તીખા મરચાની ખેતીમાં ગુજરાતના ખેડૂતો મોળા

ગાંધીનગર, 21 નવેમ્બર 2020

ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું. જે 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો માંગ ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000 કિલો મરચા હેક્ટરે પાકે છે. 2080 ટન મરચા પંચમહાલમાં પાકે છે. દેશની સામે ઘણી ઓછી ઉત્પાદકતાં ગુજરાતમાં મળી રહી છે.

ગુજરાતમાં લાલ ચટક અને તીખા તમતમતા સૂકા મરચાની ખેતીમાં ખેડૂતો આગળ આવી શક્યા નથી. માંડ રૂ.200થી 250 કરોડનું મરચું પેદા થાય છે. લીલા મરચા સાથે તેનું ઉત્પાદન અનેક ગણું વધું છે. જાન્યુઆરી માસથી મરચાની સિઝનનો આરંભ થાય છે. 5 મહિના સુધી સૂકા મરચાની સીઝન ચાલે છે. 20 લીકો લીલા લાલ મરચામાંથી 3 કિલો સૂકા મરચાનો પાવડર નિકળે છે.

ગોંડલ સૂકા તીખા મરચા માટે પહેલેથી વખણાય છે. દેશમાં ગોંડલના મરચાનો સ્વાદ અને અનોખી સોલમના કારણે વખણાતું હતું. દેશી મરચું ઉગાડાતું હતું, પણ હવે એવું રહ્યું નથી. અહીં અસલી ગોંડલ મરચૂં હવે પેદા થતું નથી. 10 વર્ષમાં અહીં ગોંડલનું મરચું બહું ઓછું રહ્યું છે. જે ઉગાડાય છે તે નવા સંશોધીત તીખા અને વધું ઉત્પાદન આપતાં મરચા પેદા કરવામાં આવે છે. અહીં જાત – વેરાયટી 002, 035, 702, 735, રેવા, શાનિયા, દેશી રેશમપટ્ટા જેવી 20 વેરાયટીઓ-જાતનું વાવેતર. બે વર્ષથી કાશ્મિરી મરચાનું વાવેતર થવા લાગ્યું છે. રોજનું 2500 ભારીનું વેચાણ થાય છે. ગુજરાત બહારના વેપારીઓ આવે છે.

ગોંડલમાં 5 ટકા પાક

એવી માન્યતા રહી છે કે ગોંડલ મરચા માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. પણ એવું નથી. સમગ્ર ગુજરાતમાં પાકતા કુલ મરચાના 9 ટકા જ રાજકોટ જિલ્લામાં પાકે છે. તેનો મતલબ કે આખા ગુજરાતના 22051 ટન મરચામાંથી 5 ટકા લેખે ગોંડલમાં 1100 ટનથી વધું મરચા પાકતાં નથી.

મહેસાણાં કિંગ

ગુજરાતમાં સૌથી વધું 1380 હેક્ટરમાં 2760 ટન મરચા મહેસાણામાં પાકે છે. બીજા નંબર પર દાહોદમાં 1305 હેક્ટરમાં 2375 ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં 1118 હેક્ટરમાં 2236 ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જ્યાં 1205 હેક્ટરમાં 2109 ટન સુકા મરચા પાકે છે. 5માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.

સૌથી વધું ઉત્પાદન ગોંડલ લે છે

ગુજરાત રાજ્યના ખેડૂતો સરેરાશ એક હેક્ટરે 1.95 ટન મચરા પકવી જાણે છે.  ગોંડલમાં 820 હેક્ટરમાં 1952 ટન મરચા પેદા થાય છે. ગોંડલમાં 2.38 ટન મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2 ટન મરચા હેક્ટરે પાકે છે. 2.08 ટન મરચા પંચમહાલમાં પાકે છે. આમ સમગ્ર ગુજરાતમાં ગોંડલના ખેડૂતો સૌથી વધું મરચા પકવે છે.

ભેળસેળ

લાલ મરચામાં તેના છોડનો ભૂકો, ડીંગડા અને પાન ભેળવી દેવનો ધંધો વેપારીઓ કરી રહ્યાં છે. કારણ કે મરચાની હવેના સુધારેલી જાતોની તિખાશ એટલી બધી હોય છે કે, એકલુ સૂકું મરચું ખાવું મુશ્કેલ છે. જંતુનાશક દવાઓના આડેધડ વપરાશના કારણે નિકાસ પર અસર પડે છે.

