કામદાર વીમા યોજના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય સવલતો

રાજયના કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. ૪૦ શહેરોમાં ૮૦ દવાખાનાઓ અને ૭ હોસ્પિટલો કામ કરે છે. આ સ્થળોએ સંગઠિત ક્ષેત્રના ૧૬ લાખથી વધુ મજૂરોને – કામદારોને અને તેઓના કુંટુંબીજનોને તબીબી સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકો કે જેઓ વીમા યોજનાના લાભાર્થી નથી તેઓને લાભ મળતો ન હતો.

સામાન્ય નાગરિકો માટે જરૂરી દવાઓ પહોંચતી કરાશે, જે દવાઓ નાગરિકોને વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે.  મુખ્યમંત્રી અમૃતમ, મા વાત્સલ્ય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની પેનલમાં સામેલ કરી સામાન્ય નાગરિકોની સુવિધા વધારવા અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં રાજય સરકાર લેશે. તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.