુગુરી સાંદિનતી જગનમોહન રેડ્ડીએ ધમાકેદાર રીતે પોલિટિક્સમાં એન્ટ્રી કરી છે. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી વખતે આંધ્રમાં સત્તા મેળવવા માટે ચંદ્રબાબુ નાયડુએ વાયઆરએસ કોંગ્રેસના ૨૩ વિધાનસભ્યોને ખરીદી લીધા હતા. આ વખતે તેની સામે માત્ર ૨૩ જ બેઠકો આવી છે.
મુખ્ય પ્રધાનના પુત્ર
૨૦૦૯માં જગનના પિતા વાય.એસ.રાજશેખર રેડ્ડી આંધ્રના મુખ્યમંત્રી હતા. તેઓ કોંગ્રેસના સભ્ય હતા અને એમની તર્જ પર દીકરો જગન પણ કોંગ્રેસનો જ સમર્થક હતો. ૨૦૦૯માં હેલિકોપ્ટર અકસ્માતમાં મુખ્યમંત્રીનું નિધન થયું. એમના સ્થાને સોનિયા ગાંધીના વિશ્વાસુ નેતા કે.રોસૈયાને મુખ્યમંત્રી બનાવી દેવાયા. વિશ્વાસુ હતા, પણ આવડત ન હતી એટલે થોડા સમય પછી વળી બીજા એનાથી પણ નબળા નેતા એન કિરણ કુમાર રેડ્ડીને મુખ્યમંત્રી બનાવાયા.
થોડા વખત પછી જગનમોહને એક શોકયાત્રા શરૂ કરી. કેમ કે પિતા રાજશેખરના મોત પછી લગભગ તેમના સમર્થક હોય એવા સવાસો લોકોએ આત્મહત્યા કરી હતી. જગનમોહને જે લોકોએ આત્મહત્યા કરી હતી એ બધાના ઘરે જઈ મળવાની શરૂઆત કરી. એ સાથે રાજકારણમાં તેના પગલાં નક્કી થઈ ગયા. સોનિયા ગાંધી સંચાલિત કોંગ્રેસને જગનની એ કૂચ માફક ન આવી. ગાંધી પરિવારને જગન સામે વાંધો પડયો. ભલભલા નેતાઓ જ્યાં કોંગ્રેસના દિલ્હી મુખ્યાલયમાં જી-હજૂરી કરતાં હોય ત્યાં નવો સવો જગન સામો પડે એ તો કેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી સહન થાય? આવું જ ગુજરાતમાં થાય છે. કોઈ નવા યુવા જરા પણ રાજકીય રીતે આગળ વધે તો તેમને કોંગ્રેસના નેતાઓ પછાડીને સાબરમતીમાં નાંખી આવે છે.
સોનિયા ગાંધીની ભૂલ
રાજશેખર રેડ્ડીના પત્ની (જગતના માતા) અને દીકરી શર્મીલા રેડ્ડી ૨૦૧૦માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા. સોનિયા ગાંધીએ રાહ જોવડાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જગન જે સાંત્વના યાત્રા કરે છે એ અત્યારે જ બંધ કરાવી દો. મા-દીકરીએ સોનિયા ગાંધીને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમના હાથમાં સત્તા હતી, સમજવાની એમને ક્યાં જરૂર હતી. વાત અઘુરી મુકીને સોનિયા ઉભા થયા અને કહેતા ગયા કે યાત્રા અટકવી જોઈએ. અપમાનિત થઈને મા-દીકરી હૈદરાબાદ રવાના થયા. જગનમોહન ખ્રિસ્તી છે. સોનિયા ગાંધીએ અહેમદ પટેલની કોંગ્રેસને ખતમ કરવાની નીતિના કારણે મદદ કરી ન હતી.
કોંગ્રેસ સામે બગાવત કરી નવો પક્ષ બનાવ્યો
જગનને પણ માત્ર સત્તામાં જ રસ હતો. એ વખતે આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસનું નામોનિશાન ઉખેડવાનું પણ જગને મનોમન નક્કી કરી લીધું હતું. ૨૦૧૦ના ડિસેમ્બરમાં કોંગ્રેસથી અલગ પડીને તેણે નવો પક્ષ સ્થાપ્યો, વાય.આર.એસ.કોંગ્રેસ. અલબત્ત, વાયઆરએસ તેમના પિતાના નામે નથી (પિતા Yeduguri Sandinti Rajasekhara Reddy), પરંતુ તેનો મતલબ યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી એવો થાય છે.
ત્યારે સૌ કોઈએ જગનને છોકરડો માની લીધો હતો અને જગન એકલો શું કરી શકે એવી હવા પણ ફેલાવી રાખી હતી. એ જગન પહેલા કોંગ્રેસને ભારે પડયો, હવે ચંદ્રબાબુ નાયડુને તેણે જ ઘરભેગા કરી દીધા હતા. ચંદ્રબાબુને કાયમી ધોરણે ટેકો આપવા નવરાં કરી દીધા છે. ૨૦૦૯માં પિતાના અવસાન પછી ખાલી પડેલી તેમની જ કડાપા બેઠક પરથી જગને સાડા પાંચ લાખ મતોથી ચૂંટણી જીતી અને પોતાની રાજકીય મહાત્વાકાંક્ષા સ્પષ્ટ કરી દીધી હતી.
