અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ ટકતો નથી

Why Gujarat does not have its own political party?  गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती? 

દિલીપ પટેલ

અમદાવાદ, 12-09-2024

શંકરસિંહ વાઘેલા હવે ગૃહ પ્રધાન અમિત શાહના કહેવાથી અને તેમની બેસુમાર દોલતથી ગુજરાતમાં નવો રાજકીય મંચ બનાવવા જઈ રહ્યાં છે. ક્ષત્રિય અસ્મિતા મંચ તેનું નામ આપ્યું છે. જે આગામી ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરશે. શંકરસિંહ વાઘેલા અગાઉ બે નવા પક્ષ, મોચરો અને ભાજપ અને કોંગ્રેસમાં રહેલાં છે. તેઓ ફરી એક વખત ભાજપ સાથે મળીને રાજકીય નાતરુ કરવાના છે. અમિત શાહ અને શંકરસિંહ સાથે એખ વખત બેઠખ થઈ ચૂકી છે.

ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં પ્રાદેશીક પક્ષ કે મંચ ક્યારેય લાંબો સમય ટક્યા નથી. જે સત્તાને કામય મદદ કરતાં હોવાનું તારણ છે.

ગુજરાતના પ્રાદેશિક પક્ષ કેવા છે.

 

1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના-દિને જાહેર કરવામાં આવ્યું કે પક્ષપાતરહિત અને કાર્યક્ષમ વહીવટી તંત્ર ઊભું કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. પણ 2001 પછી આ સિધાંતને અરબી સમુદ્રમાં પધરાવી દેવામાં આવ્યો છે. 70 વર્ષમાં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા 14થી ઘટીને 6 થઈ ગઈ છે.
લોકશાહીમાં સંચાલન, પ્રજા અને સરકાર વચ્ચે સંધાન, સામાજિક વર્ગો, પરિબળો, પ્રજાકીય પ્રશ્નો, સત્તા પ્રાપ્ત કરવી અને તે બને તેટલા લાંબા સમય સુધી ટકાવી રાખવી એ દરેક રાજકીય પક્ષનો મૂળભૂત ઉદ્દેશ હોય છે.

ભારતમાં ત્રણ પ્રકારની રાજ્ય-શાસન પક્ષપદ્ધતિ – એકપક્ષ પ્રથા, દ્વિપક્ષ પ્રથા અને બહુપક્ષ પ્રથા.

ગુજરાતમાં બહુધા દ્વિપક્ષ પ્રથા જ રહી છે. કેટલાક પ્રાદેશિક પક્ષોએ કૉંગ્રેસ-ભાજપને પડકાર આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે એના વિકલ્પ તરીકે બહાર આવી શક્યા નથી. ગુજરાતમાં ભાજપે સૌથી વધું અને કૉંગ્રેસ પક્ષે ઓછુ શાસન કર્યું છે.

ગુજરાતમાં ત્રીજો પક્ષ કે મોરચો ઊભો કરવાના અનેક પ્રયાયો થયા છે. તે મહદંશે નિષ્ફળ રહ્યા છે. ગુજરાતના રાજકારણની તાસિર જોઈએ તો પરંપરાગત રીતે બે પક્ષ વચ્ચે ટક્કર હોય છે, તે વાત ખરી અહીં ત્રીજા પક્ષ માટે સ્થાન નથી, એમ કહેવું વધુ પડતું ગણાશે. લગભગ સાડા ત્રણ દાયકા પહેલાં જ્યારે ભાજપે શરૂઆત કરી હતી, ત્યારે તે પણ ગુજરાતમાં ‘ત્રીજું પરિબળ’ જ હતો અને છેલ્લા લગભગ અઢી દાયકાથી તે શાસન કરી રહ્યો છે.
જનવિકલ્પ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ, રાષ્ટ્રીય જનતા પક્ષ, ગુજરાત પરિવર્તન પક્ષ, મહાગુજરાત જનતા પક્ષ,

ગુજરાતના લોકોનો સ્વભાવ છે કે, પ્રાદેશિકતાવાદી નથી, એટલે તેમનામાં રાષ્ટ્રીય પક્ષો પ્રત્યેની સ્વીકૃતિ વધુ છે. આ જોતા અગાઉના પ્રાદેશિક પક્ષોના પ્રયોગ ભલે નિષ્ફળ રહ્યા.
બીટીપીના બે, એનસીપીના એક તથા એક ધારાસભ્ય છે.

ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલ તથા ચીમનભાઈ એમ એકાદબે અપવાદને બાદ કરવામાં આવે તો રાજ્યમાં ત્રીજા પક્ષ કે મોરચાનો પ્રયોગ સફળ નથી થયો.

ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ રચાયો ત્યારે 2014માં દેશમાં રાજકીય પક્ષોની સંખ્યા 1687 હતી.
દેશમાં 54 પ્રાદેશિક પક્ષો હતા. છ રાષ્ટ્રીય પક્ષોમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભાજપ, બસપા, સીપીઆઇ, સીપીઆઇ((એમ)) અને એનસપી હતા.

1627 અમાન્ય રાજકીય પક્ષો હતા. જેમમાં ખૂબ જ ઓછા રાજકીય પક્ષો પોતાની વેબસાઇટ ધરાવતા હતા. 2009ની લોકસભાની ચૂંટણીમાં 2 હજાર ઉમેદવારોએ અમાન્ય પક્ષોના હતા.

2010થી 2021 વચ્ચે નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની સંખ્યા વધીને બમણી થઈ ગઈ હતી. 2010માં 1112 પક્ષો વધીને 2019માં 2301 થઈ ગયા હતા. 2021માં આ સંખ્યા 2858 પર પહોંચી ગઈ હતી.
લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં પક્ષોની સંખ્યા વધી જાય છે. 2018થી 2019 વચ્ચે 9.8 ટકા પક્ષો વધ્યા, 2013થી 2014 વચ્ચે 18 ટકા પક્ષો વધ્યા હતા. કુલ 2796 રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોમાંથી 2019-20 માટે માત્ર 230 કે 8.23 ટકા રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનું વાર્ષિક ઓડિટ તથા ફક્ત 160 કે 5.72 ટકાનું વાર્ષિક અનુદાન રિપોર્ટ જાહેરમાં ઉપલબ્ધ હતા.

વિભાજન
આજનું ગુજરાત પુરાણકાળમાં આનર્ત (ઉત્તર ગુજરાત), સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), લાટ એવા ત્રણ પ્રદેશોમાં વહેંચાયેલું હતું. પૌરાણિક કાળની આ રચના માટે પ્રમાણભૂત ઇતિહાસનો જૂજ આધાર પ્રાપ્ય છે.
ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન બાદ રાજ્યમાં પ્રથમ ચૂંટણી 1962માં યોજાઈ હતી, જેણે રાજ્યની બીજી વિધાનસભાનું ગઠન કર્યું હતું. ગુજરાતનું અલગ રાજ્ય થતાં પ્રથમ વાર ગુજરાત, સૌરાષ્ટ્ર રાજ્ય અને કચ્છના ત્રણ પ્રદેશોને એક કરી દેવામાં આવ્યા હતા.

1960થી 1962 દરમિયાન અગાઉની બૉમ્બે વિધાનસભાના ગુજરાત વિસ્તારમાં આવતી બેઠકોના ધારાસભ્યોએ જનતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એ વિધાનસભામાં 132 ધારાસભ્ય હતા.

1962ની વિધાનસભા ચૂંટણી 154 બેઠક પર યોજાઈ હતી. 1975 સુધી ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં કોંગ્રેસ, સ્વતંત્ર પક્ષ તથા સોશિયાલિસ્ટ પ્રજા પક્ષ હતાં.

પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને 113, સ્વતંત્ર પક્ષને 26, પ્રજા સોશિયાલિસ્ટ પક્ષને 7 બેઠક મળી આવી હતી, આ સિવાય સાત અપક્ષ વિજયી થયા હતા. અપક્ષોમાં અમુક પૂર્વ રાજવીઓ પણ હતા, જ્યારે અન્ય કેટલાક સ્વતંત્ર પક્ષના પક્ષે રહ્યા હતા.

ભાજપનો પુરોગામી પક્ષ જનસંઘ 26 બેઠક ઉપર ચૂંટણી લડ્યો હતો, પરંતુ એક પણ જીતી શક્યો નહોતો.

સી. રાજગોપાલચારી, કનૈયાલાલ મુનશી અને મીનુ મસાણી વગેરે સ્વતંત્ર પક્ષના નેતા હતા.

જય પ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા, અશોક મહેતા, જ્યૉર્જ ફર્નાન્ડિસ અને જે. બી. કૃપલાની વગેરેનું ગોત્ર પ્રજા સોશિયાલિસ્ટ પક્ષનું હતું.

1967માં બેઠકની સંખ્યા વધીને 168 થઈ, પરંતુ કોંગ્રેસનું પરિવર્તન અપેક્ષા કરતાં ખરાબ રહ્યું. બેઠકની સંખ્યા વધવા છતાં પક્ષને 93 બેઠક મળી, જ્યારે સ્વતંત્ર પક્ષને 66 બેઠક મળી હતી.

