VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી આપી

અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ  જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને  ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની  વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા માટે લીધું હોવાનું રટણ કર્યું હતું.  રાજ્યસભાની ચુંટણીમાં  રાજીનામું આપવાના 50 કરોડની રકમનું પેકેજ તથા જીએમડીસીના ચેરેમનની ઓફર સહીતના પ્રલોભન જવાબદાર હોવાની ચર્ચા પર તેમણે ઈન્કાર કરીને આ પગલું અબડાસાના વધુ વિકાસ આૃર્થે લોકોના હિતમાં લીધું હોવાનો  લુલો બચાવ કર્યો હતો.
 મહિલા કાર્યકરોેએ ધારાસભ્યને બંગડી ભેટમાં આપી  હતી.
પ્રજાને આપેલા દગાનો વિરોધ કરીને તિરસ્કાર વ્યક્ત કર્યો હતો.બીજીતર જાડેજાના આ કૃત્ય બદલ સોમવારે ગુજરાત પ્રદેશ પ્રમુખે  તેને સસ્પેન્ડ કર્યા હતા.
અબડાસાને દગો આપીને જાડેજાએ ભાજપ સાથે સોદાબાજી કરી છે એવું કોંગ્રેસે જાહેર કર્યું હતું.
પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાતોરાત પાટલી બદલીને ભાજપમાં જતાં અબડાસાના લોકો સાથે દગો ગણાવ્યો છે.  કચ્છ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિશ્વાસાધાત કર્યો છે.
ભાજપ સાથે રીતસરની સોદાબાજી કરી છે. અબડાસાના પ્રશ્નો વણઉકેલ્યા છે તે માટે ધારાસભ્યની અણઆવડત અને ભાજપના નેતાઓની અબડાસા પંથક વિરોધીનિતી જવાબદાર છે. પ્રદ્યુમનસિંહે જાડેજાએ મોટાપદની આશા સાથે આર્થિક લાભ ખાટવા અબડાસા – નખત્રાણા તાથા લખપત વિસ્તાર સાથે દગો કર્યો છે.
કોંગ્રેસ પક્ષના ત્રીજા ધારાસભ્યએ અબડાસાની પ્રજાને દગો આપ્યો!
કરોડોના પેકેજ તાથા ઉંચેરા પદ માટે રાતોરાત અન્ય પક્ષ સાથે જોડાઈ જનારા નેતાઓ વિશ્વાસને કાબેલ  રહ્યા નાથી.
કચ્છમાં અબડાસા વિસ્તારમાંથી અત્યારસુાધી કોઈ ધારાસભ્ય રીપીટ થતાં નાથી તે ઈતિહાસ રહ્યો છે.  કોંગ્રેસને દગો આપવાનો ઈતિહાસ પણ આ જ બેઠક પર રચાયો છે. જે વધુ કલંકરૃપ,અને ટીકાપાત્ર બન્યો છે.
ભાજપમાં રહેલા ડો.નિમા આચાર્ય કોંગ્રેસના ધારાસભ્ય હતા જેઓએ સ્વહિત માટે અબડાસા વિસ્તારને દગો આપીને ભાજપે પક્ષ પલટો કરાવ્યો હતો. ૧૯૯૫માં કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા. જો કે ૨૦૦૭માં તેઓએ પલટી મારીને ભાજપમાં જોડાઈ ગયા હતા.
ત્યારબાદ જયંતી ભાનુશાલી હત્યાના ગુનામાં જેલના સળીયા ગણતા ભુતપુર્વ ધારાસભ્ય છબીલ પટેલે દોહરાવ્યો હતો. પટેલ ૨૦૧૨માં ચૂંટાઈ આવ્યા હતા. પેટાચુંટણી યોજાઈ હતી. પટેલને શકિતસિંહ ગોહિલે મ્હાત આપી હતી.
ત્રીજા કોંગી ધારાસભ્યે મતદારોને દગો આપીને અબડાસાના ઈતિહાસને કલંકિત કર્યો છે.
 મહિલાઓએ તેમને બંગડી આપીને અબડાસાની પ્રજાને છેતરી હોવાના આક્ષેપો કર્યા હતા.તમે અબડાસાના લોકોને છેતર્યા છેે, તમે જે કર્યું તે યોગ્ય નથી.