ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે.
હાલ અલંગમાં મજૂરો નથી. મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશ જતાં રહ્યાં છે.
મંગળવારથી 40 થી 50 ટકા પ્લોટમાં જે પ્લોટધારકો પાસે સેનિટાઈઝર, થર્મલ ગન સહિતની જરૂરી સાધનો ઉપલબ્ધ છે, તેવા પ્લોટ શરૂ કરવામાં આવ્યા છે. 10થી વધુ શ્રમિકો તેમજ ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળતી શરૂ થઈ જશે.
યુરોપ અને જાપાન જેવા દેશોના જહાજો ભાંગવા ચીન અને તુર્કી જાય છે. દુનિયામાં 1 હજાર જહાજને ભાંગી નાંખવામાં આવે છે. જેમાં 250થી 300 જહાજ અલંગ આવે છે.
આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે.
ભારતે બનાવેલા નવ કાયદાથી યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળે એવી ધારણા હતી.
અગાઉ વોરશિપ પ્રતિબંધ રાખ્યા હતા. તે આ વર્ષથી આવવાના હતા. પણ કોરોનાના કારણે તે ઓછા આવશે. જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની અબજો રૂપિયાીન લોન લઈને ગુજરાતમાં અલંગને વિકસાવવાના પ્લાન ચાલી રહ્યા છે.