ગુજરાત વિધાનસભામાં ઊર્જામંત્રી સૌરભ દલાલે જણાવ્યું હતું કે –
ગુજરાતમાં 1990માં નાણાકીય ખાધને 27.1 ટકા હતી જે ઘટાડીને 16.9 ટકા થઈ છે. ફિસ્કલ ડેફીસીએટ 3 ટકા હતું જે ઘટીને આજે 1.76 ટકા થયું છે.
2002માં રાજ્યનું દેવું 13.50 ટકા હતું તે ઘટીને આજે સરેરાશ 8.47 ટકા છે.
અગાઉ રાજ્યની આવકની 21 ટકા રકમ વ્યાજ પેટે ખર્ચાતી હતી પરંતુ સરકારની નાણાકીય વ્યવસ્થાપનને લઇ આજે આ સ્થિતિ બે ટકા પર આવી ગઈ છે.
દેશનો સરેરાશ વિકાસ દર 6.01 ટકા છે. ગુજરાતનો વિકાસ દર 10.07 ટકા છે.
આવકમાં વધારો કરી રૂપિયા 1.49 લાખ કરોડ સુધી પહોંચાડી છે.
સ્ટેમ્પડ્યુટી ૧૦ થી ૧૪ ટકા હતી ત્યારે રૂ 3૫૫ કરોડ આવક હતી. આજે સ્ટેમ્પડ્યુટી ઘટાડીને ૪ ટકા વસૂલાય છે તેમ છતાં સ્ટેમ્પની આવક રૂા. ૮૭૦૦ કરોડ છે.
અગાઉની સરકારોની આવક માત્ર રૂા.11 હજાર કરોડ હતી આજે રાજ્યની આવક 1.05 પાંચ લાખ કરોડ થઇ છે. રૂા. 2.17 લાખ કરોડનું બજેટ છે.
કૃષિમાં રૂા.2082 કરોડ, ઊર્જામાં 9581 કરોડ, નાગરિક પુરવઠામાં 606 કરોડ, વાહન વ્યવહારમાં રૂા.621 કરોડ સહિત ગરીબોના વિકાસ માટે વિવિધ કુલ સબસીડી રૂપિયા 18,500 કરોડની આપવામાં આવે છે.
અગાઉ માથાદીઠ આવક 13665 હતી, આજે રૂા.1.97 લાખ છે.
વર્ષ ૧૯૯૫-૯૬માં વીજળી વપરાશ 693 યુનિટનો હતો. આજે 2208 યુનિટ છે જે આખા દેશમાં સૌથી વધુ છે.
વિકાસ ખર્ચ અગાઉ રૂા.7665 કરોડ હતો. આજે રૂા 1.32.લાખ કરોડ છે.
અગાઉ બાળકોનું અભ્યાસ અને શાળા છોડવાનું પ્રમાણ 51 ટકા હતું જે 2018-19માં 4.48 ટકા છે.
62 લાખ કપાસની ગાંસડીઓ અને 144 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન કૃષિ અને પશુપાલનને પ્રોત્સાહનનું પરિણામ છે.
અગાઉ 33.78 લાખ વાહનો હતા તે આજે વધીને 2.52 કરોડ છે. ગુજરાતના 45 ટકા નાગરિકો પાસે વાહનો છે.
સૌરભ પટેલે 2001થી પ્રજાને પરેશાન કરતાં આ પ્રશ્નોનો જવાબ આપ્યા નથી.
સિંચાઈ ક્ષમતા કેટલી વધી.
નર્મદા નહેરોનું કામ કેમ અધુરું છે.
એક પણ સિંચાઈ બંધ ભાજપ સરકારે કેમ ન બાંધ્યો.
દેશની સૌથી મોટી સિંચાઈ અને કામધેનું કલ્પસર યોજના કેમ બની નહીં.
વડોદરા એક્ટપ્રેસ હાઈવે બન્યા બાદ ભાજપ સરકારમાં એક પણ એક્સપ્રેસ હાઈવે કેમ ન બન્યા.
30 ટકા ગરીબી કેમ છે.
લોકો ગામડાં કેમ છોડી રહ્યાં છે
શહેરોની સુવિધા સારી કેમ થઈ શકી નહીં.
ભ્રષ્ટાચાર કેમ રોકી શકાયો નથી.
શિક્ષણ કેમ કથળી ગયું છે.
ગરીબી કેમ વધી છે.
ગૌચરની જમીનો અને સરકારી જમીનો ઉદ્યોગોને આપી છે તો ગરીબોને ખેતી માટે જમીન કેમ ન આપી.
સરકાર સામે બોલનારા લોકોને કેમ જેલમાં પૂરી દેવામાં આવે છે.
ભાજપના સેંકડો નેતાઓ ભ્રષ્ટાચારમાં ફસાયા છે.
ભાજપના સમયમાં સૌથી વધું પક્ષાંકર કેમ થયા છે.
ઉદ્યોગોને અબજો રૂપિયાની જમીન સાવ સસ્તામાં આપી તો યુવાનોને ખેતી કરવા કેમ આપવામાં આવતી નથી.
ગુજરાતની તમામ નદીઓ પ્રદુષિત કેમ થઈ ગઈ છે.
પ્રદુષણ ઘટવાના બદલે વધી કેમ રહ્યું છે.
ગામડાના ખેડૂતો કેમ પરેશાન છે.
ખેડૂતોની વસ્તુઓ ખરીદવામાં સૌથી મોટા કૌભાંડો થયા છતાં કેમ કોઈ પગલાં ન લેવાયા.
દૂધની તમામ ડેરીઓમાં ભાજપના નેતાઓ છે છતાં ભ્રષ્ટાચાર વ્યાપક છે, પગલાં કેમ ન લેવાયા.
ભાજપમાં સારા નેતાઓ હતા તેમને કેમ રાજકીય રીતે ખતમ કરી દેવામાં આવ્યા છે.
આવા કુલ 90 પ્રશ્નોના જવાબો વિધાસભામાં સૌરભ પટેલે આપ્યા નથી. જેના જવાબો લોકો ઈચ્છી રહ્યાં છે.