જ્યારે પ્રજા સોશિયાલિસ્ટ પક્ષને માત્ર ત્રણ બેઠકથી સંતોષ માનવો પડ્યો. આ ચૂંટણી થકી જનસંઘનો પહેલા ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા.

પાકિસ્તાન સાથેની સરહદ પર વિમાન અકસ્માતમાં પુરોગામી બળવંતરાય મહેતાના અવસાન બાદ મુખ્ય પ્રધાન બનેલા હિતેન્દ્ર દેસાઈ ફરી સત્તા પર આવ્યા હતા, પરંતુ તેમણે ઇંદિરાવિરોધી નેતાઓ સાથે રહેવાનું પસંદ કર્યું હતું.

મોરારજી દેસાઈ, કે. કામરાજ વગેરે આ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની જરૂર પડી.

‘છોકરી થઈને છોકરી સાથે લગ્ન કરી લીધાં તો શું થઈ ગયું?’
કેજરીવાલની વધતી સક્રિયતા મોદીનું ‘કોંગ્રેસમુક્ત ભારત’ છે?
ફૅમિલી મૅન 2 : રાજીવ ગાંધીની હત્યા કરનારા તામિલ બળવાખોરોનો અંત કઈ રીતે આવ્યો?
line
પટેલ, કોંગ્રેસ અને નવનિર્માણ
ગુજરાત વિધાનસભાઇમેજ સ્રોત,Kalpit Bachech
લગભગ 10 મહિનાના રાષ્ટ્રપતિ શાસન બાદ માર્ચ-1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ.

વિધાનસભા હવે અમદાવાદને બદલે (ફેબ્રુઆરી-1971થી) નવનિર્મિત પાટનગર ગાંધીનગરમાં બેસવા લાગી હતી.

આ વખતે 168 સભ્યોના ગૃહનું ગઠન થવાનું હતું. હજુ ત્રણ મહિના પહેલાં જ ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો અને અલગ બાંગ્લાદેશનું સર્જન થયું હતું.

ઇંદિરા ગાંધી કોંગ્રેસ(આઈ)નાં અને દેશનાં તાકતવર નેતા બની ગયાં હતાં. જેની સીધી અસર ગુજરાતના ચૂંટણીપરિણામો પર પણ જોવા મળી.

હજુ પાંચ વર્ષ પહેલાં 93 બેઠક જીતનાર કોંગ્રેસ પક્ષને 140 બેઠક પર વિજય મળ્યો. જનસંઘની સભ્યસંખ્યા વધીને ત્રણ થઈ. કોંગ્રેસમાંથી જ અલગ થયેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (ઑર્ગેનાઇઝેશન)ને 16 બેઠક પર વિજય મળ્યો.

ઘનશ્યામ ઓઝા ઇંદિરા સરકારમાં ઉદ્યોગપ્રધાન હતા, તેમને ગુજરાતનું સુકાન સંભાળવા માટે મોકલવામાં આવ્યા. એ સમયે રતુભાઈ અદાણી, જસવંત મહેતા અને ચીમનભાઈ પટેલને આ પદ માટે દાવેદાર માનવામાં આવતા હતા.

Play video, “ગુજરાતમાં કોઈ મેલુ ઉપાડનારા ન હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં કહ્યું હતું પણ હકીકત શી છે?”, અવધિ 3,40
03:40

વીડિયો કૅપ્શન,ગુજરાતમાં કોઈ મેલું ઉપાડનારા ન હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં કહ્યું હતું પણ હકીકત શી છે?
ચીમનભાઈએ ઘનશ્યામભાઈને અટકાવવા માટે શક્ય પ્રયાસો કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા.

ગાંધીનગર પાસે ફાર્મહાઉસ ‘પંચવટી’ રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું. અંતે ઇંદિરા ગાંધીને ફરજ પડી, ઓઝાને હઠાવીને જુલાઈ-1973માં ચીમનભાઈ પટેલને બેસાડવામાં આવ્યા.

પ્રથમ વખત એક પાટીદારના હાથમાં રાજ્યના શાસનની ધૂરા આવી.

જોકે, તેમની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થીઓએ ‘નવનિર્માણનું આંદોલન’ છેડી દીધું.

જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નો નારો આપ્યો અને અંતે ચીમનભાઈને વિધાનસભા ભંગ કરવાની ફરજ પડી.

પહેલી વાર વિકલ્પ
જૂન-1975ના પહેલા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. બીજા અઠવાડિયામાં પરિણામો બાદ રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસનો વિકલ્પ ઊભો થયો, પરંતુ તેનું મૂળ ગોત્ર કોંગ્રેસનું જ હતું.

75 બેઠક સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો, પરંતુ તે બહુમતીથી વંચિત રહ્યો. કોંગ્રેસ (ઑર્ગેનાઇઝેશન)ને 56, ભારતીય જનસંઘને 18, ભારતીય લોકદળને બે તથા ચીમનભાઈના કિસાન મઝદૂર લોકપક્ષને 12 બેઠકો મળી.

કોંગ્રેસ (ઓ)ના બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં પ્રથમ વખત ગુજરાતમાં બિન-કોંગ્રેસી સરકારની સ્થાપના થઈ, જેને જનતા મોરચાનો ટેકો મળેલો હતો.

જોકે, એક અઠવાડિયામાં દેશનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું. તા. 25મી જૂને દેશમાં કટોકટી લાદી દેવામાં આવી. આ સમયે જનસંઘ સહિત વિપક્ષના નેતાઓ માટે ગુજરાતમાં આશરો લેવો સરળ બન્યો.

આ સરકાર લાંબુ ન ખેંચી શકી અને ઇંદિરા ગાંધી દ્વારા લગભગ નવેક મહિનામાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું.

બાદમાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં સરકાર બની. માર્ચ-1977માં કેન્દ્રમાં જનતા પક્ષની સરકાર આવી, આ સાથે ગુજરાતમાં પણ સત્તાપરિવર્તન થયું અને સત્તા પર બાબુભાઈ જશભાઈ પટેલનું પુનરાગમન થયું.

જાન્યુઆરી-1980માં કેન્દ્રમાં મોરારજી સરકારનું પતન થયું અને ઇંદિરા ગાંધીનું પુનરાગમન થયું, જેની અસર ગુજરાતના રાજકારણ પર પણ પડી અને બાબુભાઈ જશભાઈ પટેલની સરકારનું પતન થયું.

બંધારણીય સુધારા દ્વારા વિધાનસભા તથા સંસદની સંખ્યામાં 2025 સુધી રોક લગાવી દેવામાં આવી. એટલે ત્યારથી અત્યાર સુધી ગુજરાતમાં 182 લોકપ્રતિનિધિ વિધાનસભામાં ચૂંટાઈ આવે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ચાર પાટીદાર મુખ્ય પ્રધાનને સાત ટર્મ મળી છે. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ (મે-2014થી ઑગસ્ટ-2016) પણ પાટીદાર હતાં.

70 બેઠક સાથે બીજી ટર્મ તેમણે જનતાદળ (જી-ગુજરાત)ના નેજા હેઠળ ખુરશી મેળવી. 67 બેઠક સાથે ભાજપ તેનો જુનિયર પક્ષ બન્યો અને કેશુભાઈ પટેલ આ સરકારમાં પ્રધાન બન્યા.

સત્તામાં પહેલી વખત ભાજપનું આગમન થયું અને બાદમાં રાજકીય પરિસ્થિતિ પલટાતા કોંગ્રેસમાં જોડાયા, નવા વિકલ્પનો પ્રયોગ નિષ્ફળ થયો.

ચાલુ ટર્મ દરમિયાન અવસાન થતા ચીમનભાઈ પોતાની આ ટર્મ પૂર્ણ ન કરી શક્યા અને છબીલદાસ મહેતાને શાસનની ધૂરા મળી.

મહેતા બાદ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની પૂર્ણબહુમતવાળી સરકાર બની.

જીતના શિલ્પી કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા, પરંતુ સત્તા પર એક વર્ષ પૂર્ણ નહોતું થયું કે શંકરસિંહની સત્તા ભૂખના કારણે આંતરિક બળવો ફાટી નીકળ્યો.

શંકરસિંહના વિરોધને કારણે એક વર્ષથી ઓછા ગાળામાં તેમણે પદભાર છોડવો પડ્યો અને સમાધાનની ફૉર્મ્યુલારૂપે પોતાના વિશ્વાસુ સુરેશ મહેતાને સત્તા ઉપર બેસાડ્યા.

જોકે, રાજકીય અસ્થિરતા દૂર ન થઈ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર ઊભી થઈ.

શંકરસિંહ વાઘેલાએ ભાજપના બળવાખોર ધારાસભ્યોને સાથે લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી અને કોંગ્રેસની મદદથી સરકારની સ્થાપના કરી, પરંતુ કોંગ્રેસના દબાણ હેઠળ તેમણે પદ છોડવું પડ્યું અને પોતાના વિશ્વાસુ એવા દિલીપ પરીખને સત્તા ઉપર બેસાડ્યા.

