અમેરિકાનો પછી ગુજરાતી પ્રજા મકાઈને મુખ્ય ખોરાક તરીકે કેમ અપનાવવા લાગી છે

અમદાવાદ, 27 જુન 2020

અમેરીકાનો મકાઈ ખૂબ ખાઈ રહ્યાં છે. તેના ખોરાકમાં મુખ્ય ધાન્ય મકાઈ છે, પણ હવે, ગુજરાતનું મુખ્ય ધાન્ય મકાઈ બની રહ્યું છે. આદિવાસી પ્રજામાં મકાઈનો વપરાશ પહેલાથી વધું છે. હવે મેદાની પ્રદેશોમાં મકાઈ વધું વપરાવા લાગી છે. ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર પછી મકાઈ ત્રીજા ક્રમે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં 3 લાખ હેક્ટર વાવેતર ખરીફ – ચોમાસામાં પાકે છે. ગયા વર્ષ સરકાર આ વખતે આ સમયે મકાઈનું વાવેતર 55 ગણું વધું છે. 58 હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. જેમાં 42 હજાર હેક્ટર વાવેતર તો એકલા દાહોદમાં થયું છે. પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર વધું છે. મધ્ય ગુજરાતમાં મકાઈનો હિસ્સો બીજા પાકની સામે 25 ટકા છે. આમ મકાઈ એ મધ્ય ગુજરાતનો સૌથી લોકપ્રિય પાક છે.

આ વર્ષ જો સારા વરસાદ રહ્યાં તો ચોમાસાની ઋતુમાં 3 લાખ અને શિયાળુ અને ઉનાળુ મકાઈ 2 લાખ મળીને 5 લાખ હેક્ટરમાં 10 લાખ ટન મકાઈ પાકશે. જેમાં સિંચાઇ થતી હોય એવી માત્ર 1.50 લાખ હેક્ટર જમીન છે. જો સરકાર નર્મદાના પાણી આ વિસ્તારોને આપે તો અહીં મકાઈનું મબલખ ઉત્પાદન થઈ શકે તેમ છે.

વપરાશ વધ્યો અને સારા ભાવ મળવા લાગ્યા

દેશમાં મકાઈના ઓગસ્ટ 2019માં ભાવ વિક્રમ તોડી રહ્યાં હતા. તેથી આ વર્ષે આદિવાસી વિસ્તારમાં મકાઇનું વિક્રમી વાવેતર ખેડૂતો કરી રહ્યાં છે. 2019માં  ભાવ રૂ.2450 જેવા ઊંચા રહ્યાં હતા. ગુજરાતમાં મકાઈના ભાવ ગયા વર્ષે 2250થી 2500ની વચ્ચે રહ્યાં હતા. ગુજરાતમાં પશુપાલન વધતાં મકાઈની ખપત વધી છે.  અમૂલ અને  બનાસ ડેરી પશુદાણ બનાવવા માટે મકાઈ વધું ખરીદી રહ્યાં છે. વળી ગુજરાતમાં ઈંડા અને મરઘીનું માંસ ખાવાનું વલણ વધી રહ્યું હોવાથી મરઘીના ચારામાં મકાઈનો ઉપયોગ વધી રહ્યો છે. તેથી કૃષિ ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે ઘઉં કરતાં મકાઈના ભાવ ઊંચા હતા. વળી ગુજરાતમાં દવા ઉદ્યોગ અને સ્ટાર્ચ ઉદ્યોગ દેશમાં સૌથી વધું હોવાથી તેમાં મકાઇનો વપરાશ વધી રહ્યો છે. ગુજરાતના લોકોમાં એક એવો ટ્રેન્ડ છે કે માત્ર ઘઉં અને ચોખા ખાવાના બદલે બીજા ધાન્ય પણ ખાવા જોઈએ. તેથી મકાઈ, બાજરો, નાગલી, મકાઈનો વપરાશ વધતો જોવા મળે છે. તેથી બાજરીનું પણ વાવેતર વધી રહ્યું છે. 2016માં મકાઈની એટલી બધી ખપત વધી ગઈ હતી કે મકાઈ અમેરિકાથી આયાત કરવી પડી હતી.