કોંગ્રેસના નેતાઓએ પરેશાન કર્યા, જેલમાં ધકેલી દીધા
જગનને અટકાવવા માટે કોઈ પણ રાજકીય નેતા પર થઈ શકે એવો આવક કરતા વધુ સંપતિનો કેસ થયો અને કેન્દ્રની કોંગ્રેસ સરકારે સીબીઆઈ દોડાવી. સીબીઆઈએ સરકારની ચાબુક પ્રમાણે બહુ ઝડપથી કામ કર્યું અને જગનને તુરંત જેલભેગા કરી દેવાયા. નવો-સવો યુવાન એ સંજોગોમાં કોંગ્રેસ જેવા કદાવર પક્ષ સામે શરણાગતી સ્વીકારી લે. પણ જગને જેલવાસ પસંદ કર્યો, કોંગ્રેસ સામે ઝૂકવાનું પસંદ ન કર્યું. જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પર ગુજરાત ભાજપના નેતાઓ અમિત શાહ, વિજય રૂપાણી, વાઘાણી કરી રહ્યાં છે એવું જ જગન પર થયું હતું.
જેલવાસ પછી કોંગ્રેસના ડરથી મોટા ભાગના સમર્થકો વાયએસઆર કોંગ્રેસથી દૂર થવા લાગ્યા હતા. જ્યારે આંધ્રમાંથી તેલંગાણા અલગ રાજ્ય બનાવાનો નિર્ણય લેવાયો ત્યારે જગન જેલમાં હતા. તેણે ત્યાં જ ભૂખ હડતાલ કરી. એ રીતે જેલમાં હોવા છતાં તેની રાજકીય સક્રિયતા ઓછી થઈ ન હતી.
પહેલી ચૂંટણીમાં નિષ્ફળ
જેલમાંથી મુક્તિ મળ્યા પછી જગને ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી વખતે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા, એમાંથી ૬૭નો વિજય થયો હતો. બહુમતીથી દૂર રહ્યો અને વળી રાજકીય ખેલના ઉસ્તાદ ચંદ્રબાબુ નાયડુને ૧૧૭ બેઠક મળી હતી. એટલે એમની સરકાર રચાઈ. પરંતુ એ વખતે રાજ્યમાં જગનને વિપક્ષના નેતાનું પદ મળ્યું અને રાજ્યના રાજકારણમાં કદ પણ વધ્યું.
2019માં સરકાર બનાવી
૨૦૧૯ની ચૂંટણીની તૈયારી ૨૦૧૭થી જ જગને આરંભી દીધી હતી. અગાઉની જેમ આ વખતે પણ તેણે આખા રાજ્યનો પ્રવાસ ખેડી નાખ્યો. ૪૫૦ દિવસના લાંબા ગાળામાં કુલ મળીને ૧૨૫ વિધાનસભા ક્ષેત્ર ધમરોળ્યા, ૧૩ જિલ્લા ફરી વળ્યો અને પ્રજાની નાડ સમજી લીધી. એ દરમિયાન તેણે સાડા ત્રણ હજારથી વધારે કિલોમીટરનો ચાલીને પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેણે દર શુક્રવારે સીબીઆઈ સમક્ષ હાજરી પૂરાવવી પડતી હતી. વચ્ચે તો એક વખત તેના પરથી ઘાત પણ ટળી. બીજી વખત વળી તેના પર ૨૦૧૮માં વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર ચાકુથી હુમલો થયો.
ગુજરાત જેવું રાજકારણ
ગુજરાતમાં મોરારજી દેસાઈ અને ચીમનભાઈ જે રીતે રાજકીય રીતે આગળ નિકળી શક્યા તે રીતે દક્ષિણના જે નેતાઓ કેન્દ્રની સત્તા સામે ઝૂક્યા નથી, એ આગળ નીકળી શક્યા છે. જગને કોઈ સંજોગોમાં ઝૂકવાને બદલે તેણે પોતાની લડત ચાલુ રાખી, એટલે સ્થિતિ એ છે કે એકલા હાથે સરકાર બનાવી શકે છે. એક તરફ જગને ધરાતળ સાથે જોડાઈને લોકસંપર્ક જાળવી રાખ્યો હતો ત્યારે ચંદ્રબાબુ નાયડુ નહીં.
લોકસભામાં પ્રભુત્વ, મોદીની મદદ
આંધ્ર પ્રદેશની પાંચ કરોડની જનતાનો તેણે વિશ્વાસ જીતી લીધો છે અને એ પણ ટૂંકા સમયમાં. એટલે એમ કહી શકાય કે રાજકારણ તેના લોહીમાં વહે છે. દરેક નવી સરકાર સામે હોય એવા અનેક પડકારો તેની સામે છે. પરંતુ ફાયદો એ છે કે કેન્દ્રમાં સત્તાધિશ ભાજપ સાથે તેના સબંધો અત્યારે સારા છે. દક્ષિણમાં પોતાનો પક્ષ મજબૂત રહે એટલા માટે ભાજપ-એનડીએ સરકાર પણ જગનને કારણ વગર નારાજ નહીં કરે. જગને વળી માત્ર વિધાનસભા જીતી એવું નથી. લોકસભાની આંધ્રમાં ૨૫ બેઠક છે, જેમાંથી ૨૨ જીતી લીધી છે. ૨૦૧૪માં આંધ્રમાં કોંગ્રેસને ૨, અને આ વખતે ઝીરો બેઠક મળી છે.