1996માં ભાજપમાંથી અલગ થયા બાદ રાષ્ટ્રીય જનતા પક્ષ બનાવ્યો હતો. બાદમાં તેનું કોંગ્રેસમાં વિલનીકરણ કરી દીધું હતું. કોંગ્રેસથી અલગ થયા બાદ તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘જનવિકલ્પ’ સાથે જોડાયા હતા.

2019ની લોકસભા ચૂંટણી પહેલાં વાઘેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-2021માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ફરી એક વખત 10મી વિધાનસભા વખતે કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા અને ભાજપને 117 બેઠક મળી હતી.

આ વખતે પક્ષમાં આંતરિક ખટરાગ ન હતો અને બધું સારી રીતે ચાલી રહ્યું હતું, ત્યાં 26મી જાન્યુઆરી 2001ના ગુજરાતમાં ભૂકંપ આવ્યો.

કેશુભાઈની સરકાર પર સુવ્યવસ્થિત રીતે કામગીરી નહીં કરવાના આરોપો લાગ્યા અને તેમને હઠાવવામાં આવ્યા.

શાસનની ધૂરા નરેન્દ્ર મોદી નામના કાર્યકર્તાને મળી, જેણે રાજ્યમાં રેકૉર્ડ 13 વર્ષ સુધી શાસન કર્યું અને અહીંથી દેશના વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા.

કોંગ્રેસની પડખે રહેલા પાટીદારોને ચીમનભાઈ પટેલ એ સમજાવવામાં સફળ રહ્યા કે સમાજને અન્યાય થયો છે. ઇંદિરા ગાંધીના વિશ્વાસુ એવા માધવસિંહ સોલંકીએ 1985ની વિધાનસભા ચૂંટણીમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ ઊભું કર્યું, જેને અભૂતપૂર્વ સફળતા મળી.

કોંગ્રેસને રેકૉર્ડ 149 બેઠક મળી. જનતા પક્ષને 14 અને ભાજપને 11 બેઠક મળી. એ ચૂંટણીમાં ‘ત્રીજો પક્ષ’ બનીને ઊભરેલો ભાજપ આગળ જતા અઢી દાયકા કરતાં વધુ સમય સુધી રાજ્યના રાજકીય પરિદૃશ્ય ઉપર છવાયેલો રહ્યો.

આટલી ભવ્ય સફળતા છતાં ચાર મહિના કરતાં ઓછા સમયમાં તેમણે અમરસિંહ ચૌધરીને શાસનની ધૂરા સોંપી દેવી પડી. પહેલાં જનતા પક્ષ અને પછી ભાજપે પાટીદારોને આકર્ષવા પ્રયાસ કર્યા.

ચીમનભાઈના નિધન પછી કેશુભાઈ પટેલ ‘પાટીદાર ચહેરો’ બન્યા.

જોકે, 2001માં સત્તા ઉપરથી તેમના નિર્ગમન બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ક્યારેક કોમવાદના ગણિત પર તો ક્યારેક વિકાસના નામે ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ), પાટીદાર, ક્ષત્રિય અને આદિવાસી વગેરેને એક કરીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે.

ગોધરાકાંડના ઓછાયા હેઠળ 2002ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને 127 અને કોંગ્રેસને 51 બેઠક મળી.

2007ની વિધાનસભા ચૂંટણી સમયે કેશુભાઈ પટેલે સમાજને ‘પરિવર્તન’ માટે મતદાન કરવા આહ્વાન કર્યું હતું, જે ભાજપને મત ન આપવાનો સ્પષ્ટ ઇશારો હતો. પટેલે પોતાનો મત નાખ્યો ન હતો, જે પ્રતીકાત્મક રીતે ભાજપ સાથે નથી એવી જાહેરાત હતી.

આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો વિજય થયો અને પક્ષને 117 અને કોંગ્રેસને 59 બેઠક મળી. એ પછીની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદી અને કેશુભાઈ સામે-સામે હતા.

2012ની વિધાનસભા ચૂંટણી વખતે કેશુભાઈ પટેલે ‘ગુજરાત પરિવર્તન પક્ષ’ની સ્થાપના કરી હતી. તેમની સાથે ગોરધન ઝડફિયા હતા, જેઓ ગોધરાકાંડ સમયે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હતા. આ સિવાય પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશભાઈ મહેતા પણ પક્ષ સાથે જોડાયેલા હતા.

આ પક્ષ મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્દ્રિત હતો અને પાટીદાર ફૅક્ટર પર તેનો મોટો આધાર હતો. એ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 બેઠક મળી, જ્યારે જીપીપીને માત્ર બે બેઠક જ મળી.

2014ની લોકસભા ચૂંટણી પહેલાં જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ થઈ ગયું અને 1995માં ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલ ‘બાપા’એ રાજકીય નિવૃત્તિ લઈ લીધી.

ગુજરાતની જનતા સ્પષ્ટ જનાદેશ આપે છે અને કોઈ એકપક્ષને સત્તાની ધૂરા સોંપે છે. વાસ્તવમાં આપના સ્વરૂપે ત્રીજા મોરચાની નહીં, પરંતુ બીજો પક્ષ બનવાની વાત છે. જ્યાં-જ્યાં નવો પક્ષ અસ્તિત્વમાં આવે છે, તે કોંગ્રેસના ભોગે મોટો થાય છે.

2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન એનસીપીને ત્રણ અને જનતાદળ યુનાઇટેડને એક બેઠક મળી હતી. 2012માં એનસીપીને બે તથા જેડીયુને એક બેઠક મળી હતી. જ્યારે વર્તમાન વિધાનસભામાં એક અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તથા બે ભારતીય ટ્રાઇબલ પક્ષના ધારાસભ્ય હતા.

ઇતિહાસ
રાજકીય દૃષ્ટિએ ગુજરાતના રાજકારણે અનેક ચડતીપડતી જોઈ છે.

એક-પક્ષ-પ્રભાવ-પ્રથામાંથી દ્વિપક્ષ પ્રથાનો અનુભવ આ જ ગાળા દરમિયાન થવા પામ્યો; પરંતુ માત્ર પક્ષના આંતરિક પ્રશ્નોને કારણે કૉંગ્રેસ અને ભાજપની સરકાર બદલાયાના પ્રસંગો અવારનવાર બન્યા છે.

1962થી 1994 સુધીમાં માત્ર બે જ વખત બિનકૉંગ્રેસી સરકારોની રચના થઈ છે. બાબુભાઈ જ. પટેલના મુખ્યમંત્રીપદે તા. 18-6-1975થી 12-3-1976 અને 11-4-1977થી 17-2-1980 સુધી જનતા મોરચાની સરકાર હતી.

તા. 4-3-1990ના રોજ ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જનતાદળે ભારતીય જનતા પક્ષ સાથે મિશ્ર સરકાર રચી હતી. પણ રામ મંદિરના કારણે ભાજપે સરકારને ટેકો પાઠો ખેંચી લીધો હતો. પાછળથી ચીમનભાઈ કૉંગ્રેસમાં ભળી જતાં કૉંગ્રેસની સરકાર બની.
એકંદરે ગુજરાતમાં સ્થિર સરકારોને કારણે વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી થવા પામી છે.

ભાજપના કારણે ગુજરાતમાં અસ્થિર શાસન આવ્યું હતું. 1994થી 1998 સુધીના ગાળામાં છબીલદાસ મહેતા, સુરેશચંદ્ર મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપભાઈ પરીખ ચાર મુખ્યમંત્રીઓ ટૂંકા ગાળા માટે હોદ્દા પર રહ્યા. આ ગાળો ગુજરાતના અસ્થિર રાજકારણનો હતો. માર્ચ 1998થી ભારતીય જનતા પક્ષની સરકાર બની હતી.

નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યાં સુધી ગુજરાતે સમાજવાદી સમાજરચના પ્રતિ વાસ્તવિક અભિગમ અપનાવ્યો હતો. પછી મૂડીવાદી સરકારો આવી છે. ખેતીના વ્યવસાયમાં વચગાળાનાં બધાં જ સ્થાપિત હિતોને દૂર કરી, ખેડૂતોને શોષણમુક્ત કર્યા હતા. તો મોદામાં ફરી મૂડીવાદીઓએ ખેતી પર કબજો કર્યો હતો.

પછાત વર્ગો અને વિસ્તારોની અસમાનતા જલદી ઘટે, તેમના વિકાસની માત્રા વધે તથા તેઓ અન્યની સમકક્ષ બને તે અંગેની કામગીરી થતી હતી, પણ નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી તે ઓછું કરી દેવાયું હતું આર્થિક અને સામાજિક અસમાનતા વધી હતી. માધવસિંહની જેમ મોદીના રાજમાં જ્ઞાતિવાદ વકર્યો હતો.

રોજગાર માટે સુયોજિત પ્રબંધ, નાના ખેડૂતો, જમીનવિહોણા ખેતમજૂરો તથા સમાજનાં નબળાં અંગોની કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ 2001 સુધી થતાં હતા. આ નવીન સમાજરચનાની પાયાની પ્રવૃત્તિઓ હતી. તેના અમલમાં ગુજરાતે ઠીક ઠીક સિદ્ધિ મેળવી હતી. પણ ભાજપની મૂડીવાજી મોદી સરકાર આવી પછી તે માત્ર ઉદ્યોગલક્ષી સરકાર બની ગઈ હતી.

