દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,485 સુધી પહોંચી ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,58,49,068 સેમ્પલના કોવિડ માટેના પરીક્ષણ કરવામાં આવ્યા છે.
10 લાખ વસ્તી પરીક્ષણ દીઠ ટોચના 5 દેશો:
Country | Population | Total Tests | Tests/ 10 Lakh | Total Cases | Tot Cases/ 10 Lakh | Total Deaths | Deaths/ 10 Lakh |
China |
1,43,93,23,776 |
9,04,10,000 | 62,814 | 83,830 | 58 | 4,634 | 3 |
USA |
33,11,34,610 |
5,33,52,250 | 1,61,120 | 43,15,709 | 13,033 | 1,49,398 |
451 |
Russia |
14,59,38,879 |
2,66,10,623 | 1,82,341 | 8,06,720 | 5,528 | 13,192 | 90 |
India |
1,38,09,00,513 |
1,62,91,331 | 11,798 | 13,87,481 | 1,005 | 32,119 |
23 |
UK |
6,79,10,360 | 1,45,68,733 | 2,14,529 | 2,98,681 | 4,398 | 45,738 |
674 |
આ સિદ્ધિમાં યોગદાન આપનારું પ્રબળ પાસું દેશમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સુવિધામાં એકધારી થઇ રહેલી વૃદ્ધિ છે. જાન્યુઆરી 2020માં કોવિડના પરીક્ષણ માટે માત્ર એક લેબોરેટરી હતી તેની સરખામણીએ હાલમાં 1301 લેબોરેટરીઓ કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે, જેમાં 902 લેબોરેટરીઓ સરકારી ક્ષેત્રની જ્યારે 399 લેબોરેટરી ખાનગી ક્ષેત્રની છે. ICMR દ્વારા પરીક્ષણ માટે સુધારવામાં આવેલી સુવિધાજનક માર્ગદર્શિકા અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સર્વાંગી પ્રયાસોના પરિણામે પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં પરીક્ષણની કામગીરી કરવામાં મદદ મળી શકી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 32,223 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે આજદિન સુધીમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 8,49,431 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 63.54% નોંધાયો છે. કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત પણ વધીને 3,93,360 થઇ ગયો છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે