હાર્દિક પટેલ કોના ગુરુ છે ?

हार्दिक पटेल किसके गुरु हैं? Whose mentor is Hardik Patel? હાર્દિક પટેલ કોના ગુરુ છે ?

અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2022

આજે શિક્ષક દિવસ છે, નવી પેઢીના રાજકીય નેતામાં હાર્દિક પટેલ ઘણા યુવાનોને મર્ગદર્શન આપે છે. તેમાં અનામત આંદોલન વખતના મિત્રોને તો હાર્દિકને સારા સંબંધો છે અને મિત્ર ભાવે સલાહ આપે છે. રાજકાણમાં આજે જેનો સૂર્ય તપી રહ્યો છે એવા ત્રણ મિત્રોની વાત આજે સમજવા જેવી છે. આ ત્રણ મિત્રો હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા છે.
તેઓ ભલે અલગ પક્ષમાં હોય છતાં ત્રણેય આજે મિત્રો છે. જેમાં હાર્દિક પોતે પોતાના બે મિત્રોનો આજે પણ સલાહકાર શિક્ષક છે.

ગોપાલ મિત્ર

હાર્દિક પટેલે કૉંગ્રેસમાં પોતાની અવગણના થતી હોવાનું નિવેદન આપ્યું, તેના બીજા દિવસે 15 એપ્રિલ 2022માં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, ” કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટી તૈયાર છે. અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે. જો હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા માગતા હોય તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. અમે ક્રાંતિકારી યુવા નેતાને આવકારવા તૈયાર છીએ. અમે પાટીદાર સમાજમાં તેમની લોકપ્રિયતાને જોઈ છે. અમારી ઇચ્છા છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાય. અમે તેમને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને જો તે જોડાવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. હાર્દિક પટેલ અને આમ આદમી પાર્ટીની કામ કરવાની પ્રણાલી સરખી છે. તેઓ રાજ્યભરમાં યુવાનો અને તેમાં પણ ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનોમાં પ્રચલિત છે.”

રાજ્યમાં બે પક્ષની મોનોપોલી ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટતાની મોનોપોલી તોડવાની છે. આ ભ્રષ્ટાચારની મોનોપોલી તૂટશે તો જનતાને લાભ મળશે. હાર્દિકે પાર્ટીના સંગઠનમાં છે, જનતાએ એમને ચૂંટ્યા નથી, આ બે વાતમાં ફરક છે. હાર્દિક જનતાના મતથી ધારાસભ્ય કે સંસદ નથી બન્યા. હાર્દિક પક્ષના પદ પર છે એટલે એ અમારી સાથે જોડાય તો દ્રોહ ના કહી શકાય. એ જનતાના મતથી જીત્યો હોય અને પક્ષ બદલે તો અલગ વાત હોય શકે. આ નિવેદનો ગોપાલ ઈટાલિયાના છે જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડવાની તૈયારી કરી રહ્યાં હતા. ગોપાલે મિત્ર ધર્મ બજાવતાં એવું પણ કહ્યું હતું કે, જો હાર્દિક પટેલે આદમી પાર્ટી જેવી સમાન વિચારધારાવાળી પાર્ટીમાં જોડાવું જોઈએ. હાર્દિક પટેલે કોંગ્રેસને ફરિયાદ કરીને પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. તેઓએ આપમાં યોગદાન આપવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીમાં હાર્દિક જેવા સમર્પિત લોકો માટે કોઈ સ્થાન નથી. અમે તેને ખભા પર બેસાડીશું. આમ ગોપાલે મિત્ર ધર્મ નિભાવ્યો હતો.

બન્ને મિત્રો છે
ગોપાલ ઇટાલિયા રાજકારણી અને સામાજિક કાર્યકર છે અને હાલ તેઓ આપના ગુજરાતી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. તેઓ અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે. ગોપાલ ઇટાલિયાનું નામ હાર્દિક પટેલની સાથે જોડાઈને પાટીદાર અનામત આંદોલનથી સામે આવ્યું હતું. ધીમે ધીમે આ નામ લોકોમાં જાણીતું બન્યું હતું. તેઓ પાટીદાર અનામત આંદોલન માટે બે વખત સરકારી નોકરી છોડી ચુક્યા છે.
ગોપાલે બે નોકરી છોડી હતી અને હાર્દિકે પોતાનો પાણીનો ધંધો છોડ્યો હતો.