સમાજવાદી કાર્યક્રમના અમલ માટે રાજ્યકક્ષાએ આયોજનપંચની રચના, જમીનસુધારણા અંગે વચગાળાના ભોગવટાની નાબૂદી, ગણોતધારામાં સુધારા તથા જમીન ધારણ કરવા પર ટોચમર્યાદા મૂકતા કાયદા ઘડવામાં આવ્યા અને તેનો પૂરેપૂરો અને ઝડપી અમલ પણ સૌપ્રથમ ગુજરાતમાં થયો. તેનો અંત પણ 2001થી શરૂ થયો હતો.

જમીનની ટોચમર્યાદાના કાયદાના અમલને કારણે જમીનની વહેંચણી વધુ ન્યાયપુર:સર અને સમાનતાને ધોરણે થઈ શકી છે. ‘ખેડે તેની જમીન’ના ક્રાંતિકારી ખ્યાલનો સફળ પ્રયોગ પણ ગુજરાતમાં પાર પડ્યો છે. પરિણામે 1970માં 7 લાખ ગણોતિયા 15.5 લાખ હેક્ટર જમીનના માલિક બન્યા હતા. મોદીના રાજમાં ફરીથી નાના ખેડૂતો થયા છે. જે જમીનો વેચીને ખેત મજૂર બની રહ્યાં છે. ગુજરાતમાં મોદી રાજમા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને આપી દેવાઈ હતી. 21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપી શકાય તેમ હતા છતાં તેમણે આમ કર્યું હતું. ખેતી સિવાયનો જમીન વપરાશ 11 લાખ હેક્ટરમાંથી 15 લાખ હેક્ટર થઈ ગયો હતો. ભૂપેન્દ્ર પટેલની મૂડીવાદી સરકારે 2020માં ઉદ્યોગોને 1 લાખ 7 હજાર હેકટર જમીન ફાળવવાનું નક્કી કર્યું હતું. ગૌચરની જમીન 10,52,500 હેક્ટર હતી તે ઘટીને 7,86,800 હેક્ટર થઈ ગઈ હતી.
કચ્છનું રણ જે રીતે અપાઈ રહ્યું છે તે જોતા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ પાસે જતી રહેશે. આમ દર વર્ષે 1 લાખ હેક્ટર (2.48 લાખ એકર) જમીન ઉદ્યોગોમાં જઈ રહી છે. વર્ષે 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ કે કંપનીઓના ગોળામાં સરકી રહી છે. આમ 1 હજાર ચોરસ કીલોમીટર જમીન ઉદ્યોગપતિઓ પાસે સરકી ગઈ છે. 10 હેક્ટરે 1 લાખ ચોરસ વાર જમીન થાય છે.

જમીનટોચમર્યાદાનો કાયદો અને જમીનનાબૂદીના કાયદા અન્વયે વધારા પૈકીની 20 હજાર હેક્ટર જમીન આ ગાળા દરમિયાન સરકારને પ્રાપ્ત થઈ, જે ખેતવિહોણા ખેતમજૂરોને વહેંચી અપાઈ. આમ, ભૂમિસંપત્તિ જેવી દેશની મુખ્ય સંપત્તિની સમાજવાદી વહેંચણી કરવામાં ગુજરાતે સમગ્ર દેશમાં નમૂનારૂપ કામગીરી કરી.

2002ની ગુજરાત રાજ્યની ચૂંટણીમાં ભાજપે બહુમતી જાળવી રાખી અને નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. 1લી જુલાઈ, 2007માં નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હોદ્દા પર સૌથી લાંબી મુદત સુધી આ પદ પર ટકી રહેનાર મુખ્યમંત્રી બન્યા. ડિસેમ્બર, 2012માં ગુજરાતમાં રાજ્યકક્ષાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે પક્ષ તરીકે ભાજપએ બહુમતી જાળવી રાખી અને ચૂંટણી પછી નવી સરકારની રચના કરી. આ સમયે પણ નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જાહેર થયા.

2014માં દેશની 16મી સામાન્ય ચૂંટણી યોજાઈ. આ સામાન્ય ચૂંટણીમાં ભાજપએ ચૂંટણી પૂર્વે, એટલે કે અગાઉથી જ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા. આથી તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદના હોદ્દા પરથી 21-5-2014ના રોજ રાજીનામું આપ્યું. આ તબક્કે આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી ઘોષિત કરાતા તેમણે મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કર્યું. તેઓ ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. 75મા વર્ષના આરંભે વયનિવૃત્તિના ધોરણ હેઠળ આનંદીબહેન પટેલે હોદ્દા પરથી રાજીનામું આપ્યું. હકીકતમાં તો તેમને નરેન્દ્ર મોદી અને અમિત શાહે હાંકી કાઢ્યા હતા. ઑગસ્ટ 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી ઘોષિત થયા. તેમને પણ હાંકી કાઢવામાં આવ્યા હતા.

લોકસભા 2024
સાત દાયકા કરતાં વધારે સમયમાં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા 14થી ઘટીને 6 થઈ ગઈ છે.
2019ની ચૂંટણીમાં 674 પક્ષોએ ભાગ લીધો હતો.
તૃણમૂલ કોંગ્રેસને 2016માં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો, જ્યારે આમ આદમી પક્ષ ગુજરાત વિધાનસભામાં 12 ટકા મત મેળવી જવાના કારણે 2023માં રાષ્ટ્રીય પાર્ટી બન્યો હતો.

2019ની ચૂંટણી પછી ટીએમસી, એનસીપી અને સીપીઆઇએ પોતાનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો હતો.

ચૂંટણી પંચે પુસ્તક લીપ ઓફ ફેથ પ્રકાશિત કર્યું છે.
1951ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં 53 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. 2024માં રાજકીય પક્ષોની સંખ્યા 2,500 છે.
રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો એ નક્કી કરે છે કે પાર્ટીનું ચૂંટણીચિહન દેશભરમાં તેના ઉમેદવારો માટે અનામત છે. તેને રાજધાની દિલ્હીમાં કાર્યાલય માટે જમીન મળે છે. દેશમાં અત્યારે છ રાષ્ટ્રીય પાર્ટી છે. તેમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સીપીઆઇ (એમ), નેશનલ પીપલ્સ પાર્ટી અને આપનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં પક્ષો
ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ

ગુજરાત કૉંગ્રેસ :
ગુજરાતમાં કૉંગ્રેસે એક સંગઠિત રાજકીય સંસ્થા તરીકે છેક 1920થી કામગીરી શરૂ કરી હતી. 1947માં મોરારજી દેસાઈની ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નિમણૂક થઈ. તે પાછળથી પ્રાંતિક કૉંગ્રેસના સૂત્રધાર બની ગયા.

ગુજરાત કૉંગ્રેસમાં શરૂઆતથી જ એક વ્યક્તિનું વર્ચસ્ જળવાઈ રહ્યું છે. સરદાર પટેલ, મોરારજી દેસાઈ વગેરે તેનાં ઉદાહરણો છે. જોકે જ્યારથી એક વ્યક્તિના વર્ચસ્નો અંત આવ્યો છે ત્યારથી ગુજરાત કૉંગ્રેસનું કેન્દ્ર-કક્ષાએ મહત્વનું સ્થાન રહ્યું નથી. એક વ્યક્તિનું વર્ચસ્ પક્ષમાં શિસ્ત, સંવાદિતા અને સંગઠન સાધવામાં સહાયક બન્યું છે.

1969માં રાષ્ટ્રીય કક્ષાએ કૉંગ્રેસના ભાગલા પડતાં ગુજરાત કૉંગ્રેસ ઉપર તેની અસર પડી અને ગુજરાત કૉંગ્રેસ પક્ષ શાસક કૉંગ્રેસ (ઇન્ડિકેટ) અને સંસ્થા કૉંગ્રેસ (સિન્ડિકેટ) એમ બે ભાગમાં વહેંચાઈ ગયો. જોકે સમય જતાં ધીમે ધીમે ફરીથી એક જ કૉંગ્રેસ (આઇ) હવે અસ્તિત્વમાં રહી છે.

1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતાં કૉંગ્રેસ પક્ષ મુખ્ય વિરોધપક્ષની ભૂમિકામાં આવી ગયો છે. મજબૂત નેતૃત્વનો અભાવ આ પક્ષની મર્યાદા બની રહ્યો છે. જોકે મજબૂત વિરોધ પક્ષ તરીકે તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ડિસેમ્બર 2017ની ચૂંટણીમાં તેનો દેખાવ સારો રહ્યો.

