Jioથી પણ સસ્તા દરે Wifi Dabba કંપની ઇન્ટરનેટ સર્વિસ, માત્ર રૂ.1માં 1GB ડેટા આપી રહી હોવાથી રિલાયંસને મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.
રિલાયન્સ જીયો સસ્તા ડેટા પ્લાન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ હવે બેંગલુરુની એક કંપનીએ ઘણા સસ્તા દરે ઇન્ટરનેટ ડેટા ઓફર કર્યો છે. ખરેખર, ડેટા રેટ એટલા નીચા છે કે રિલાયન્સ જીયોના ગ્રાહકોએ પણ તેમના ડેટા પ્લાન વિશે વિચાર કરવો પડશે.
બેંગલુરુની આ કંપનીએ હવે માત્ર 1 રૂપીયામાં 1GB ડેટા આપી રહી છે. જીયોને જોરદાર ટક્કર આપતી આ કંપનીનું નામ છે Wifi Dabba, જે વર્ષ 2017થી આ સેવા આપી રહી છે. તો ચાલો જાણીએ આ કંપની વિશે.
પહેલા 20 રૂપીયામાં મળતો હતો 1GB ડેટા
માહિતી પ્રમાણે, WIfi Dabba પર હવે એક રૂપીયામાં એક જીબી ડેટા મળી રહ્યો છે, પરંતુ વર્ષ 2017માં કંપની 20 રૂપીયામાં 1GB ડેટા આપી રહી છે. કંપનીની પાસે ત્રણ પ્લાન છે. પ્રથમ પ્લાન બે રૂપીયાનો છે જેમાં 1GB ડેટા મળશે, 10 રૂપીયાના પ્લાનમાં 5 GB ડેટા અને 20 રૂપીયાના પ્લાનમાં 10 GB ડેટા મળશે. બધા જ પ્લાનની સમયમર્યાદા 24 કલાકની હશે.
Wifi Dabba કેમ આપે છે આટલો સસ્તો ડેટા?
Wfi Dabba ને ચા અને સ્થાનિક દુકાનો પર તેનું Wi-Fi રાઉટર સ્થાપિત કર્યું છે. કંપનીના આ કોન્સેપ્ટનું નામ સુપરનોડ્સ છે. આ સુપરનોડ્સ થકી 20 કિલોમીટર સુધીના અંતરે 100 GB પ્રતિ સેકન્ડના દર પર ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરી શકાય છે. કંપનીએ તેના રાઉટર માટે Dabba ઓપરેટિંગ સિસ્ટમ પણ વિકસાવી છે.
કંપનીએ તેમના આ પ્રોજેક્ટને આ એપાર્ટમેન્ટ અને સોસાયટી સુધી લઈ જવા વિશે પ્લાન કરી રહી છે. કંપનીએ વાઈફાઈ માટે કોઈ કેબલ નથી વાપર્યું અને ન તો સરકાર પાસેથી સ્પેક્ટ્રમ ખરીદ્યુ છે. તેવામાં કંપનીને સિર્ફ રાઉટરનો જ ખર્ચ આવે છે. જેથી ડેટા સસ્તો મળે છે. કંપનીએ સસ્તા ડેટા માટે પોતાનો ખુદનું નેટવર્ક સિસ્ટમ પણ તૈયાર કરી છે.