સહકારી મંડળીઓ 10 વર્ષમાં કૂદકો મારીને 23 ટકા કેમ વધી ?
ગાંધીનગર : ગુજરાતમાં સહકારી મંડળીઓ એક વર્ષમાં 4.5 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો અન્ય બિન ધિરાણ મંડળીઓમાં 35 ટકાથી ઘણો વધારો થયો છે. કૂલ 3428 મંડળી વધી છે જેમાં અન્ય બિન ધિરાણ મંડળીઓ સારા એવા પ્રમાણમાં વધી છે. ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જેવી મજબૂત સંસ્થાઓ પર કબજો લઈ લીધા બાદ હવે વિસ્તાર વાદ શરૂં કર્યો છે. સહકારી મંડળીઓ વધારવામાં આવી રહી છે. જેથી તેના પર રાજકીય કબજો મેળવી શકાય. ચીનની જેમ ગુજરાત ભાજપ હવે વિસ્તારવાદ અપવાનીને નવા સહકારી પ્રદેશો વધારીને કબજો કરી રહ્યો છે.
2019માં 200 ખેડૂતોનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે બહાર આવ્યું હતું કે, 60 ટકા ખેડૂતો સિમાંત છે. મધ્યમ ખેડૂતો 28 ટકા અને મોટા ખેડૂતો 11 ટકા છે. નાના ખેડૂતો માનવ મૂડી રોકાણ માટે જે ખર્ચ કરે છે તેમાં 37 ટકા શિક્ષણ અને 63 ટકા ખર્ચ આરોગ્ય પાછળ કરે થે, મોટા ખેડૂતો શિક્ષણ પાછળ 75 ટકા ખર્ચ કરે છે. 25 ટકા આરોગ્ય પાછળ કરે છે.
આમ ખેડૂતો માનવ મૂડીમાં સરેરાશ ખર્ચ શિક્ષણમાં 45 ટકા અને આરોગ્યમાં 55 ટકા ખર્ચ કરે છે. જેમાં આ મંડળીઓ મદદરૂપ થાય છે.
ફળ અને શાકભાજી ઉત્પાદન-રૂપાંતર સહકારી મંડળી, રૂ (કાલા-કપાસ) ઉત્પાદકોની સ. મં, સામુદાયીક ખેતી મંડળી, પીયત સહકારી મંડળીઓ, નર્મદા પીયત સહકારી મંડળી, ઔદ્યોગિક સહકારી મંડળી, તમાકુ ઉત્પાદક સહકારી મંડળી, ગોપાલક વિ.કા. સહકારી મંડળી, બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળી, પગારદાર કર્મચારીઓની ક્રેડીટ મંડળી, બીજ ઉત્પાદના વેચાણ / રૂપાંતર સહકારી મંડળી,
કોટન સેલ, જીનીંગ-પ્રેસીગ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, મરઘા ઉછેર મંડળીઓ, મત્સ્ય મંડળીઓ, સુપર વાઈઝીંગ યુનીયન, સુગર ફેકટરીઓ, શાક અને ફળફળાદિ મંડળી, તેલીબીયા ઉન્પાદક મંડળી, પશુ ઉછેર મંડળીઓ, વૃક્ષ ઉછેર મંડળીઓ તથા ફુલ ઉત્પાદક મંડળીઓ જેવી નવી મંડળીઓ ઉમેરવામાં આવતાં સંખ્યા અને વ્યાપ વધી રહ્યો છે.
2007-08માં 62,342 સહકારી મંડળીઓ હતી. 2009-10માં 64,835 થઈ ગઈ હતી. 2016-17માં તે વધીને 75,967 થઈ અને હવે તે 79395 થઈ ગઈ છે. 2020માં તે વધીને 80 હજારથી વધું હોવાનો અંદાજ સહકાર વિભાગનો છે. છેલ્લા 10 વર્ષમાં 15 હજાર સહકારી મંડળીઓ વધી છે. 23 ટકાનો વધારો થયો છે. ગુજરાતના લોકો ફરી એક વખત સહકારી મંડળીઓ તરફ વળીને સહકારી મળખું મજબૂત કરી રહ્યાં છે.
સહકારી ક્ષેત્રમાં એક વર્ષમાં કેટલો વધારો થયો તેની વિગતો અહીં છે
સહકારી મંડળીઓ | 31-03-2017 | 31-03-2019 | વધઘટ |
રાજ્ય સહકારી બેંક | 1 | 1 | 0 |
મધ્યસ્થ જિલ્લા બેંક | 18 | 18 | 0 |
રાજ્ય કૃષિ બેંક | 1 | 1 | 0 |
પ્રાથમિક કૃષિ ધિરાણ | 9402 | 9796 | 394 |
નાગરિક બેંક | 229 | 226 | -3 |
પ્રાથમિક બિન કૃષિ ધિરાણ | 5960 | 6173 | 213 |
માર્કેટીંગ મંડળીઓ | 2174 | 2229 | 55 |
પ્રક્રિયા મંડળીઓ | 1204 | 1279 | 75 |
દૂધ અને પશુપાલન મંડળીઓ | 16204 | 16507 | 303 |
ખેત મંડળીઓ – | 914 | 915 | 1 |
મત્સ્ય મંડળીઓ | 636 | 696 | 60 |
ગ્રાહક ભંડાર | 2013 | 2023 | 10 |
ગૃહ મંડળીઓ | 17461 | 17539 | 78 |
જંગલ કામદાર મંડળીઓ | 125 | 149 | 24 |
સિંચાઈ મંડળીઓ | 4628 | 4763 | 135 |
વાહન વ્યવહાર મંડળીઓ | 121 | 120 | -1 |
વિદ્યુત મંડળીઓ | 4 | 5 | 1 |
અન્ય બિન ધિકારણ મંડળીઓ | 6561 | 8612 | 2051 |
સંધ અને સંસ્થાઓ | 40 | 45 | 5 |
ખાંડ મંડળીઓ | 30 | 31 | 1 |
કુટીર ઉદ્યોગ | 4531 | 4522 | -9 |
મજૂર મંડળીઓ | 3710 | 3745 | 35 |
કુલ | 75967 | 79395 | 3428 |