સ્વતંત્ર પક્ષ : કૉંગ્રેસે રાષ્ટ્રીયકરણની નીતિ વડે વ્યક્તિસ્વાતંત્ર્ય ઉપર તરાપ મારી છે એવી માન્યતાથી પ્રેરાઈને ચક્રવર્તી રાજગોપાલાચારી, કનૈયાલાલ મુનશી અને મીનુ મસાણી જેવા કેટલાક નેતાઓએ 1959માં સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. આ પક્ષને મોટા ખેડૂત વર્ગનો તથા મુક્ત સાહસમાં માનતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજવીઓ અને નિવૃત્ત સનદી અધિકારીઓનો સબળ ટેકો મળી રહ્યો. આ પક્ષ ઉદાર વિચારસરણીવાળો પક્ષ હતો. ગુજરાતમાં પક્ષનું નેતૃત્વ મોટા ખેડૂતોના હાથમાં રહ્યું. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના વિકાસમાં કૉંગ્રેસવિરોધી લાગણી એક મુખ્ય પરિબળ હતું. ગુજરાતની 1962ની વિધાનસભામાં સ્વતંત્ર પક્ષે 106 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા, પરંતુ તેને માત્ર 26 બેઠકો જ મળી. 1967માં 146 ઉમેદવારો ઊભા રાખ્યા અને 66 બેઠકો પ્રાપ્ત થઈ. આમ તે અસરકારક વિરોધપક્ષ બની શક્યો. આ પક્ષમાં પાટીદારો અને ક્ષત્રિયોનું વર્ચસ્ રહ્યું. ભાઈલાલભાઈ પટેલ પક્ષના નેતા હતા. આ પક્ષ છેવટે જનતા પક્ષમાં વિલીન થઈ ગયો. સ્વતંત્ર પક્ષને કારણે ગુજરાતમાં એક-પક્ષ-પ્રભાવની પ્રથામાં પરિવર્તન આવ્યું અને દ્વિપક્ષ પદ્ધતિની શરૂઆત થઈ.

રાજ્યમાં નવનિર્માણ આંદોલનને કારણે માર્ચ, 1974માં ગુજરાત વિધાનસભા ભંગ કરવી પડી અને રાષ્ટ્રપતિશાસન છેક જૂન, 1975 સુધી ચાલુ રહ્યું. 1975માં ચૂંટણી થતાં જનતા મોરચાની સરકાર રચાઈ. આ ચૂંટણીમાં રાજકારણમાં એક નવો પક્ષ કિસાન મજદૂર લોક પક્ષ નામે સ્થપાયો જેણે પોતાના 131 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રાખ્યા તેમાંથી 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. જોકે આ બધા પક્ષોની જડ ગુજરાતમાં જામી જ નહિ અને 1980માં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ(આઇ)નું ભારે બહુમતીથી ફરી શાસન સ્થપાયું.

જનતા પક્ષ :
જનતા પક્ષમાં સંસ્થા કૉંગ્રેસ, ભારતીય જનસંઘ, સમાજવાદી પક્ષ અને ભારતીય લોકદળ તેમજ કૉંગ્રેસ ફૉર ડેમૉક્રસીનો સમાવેશ થતો હતો. તેની વિચારધારા ઉદારમતવાદી અને જમણેરી વલણ ધરાવતી હતી. રાજ્ય કે કેન્દ્ર-કક્ષાએ રાજકીય કે આર્થિક સત્તાના કેન્દ્રીકરણનો તે વિરોધી હતો. ખેતી, નાના અને મધ્યમ કક્ષાના ગૃહઉદ્યોગો, કુટિરઉદ્યોગો વગેરેના વિકાસ પર તે ભાર મૂકતો હતો.

ગુજરાતમાં જનતા પક્ષને માર્ચ, 1977ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 16 બેઠકો પ્રાપ્ત થઈ. 1980ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને માત્ર 1 બેઠક પ્રાપ્ત થઈ. વિધાનસભાની 182 બેઠકો માટે જનતા પક્ષે 151 ઉમેદવારો ઊભા રાખ્યા, પરંતુ તેને માત્ર 21 જ બેઠકો પ્રાપ્ત થઈ. જનતા પક્ષને 1985ની લોકસભાની ચૂંટણીમાં 1 અને વિધાનસભામાં 14 બેઠકો પ્રાપ્ત થઈ. ધીમે ધીમે પક્ષનું ધોવાણ થયું અને ઘટક પક્ષો તેનાથી છૂટા પડ્યા.

ભારતીય જનતા પક્ષ :
ભૂતપૂર્વ ભારતીય જનસંઘ તે હાલનો ભારતીય જનતા પક્ષ છે. 1979માં જનતા પક્ષમાં ભંગાણ પડવાથી તે અસ્તિત્વમાં આવ્યો છે.

અગાઉની ચૂંટણીઓમાં જનસંઘનો દેખાવ પાંગળો રહ્યો હતો. 1962માં તેણે ગુજરાતમાં 22 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા પરંતુ એક પણ બેઠક પ્રાપ્ત ન થઈ. 1967માં 1 બેઠક, 1971–72ની ધારાસભાની ચૂંટણીમાં તેણે 3 બેઠકો મેળવી. 1975માં જનતા મોરચાના ઘટક પક્ષ તરીકે તેને 18 બેઠકો પ્રાપ્ત થઈ. 1980ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે 127 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા પરંતુ તેને 9 બેઠકો ઉપર જ વિજય મળ્યો. 1985માં પક્ષને 11 બેઠકો પ્રાપ્ત થઈ. વિધાનસભાની 1990ની ચૂંટણીમાં પક્ષના 67 ઉમેદવારો ચૂંટાયા તેમજ 1989ની લોકસભામાં તેને 12 બેઠકો પ્રાપ્ત થઈ. ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પર તેણે અંકુશ જમાવ્યો.

વિધાનસભાની 1995ની ચૂંટણીમાં 182 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષે ઉમેદવારો ઊભા રાખીને 121 બેઠકો ઉપર વિજય મેળવીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. વિધાનસભા ઉપરાંત ગુજરાતની મોટા ભાગની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં સંપૂર્ણ બહુમતી મેળવીને તેણે અદભુત સફળતા પ્રાપ્ત કરી છે.

ભારતીય જનતા પક્ષ અસરકારક વિરોધ પક્ષ બની રહ્યો હતો. થોડા વખત માટે મિશ્ર સરકારમાં એ જોડાયો પણ ખરો, પરંતુ પાછળથી પક્ષના નિર્ણયને કારણે છૂટો પડ્યો. ધીમે ધીમે આ પક્ષ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવતો ગયો. 1995ની વિધાનસભાની ચૂંટણીઓમાં બહુમતી બેઠકો મેળવી તે સરકાર રચવા પહેલી વાર શક્તિમાન બન્યો હતો. 1997ની ચૂંટણીઓમાં પણ વિધાનસભામાં પુન: બહુમતી હાંસલ કરી 1995ની સ્થિતિનું પુનરાવર્તન કરવા સમર્થ બન્યો હતો. રાષ્ટ્રીય કક્ષાએ આ પક્ષ કેન્દ્રમાં પણ સરકાર રચવા શક્તિમાન બન્યો હતો. 1999ની લોકસભાની રાજ્યમાંની સામાન્ય ચૂંટણીઓમાં કુલ 26 બેઠકોમાંથી 19 બેઠકો જીતી અન્ય પક્ષો પર અસાધારણ સરસાઈ મેળવી તેણે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ પક્ષે બહુમતી મેળવી રાજ્યમાં તેનું સ્થાન અત્યંત મજબૂત બનાવી દીધું. 1995થી 2011 સુધી સતત બહુમતીને કારણે તે રાજ્યનો પ્રથમ ક્રમ ધરાવતો રાજકીય પક્ષ બન્યો છે. ડિસેમ્બર, 2012ની ચૂંટણીઓમાં 115 બેઠકો મેળવી તેણે બહુમતી પક્ષ તરીકેનું રાજકીય સાતત્ય જાળવી રાખ્યું. 2017ની ચૂંટણીમાં પણ તેણે બહુમતી મેળવી.

પ્રજા સમાજવાદી પક્ષ :
ગુજરાતમાં પ્રજા સમાજવાદી પક્ષનો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રભાવ હતો. સૌરાષ્ટ્રના મહુવામાં તેનો સૌથી વધુ પ્રભાવ હતો. દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લાના પારડી તાલુકામાં તેનો પ્રભાવ જોવા મળતો હતો. 1952ની ધારાસભાની ચૂંટણીમાં પક્ષે 80 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાંથી 4 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત થયો. આ ચૂંટણીનું મહત્વ એટલા માટે હતું કે વલસાડચીખલી મતદાર વિસ્તારમાંથી તે સમયના ગૃહપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો અમૂલ દેસાઈના હાથે 19 મતે પરાજય થયો. 1957માં 20 બેઠકોમાંથી 3, 1962માં 53માંથી 7 બેઠકો અને 1967માં 3 બેઠકો પ્રાપ્ત થઈ. પાછળથી પક્ષના નેતાઓ કૉંગ્રેસમાં જોડાઈ જતાં પક્ષની અસરકારકતા ઘટી. અત્યારે પક્ષનું અસ્તિત્વ નામશેષ બની ગયું છે.