ઉત્પાદન

ગોંડલમાં માર્ચમાં મરચાની સીઝન શરૂં થાય છે. રેશમ પટાની આખી સીઝનમાં માંડ 42507 ક્વિન્ટલ, ઘોલર મરચાની 10208 ક્વીન્ટલ આવક થઈ હતી. રેશમ પટાનો ભાવ રૂ.1100થી 2651 હતો. ઘોલર મરચાનો ભાવ રૂ.1200થી 3351 રહ્યો હતો. બ્રાન્ડેડ મસાલા કંપનીઓ અહીં ખરીદી કરવા આવે છે. 2020ની ઋતુની શરૂઆતમાં એક કિલોના રૂ.200થી 250 મળેલા હતા.

ગામો

ગોંડલ વિસ્તારમાં જામવાડી, મોવિયા શિવરાજગઢ, દેવચડી બાંદરા, કોલીથડ, ગરનાળા ત્રાકુડા સહિતના લગભગ તમામ ગામોમાં મરચા પાકે છે. હોળીના દિવસોમાં ખેતરો લાલ બની જાય છે.

કાશ્મિરી મરચૂ ગોંડલમાં

છેલ્લા બે વર્ષથી કાશ્મિરી મરચાની ખેતી ગોંડલમાં થવા લાગી છે. જે અગાઉ માત્ર આંધ્ર પ્રદેશમાં થતું હતું. હવે તેની મોનોપોલી તૂટી છે. ગોંડલ માર્કેટ યાર્ડના લેબોરેટરી અધિકારી પ્રદીપ કાલરીયાએ કાશ્મિરી મરચાનો સફળતા પૂર્વક વાવેતર કરી બતાવ્યું હતું. તેમણે 50 ખેડૂતોને કાશ્મિરી મરચાની ખેતી કરવા માટે તૈયાર કર્યા હતા. 2019થી ગોંડલ માર્કેટમાં કાશ્મિરી મરચાની આવક થવા લાગી છે.

દવા બને છે

મરચાંમાં રહેલાં કેપ્સાસીન તત્વ હોય છે. જે શરીરના દુ:ખાવામાં રાહત આપે છે. વિશ્વની સૌથી તીખી જાત ભૂત જોલેકિયામાંથી દર્દશામક દવા બને છે. મરચાનો રંગ અલગ કરીને તેનો ઉપયોગ થાય છે.

નિકાસ – આયાત

મરચાનો ભૂકો વિદેશમાં સારો એવો નિકાસ થાય છે. તેથી ગોંડલમાં ભારતના મોટા નિકાસકારો ખરીદી કરે છે. ગોંડલના મરચા પર ડાઘ હોતા નથી, તેથી માંગ છે. પણ જંતુનાશકોના અવષેશો મચરા પાવડરમાં આવતાં હોવાથી તે નિકાસને અસર કરે છે. મરચાંની નિકાસ રાજસ્થાન સહીત રાજ્યોમાં થાય છે. સ્વાદમાં તિખાસ ધરાવતું આ મરચું નમકીન ઉધોગમાં ઉપયોગી બને છે. જ્યારે આગવી ઓળખ બનેલાં ઘોલર અને રેશમ પટ્ટો મરચાં જે અથાણાં સહીત ગૃહીણીઓનાં ખાસ્સાં માનીતા છે. કુક્ડ વાયરસ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. ભાવનગરમાં ડબલ પટ્ટો મરચું પાવડર વધુ ખવાય છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન,  કર્ણાટકથી મરચાની આયાત થાય છે.

मीरची का गुजरात में उत्पादन 2019-20
जिल्ला हेक्टर उत्पादन
सुरत 98 145
नरमदा 14 20
भरूच 386 695
डांग 29 37
नवसारी 0 0
वलसाड 90 140
तापी 1205 2109
दक्षिन गुजरात 1822 3146
अमदावाद 254 505
आणंद 0 0
खेडा 30 50
पंचमहाल 725 1508
दाहोद 1305 2375
वडोदरा 120 216
महिसागर 580 1247
छोटाउदेपुर 80 152
मध्यगुजरात 3094 6054
बनासकांठा 600 1140
पाटण 0 0
महेसाणा 1380 2760
साबरकांठा 37 61
गांधीनगर 50 110
अरावल्ली 30 56
उत्तरगुजरात 2097 4127
कच्छ 77 150
सुरेन्द्रनगर 1118 2236
राजकोट 820 1952
जामनगर 56 118
पोरबंदर 0 0
जूनागढ 300 486
अमरेली 397 893
भावनगर 361 606
मोरबी 120 222
बोटाद 325 673
सोमनाथ 0 0
द्वारका 712 1388
सौराष्ट्र 4209 8574
गुजरात 11299 22051