ગોપાલ ઈટાલીયા અને હાર્દિક પટેલ સુધારાવાદી વિચારો ધરાવતા વ્યક્તિ છે.

હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો અને કાર્યકરોના કારણે રાજકિય સ્થિતિ બદલાઈ છે. ગુજરાતમાં આપ હવે ત્રીજો વિકલ્પ ગણાવા લાગી છે. બન્ને નેતાઓ એક બીજાના સંપર્કમાં રહેતાં આવ્યા છે અને હાર્દિક પટેલ પોતે ગોપાલને ઘણી વખત માર્ગદર્શન આપેલું છે.

પાટીદાર અનામત આંદોલન 2015 દરમિયાન ગોપાલ હાર્દિક પટેલના નજીકના કાર્યકર હતા. વર્ષ 2017માં તેમણે સરકારી ફરજમાં મુશ્કેલ સમય અને સરકારની નીતિઓ સામે આક્રોશ વચ્ચે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં ગોપાલની આર્મ્સ એક્ટ હેઠળ ખેતરમાં પ્લાસ્ટિકની બંદૂક ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2020માં ગોપાલે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત આમ આદમી પાર્ટી, ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કરી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2020ના રોજ તેમને પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનો ચહેરો છે. હાર્દિક પટેલ પાસે હાલ ભાજપમાં કે અગાઉ કોંગ્રેસમાં કોઈ કામ ન હતું. તેથી નવરાશના સમયમાં હાર્દિક ઘણાને મફત સલાહ આપે છે. તેમાંએ ગોપાલ જેવા મિત્રને તો મિત્રતામાં સલાહ આપે છે.

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા ત્યારે અલ્પેશ કથિરિયા પણ તેની સાથે જોડાયા હતા. 2017ની વિધાનસભા અને 2021ની સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં હાર્દિકે પોતે અલ્પેશના ટેકેદારોને ટિકિટ અપાવવા ભરપુર મદદ કરી હતી. સુરતમાં કોંગ્રેસે ટિકિટો ન આપતાં કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી. જેની પાછળ કથિરિયા અને હાર્દિક પટેલની મિત્રતાભરી રણનીતિ હતી. ભરત સોલંકી અને પરેશ ધાનાણીએ સુરતમાં ટાકિટો અપાવા દીધી ન હતી ત્યારે બન્ને મિત્રોઆ સાથે મળીને કોંગ્રેસને ધોળે દિવસે તારા બતાવી દીધા હતા. વિધાનસભાની ચૂંટણીમાં પણ કથિરિયાએ કોંગ્રેસને બતાવી આપ્યું હતું, કચેરીએ ધરણા કરીને તોડફોડ કરી હતી.

મે મહિનામાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના રાજીનામા બાદ બન્ને મિત્રો મળ્યા હતા. અલ્પેશ કથીરિયાએ જાહેર કર્યું હતું કે, જો હાર્દિક ભાજપમાં જોડાય તો બે મહત્વના મુદ્દા તેમને ધ્યાન રાખવા પડશે. આંદોલન દરમિયાન પાટીદાર સમાજના યુવાઓ પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને શહીદ યુવાનોને નોકરી આપવામાં આવે તે જરૂરી છે. કોંગ્રેસ પક્ષ પણ તરફથી સંવાદ અને સંકલન થવું જોઈએ. હાર્દિક ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી થી નારાજ હતા. તે પણ એક હકીકત છે. નરેશ પટેલના મુદ્દે કાયમ હાર્દિક અને કથિરિયા હંમેશ સાથે રહ્યાં છે. કથિરિયાએ હંમેશ હાર્દિકનો સાથ આપ્યો છે. કારણ કે હાર્દિકે પણ અલ્પેશને જ પાસના પ્રમુખ બનાવ્યા હતા. જેલમાં કથિરિયા હતા. ત્યારે હાર્દિકે ઘણી મદદ કરીને મિત્ર ધર્મ બજાવ્યો હતો.

આજે પણ કથિરિયાને ઘણી વખત હાર્કિદ પટેલ માર્ગદર્શન એક મિત્ર તરીકે આપે છે.