સામ્યવાદી પક્ષ :
ગુજરાતમાં સામ્યવાદી પક્ષનો પગપેસારો નહિવત્ છે. ગુજરાતની પ્રજાની વિચારસરણી બહુધા જમણેરી રહી હોવાથી ડાબેરી વિચારસરણીવાળા સામ્યવાદી પક્ષને અનેક પ્રયત્નો છતાં મહત્વનું સ્થાન મળ્યું નથી. અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર એક વખત 1972માં પાલિતાણા વિસ્તારમાંથી તેના ઉમેદવાર ચૂંટાયા છે. જોકે પક્ષના પ્રમુખ દિનકર મહેતા એક વખત મહાગુજરાત જનતા પક્ષના અગ્રણી નેતા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે.

આ ઉપરાંત ગુજરાતમાં મહાગુજરાત જનતા પરિષદ, રાષ્ટ્રીય કૉંગ્રેસ, કિસાન-મજદૂર લોકપક્ષ તથા અખિલ ભારતીય જનતા દળમાંથી વિખૂટા પડેલા જનતા દળ (ગુજરાત) જેવા પ્રાદેશિક પક્ષો પણ રચાયા છે, પરંતુ ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોનું મહત્વ પ્રજાએ સ્વીકાર્યું ન હોવાના કારણે તેઓ થોડા વખતમાં નામશેષ બની ગયા.
—————-
23 ઓગષ્ટ 2022નો લેખ અહીં આપ્યો છે.

ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નાના અને કોંગ્રેસથી અલગ પક્ષોએ રાજ ચલાવ્યું છે. ભૂતકાળમાં જિલ્લા પંચાયત. તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં કોંગ્રેસ સિવાયના પક્ષોએ રાજ કર્યું હતું.

સામ્યવાદી

ભાવનગરમાં 1968માં ભિન્ન વિચારધારાવાળા પણ કોંગ્રેસ વિરોધી 5 પક્ષોનો મોરચો જીત્યો હતો. મહુવા અને સાવરકુંડલા તાલપકા પંચાયતમાં પ્રજા સમાજવાદી પક્ષ રાજ કરી ચૂક્યો છે.
પાલીતાણા તાલુકામાં સામ્યવાદી પક્ષ શાસન કરી ચૂક્યો છે.

જનસંઘની શરૂઆત

ગુજરાતમાં પ્રથમ વખત જનસંઘની જીત બોટાદ નગરપાલિકામાં 1967માં થઈ હતી. આર એસ એસની પાંખ જનસંઘ હતો. હવે ભાજપ છે. ભાવનગર જિલલાનો ભાગ બોટાદ હતો, હવે જિલ્લાનું વડુ મથક છે. બોટાદમાં 1967-68ની ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાને ભાજપના પૂરોગામી પક્ષ જનસંઘનો પ્રથમ વિજય થયો હતો. આજ સમયમાં રાજકોટમાં પણ તત્કાલીન જનસંઘનું શાસન હતું. જનસંઘ રાજકોટમાં પણ હતી.

મહુવા

ભાવનગર જિલ્લાના મહુવામાં 1964 સુધી પ્રજા સમાજવાદી પક્ષનું શાસન હતું. મહુવાએ જસવંત મહેતા અને છબીલદાસ મહેતાનો ગઢ ગણાતો હતો. જેઓ પક્ષીથી કોંગ્રેસમાં ગયા હતા. મહુવા નગરપાલિકાના યુવા પ્રમુખ ઈબ્રાહીમ કલાણીયા હતા. મહુવાની તમામ બેઠકો પ્રજાવાદી સમાજવાદી પક્ષ – પ્રસોપાને મળી હતી.

સામ્યવાદી રાજ

ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકામાં 1962 પહેલા સામ્યવાદી પક્ષનું શાસન હતું.
પાલીતાણામાં 1980માં થોડા સમય માટે સીપીએમનું શાસન પણ આવ્યું હતું. ભાવનગર જિલ્લાના સામ્યવાદી પક્ષના મોટા ભાગના આગેવાનો ઈ.એમ.એસ. નામ્બુદ્વિપાદ અને જ્યોતિબસુની આગેવાની હેઠળ સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) એટલે કે સીપીએમમાં પક્ષાંતર કર્યું હતું.

સામ્યવાદી ધારાસભ્ય

1972માં ઈંદિરાના મોજા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં જૈનોના તીર્થધામ પાલીતાણાની વિધાનસભાની બેઠક પર બટુક વોરા ધારાસભ્ય ચૂંટાયા હતા. દાતરડા અને ડુંડાના નિશઆન સાથે સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. 1975માં તેઓ હારી ગયા હતા.
બટુક વોરા પત્રકાર હતા. છાપામાં કટાર લેખક હતા. તેઓ સામ્યવાદી વિચારધારાને વફાદાર રહ્યા હતા.

સાવરકુંડલા

સાવરકુંડલા 1996 પહેલા ભાવનગર જિલ્લામાં હતું, પછી અમરેલીમાં લઈ જવાયું છે. 1957થી 1967 સુધીના સમયમાં સાવરકુંડલા નગરપાલિકામાં તમામ બેઠકો જીતી પ્રજા સમાજવાદી પક્ષે શાસન ચલાવ્યું હતું. પાલિકાના પ્રમુખ પદે નવિનચંદ્ર રવાણી હતા. નવિનચંદ્ર રવાણી 1962 અને 1967માં ધારાસભાની અને 1967માં સંસદની ચૂંટણી હાર્યા હતા.

1970 પછી રવાણી જૂથ કોંગ્રેસમાં ભળ્યું હતું. 1972માં નવિનચંદ્ર રવાણી ધારાસભ્ય બન્યા હતા. 1973માં નાયબ પ્રધાન પણ બન્યા હતા. 1975ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. નવિનચંદ્ર રવાણી 1980 અને 1985માં ઈન્દિરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી હતી.

1962માં પ્રજા સમાજવાદી પક્ષનો પડકાર છતાં કોંગ્રેસનું શાસન જળવાયું હતું.

સંયુક્ત મોરચાની શરૂઆત

1967માં યુનિવર્સિટી આંદોલન ભાનગર નગરપાલિકાની ચૂંટણીમાં 40 બેઠકો માટે 5 પક્ષોનો મોરચો બનાવાયો હતો. જેમાં 1952માં જનસંઘ પક્ષ બન્યો હતો. કટોકટી બાદ 977માં જનતા પક્ષમાં વિલિન થઈ ગયો હતો. 1980માં ભારતીય જનતા પક્ષના નામે નવો અવતાર લીધો હતો.
ખેતી મુક્ત બજારના સૂત્રવાળો સંપૂર્ણ જમણેરી પક્ષ ગણાતા સ્વતંત્ર પક્ષ, બીજા જમણેરી અને આર.એસ.એસ.ની છૂપી પાંખ જનસંઘ, ડાબેરી વિચારધારા ધરાવતો સામ્યવાદી પક્ષ, ડો. રામ મનોહર લોહિયાનો સંયુક્ત સમાજવાદી પક્ષ હતો અને ચંદ્રશેખરનો પ્રજા સમાજવાદી પક્ષ મોરચામાં સામેલ હતો.

સંયુક્ત મોરચાના 26 કોર્પોરેટરો અને કોંગ્રેસના 13 કોર્પોરેટરો જીત્યા હતા.

સામ્યવાદી પક્ષના 12 કોર્પોરેટરો જીત્યા હતા.
સ્વતંત્ર પક્ષના 1 કોર્પોરેટલ જીત્યા હતા.
સામ્યવાદી પક્ષના નીરૂ પટેલ અને સંયુક્ત સમાજવાદી પક્ષના કનુ ઠક્કર તો બે વોર્ડમાંથી ચૂંટણી લડી જીત્યા હતા. પ્રથમ વર્ષ માટે પ્રમુખ કે મેયર તરીકે સામ્યવાદી પક્ષના લડાયક મહિલા નેતા નીરૂ પટેલ હતા.

ઉપપ્રમુખ તરીકે પ્રજા સામ્યવાદી પક્ષના હેતસ્વીની મહેતા ચૂંટાયા હતા.
ખડી સમિતિના અધ્યક્ષ પદે એસ.એસ.પી.ના લડાયક નેતા કનુ ઠક્કર હતા.
બાંધકામ સમિતિના અધ્યક્ષ જનસંઘના નગીન શાહ હતા. બીજા વર્ષે તમામ હોદ્દેદારો બદલાયા હતા.

1982 બાદ ભાવનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી હતી. ત્યારે બીન પક્ષીય સમિતિનું શાસન હતું. 1985ની ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 51 કોર્પોરેટરોમાંથી કોંગ્રેસના 23 હતા. કોંગ્રેસે અપક્ષોના ટેકાથી શાસન ચલાવ્યું હતું. 1995થી ૫ ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે.

ધોરાજી

1967માં રાજકોટની ધોરાજી નગરપાલિકામાં ડાબેરી ઉમેદવારો જીત્યા હતા.

અમદાવાદ

ગુજરાતના રાજકિય કેન્દ્ર અમદાવાદમાં મહાગુજરાતની લડત બાદની પ્રથમ ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદને 1962માં બહુમતી મળી હતી. મહાગુજરાતની લડત લડનાર સંગઠન મહાગુજરાત જનતા પરિષદ હતી. 1967માં ફરી કોંગ્રેસની સત્તા આવી હતી.