મકાઈની ગુજરાતમાં ઉત્તક્રાંતિ

1950ની આસપાસ મકાઈનું વાવેતર 1.90 લાખ હેક્ટર હતું. ઉત્પાદકતા હેક્ટરે 600 કિલોની હતી. 50 વર્ષ પછી 5 લાખ હેક્ટરમાં વાવેતર થયું અને ઉત્પાદન તો 9.65 લાખ ટન થયું હતું. હેક્ટરે 1700 કિલો સુધી પાકતી થઈ હતી.

2017-18માં દાહોદમાં 1.35 લાખ હેક્ટર વાવેતર મકાઈનું થયું હતું. જે આખા રાજ્યનું 33.83 ટકા હતું. દાહોદમાં 2.14 વાખ ટન મકાઈ થઈ હતી. ત્યાર બાદ પંચમહાલ બીજા નંબર પર 85 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું જે રાજ્યના 21.25 ટકા હતું. પંચમહાલમાં 1.48 લાખ ટન મકાઈ થઈ હતી. આમ ગુજરાતના કુલ વાવેતરમાં આ બન્ને જિલ્લામાં મકાઈનું 50 ટકા વાવેતર થાય છે. 2019ની ખરીફ સીઝનમાં જુલાઈ સુધીમાં મકાઈનું વાવેતર 2.90 લાખ હતું. જે 2018 કરતાં 3 લાખ હેકટર હતું. દેશમાં 65-70 લાખ હેક્ટર સુધી વાવેતર થતા આવ્યા છે.

મહિસાગરમાં બીજા નંબરનો પાક મકાઈ છે. દાહોદમાં કૃષિ પાકોમાં મકાઈ પ્રથમ નંબર પર આવે છે. જ્યા લગભગ 1 લાખ હેક્ટર વાવેતર થાય છે. પંચમહાલનો એક નંબરનો કૃષિ પાક છે. છોટા ઉદેપુરમાં મકાઈ બીજા ક્રમે આવતો પાક છે. દાહોદમાં 1.60 લાખ હેક્ટર સાથેનો પ્રથમ નંબરનો પાક મકાઈ છે.

ઉત્પાદકતા

છોટાઉદેપુરમાં 2275 કિલો એક હેક્ટરે મકાઈ પાકે છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધું છે. જોકે ઉત્પાદકતામાં તાપી જિલ્લો સૌથી આગળ છે જ્યાં હેક્ટરે 3043 કિલો મકાઈ પાકે છે. ત્યાર પછી સાબરકાંઠા આવે છે. ત્યાર પછી ખેડા અને અરવલ્લી આવે છે. દાહોદ મકાઈનો ભંડાર ગણવામાં આવે છે. જ્યાં 1.08 લાખ હેક્ટરમાં 1.50 લાખ ટન મકાઈ પાકે છે. 10 હજાર ટનથી વધું મકાઈ પકવતાં હોય એવા જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અલવલ્લી, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાઓ છે. મોટા ભાગે આદિવાસી વસતી ધરાવતાં અને પશુપાલન સાથે જોડાયેલા જિલ્લાઓ છે.

ઉત્પાદન

3 લાખ હેક્ટરમાં મકાઈ ચોમાસામાં ઉગાડાવમાં આવે છે. જેમાં 4.67 લાખ ટન મકાઈ પાકે છે. હેક્ટરે 1522 કિલો મકાઈ પાકે છે. જે ચોખા કરતાં પણ ઉત્પાદકતાં ઓછી છે. ચોખા 2400 કિલો હેક્ટરે પાકે છે.

દેશના રાજ્યમાં ચોમાસુ વાવેતર(લાખ હેક્ટર)

રાજ્ય           2019       –      2018

બિહાર         3.65          –      3.81

ગુજરાત         2.94        –      3.10

ઝારખંડ         2.47        –      2.46

કર્ણાટક         9.78        –      10.53

મધ્યપ્રદેશ      15.28     –      13.52

મહારાષ્ટ્ર       7.92        –      7.64

રાજસ્થાન       8.80        –      8.68

તેલંગણા        3.31        –      4.15

ઉત્તરપ્રદેશ      7.12        –      7.07

કુલ             72.74     –      72.83