રાજકોટ

સૌરાષ્ટ્રના રાજકિય કેન્દ્ર રાજકોટ મહાનગરપાલિકામાં એક જ વખત કોંગ્રેસ આવી છે. રાજકોટમાં 2000થી 2005 સુધી કોંગ્રેસનું શાસન આવ્યું હતું. બાકી ભાજપની સત્તા રહી છે. ગુજરાતના રાજકિય ઇતિહાસમાં સતત સત્તા પર રહેવાની આ વિરલ ઘટના છે.

જૂનાગઢ

જૂનાગઢમાં જનસંઘ કોંગ્રેસ ભાજપે સત્તા ભોગવી છે.

જામનગર

જામનગરમાં 1967થી 1972માં અપક્ષો સત્તા ચલાવતાં હતા.

વડોદરા

વડોદરા – સુરત સહિતના સ્થળોએ કોંગ્રેસની સત્તા રહી હતી. 1995થી ભાજપનું શાસન છે.

ભાજપનું એકચક્રી શાસન કેમ

ગજરાતના લોકો પ્રાદેશિક પક્ષોને હવે નાણાં આપતાં બંધ થઈ ગયા છે. વળી 37 પ્રાદેશિક પક્ષોમાંથી 2022માં ગુજરાતનો એક પણ પ્રાદેશીક પક્ષ નથી. ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા પ્રાદેશિક પક્ષને સંભાળવામાં નિષ્ફળ ગયા બાદ હવે ગુજરાતનાં પ્રાદેશિક પક્ષ રહ્યાં નથી. ભાઈલાલભાઈ પટેલનો સ્વતંત્ર પક્ષ, ચીમનભાઈનો કિમલોપ-જનતાદળ, કેશુભાઈનો ગુજરાત પરિવર્તન પક્ષ, શંકરસિંહ વાઘેલાએ રચેલી ત્રીજી પાર્ટીઓ 8થી 12 ટકાથી વધુ મતો મેળવી શકી નહોતી.

આમ આદમી પક્ષ

સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીગાંધીનગરની ચૂંટણીમાં આપને 21.7 ટકા મત મળ્યા હતા.

2021માં જિલ્લા પંચાયતમાં ભાજપની પાસે 800 બેઠકો થઈ છે. કોંગ્રેસની 169 થઈ છે.

તાલુકા પંચાયતમાં ભાજપને 3351 બેઠકો સાથે 52.27 ટકા અને કોંગ્રેસને 1252 બેઠકો સાથે 38.82 ટકા મત મળેલા છે. આમ આદમી પક્ષને 31 બેઠક મળી છે. કુલ 4771 બેઠકો હતી.

નગરપાલિકાની 2720 બેઠકોમાંથી ભાજપને 52.7 ટકા મત સાથે 2085 બેઠક મળી છે. કોંગ્રેસને 29.09 ટકા મત સાથે 388 બેઠક મળી છે. એનસીપીને 0.5 ટકા મત સાથે 5, સમાજવાદી પક્ષને 0.83 ટકા મત સાથે 14 બેઠક, આમ આદમી પક્ષને 4.16 ટકા મત સાથે 9 બેઠક, ઔવૈસીને 0.7 ટકા મત સાથે 17 બેઠક મળી છે. અપક્ષોને 1.19 ટકા મત સાથે 24 બેઠક લઈ ગયા છે.

2010માં કુલ 4778માંથી ભાજપ પાસે 2460 જન પ્રતિનિધિઓ હતા. તે વર્ષ 2015માં ઘટીને 1718 થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના 1428થી વધીને 2102 થયા હતા.

2015ની સ્થાનિક સ્વરાજ્યની – મહાનગર પાલિકા, પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં જનાધાર 4.59 ટકા વધી ગયો હતો. આથી ભાજપને પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં મોટાભાગની સંસ્થાઓ ગુમાવી હતી. ભાજપના મતમાં 1.25 ટકાનો ઘટાડો થયો હતો. કોંગ્રેસને 31માંથી 23 જિલ્લા પંચાયત, 221માંથી 151 તાલુકા પંચાયત અને 12 પાલિકામાં સત્તા મેળવી હતી. મિજાજ બદલતાં વલણમાં છેવટે કોંગ્રેસનું વજન વધ્યું હતું.

2021માં ભાજપને જિલ્લા પંચાયતમાં 54.19 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસને 39.17 ટકા મતો મલ્યા છે. આમ આદમી પક્ષને 2.66 ટકા મતો મળ્યા છે.

2002નું હિન્દુત્વ ચૂંટણીમાં ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 35.38 ટકા જ મત મળ્યાં હતા. જે 2015ના અંતે વધીને 43.52 ટકા થયો હતો. આમ હિંદુત્વની અસર મતદારો પર ભારે હતી. જે આજે 2021માં પણ સવાર છે. 2021માં ઘટીને 39 ટકા થઈ ગયો છે. 4 ટકા જનાધાર ઘટી ગયો છે.

————–
2029નો અહેવાલ
ગુજરાતની 2019ની 26 લોકસભા બેઠકમાં બીજેપીને 62.21 ટકા, કોંગ્રેસને 32.11 ટકા, નોટાને 1.38 ટકા, બીએસપીને 0.86 ટકા, એનસીપીને 0.09 ટકા, સીપીઆઈને 0.02 ટકા મતો મળ્યા હતા. અપક્ષો અને અન્યને 3.34 ટકા મતો મળ્યા હતા. આમ બે પક્ષોને જ પ્રજા પસંદ કરે છે.

લોકસભાની ચૂંટણી સમયે નવા નવા રાજકીય પક્ષોના નામ સામે આવી રહ્યા છે. ‘ભરોસા પાર્ટી’, ‘સબસે બડી પાર્ટી’ થી લઇ રાષ્ટ્રીય સાફ નીતિ પાર્ટી જેવી કુલ મળીને 2293 રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. લોકસભાન ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ માહિતી મળી છે કે દેશમાં કુલ 2293 રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 7 રાષ્ટ્રીય અને 59 રાજ્ય સ્તરની છે. ગુજરાતમાં માંડ 14 પક્ષો મેદાનમાં રહેશે. જેમાં પ્રવિણ તોગડિયાનો પણ એક પક્ષ આવી જાય છેે.

એટલું જ નહીં આ વર્ષે ફેબ્રુઆરી સુધી દેશમાં 2143 રાજકીય પક્ષો હતા. જેમાં 58 પક્ષોએ ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સામે આવી હતી. રાષ્ટ્રીય પક્ષોની જો વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ, CPI, CPM, TMC, NCP અને બસપાનો સમાવેશ થાય છે.

કેટલાંક રાજકીય પક્ષો તો એવા પણ છે જેની પાસે પોતાના ચૂંટણીના સિમ્બોલ પણ નથી. તેવા 84 રાજકીય પક્ષોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સિમ્બોલની મદદથી ચૂંટણી લડી શકશે. આ ઉપરાંત ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં પણ 149 પક્ષોનું રજીસ્ટ્રેશન થયું છે.

કોઇ પણ સ્થાનિક પક્ષે રાષ્ટ્રીય સ્તર પર નામ નોંધવા માટે વિધાનસબા અથવા તો લોકસભામાં અમુક બેઠકો મેળવવાની રહે છે. જેની મદદથી તેનું રાષ્ટ્રીય સ્તર પર નોંધણી કરવામાં આવે છે.

2019માં
2019માં માત્ર 3 પક્ષોએ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. ચોથા નંબર પર નવો પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળ છે. ભારતીય ટ્રાઈબલ પક્ષે પણ પોતાના સારા એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે.

કૂલ 60 રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. એક ઉમેદવાર હોય એવા 27 પક્ષોના 27 ઉમેદવારો હતી. 8 પક્ષ એવા હતી કે જે પોતાના 3 ઉમેદવારો ઊભા રાખ્યા હતી. 18 પક્ષ એવા હતી કે જેમણે પોતાના બે ઉમેદવારો ઊભા રાખ્યા હતી.

રાજકીય પક્ષોના ડમી એવા 50 ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચશે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવા ઉપરાંત ઉમેદવારી પત્રો તપાસીને રદ થાય ત્યારે આખરી ચિત્ર સ્પષ્ટ થશે. પણ હાલ તો 60 પક્ષોએ ચૂંટણી લડવા માટે રણમાં આવને ઊભા હતી.

સૌથી વધુ અપક્ષ ઉમેદવારો મેદાને હતી. જે 366 થવા જાય હતી. એક બે ઉમેદવારો સાથે આવા એકલદોકલ ઊમેદવારો 400 જેવા થઈ જાય હતી. જેમાંથી સારી એવી સંખ્યામાં પોતાની ઊમેદવારી પરત ખેંચશે. 26માંથી 24 બેઠક એવી હતી કે જેના પર સત્તાધારી પક્ષે ચોક્કસ મત કાપવા અપક્ષ કે પક્ષને ઊભા કરી દીધા હતી. આ પ્રમાણ કોંગ્રેસમાં ઓછું હતી. એક અંદાજ પ્રમાણે બે રાજકીય પક્ષો મળીને રૂ.1,000 કરોડનું ખર્ચ તેમના ઉમેદવારો કરશે.

અપક્ષ – 366

કોંગ્રેસ – 52

ભાજપ – 47

બહુજન સમાજ પાર્ટી – 27

હિન્દુસ્થાન નિર્માણ દળ 11

ભારતીય ટ્રાયબલ પાર્ટી – 9

બહુજન મુક્તિ પાર્ટી – 8

યુવા જન જાગૃતિ પાર્ટી – 6

અપના દેશ પાર્ટી – 5

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી – 4

ગરવી ગુજરાત પાર્ટી – 3

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી – 3

સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી – 3

વિશ્વ માનવ સમાજ કલ્યાણ પરિષદ – 3

માનવ સમાજ કલ્યાણ પરિષદ – 3

વિશ્વ માનવ સમાજ કલ્યાણ પરિષદ – 3

ભારત સત્યાગ્રહ પાર્ટી – 3

રાષ્ટ્રીય પાવર પાર્ટી – 2

રાષ્ટ્રીય સમાજ પક્ષ – 2

ઓલ ઈન્‍ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ પાર્ટી – 2

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી – 2

ભારતીય નેશનલ જનતા દળ – 2

સંયુક્ત વિકાસ પાર્ટી – 2

ઓલ ઈન્‍ડીયા હિન્‍દુસ્તાન કોંગ્રેસ પાર્ટી – 2

સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ) – 2

પીપલ્સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (ડેમોક્રેટીક – 2

આંબેડકર સમાજ પાર્ટી – 2

અંબેડકર નેશનલ કોંગ્રેસ – 2

જન સત્યપથ પાર્ટી – 2

રાઈટ ટુ રિકોલ પાર્ટી – 2

બહુજન રિપબ્લીકન સોશ્યાલીસ્ટ પાર્ટી – 2

પીપલ્સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (ડેમોક્રેટીક) – 2

રાષ્ટ્રીય જનક્રાંતી પાર્ટી – 2

ગુજરાત જનતા પંચાયત પાર્ટી – 2

જન સંઘર્ષ વિરાટ – 2

 

એક ઉમેદવાર હોય એવા પક્ષો

મહાન ભારતીય સંગઠન પાર્ટી – 1

ન્યુ ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ પાર્ટી – 1

ભારતીય બહુજન કોંગ્રેસ – 1

માનવાધિકાર નેશન પાર્ટી – 1

રાષ્ટ્રવાદી જનલોક દળ – 1

યુવા જનજાગૃતિ પાર્ટી – 1

પિરામિડ પાર્ટી ઓફ ઇન્ડિયા – 1

મહાસંકલ્પ જનતા પાર્ટી – 1

ગરીબ જનશક્તિ પાર્ટી – 1

રાષ્ટ્રીય નવનિર્માણ ભારતપાર્ટી – 1

ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી – 1

ભારતીય શકિત ચેતના પાર્ટી – 1

બહુજન મુકતી પાર્ટી – 1

અખિલ ભારતીય જનસંઘ – 1

ઇન્ડિયન બિઝનેસ પાર્ટી – 1

સર્વોદય ભારત પાર્ટી – 1

પ્રજાતંત્ર આધાર પાર્ટી – 1

લોકતાંત્રીક રાષ્ટ્રવાદી પાર્ટી – 1

જન સત્ય પથ પાર્ટી – 1

બહુજન મહા પાર્ટી – 1

સંસ્કૃતિરક્ષા દલ – 1

માનવાધિકાર નેશનલ પાર્ટી – 1

આંબેડકરાઈટ પાર્ટી ઓફ ઈન્‍ડીયા – 1

સમતા સમાજવાદી કોંગ્રેસ પાર્ટી – 1

રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેક્યુલર) – 1

જન સંઘર્ષ વિરાટ પાર્ટી – 1
————
2018
ગુજરાતમાં કામ કરતાં પ્રાદેશિક પક્ષોને મત કે સત્તા તો લોકો આપતાં નથી પણ તેમને પૈસા પણ આપતાં નથી. રાજકીય પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ હતો જે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને પૈસા આપનાર કોઈ ન હતું.
રાજકીય પક્ષ ચલાવવા હવે મોંઘા થઈ ગયા હતી. તેમ છતાં ગુજરાતમાં જે પ્રામાણિક લોકો કમાતાં નથી તેનાથી વધું રકમ રાજકારણમાં
પ્રાદેશિક પક્ષો પાસે કોઈ મૂડી ગુજરાતમાં હોતી નથી. તેઓ પોતાનો પક્ષ માંડમાંડ ચલાવે હતી
જેમાં 98 ટકા પાસે તો પોતાની કાયમી કચેરી પણ નથી.
દેશમાં જે પ્રાદેશિક પક્ષો હતી તેઓની આવક અસામાન્ય રીતે વધી હતી.
————
2018
રાજકીય પક્ષો લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ ચૂંટણી લડે છે, સરકારો રચાય છે, નીતિઓ ઘડતા હોય છે અને સામાન્ય માણસના જીવનમાં શાસન અને જીવનમાં સુધારો કરવા માટે જવાબદાર છે. રાજકીય પક્ષોને મતદારો સુધી પહોંચવા, તેમના લક્ષ્યો, નીતિઓ સમજાવવા અને લોકો પાસેથી વિગતો પ્રાપ્ત કરવા માટે નાણાંની પહોંચની જરૂર છે. પરંતુ આ બધા માટે તેઓ ક્યાંથી તેમના ભંડોળ એકત્રિત કરે છે ? 37 રાજકીય પ્રાદેશિક પક્ષોને ગુજરાતમાંથી કોઈએ મોટી રકમ આપી નથી. એટલે કે ગુજરાતના લોકો પ્રાદેશિક પક્ષોને હવે નાણાં આપતાં બંધ થઈ ગયા છે. વળી 37 પ્રાદેશિક પક્ષોમાંથી ગુજરાતનો એક પણ પક્ષ નથી. આમ હવે ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા પ્રાદેશિક પક્ષને સંભાળવામાં નિષ્ફળ ગયા બાદ હવે ગુજરાતનાં પ્રાદેશિક પક્ષ રહ્યાં નથી.

37 પ્રાદેશિક પક્ષો તરફમાંથી 29 પક્ષોએ આવકવેરાના રીટર્ન ફાઈલ કર્યા છે અને 8 પક્ષોએ હજુ આવકવેરાના રીટર્ન ફાઈલ કર્યા નથી. 29 રાજકીય પ્રાદેશિક પક્ષની કૂલ આવક વર્ષ 2016-17માં રૂ.347.74 કરોડ થઈ હતી.
ચૂંટણી પંચ સમક્ષ 31 પ્રાદેશિક પક્ષ દ્વારા વિગતો આપવામાં આવી છે જે મૂજબ 411 કંપની કે વ્યક્તિઓ એવી છે કે જેમણે રૂ.55.21 કરોડ ફંડ આપ્યું છે. 5911 લોકોએ વ્યક્તિગત રીતે રૂ.35.4 કરોડ આપેલા છે.

શિવ સેના, SAD, SP, MNS, RLD, KC-M પક્ષોને જે ફંડ મળે છે તેમાંથી 83 ટકા બિજનેસમેન કે કંપની-કોર્પોરેટ હાઉસ દ્વારા આપવામાં આવે છે. 16 રાજકીય પક્ષોએ જાહેર કર્યું છે કે, તેમને મળતી આવકમાં 84 ટકા એવી છે કે જે વ્યક્તિગત રીતે આપવામાં આવી હતી. શિવ સેના, AAP, JDS પક્ષ કે જેને સંગઠનો દ્વારા પૈસા મળેલા હોવાનું જણાવ્યું છે.

રાજકીય પક્ષોને મળતાં નાણાંમાંથી મોટી રકમ એવી છે કે જે કોણે આપી છે તે શોધી શકાતું નથી. કારણ કે તે બાબત માહિતી માંગવાના કાયદાના અધિકાર ક્ષેત્રમાં આપવામાં આવતી નથી. કેટલાક દેશો ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, યુએસ અને જાપાનમાં પક્ષો તેની તમામ વિગતો જાહેર કરે છે.

કોઈપણ સંસ્થા કે જે વિદેશી ભંડોળ મેળવે છે તેને કોઈ પણ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ માટે સમર્થન અથવા અભિયાનની મંજૂરી આપવી જોઈએ નહીં.

રાજકીય પક્ષો દ્વારા રજૂ કરાયેલા નાણાકીય દસ્તાવેજોની તપાસ, કેગ અને ઈસીઆઈ દ્વારા મંજૂર કરાયેલી સંસ્થા દ્વારા તપાસ થવી જોઈએ. જેથી રાજકીય પક્ષોની જવાબદારી નક્કી કરી શકાય.

રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષો દ્વારા માહિતી મેળવવાનો અધિકાર કાયદા હેઠળ તમામ માહિતી આપવી જોઇએ. આ ફક્ત રાજકીય પક્ષો, ચૂંટણીઓ અને લોકશાહીને મજબૂત કરશે.